કૉલેજકન્યા – કે.કે. ભાસ્કરન્ પય્યાન્નુર

[‘ગુજરાત સમાચાર વાર્તા-સ્પર્ધા 1995’ની અન્ય ભાષીય વાર્તાઓમાં પસંદ કરાયેલી મલયાલમ ભાષાની આ કૃતિ ‘ગુજરાત સમાચાર : શ્રેષ્ઠ વાર્તાઓ 1995’ પુસ્તકમાંથી સાભાર. વાર્તાનો અનુવાદ શ્રી પી. ઓ. વર્ગીસે કર્યો છે તેમજ તેની પસંદગી મલયાલા મનોરમાના તંત્રી, શ્રી કે. પદ્મનાભને કરી છે.]

વધુ અભ્યાસાર્થે મુંબઈની સોફિયા કૉલેજમાં જોડાવાના વિચાર સાથે તેનાં મા-બાપ સંમત ન હતાં. તેમને લાગતું હતું કે તેના જેવી છોકરી માટે મુંબઈ અનુકૂળ શહેર નથી. પણ રાધા મક્કમ છે. એકવાર જે નિર્ણય લઈ જ લીધો તેના અમલ માટે તે કંઈ પણ કરશે. તેની બહેનપણી રજની મુંબઈમાં છે. તે રાધાને મુંબઈ વિશે અવારનવાર લખતી હતી. તે રાધાને કોઈ પણ ભોગે મુંબઈ આવી જવા માટે આગ્રહ કરતી હતી.

ઘરમાં રોજ આ વિષય પર દલીલો થતી રહેતી. છેવટે મા-બાપે સંમત થવું પડ્યું. તેના મનમાં એવી છાપ હતી કે મુંબઈ એવું શહેર છે જ્યાં બધા સ્વતંત્રતાથી હરીફરી શકે છે. તે મુંબઈ પહોંચી અને મરીન ડ્રાઈવ સ્થિત એક હૉસ્ટેલમાં પ્રવેશ મેળવ્યો. તેને હોસ્ટેલ પર છોડી જતાં મા-બાપે ઘણી સલાહો આપી. મમ્મી ભારપૂર્વક વારંવાર શું કરવું ને, શું ન કરવું કહેતી રહી. રાધાના પિતાના મુંબઈમાં કેટલાક મિત્રો હતા, જેમાંના એકનું નામ તેના સ્થાનિક વાલી તરીકે આપ્યું.

તે ખૂબ ઉદાસ હતી જ્યારે તેનાં મા-બાપ વતન જવા પાછાં ફર્યાં. તેના ઉત્સાહ અને ઉત્તેજના થોડાં મોળાં પડ્યાં. તેણે બારી ખોલી અને પાંચમા માળની એ રૂમમાંથી બહાર જોયું તો નીચેના દશ્યે એને છક કરી દીધી. ગાડીઓની લાંબી હાર, હાથમાં હાથ નાંખીને ચાલતાં યુવાન-યુગલો અને ફૂટપાથ પર બૂમો પાડતા ફેરિયા. દૂર નીચે ને નીચે ડૂબતો સૂર્ય.
તે સમયે એની બહેનપણી આવી.
‘ઓહ ! સાઈટ સીન જુએ છે ? નાદાન. આ બધામાં કંઈ જોવાનું નથી. તારા ઘરનાં કપડાં બદલ. હું તને બહાર લઈ જઈશ.’ તેણે રાધાને કહ્યું.
‘ઓહ, કેવું નાદાનપણું !’ રાધાએ એનો હાથ હટાવ્યો.
‘તું જલદી નીચે આવ. અત્યારે સાત વાગ્યા છે. જો આપણે રાત્રે 8 વાગ્યા પહેલાં પાછાં નહીં આવીએ તો હોસ્ટેલમાં ઘૂસવા નહીં મળે.’

