પ્રિમા : વાત જીવનના સંતુલનની… – મૃગેશ શાહ

dsc03368આજના સમયમાં સામાન્ય માનવીનું જીવન પોતાના અભ્યાસ-નોકરી-ધંધા અને ઘર વચ્ચે વહેંચાયેલું રહે છે. એને દરેક જગ્યાએ સફળ થવા માટે સતત સંઘર્ષ કરવો પડે છે પરંતુ કલાકારનું જીવન તેનાથી નોખા પ્રકારનું હોય છે. કલાને સમર્પિત વ્યક્તિના જીવનના બે આયામો નજરે પડે છે : એક તો એનું કાર્યક્ષેત્ર અને બીજું તેનું કલાક્ષેત્ર. કાર્યક્ષેત્રમાં નોકરી-વ્યવસાય કે અભ્યાસ ગમે તે હોઈ શકે; એ જ રીતે કલાનું ક્ષેત્ર સંગીત, ચિત્રકામ કે લેખન વગેરે કહી શકાય. કલાકારે પોતાના આ બંને આયામો વચ્ચે સંતુલન રાખીને જીવવું પડે છે. એટલે કે કલાકારના જીવનમાં સંઘર્ષ તો હોય જ છે પણ સાથે સંતુલન રાખવાની જાગૃતિ પણ કેળવવી પડે છે. જો એ ચૂકી જવાય તો વ્યક્તિ ક્યાંક તો સ્પર્ધામાં વહી જાય છે અથવા તો પોતાની આત્મશક્તિ ગુમાવીને દેખાદેખી સામાન્ય જીવન જીવતો થઈ જાય છે. દોરડા પર સંતુલન રાખીને ચાલવા જેટલું કપરું આ કામ છે. કદાચ શક્ય છે કે કોઈ કલાકાર અનુભવે ઘડાઈને આ પ્રકારનું સંતુલન જાળવી શકે પરંતુ ચોથા ધોરણમાં ભણતી એક નાનકડી બાળકી એ કરીને બતાવે તો ? તો ખરેખર, એની સમજશક્તિને દાદ દેવી પડે.

આ વાત છે દશ વર્ષની નાનકડી કલાકાર પ્રિમા શાહની… પ્રિમાએ કેટલા સ્ટેજ-શૉ કર્યા, કેટલા એવોર્ડ મેળવ્યા, કેટલી નામના મેળવી એ બધી બાબત મહત્વની નથી, પરંતુ એના જીવનનું મુખ્ય પાસું એ છે કે તેણે આ સંતુલનને બરાબર સમજી લીધું અને એના પરિણામે એ પોતાના કલાક્ષેત્ર અને કાર્યક્ષેત્ર – એમ બંનેમાં સંતોષ સાથે સફળતા મેળવી શકી. તેના વિચારો, એની સમજ અને ઊંડી આંતરસૂઝ કોઈ મોટેરાંઓને પ્રેરણા આપે એવા છે ! કોઈ પણ વિષય… એ પછી અમેરિકાની મંદી હોય, ધર્મના નામે થતા રમખાણો હોય, બાળકોના અભ્યાસની વાત હોય કે પછી સામાજિક સમસ્યાઓ હોય – પ્રિમા દરેક વિષય પર બોલી શકે છે અને પોતાના વિચારો કોઈની મદદ વિના સ્પષ્ટતાપૂર્વક રજૂ કરી શકે છે.

