ધરતી પરનું સ્વર્ગ : કાશ્મીર – અરૂણા પરમાર

[રીડગુજરાતીને પોતાનો તાજેતરનો કાશ્મીર પ્રવાસનો અનુભવ લખી મોકલવા બદલ અરૂણાબહેનનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર]

kashmir

સ્વભાવે તો હું ઘડિયાળના કાંટે જીવનાર વ્યક્તિ છું. ઘર તથા ઑફિસ – આ બે ચોક્કસ સ્થળો છેલ્લા કેટલાંય વર્ષોથી મારી સાથે જોડાયેલા રહ્યાં છે. અનિવાર્ય સંજોગો સિવાય હું બીજે ક્યાંય જવાનું ટાળું છું અને તેમાં પ્રવાસ તો બિલકૂલ નહિ. તેમ છતાં મેં સ્વભાવ વિરુદ્ધ ‘કાશ્મીર જવાનો’ નિર્ણય કઈ ક્ષણે લીધો અને તેને છેક સુધી કેમ ના બદલ્યો – એ વાતનું મને જ ખુદ આશ્ચર્ય થાય છે. પરંતુ મને લાગે છે કે જો મેં મારા આ નિર્ણયને બદલવાની ભૂલ કરી હોત તો અવશ્ય આખી જિંદગી મને એનો અફસોસ થાત.

કાશ્મીર – ધરતી પરનું સ્વર્ગ, એ વાત નો અનુભવ મને શ્રીનગર હવાઈમથક પર પગ મૂકતાંની સાથે જ થવા લાગ્યો. ઠેર ઠેર આર્મીના જવાનો અહીં સમગ્ર વિસ્તાર પર ચાંપતી નજર રાખી રહ્યા હતા. ત્યાંથી અમારે આગળનો પ્રવાસ જીપ દ્વારા કરવાનો હતો. અમારી જીપના ડ્રાઈવર શ્રી પરવેઝભાઈ કાશ્મીર, તેના આસપાસના વિસ્તારો અને શ્રીનગરની સામાજિક અને ભૌગોલિક સ્થિતિ વિશે રસપ્રદ માહિતી આપતા અમને પ્રકૃતિનું રસપાન કરાવી રહ્યા હતા. થોડીવારમાં અમે દાલસરોવરના કિનારે પહોંચ્યા.

કાશ્મીરનું ખરું મોટું અને સૌથી પહેલું આકર્ષણ એટલે દાલ સરોવર. છાપાઓમાં આ થીજી ગયેલા સરોવરના ફોટા મેં ઘણીવાર જોયા છે જે આજે પ્રત્યક્ષ જોવાનો લાભ મળ્યો. 22 કિ.મીના ઘેરાવાવાળા આ નયન રમ્ય સરોવરને પ્રત્યક્ષ જોતાં રોમાંચનો અનુભવ થયો. આ સમય દરમિયાન અમારો બે દિવસનો પડાવ હાઉસબોટમાં જ હતો અને તેથી દાલ સરોવરમાં જ રહેવાનો અને ત્યાંથી આ જન્નતનો નજારો જોવાનો મને એક અમુલ્ય અવસર સાંપડ્યો.