દિવસો વીતતા ગયા. રાધાને શહેરી જિંદગી વધુ અર્થપૂર્ણ લાગવા માંડી. સ્થાનિક વાલી વારંવાર ફોન કરી જરૂરિયાતના સમયે તેમનો સંપર્ક કરવાની વિનંતી કરતા હતા. રાધાનાં મા-બાપ પણ તેને છોડીને એકસરખાં દુ:ખી હતાં. માતાએ કીમતી સલાહો લખ્યા કરવાનું ચાલુ રાખ્યું હતું. રોજ સવારે બનીઠનીને રજની અને રાધા રસ્તા પરના સ્ટેન્ડ પર પસાર થતી ગાડીઓમાં લિફ્ટ માંગવા માટે (કેટલીક વાર મજા માટે) એવું વિચારીને ઊભાં રહેતાં કે કોઈ તેમને કૉલેજ સુધી લિફટ આપવાનો પ્રસ્તાવ કરે. તેઓ એ બાબતે સાવચેત રહેતા હતાં કે ફક્ત એવી ગાડીઓ સામે જ હાથ હલાવવા કે જેમાં કોઈ જોખમ ન હોય. રાધા માટે તો આ એક મજાનો અનુભવ હતો – કોઈ જ ખર્ચ વગર કૉલેજ વહેલાં પહોંચવાની એક યુક્તિ.

રોજની માફક બીજો એક વ્યસ્ત દિવસ શરૂ થયો. ઝડપથી બ્રેકફાસ્ટ પતાવીને રજની અને રાધા હૉસ્ટેલ બહાર નીકળ્યાં. રજનીએ મીનીસ્કર્ટ પહેર્યું હતું અને રાધાએ સલવાર કમીઝ. તેઓ હૉસ્ટેલની સામેના ચાર રસ્તે ઊભાં રહ્યાં. બે ગાડીઓ પસાર થઈ ગઈ પણ તેમણે તે ગાડીઓ ઊભી ન રાખી. પછી એક ફીયાટ ગાડી આવી જે તેમની નજીક ઊભી રહી. ડ્રાઈવર આઘેડ વયનો પુરુષ હતો. રજનીએ ગાડીની અંદર નજર કરી અને પૂછ્યું, ‘શું તમે સોફિયા કૉલેજ થઈને જઈ રહ્યા છો ?’
‘લગભગ, હા.’ આંખમાં ચમક સાથે ડ્રાઈવરે કહ્યું.
સામાન્ય રીતે તે બંને પાછલી સીટે બેસતાં હતાં, પણ આ વખતે તેમણે આગળ બેસવું પડ્યું કારણ કે પાછળની સીટે ફાઈલો પડી હતી.

ગાડી શરૂ થઈ.
થોડા અંતરે રજની બોલી : ‘અરે, ભાઈ !’
‘શું થયું ?’ રાધાએ અને ગાડીચાલકે પૂછ્યું.
‘હું રૂમમાં એક ચોપડી ભૂલી ગઈ છું જે આજે જ પાછી આપવાની છે. ઓહ, શું કરું ?’
‘તો હું ગાડી ઊભી રાખું કે તમે મારી સાથે આવો છો ?’ ચાલકે પૂછ્યું.
‘હા, અહીં ઊભી રાખો.’ તેણે વિચાર્યું હતું કે ચાલક ચોપડી પાછી લઈ આવવા માટે મદદરૂપ થશે.
રજનીએ રાધાની તરફ જોતાં કહ્યું : ‘તું આવે છે ?’
‘ના, રજની. હું અત્યારે નહીં જઉં તો એક પિરિયડ ચૂકી જઈશ.’
‘સારું, ત્યારે’ – રજની ગાડીમાંથી ઊતરી ગઈ.