વડોદરાના મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલી પ્રિમા ઘરની સૌથી નાની સદસ્ય છે. તેની મોટી બહેન – ચાર્મી, બારમા ધોરણમાં અભ્યાસ કરે છે. પિતા કમલેશભાઈ આર.ટી.ઓ. એજન્ટ છે જ્યારે માતા મમતાબેન શાળામાં શિક્ષિકાની ફરજ બજાવે છે. પહેલા ધોરણથી જ પોતાના કલાક્ષેત્રની શરૂઆત કરનાર પ્રિમાએ આજ સુધીમાં શાળાથી લઈને રાષ્ટ્રીય સ્તરે અનેક સ્ટેજ-શૉ કર્યા છે. તેની નૃત્યકળાને વિખ્યાત કેરિયોગ્રાફર સરોજખાને પણ બિરદાવી છે. પરંતુ, તેની આ કલા ફક્ત ફિલ્મી નૃત્ય પર જ પૂરી નથી થઈ જતી. એનો વિસ્તાર બીજી અનેક પ્રવૃત્તિઓ સુધી વિકસે છે. ચિત્રકામ સ્પર્ધામાં તેણે સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો છે અને તે સાથે કથકમાં તાજેતરમાં વડોદરા ખાતે બાળકલાકારોમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. વડોદરાના સુપ્રસિદ્ધ ગરબાઓમાં ‘બેસ્ટ ગરબા પ્લેયર્સ એવોર્ડ’ મેળવીને સાઈકલ જીતનાર આ પ્રિમાએ મહેંદી મૂકવી, માટીના રમકડા બનાવવા, કવિતા લખવી, પુષ્કળ વાંચવું અને આ બધા સાથે અભ્યાસમાં પહેલો નંબર જાળવી રાખીને એણે સાબિત કર્યું છે કે બહુમુખી પ્રતિભા ધરાવનાર વ્યક્તિ પણ પોતાના કાર્યક્ષેત્ર સાથે સંતુલન સાધી શકે છે. તેનો આ શ્રેષ્ઠતમ ગુણ, સમાજમાં બીજી ઊગતી અનેક પ્રતિભાઓને પ્રેરણા આપી શકે તે માટે મેં પ્રિમા અને તેના પરિવારજનો સાથે જે વાર્તાલાપ કર્યો તેની કેટલીક મહત્વની બાબતો અહીં પ્રસ્તુત કરું છું.

સૌથી પહેલી બાબત તો એ છે કે પ્રિમા ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરે છે. આ બાબતે મેં પ્રિમાને પૂછ્યું કે, ‘તું જુદી જુદી જગ્યાએ પરફોર્મ કરવા જાય, અથવા તેં ‘બૂગીવૂગી’ના ઓડિસન્સ આપ્યા – તો ત્યાં આવનારા બધા બાળકો અંગ્રેજી બોલતા હોય અને તું ગુજરાતીમાં વાત કરે તો તને એવું થાય ખરું કે તને કંઈક નથી આવડતું કે તારામાં કંઈક ખૂટે છે ?’…. જવાબમાં પ્રિમા હસીને કહે છે, ‘જરાય નહીં. ઊલટાનું હું મારી ભાષામાં ભણું છું એટલે મને બધું સહેલાઈથી યાદ રહી જાય છે. મને એવું ક્યારેય નથી લાગ્યું કે ફલાણી છોકરી અંગ્રેજીમાં છે અને હું ગુજરાતીમાં છું. એ એની જગ્યાએ છે અને હું મારી જગ્યાએ છું. મારા મમ્મી-પપ્પા, કાકા-કાકી, મામા-મામી બધા જે ભાષામાં વાત કરે છે એ ભાષામાં હું ભણું એમાં શું ખોટું છે ? મેં જોયું છે કે અંગ્રેજી ભણનારી છોકરીઓ ઘરમાં વાત તો ગુજરાતીમાં જ કરે છે… તો પછી ગુજરાતી જ ભણવું જોઈએ ને !!…’ તેની વાતમાં સૂર પૂરાવતા મમતાબેન કહે છે કે, ‘સાચી વાત છે. આપણે ત્યાં અંગ્રેજી માધ્યમનો મોહ બહુ વધ્યો છે. વાલીઓ પોતાની ક્ષમતાને જોયા વગર બાળકોને અંગ્રેજી માધ્યમમાં નાખી દે છે. હું જે શાળામાં નોકરી કરું છું ત્યાંના પટાવાળાની છોકરી પણ અંગ્રેજી માધ્યમમાં ભણે છે ! એ બિચારો રોજ મને એની છોકરીની ડાયરી બતાવીને પૂછે કે બેન, આ શું લખ્યું છે ? આજે ઘરે-ઘરે આવી હાલત છે. દેખાદેખી લોકો એકબીજા પાછળ દોરાય છે. પ્રિમાને જ્યારે સ્કૂલમાં મૂકવાની વાત આવી ત્યારે અમે ખૂબ મનોમંથન કર્યું. અનેક સેમિનારોમાં ભાગ લીધો. ઘણા લોકોની સલાહ લીધી. સારા-નબળાં અનેક પાસાઓ વિચાર્યા પણ અંતે મેં અને એના પપ્પાએ નિર્ણય લીધો કે એને મૂકવી તો માતૃભાષામાં જ. આપણે આપણી માતૃભાષામાં જ કોઈ પણ બાબત બાળકને સહેલાઈથી સમજાવી શકીએ. દુનિયા ભલે ને ગમે તે કહે ! આજે મારી છોકરી ગોલ્ડમેડલ જીતે અને એવોર્ડ જીતે ત્યારે ચારેબાજુ લોકો મને એક જ સવાલ કરે છે કે આટલી હોંશિયાર છોકરીને તમે ગુજરાતીમાં કેમ મૂકી ? જાણે કે ગુજરાતી કોઈ અછૂતોનું માધ્યમ ના હોય !’