અમારા પ્રવાસનું બીજા દિવસનું આકર્ષણ હતું ગુલમર્ગ. એવું સાંભળ્યું હતું કે ગુલમર્ગમાં નસીબદાર લોકોને જ બરફ વર્ષા જોવા મળે છે. અને આ બાબતમાં અમે ખરેખર નસીબદાર નીકળ્યા. ગુલમર્ગમાં અમારો પ્રવેશ થતાં જ પરમકૃપાળુ પરમાત્માએ બરફનાં ફોરાં વરસાવીને અમારું હુંફાળું સ્વાગત કર્યું અને પૂરો દિવસ, ગુલમર્ગના અમારા રોકાણ દરમિયાન અમે સતત બરફવર્ષાથી ભીંજાવાનો રોમાંચ માણતાં રહ્યાં. જ્યાં નજર કરો ત્યાં બરફની ચાદરો પથરાયેલી હતી. પોચો-પોચો રૂ જેવો ઢગલાબંધ બરફ ધરતીને અને દૂર દૂર કાળમીંઢ પર્વતો પર જામી ગયેલો સખત બરફ આકાશને આચ્છાદિત કરી રહ્યો હતો. અનુપમ એવું આ સૌંદર્ય, કુદરતના ખોળાનું સાંનિધ્ય મનને એક અનોખી શાંતિ પ્રદાન કરી રહ્યા હતા. કુદરતે આ પ્રદેશને છૂટ્ટા હાથે સુંદરતાની લ્હાણી કરી છે. ઊંચા ઊંચા પાઈનના વૃક્ષો, આભને આંબવા મથતા પહાડોની ઊંચાઈ સાથે જાણે કે હરિફાઈ કરી રહ્યા હતાં. અમે લગભગ 10,500 ફૂટની ઊંચાઈ પર હતા. નીચે બરફ, ઉપર બરફ, વરસતો બરફ અમને ટાઢાં બોળ કરી રહ્યો હતો, હાથપગની આંગળીઓ હાલવાનું નામ જ નહોતી લેતી, પણ આ અદ્દભૂત દશ્યોનો નજારો લેવા બદલ હું મારા નસીબને ધન્યવાદ પાઠવી રહી હતી. બરફમાં સ્લેજગાડી ચલાવવાની બાબત ગમે એવી હતી પરંતુ એમાં માણસ માણસને ખેંચતો હોવાથી એ મને જરા રૂચિકર નહોતું લાગતું. જો કે એ લોકોના આવકનું સાધન એક માત્ર સ્લેજગાડી હતી. ગુલમર્ગના એ બરફીલા પહાડોનું દશ્ય તો આજે પણ આંખ બંધ કરું તો મારી સામે તરવરે છે !

ત્રીજે દિવસે અમે પહેલગામ તરફ જવા રવાના થયા. શ્રીનગરમાં પાછલી રાત આખી રાત વરસાદ વરસતો રહ્યો હતો અને તાપમાન 2 ડિગ્રી જેટલું નીચે જતું રહ્યું હતું. ઝીણા ઝરમર ઝરમર વરસાદમાં અમે પહેલગામ પહોંચ્યા. અહીંથી અમરનાથ જવાનો રસ્તો શરૂ થાય છે. પર્વતોના ચઢાણ માટે અહીં ઘોડાઓનો ઉપયોગ થાય છે. ઘોડા પર સવારી કરીને અમરથાન-યાત્રામાં આગળ વધવાનો આનંદ યાત્રિકોને કેવો રોમાંચિત કરી જતો હશે ! અત્રે પહેલગામમાં એક બાબત વિશેષ નોંધનીય એ છે કે આ વિસ્તારમાં ક્રિકેટ બેટ બનાવવાનાં અનેક કારખાનાંઓ છે. ઠેરઠેર બેટની દૂકાનો નજરે પડે છે. અમારા ડ્રાઈવર શ્રી પરવેઝભાઈના કહ્યા મુજબ આ વિસ્તારમાં બેટનું લાકડું ઘણી ઊંચી જાતનું ગણાય છે.

પહેલગામની સેરગાહ કરીને ચોથે દિવસે અમે સોનમર્ગ જવા નીકળ્યા. મોટેભાગે પ્રવાસીઓ તેને સોનમર્ગ કહે છે પરંતુ તેનું અસલ નામ સોનામર્ગ છે. પરવેઝભાઈ કહે છે કે આ જગ્યાના પથ્થરોમાં નકરું સોનું છે, જો કે આ પથ્થરોને સોનામાં રૂપાંતરિત કરવાના રસાયણની શોધ હજી થઈ નથી ! સોનમર્ગની સુંદરતા શબ્દોથી પર છે.