ગાડી ફરી શરૂ થઈ. સવારના ટ્રાફિકને કારણે તેઓએ રસ્તામાં જુદાં જુદાં સ્થળોએ રોકાવું પડ્યું.
‘બેબી, શું ભણે છે તું ?’ ચાલકે પૂછ્યું.
‘માઈક્રોબાયોલોજી.’
‘રસપ્રદ વિષય છે નહીં ?’
‘મને ગમે છે એટલે મેં પસંદ કર્યો.’
ત્યારબાદ, થોડા સમય સુધી કોઈએ એક શબ્દ પણ ન ઉચ્ચાર્યો.
‘તારી બહેનપણી બહુ મોર્ડન છે.’
‘આવો ઉલ્લેખ કરવાની કોઈ જરૂર નથી.’ રાધાએ જવાબ આપ્યો.
‘ના… મેં તો અમસ્તાં જ કહ્યું. મેં વિચાર્યું કે તે સારી મિત્ર નથી.’
‘તમારે એની સાથે કોઈ લેવાદેવા ન હોવી જોઈએ. શું તમે ગાડી રોકશો ? મારે ઊતરવું છે.’ રાધાએ ઉતાવળે બૂમ પાડી. શું થઈ રહ્યું છે એની ખબર પડે એ પહેલાં જ ગાડીએ વાલકેશ્વર રોડની એકાંત ભરી ગલીમાં વળાંક લઈ લીધો.
‘જો બિનજરૂરી બૂમો ન પાડીશ. હું તારો ગેરલાભ નહીં લઉં. મારે એક વ્યક્તિને ફાઈલો પહોંચાડવાની છે, ત્યાર બાદ આપણે વાતો કરી શકીએ.’ તેણે કહ્યું.
‘શાંત રહે રાધા’ રાધાએ પોતાની જાતને કહ્યું.
‘શું તું મુંબઈમાં નવી છો ?’
‘હા.’
‘તારે અહીં ઘણા મિત્રો છે ?’
‘તમે ચૂપ થશો ? ગાડી ઊભી રાખો. મારે નીચે ઊતરવું છે.’ લગભગ રડમસ અવાજે રાધા બરાડી.
‘હની, શું ગાડીમાં આવવા માટે મેં તને પૂછ્યું હતું.’
‘ના.’
તેણે રાધાના સાથળ પર પોતાનો હાથ મૂક્યો. રાધા ચોંકી ગઈ.
‘સ્ટુપીડ… તારો હાથ હટાવીશ કે….’ એણે રાધાના સાથળ હળવેકથી દબાવ્યા. અચાનક એ હાથ દૂર કરતાં રાધા તેની તરફ ઉગ્ર બની. કેટલાક અંતર બાદ, ગાડી મુખ્ય રસ્તે પહોંચી, રાધાને લાગ્યું કે તેઓ હવે જાણીતા સ્થળે પહોંચ્યા છે. તેણે પોતાનો ચહેરો અને આંખો રૂમાલ વડે લૂછ્યાં.

‘તું ઠીક છો ?’ પેલાએ પૂછ્યું.
‘શટ અપ નોનસેન્સ. હું પોલીસમાં ફરિયાદ કરીશ.’ તેણે થોડી હિંમત એકઠી કરીને કહ્યું.
‘સારું, તું તેમને શું કહીશ ? તેં લિફટ માંગી અને મેં તારા સાથળ પર હાથ મૂક્યો એમ ? જા અને નોંધાવ ફરિયાદ. ફરિયાદ કરનાર બધી છોકરીઓનું પોલીસ કંઈ માનશે નહીં.’
‘સ્ટુપીડ, તને શરમ નથી આવતી ?’
‘અરે, તું એમ માને છે કે તું પવિત્ર છોકરી છો ? મેં વિચાર્યું કે તું તારી બહેનપણી પાસેથી કંઈક તો ચોક્કસ શીખી હઈશ. આપણે કૉલેજ પહોંચી ગયાં છીએ. આ મારું કાર્ડ છે. તું જ્યારે એકલી હોય અને તને મારા સાથની જરૂર પડે ત્યારે હું આવી શકું છું અથવા જો તું તે કાર્ડ પોલીસને આપવા ઈચ્છતી હોય તો તું તેમ કરી શકે છે. ઓ.કે. ? બાય…’ તેણે કાર્ડ રાધાના હાથમાં મૂક્યું અને કાર હંકારી ગયો.

રાધાએ કાર્ડ તેની હેન્ડબેગમાં મૂક્યું અને દૂરથી આવતી તેની બહેનપણીઓ સાથે જોડાઈ ગઈ. તે રાત્રે રાધા રજની પર ઉશ્કેરાઈ, રજની પોતાની સાથે કૉલેજ કેમ ન આવી તે બાબતે. તેણે તેને સવારે શું થયું હતું એ બાબતે કંઈ જ ન કહ્યું. એટલામાં હૉસ્ટેલના રૂમમાં એક છોકરી આવી અને રાધાને એક પત્ર આપીને ચાલી ગઈ. એ પત્ર રાધાની માતાનો હતો. માતાના એ પત્રમાં હંમેશની માફક સલાહો છલોછલ હતી. તેમાં આખરે, એક નજીકના સગાનું સરનામું હતું જેમને મળીને, વાતચીત કરીને રાધાએ માતાને જવાબ લખવાનો હતો. રાધા તે સરનામું જોઈને ચોંકી ગઈ. તેણે તરત જ તેની હૅન્ડબેગ ખોલી, અને પેલા કારચાલકે આપેલું કાર્ડ કાઢી તેમાનું સરનામું જોયું.