પોતાનો અનુભવ વર્ણવતા મમતાબેન આગળ કહે છે કે, ‘સમય વીતતાં લોકોમાં થોડી ઘણી જાગૃતિ આવી છે. ગુજરાતીમાં ભણેલું બાળક કંઈક સરસ દેખાવ કરે તો હવે લોકો સ્વીકારતા થયા છે પણ એ ફક્ત ‘શાબાશ’ કહેવા પૂરતું જ. મેં તો જોયું છે કે ગુજરાતી ભાષા બચાવવા માટે મોટી મોટી વાતો કરનારા લોકોના છોકરાંઓ જ અંગ્રેજીમાં ભણતા હોય છે ! બધાને વાતો કરવાની સારી લાગે છે પણ કોઈ આગળ વધીને પોતાના છોકરાંને ગુજરાતી માધ્યમમાં નથી મૂકતું. એમાં હિંમત અને સાહસ જોઈએ. સ્ટેજ પર મોટી મોટી વાતો બોલી શકાય છે પણ એને જીવનમાં લાવવી એ જુદી બાબત છે. લોકોનામાં એક ખોટી ગ્રંથી બંધાઈ ગઈ છે કે ગુજરાતી ભણતું બાળક એટલે નબળું બાળક ! મારી શાળામાં જ્યારે અન્ય અંગ્રેજી શાળાઓ સાથેની સ્પર્ધા ગોઠવાય ત્યારે અમે જોયું છે કે અમારી શાળામાં ભણેલું ગુજરાતી માધ્યમનું એક બાળક સામેની અંગ્રેજી શાળાના પાંચ બાળકોને એકલું પહોંચી વળે ! એમને ત્યાંથી પાંચ જણ આવે જ્યારે અમારે ત્યાંથી એક જ કાફી હોય. કારણ કે અમારે અમારા બાળકને સંવાદ ગોખાવવાના હોય જ નહિ. એ માતૃભાષામાં હોય એટલે એને સહજ યાદ રહી જાય. મારે તો ફક્ત એમનો ‘સ્ટેજ-ફિયર’ જ કાઢવાનો રહે. લોકો આ બધી બાબતો સમજતા નથી. અમારાં સગા-વહાલાં, આસપાસના લોકો પોતાના બાળકોને અંગ્રેજીમાં મૂકીને અમને પણ અંગ્રેજીમાં મૂકવા દબાણ કરતા હતા ત્યારે અમે ધીરજ રાખીને બંને બાળકોને ગુજરાતી માધ્યમમાં જ મૂક્યા એનું સારું પરિણામ અમને આજે દેખાય છે. એમના બાળકો આજે બોજ નીચે દબાઈને કોઈ કલા તરફ વિકસિત થઈ શક્તાં નથી જ્યારે પ્રિમા પોતાની મનપસંદ અનેક પ્રવૃત્તિઓમાં ભાગ લઈને પોતાનો વિકાસ આપબળે સાધી શકે છે.’