પ્રકૃતિનાં સાંનિધ્યમાં આગળ વધતા અમે કાશ્મીર ખીણમાં 10,000 ફૂટ નીચે જઈ રહ્યાં હતાં. નાનકડો સાંકડો રસ્તો, બંને તરફ ઘટાદાર પાઈનના વૃક્ષો તથા બરફથી છવાયેલા પર્વતો, છેક ઉપર સુધી ભરવાડોએ બાંધેલા ઊંચા ઘરો, સતત બરફ ઓગળવાથી પથ્થરો પરથી સુંદર સંગીત રેલાવતાં ઝરણાંઓ….આ જાણે સમગ્ર અસ્તિત્વ કોઈ દૈવી તત્વના આશીર્વાદથી આપ્લાવિત હતું. કયા દશ્યને હું કેમેરામાં કેદ કરું, કયા દશ્યને હું મારી સાથે લઈ જાઉં ? – મારી આંખો અનિમેષપણે આ કુદરતી સોંદર્યને ધરાઈ ધરાઈને નીરખી રહી હતી. ક્યારેક તો હું મારી જાતને પ્રકૃતિના ખોળે નહિ પણ પરમાત્માના ખોળામાં હોવાની અનુભૂતિ કરી રહી હતી. જાણે કે હું સમગ્ર સંસારથી અલિપ્ત થઈ ગઈ હતી ! માર મનમાં અન્ય કોઈ જ વાત આવી રહી નહોતી. મારું મન સંપૂર્ણ ધ્યાન મગ્ન હતું….. શું આજ તપની કોઈ અવસ્થા હશે ? કલાકો સુધી હું આ પરિસ્થિતિમાં રહી અને પછી જ્યારે હું પૂર્વવત્ થઈ ત્યારે અમે સોનમાર્ગથી શ્રીનગર તરફ જીપમાર્ગે જઈ રહ્યા હતા. સોનમર્ગની આ મુલાકાત મારા જીવનનું યાદગાર સંભારણું બની ગઈ. કૃતકૃત્ય એવી મેં મનોમન પ્રભુનો ઊપકાર માન્યો – મને અહીં સુધી લઈ આવવા બદલ. આ તપની અનુભૂતિ કરાવવા માટે.

શ્રીનગરની સહેલગાહનો આજનો અમારો દિવસ હતો શાલીમાર – નિશાત અને મોગલ ગાર્ડન્સ કે જેના નામ તો બહુ સાંભળ્યા હતા, પ્રત્યક્ષ દર્શન આજે થયા. જો કે ફૂલ ખીલવાની આ મોસમ નહોતી એટલે ફૂલોનો સુંદર નજારો નીરખવાનું અમારા ભાગ્યમાં નહોતું પણ આ સુંદર બગીચાઓમાં અતિસુંદર ફુવારાઓ અત્યંત રમણીય હતાં. પહાડોના પાણીને છેક નીચે સુધી સ્ટેપ-બાય-સ્ટેપ લાવવા માટે જે પ્રકારનાં ફૂવારા તથા ઢોળાવોની બાંધણી કરાઈ છે એ કારીગીરી સાચે જ દાદમાગી લે એવી છે. લીલુછમ ઘાસ, લાલ પથ્થરના ફૂવારા એટલા અદ્દભૂત હતાં કે આપણા મુખમાંથી ‘વાહ’ નીકળ્યા વગર ન રહે !

અહીંના સ્થાનિક બજારમાં ખરીદીની મજા માણતાં મને તો અમદાવાદનાં લાલ દરવાજા વિસ્તારમાં ફરવાની યાદ આવી ગઈ. કેટલાક પૉશ વિસ્તારો પણ જોયાં. શ્રીનગર સાચે જ એક સુંદર શહેર છે. જરૂર છે તેને આંતરિક વ્યવસ્થાઓ અને સુવિધાઓથી સુસજ્જ કરવાની. પ્રવાસીઓને વધારે સારી માહિતી આપી શકે એવા કોઈ હોર્ડિંગની તેમજ સુંદર રસ્તાઓથી આ શહેર હજી વંચિત છે.

પ્રવાસેથી પરત ફરતાં મને લાગ્યું કે કાશ્મીર હવે બેઠું થવા માગે છે. લોકો પોતાના સ્થળની સુંદરતાથી દુનિયાને વાકેફ કરવા તથા આમંત્રણ આપવા માંગે છે, પોતાની રોજીરોટી મેળવવા તથા ધરતીના સ્વર્ગ ગણાતા સ્થળને પ્રવાસીઓથી ફરીવાર ધમધમતું કરવા માંગે છે. મને લાગે છે, એક દિવસ જરૂર એવો આવશે જ્યારે આ સુંદર પ્રદેશ ફરીવાર ‘ફરવા લાયક સુરક્ષિત’ વિસ્તાર તરીકે વિખ્યાત બનશે. પરંતુ એ દિવસ લાવવા માટે સ્થાનિક લોકોને એમનાં ભારતીય બંધુઓની, ભારત સરકારની, આર્મીના સહાયની જરૂર છે, અને એ બધાના સુમેળથી ‘કાશ્મીર’ ખરેખર ફરીવાર ‘કાશ્મીર’ બનશે એવી મને ચોક્કસ આશા છે.