બંને નામ-સરનામાં એક જ હતાં.

[કુલ પાન : 456. કિંમત : રૂ. 200. પ્રાપ્તિ સ્થાન : નવભારત સાહિત્ય મંદિર. 134, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-400 002. દેરાસર પાસે, ગાંધી રોડ. અમદાવાદ-380 001. info@navbharatonline.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ચાલો…સમયને પેલે પાર – વિમલ શાહ
હાસ્યથી રુદન સુધી – નિર્મિશ ઠાકર Next »   

32 પ્રતિભાવો : કૉલેજકન્યા – કે.કે. ભાસ્કરન્ પય્યાન્નુર

 1. Kanchanamrut Hingrajia says:

  માફ કરજો મારા પ્રતિભાવ માટે પણ ખબર નહિં કેમ પણ મને આ વાર્તા શ્રેષ્ઠ ન લાગી,કદાચ તેને હું બરાબર ન પણ સમજ્યો હોંઉ.

 2. Viren Shah says:

  ભન્ગાર વાર્તા.

  લેખકે છેલ્લે વાર્તાને ટર્નિગ પોઇન્ટ આપવાનો પ્ર્યત્ન કર્યો છે પણ એમા એ સદન્તર નિશ્ફળ ગયેલ છે.

 3. kumar says:

  કદાચ OK type અથવા અમુક હદ સુધી વાસ્તવીક વાર્તા, પણ definately not શ્રેષ્ઠ વાર્તા.

 4. purvi says:

  The end of this story is not understandable..What this story want to teach is really not acceptable.

 5. Bhupendra says:

  રાધા એ માતા ને વાત કરવિ જોઇ

 6. Editor says:

  નમસ્તે વાચકમિત્રો,

  આ વાર્તા પ્રકાશિત કરતી વખતે મને લાગતું હતું કે એ બાબતે કોઈક નોંધ મૂકું. કારણ કે તેનો મર્મ કદાચ સરળતાથી સમજાય તેવો નથી. વાર્તાનો મુખ્ય મુદ્દો ‘સ્ત્રી શોષણ’ બાબતનો છે. અને તે એ પ્રકારનું શોષણ જે નજીકનાં સગાંઓ દ્વારા થાય છે. તાજેતરમાં થયેલા અનેક સર્વેમાં એ બાબત પર વધારે ભાર મૂકવામાં આવ્યો છે કે છેડતીની, શોષણ વગેરે ઘટનાઓ નજીકના સગાં દ્વારા વધારે બને છે. એ બાબતે જાગૃતિની જરૂર છે. પરંતુ આ કંઈ જનરલાઈઝ કરવાની વાત નથી, અપવાદરૂપ ઘટનાઓમાં એવું થતું હોય છે. પ્રસ્તુત વાર્તામાં રાધા જે વ્યક્તિની છેડતીનો ભોગ બને છે એ તેના નજીકના સગા જ નીકળે છે એવો અર્થ એમાં સમાહિત છે. આ બાબતે જાગૃતિ કેળવવાનો કથાનો સાર હોય એવું જણાય છે.

  લિ. તંત્રી.

 7. Sonal Rana says:

  I think there is some thing missing…..
  Ofcourse story’s basic concept is clear but,
  I could not understand what the end want to tell us….

 8. rahul says:

  બહુ જ સરસ વાર્તા હતિ……..લેખક્ને અભિનન્દન

 9. Urmila says:

  What Mrugeshbhai has said is also correct but it is wrong of girls to ask for lift from strangers just to have ‘fun’ it is clear from the story what impression they have given to the driver

 10. Megha says:

  મને લાગે છે કે વાર્તાના ભાષાન્તર ને લેીધે તેનો મર્મ નથેી જળવાયો.

 11. nayan panchal says:

  either it is lost in translation or even the original is not that great.

  મજા ન આવી. લિફ્ટ આપવાવાળો પણ રાધાને ઓળખતો ન જ હતો. તે બંનેની તો ક્યારેય મુલાકાત થઈ જ ન હતી.

  આભાર,
  નયન

 12. Gira says:

  ?! what the heck ! lol

 13. trupti says:

  If this was a ‘ શ્રેષ્ઠ’ story then, what will be the ‘ભગાર’ story. The editor is talking about the abusement of the child/children from the known person, but when Radha is metting that old men neither of them knowing each other, then where is a question of abusing by the known person? I am sorry to say that, I have been reading this website from last so may months but for the first time the site has disappointed me.

 14. Aparna says:

  certainly not the best story but remotely it is able to indicate about the rampant fact of exploitation on girls from their near ones in the family / friend circle
  whom to trust?!!

 15. કશ્યપ પટેલ says:

  મને આ લેખ વાંચી એ સમજણ પડી કે ફક્ત છોકરા ઓ જ છોકરી ઓ ને બગાડવા માટે જવાબદાર નથી હોતા પણ તેમણો પણ કૈક અંશે હાથ હોય છે. આ સિવાય એ મર્મ છે કે કોઈએ પણ આપણા કે અજાણ્યા શહેર મા કોઈ પર આસાનીથી વિશ્વાસ ના કરવો ખાસ કરીને મહીલાઓએ.

 16. ઈન્દ્રેશ વદન says:

  બીજા બધાની જેમ મારો પણ એ જ અભિપ્રાય છે કે, ઘણી બકવાસ વાર્તા.

  શું લેખક એમ કહે છે કે મુંબઈમાં જઈને છોકરીઓ રસ્તા પર ઉભી રહીને કારવાળાઓ જોડે લીફ્ટ માંગવાનુ શરુ કરી દે છે?

  ‘શ્રેષ્ઠ વાર્તાઓ’ પુસ્તકમાં આવી બીજી કેટલી ‘શ્રેષ્ઠ’ વાર્તાઓ હશે?

 17. pragnesh says:

  બહુ બક્વાસ વાર્તા ….વત્સે ઓફ time

 18. pragnesh says:

  sorry i mean waste of time….end is full of crap….u dnt realise n story get ends…

 19. Mr. Patel says:

  મને તમારી વાતાઁ ગમી..

  બહુ સરસ સે…

 20. મયુર says:

  Great Story Again

 21. Pradipsinh says:

  Maja na padi …

 22. VIPUL PANCHAL says:

  Good Justice with story, But end is not Proper.

 23. Vineet Kumar Ojha says:

  Though whatever Mrugeshbhai is telling is true, but I understand that the story writer wants to convey a different message. Radha and the driver were unknown to each other while she was sexually harassed (or, tried such) by him. As soon as he came to know about the not-so-friendly intentions of Radha, he genuinly dropped her at the college, with no further harm to her. Co-incidently, the person happens to be in some relation with Radha (or, same caste). The writer wants us to think that almost every one of us have that grey shed of life (also note the intention of girls of having ‘fun’ by asking for lift). Persons who does such bad things do not come out of the blue. These things can take place with our known too. So, we all have grey sheds as well. It could be the circumstances and the matching behaviour of the opposite person / companion which can lead to the unpleasant incident. Do not try to paint a picture of the devil. It could be well within as well. This is how I interpret this story. Suggessions are welcom. U can use my email also.

 24. Kajal says:

  મજા ના આવિ ખરેખ્રર મા. end of the story is not clear.

 25. nikunj says:

  are bhai…
  khabar nai kem simple story to che…ghana loko ne samjan na padi mane surprise thay che…story kato game ya na game aama bhangar bakawas e badhu su…motivate people,,i request u all ….

  biji vaat ke jyare pan gamda ma aapde padre ramta hoyie (javiya) koi sundar majani chokri family sathe dur thi aavti joie ne aapde keva harakh ghela thai jaie chiye pan amul vaar dhyan thi joie ya gher jaie tyare khabar pade ke aato aapda ghar na j mehman hata…..thay che ghani vaar aavyu..

  i request u not to discourage editor by this sort of comment….article may be interesting or bored not bad..

  hope for your cooperation
  Nikunj, london

 26. riddhi says:

  lko khoto abhipray apyo 6ee varata kharekhar sari 6e.

 27. sanjay says:

  the end of story is not proper …………..
  from above comment is right
  it is bhangar story

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.