આ વિષય પર પિતા કમલેશભાઈ કહે છે : ‘મને લાગે છે કે અંગ્રેજી માધ્યમમાં મૂકવા પાછળ આપણી વિચારધારા એ હોય છે કે બાળક બને એટલું જલદી અંગ્રેજી બોલતું થઈ જાય. એ અંગ્રેજીમાં બોલે એટલે બધાને ગૌરવ થાય. એ એક ‘સ્ટેટ્સ’ ગણાય છે. પરંતુ હું એમ કહું છું કે જો અંગ્રેજી બોલવાનો જ એટલો બધો મોહ હોય તો એ ‘ઈંગ્લીશ સ્પિકિંગ’ના કલાસ કરીને કોઈ પણ શીખી શકે છે. સવાલ છે કોઈ પણ ભાષાના ઊંડાણપૂર્વક અધ્યયનનો. એ કોઈ જગ્યાએ થતું નથી. ફક્ત એનો ઉપયોગ દેખાડો કરવા માટે થાય છે. આપણે આપણી જે ભાષામાં બાળક સાથે વાત કરી શકીએ એ ભાષામાં જ બાળકને ભણાવવું જોઈએ. ફક્ત વાતો કરીને નહીં, જાતે અમલમાં મૂકીને દેખાડવું પડશે. 1995 પછી જ આપણે ત્યાં અંગ્રેજી માધ્યમ તરફનો ઝોક વધુ વધ્યો. એ પછી માતા બનનારી સ્ત્રીઓમાં એક રીતસરની સ્પર્ધા વધી કે કેમ કરીને બાળકને ટોપ પર પહોંચાડી દેવું ! ન તો ભાષા-સાહિત્ય અને વાંચનની સમજ કે ન તો કોઈ પદ્ધતિસરનું શિક્ષણ. કેવળ સમાજને દેખાડવા માટે કે અમારા છોકરાં સમયની સાથે ચાલે છે !’

‘પ્રિમા, તેં સૌથી પહેલીવાર શેનો વેશ ભજવ્યો ?’ મેં પૂછ્યું.
‘સૌથી પહેલાં તો મારી સ્કૂલમાં મેં ભગવાન કૃષ્ણનો વેશ ભજવ્યો હતો.’
‘પણ તને એકદમ એવું કહેવામાં આવ્યું કે તારે આ રોલ ભજવવાનો છે તો તને બીક ન લાગી ? તને એમ ન થયું કે આટલા બધા વચ્ચે હું કેવી રીતે કરી શકીશ ? અથવા તો મને આવડશે કે નહીં ?’
‘જરાય નહિ. એવો તો કોઈ પ્રશ્ન જ નહોતો. હું તો પહેલેથી ઘરમાં નવરી પડું એટલે ડાન્સ કરું, જાત જાતના વેશ ભજવું અને કંઈક નવું કરવાનું શોધ્યા કરું. સ્ટેજની બીક તો મને ક્યારેય નથી લાગી. મને તો મારે જે કરવાનું છે એમાં જ ધ્યાન હોય, સામે ભલે ને ગમે તેટલા માણસો બેઠા હોય. તેમાંય, એક મોટા હૉલમાં જ્યારે મેં હજારો પ્રેક્ષકો વચ્ચે પરફોર્મ કર્યું ત્યાર પછી તો મને ક્યારેય એવું નથી લાગ્યું કે કોઈ સ્ટેજ મારા માટે નવું હોય.’
‘બહુ સરસ…. ચલો, તને ડાન્સ કરતાં અને જુદા જુદા વેશ ભજવતા તો આવડી ગયું, પણ તો પછી આ અચાનક ડ્રોઈંગ તરફ કેવી રીતે ?’
‘તમે તો જબરૂં પૂછો છો !…’ હસીને કહે છે, ‘જો છે ને મને ટાઈમ મળે એટલે મારી ચિત્રપોથીમાં હું જુદા જુદા ચિત્રો બનાવ્યા કરું. મને મન ગમે તેવા. મારા મમ્મીને થયું કે આ બધા ચિત્રો સરસ છે. એમણે મારા કાકીને વાત કરી અને તેમના દ્વારા હું એક ડ્રોઈંગ કલાસમાં જોડાઈ. એ પછી મને ચિત્રો બનાવવામાં વધારે મજા આવી.’