[પ્રવાસ : માર્ચ 18, 2006 થી માર્ચ 23, 2006 ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સંપૂર્ણ સમર્પણ – હર્ષ ઠક્કર
બાળ જોડકણાં અને ગીતો – નીલા કડકિયા (સંકલન) Next »   

19 પ્રતિભાવો : ધરતી પરનું સ્વર્ગ : કાશ્મીર – અરૂણા પરમાર

 1. Subhash Joshi says:

  I liked the simplicity, straight forward approach and the genuine feelings about Kashmir in the article of Aruna Parmar. Keep it up!

  Subhash Joshi

 2. Mugdha Bhavsar says:

  I really felt awsome and beautiful after reading this article. It took me back to Kashmir…The Heaven…and recalled my memories when I went there…wow…amazing…I don’t have words to decribe but Arunadidi has described Kashmir greatly…
  The article is in simple words though it touches heart…feelings she has expressed are spontaneous…great…keep writing.

  Love,
  Mugdha

 3. vijay says:

  dear sis,
  me ane mara mitro a tame lakhel lakhan vanchyu jethi amne a vu lagyu ke ame pan atyrej jane kashmir ma chhiye pan jyare darvajo kholine office ni bahar nikdya tyare 45 degree garmi no ahsas thata khabar padi ke apne ketle badnasib chhiye juare pela aatankwadi ketla nasibdar chhei…
  pan apne pan ekavar nasibdar bani shu…

  viju

 4. Neela Kadakia says:

  આપનો લેખ વાંચી મને મારા પ્રવાસની યાદ તાજી થઈ.
  સુંદર વર્ણન કર્યુ છે આપે.

  નીલા
  મુંબઈ

 5. Jayesh says:

  Description straight from heart.

 6. janki says:

  Dear Arunadidi,

  i have never been to kashmir but from your article i surely want to visit it. Your tour sounds very facinating and exciting. As a Indian, living in USA,i dont really know many things about India. but your story has given me the sight and i have somewhere to looks forward to when i come to India. and yes Vijay____( dont know how to address you) those TRASVADIES are lucky indeed.

  Thanks
  Janki

 7. અમિત પિસાવાડિયા ( ઉપલેટા) says:

  સરસ ,, શ્રી અરૂણાબહેન તમો એ બહુ ઉમદા પ્રવાસ વર્ણન કર્યુ છે , આબેહુબ વર્ણન વાંચીને કશ્મીર જોવા નુ મન થઇ જાય છે , ત્યાંની આબોહવા તથા કુદરતી સોંદર્ય ખરેખર અદ્દભુત છે. કાશ્મીર – ધરતી પરનું સ્વર્ગ અમથુ થોડુ કહેવાયુ છે. શ્રી અરૂણાબહેન તમારો આ પ્રવાસ વર્ણન રીડગુજરાતી ના વાચકો સમક્ષ share કરવા બદલ આપશ્રી નો ખુબ ખુબ આભાર
  જય શ્રી કૃષ્ણ ,,

 8. nilam.h doshi says:

  nice and simple.without any big words.i also recall my memories with that beautiful place.

 9. aruna says:

  I wud like to thank all my net friends who hv expressed the feelings after reading this article. Its really my gud fortune tht i got an opportunity to visit this place. never thought tht we will be able to visit our kashmir in this JANAM coz of aatankvadis.
  vijay is my brother and he has expressed his feelings by the most wonderful way.
  thanks dear friends. i wanted to thank u all individually but d’ editor Mr. Mrugesh told me tht i cant do it.
  thanks once more to all of u dear friends.
  – aruna, ahmedabad

 10. Rupa Parekh says:

  Hey aruna,

  Very simple yet sensitive writing. Just what we need to replace the horrendous images of senseless violence and hopelessness. Just like others you have refreshed my memories of the place it was in the late 80s. We were probably among the last batch of tourists that experienced the unparalleled beauty and the straight-from-the-heart hospitality of ordinary Kashmiris before it all the spiralled into chaos and despair.

  As they say, pen is mightier than the sword (or the gun in this case) – so keep up the good work!

 11. Gira says:

  Hey, Aruna Didi
  Really, while I was reading this wonderful article I felt like I am really visiting the actual heaven, which is located on the earth. The way you have described the whole journey of yours is so vivid and marvelous.
  Now I really wish to visit such a beautiful place one day.
  Your colorful writing has made my herat to visit the beautiful place so badly.

  Thank you for such a great report.

  – Gira 🙂

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.