‘ડાન્સ, એક્ટિંગ અને ડ્રોઈંગ સિવાય બીજું શું શું ગમે ?’
‘બીજું હું માટીના ગણપતિ બનાવું, ગરબાના જુદા જુદા સ્ટેપ્સની પ્રેક્ટિસ કરું, મહેંદી મૂકું. અને કવિતા પણ લખું.’
‘અરે વાહ ! કવિતા પણ લખતા આવડે ?’ મેં આશ્ચર્યથી પૂછ્યું.
‘હા, પણ હિન્દીમાં. હજી ગુજરાતીમાં બરાબર બેસતી નથી.’
‘બરાબર, પણ આટલું બધું કરવા માટે સમય ક્યારે કાઢે ?’
‘મમ્મીએ મને સરસ શીખવાડ્યું છે કે ભણવાના ટાઈમે ભણી લેવાનું અને એક્ટિવીટીના ટાઈમે એક્ટિવીટી. એમાં પછી વચ્ચે ભેળસેળ નહીં કરવાની. જ્યારે મારે રોલ પ્લે કરવાનો હોય ત્યારે મારું બધું ધ્યાન એ બાજુ રહે, એ વખતે પછી મને એવો વિચાર ના આવે કે સાયન્સનું હૉમવર્ક કરવાનું છે કે બાકી છે ?’
‘સાચી વાત, પણ જો કોઈક દિવસ ભણવાનું અને રોલ પ્લે કરવાનું ભેગું થઈ જાય તો તું શું કરે ?’
‘બહુ અઘરો સવાલ છે. પણ જો એવું કદાચ થાય તો હું રોલ પ્લે કરવાનું કામ પહેલા કરું કારણ કે જે પાત્ર મારે ભજવવાનું આવ્યું હોય એ તો મારે જ ભજવવું પડે. એની જગ્યાએ કોઈ બીજો ભજવી ના શકે. જેમ કે હમણાં મેં ભારતમાતાનો રોલ પ્લે કર્યો. આ મારો મુખ્ય રોલ હતો, એમાં કોઈ બીજું મારા વતી કરી ના શકે. એટલે જો કદાચ ભણવાનું અને આ ભેગું થાય તો હું સ્કૂલમાં મેડમને કહી દઉં કે મારે આ પ્લે કરવાનું છે એટલે હું પ્રોજેક્ટ બીજે દિવસે લઈ આવીશ….સિમ્પલ !!’
‘હમણાં તું બીજું શું શીખે છે ?’
‘હમણાં કથકના કલાસ કરું છું. એ તો સાત વર્ષ ચાલશે. હું દસમામાં આવીશ ત્યારે પૂરા થશે.’

પ્રિમાના ઉછેર વિશે વાત કરતાં મમતાબહેન જણાવે છે કે : ‘આપણે ત્યાં માતાપિતાઓ સૌથી મોટી ભૂલ એ કરે છે કે છોકરા-છોકરીમાં જો કોઈપણ કલાનો અંશ દેખાય કે તરત એની પર તૂટી પડે છે ! જાણે કેમ કરીને એને તેમાં ચેમ્પિયન બનાવી દઈએ ! કલા જાણે સ્પર્ધાનું માધ્યમ બની જાય છે. એ પછી મોડલિંગ અને એક્ટિંગ અને ગ્લેમર દુનિયાની ઝાકઝમાળ ! એમાં ને એમાં એનું બાળપણ ખતમ થઈ જાય છે. અમારો દષ્ટિકોણ એ નથી. પ્રિમાએ જ્યારે ડાન્સની શરૂઆત કરી ત્યારે અમે એને યોગ્ય વાતાવરણ અને તાલીમ બધું પૂરું પાડ્યું. પરંતુ તેના આ રસને અમે કુંઠિત નથી થવા દીધો. બલ્કે એને વધારે વ્યાપક કરવાની કોશિશ કરી. એને ખ્યાલ આવે કે એ જેટલું સરસ ડાન્સ કરી શકે છે એટલું સુંદર ચિત્રકામ પણ કરી શકે છે. જેટલું સુંદર ચિત્રકામ કરી શકે છે એટલા સુંદર ગરબા કરી શકે છે. બાળકના રસને વર્તમાન પ્રવાહો સાથે રાખીને ધીમે ધીમે એને સાંસ્કૃતિક અને શાશ્વત કળાઓ તરફ દોરવાનું કામ માતાપિતાએ કરવાનું હોય છે. અને આ કારણથી જ અમે એને કથકની તાલીમ શરૂ કરાવી. ચિત્રકામ, કથક વગેરે આપણે ત્યાંની શાશ્વત કળાઓ છે. એના રસને પુષ્ટ કરીને ધીમે ધીમે એવી રીતે વાળવાની કોશિશ કરી કે એનાથી એને પોતાની કલામાં આત્મસંતોષ મળી શકે. એનો આનંદ સ્ટેજ-શૉ કરવામાં કે પહેલો નંબર મેળવવા પૂરતો ન રહેવો જોઈએ. બીજી વાત એ પણ છે કે મોટી થતી જતી દીકરી જ્યારે સ્ટેજ પર ડાન્સ કરે ત્યારે માતાપિતા એને જે દષ્ટિથી જોતા હોય એ દષ્ટિએ સમાજ એને નથી જોતો. બધા પાસે કંઈ કલાની દષ્ટિએ જોવાની આંખ નથી હોતી. એમને માટે તો એ સસ્તા મનોરંજનનું એક માધ્યમ બની જાય છે. એટલે કલાના ક્ષેત્રમાં પણ સાવચેતી રાખવાની બહુ જરૂર છે. બાળક સ્પર્ધામાં ખેંચાઈ જાય તો ક્યારેક ડિપ્રેશનનો ભોગ બને છે. તેથી અમે એને ફિલ્મ-લાઈન તરફ મોકલવાનો પણ કોઈ પ્રયત્ન નથી કર્યો. અમારે એના બાળપણને ખતમ નથી કરી દેવું. એ એની સહજ રીતે વિકસે એ જ અમને અભિપ્રેત છે.’

તેમની સાથે સંમત થતાં કમલેશભાઈ કહે છે : ‘અમારી કોઈ અપેક્ષાઓ પણ નથી કે પ્રિમા બધી જગ્યાએ પહેલો નંબર મેળવે. એ બસ એની ગમતી પ્રવૃત્તિને એન્જોય કરે તોય ઘણું. હમણાં તો અમારે એને કોઈ એક કલા પુરતી સીમિત નથી રાખવી. એને જેટલી જેટલી વસ્તુ ગમે એમાં એ ભલે પોતાનો વિકાસ કરે. ઊલટું, એ જુદી જુદી વસ્તુઓ શીખશે તો એના વિચારોનું સ્તર વધારે વ્યાપક થશે. “તને આ જ બહુ સરસ આવડે છે અને તારે તો આ જ કરવાનું” – એમ કહીને અમારે એનો વિકાસ રુંધી નથી નાખવો. શક્ય છે કે એને એક પ્રવૃત્તિ કરતાં બીજી પ્રવૃત્તિ એનાથીયે વધારે સરસ આવડતી હોય…..’

prima1પ્રિમા સાથે વાત કરો ત્યારે એની આંખોનું ઊંડાણ, એની વિચારોની ગહનતા જોઈને તમને ક્યારેય એમ ન લાગે કે તમે દસ વર્ષની છોકરી સાથે વાત કરી રહ્યા છો ! મેં એને પૂછ્યું કે ‘તું જે કરી શકે છે, એ તારી ઉંમરની બીજી છોકરીઓ કરી શકે ?’
‘જુઓ મૃગેશભાઈ, છોકરા અને છોકરી બધું એ જ હોય. એ કોઈ પણ કરી શકે. અત્યારે કેટલીક જગ્યાએ છોકરીઓને આગળ નથી આવવા દેતા એ જોઈને મને તો બહુ ગુસ્સો આવે. છેક ત્યાં સુધી કે દીકરીને ધરતી પર આવવા પણ ન દે. હું ‘બેટી બચાવો’ અભિયાનમાં જઉં છું ત્યારે બધાને એ જ કહું છું કે દીકરી તો લક્ષ્મી કહેવાય, અને તમે લક્ષ્મીને જ તમારી ઘરે આવવા નહીં દો તો તમારી પાસે બચશે શું ? હમણાં કલર્સ ચેનલ પર ‘લાડો’ સિરિયલ આવે છે એમાં બેટીને સહન કરવાનું આવે છે, ‘બાલિકા વધૂ’માં આનંદીને નાનપણમાં પરણાવી દેવામાં આવે છે…. ખરેખર આ બધું બહુ ખોટું છે, મને બિલકુલ નથી ગમતું. બધા જ્યારે એવું કહે કે મારે ભાઈ આવ્યો… ભાઈ આવ્યો.. ત્યારે હું કહું છું આફત આવી ! અને તમે આજુબાજુમાં જોજો…. છોકરી દાદાને વહાલી હશે, દાદીને વહાલી હશે પણ પપ્પાને વહાલી નહીં હોય, જાણે કે કોઈ ઉપાધી ન હોય ! કોઈ પપ્પાને છોકરી આવે એ નહીં ગમે. પણ એનો અર્થ એમ હું નથી કહેતી કે છોકરીઓ પપ્પાને ગમતી નથી, પરંતુ જો ઘરમાં છોકરી અને છોકરો બંને હશે તો ક્યાંક ઊંડે ઊંડે તુલનામાં છોકરો બધાને વધારે ગમશે, ભલે કોઈ એવું દેખાડે નહીં, પણ અંદર બધું એવું એવું હોય છે.’

બાળકો સાથેના વાર્તાલાપમાં બહુધા એવું બનતું હોય છે કે તેઓ માતાપિતાના શીખવાડ્યા પ્રમાણે અથવા જેવો સવાલ હોય એ પ્રમાણે જવાબ આપીને ચૂપ થઈ જાય – પણ, પ્રિમાની વાત એવી નથી. એના જવાબોમાં એક લાંબી વિચારધારા છે. તમે ઓપ્શન આપીને કોઈ પ્રશ્ન પૂછો તો એ એમાંથી જ પસંદ કરીને જવાબ આપે એવું જરૂરી નથી. એ તો તે જ બોલશે જે એને ઠીક લાગે છે. મેં એને પૂછ્યું કે જીવનમાં કોઈ એક ક્ષેત્રમાં ખૂબ આગળ જવાનું હોય તો તું કયા ક્ષેત્રમાં આગળ જવાનું પસંદ કરે ? ડ્રોઈંગમાં, ડાન્સમાં કે પછી કોઈ બીજી પ્રવૃત્તિમાં ?
પ્રિમા કહે છે : ‘ધર્મમાં….’
‘ધર્મમાં… ? એ કેવી રીતે જવાય ?’ મેં પૂછ્યું.
‘ધર્મમાં આગળ જવાનું એટલે આપણા ધર્મનું જે કંઈ હોય એ બધું આપણને મોઢે હોય, ગાતા આવડે અને બોલતા આવડે એ તો ખરું પણ જો કદાચ એવું બધું ન આવડે તો પણ આપણા સંસ્કાર એ આપણો ધર્મ કહેવાય. સંસ્કાર ન હોય તો ભલે ને ગમે તેવો ધર્મ હોય, પણ એનો અર્થ શું ? મમ્મી-પપ્પા જોડે કેવી રીતે વાત કરવી, ફ્રેન્ડઝ જોડે કેવી રીતે વર્તવું એ બધો આપણો પહેલો ધર્મ છે. અમારે ભણવામાં એક પાઠ આવે છે દયાનંદ સરસ્વતીનો. એમાં સ્વામી દયાનંદ એમ કહે છે કે દરેક માણસમાં આત્મા છે, બરાબર ? તો દરેક પ્રત્યે પ્રેમ અને આદરપૂર્વક વર્તવું જોઈએ. સાચો ધર્મ તો એમાં જ રહેલો છે. એટલે મને એમ લાગે છે કે જીવનમાં જો આગળ વધવાનું હોય તો એ તો ધર્મમાં જ વધવાનું છે. એમાં આગળ તો બધામાં આગળ !’
‘તો પછી પ્રિમા, આ ધર્મના નામે આ બધું ધમાલને એવું થાય એ કેમ થતું હશે ?’
‘કારણ કે, એ જે લોકો કરે છે એમને અંદરથી નથી થતું કે એ લોકો ખોટું કરે છે. એમને જો એ વાત સમજાય તો એ એવું ન કરે. ‘ઈશ્વર’ નામના શબ્દનું જેટલું મહત્વ છે, એટલું ‘માણસ’ નામના શબ્દનું પણ મહત્વ છે જ ને વળી. એક ફિલ્મ મેં જોઈ હતી જેમાં જીવતા માણસને કેટલાક લોકો સળગાવતા હતા એવું બધું. એ ખોટું કરનારને જરાય એમ નહોતું થતું કે આ મેં કેમ કર્યું ? હું તો બધા ભગવાનને એક માનું છું. આમ તો અમે જૈન છીએ પણ મને તો હનુમાનદાદાય ગમે, ગણપતિયે ગમે અને કૃષ્ણય ગમે. મને તો બધા એક જ લાગે.’

કલાના ક્ષેત્રના કોઈ વ્યક્તિને તમે પૂછો કે તમારો આદર્શ કોણ ? તમને કોના જેવું બનવું ગમે ? તો સંગીતનો ઉપાસક એમના કોઈ શ્રદ્ધેયનું નામ લેશે, અથવા સાહિત્યનો ઉપાસક કોઈ મોટા ગજાના સાહિત્યકારનું નામ દઈને કહશે કે મારે જીવનમાં એના જેવું બનવું છે. કદાચ કોઈ સામાન્ય માનવીને તમે પૂછો કે જીવનમાં તમારે કોના જેવું બનવું છે ? તો બધા કહેશે કે મારે સ્વામી વિવેકાનંદ જેવું કે ગાંધીજી જેવું બનવું છે. ઘણીવાર આ બધા જવાબો આપણે બાળપણથી ગોખી નાખેલા હોય છે. આપણે ફક્ત વાતો જ કરવાની છે ને ! એવું ક્યાં બનવાનું છે ? જ્યારે મેં પ્રિમાને પૂછ્યું કે તારે કોના જેવું બનવું છે ? તારો આદર્શ કોણ ? – તો એ કહે :
‘તુષાર જેવું….’
‘એટલે ? તુષાર કપૂર જેવું ?’
‘ના…. ના… અવે… મારી સામે આ ઘર છે ને, એની બાજુના ઘરમાં મારો બેસ્ટ ફ્રેન્ડ તુષાર રહે છે.. મારે એના જેવું બનવું છે…’
‘એ પણ તારી જેમ સ્કૂલમાં ભણે છે ?’
‘અરે, ના… ના… એમ તો એ તુષારભાઈ છે, મારાથી બહુ જ મોટા. સી.એ.નું ભણેલા છે અને નોકરી કરે છે પણ હું તો નાનપણથી એમની ઘરે જ રમવા જઉં છું. એમની બેન કામાક્ષી જોડે હું બહુ રમી છું. મને તો એમને ત્યાં બહુ જ ગમે. સ્કૂલેથી આવીને સીધી દફતર નાંખીને ત્યાં રમવા જતી રહું. એમની સાથે એટલી બધી ધમાલ મસ્તી કરું અને એમને ‘તુષાર’ કહીને જ બોલાવું. એ બહુ જ સરસ ભણતા હતા અને એટલું સરસ રીતે રહે એ બધું મને જોઈને લાગ્યું કે મારે એમના જેવા થવું. આપણી નજર સામે હોય એના જેવા થવાનું આપણને સહેલું પડે ને ? તમે જ કહો મેં કંઈ ગાંધીજી અને સ્વામી વિવેકાનંદને જોયા છે ? ખાલી વાંચ્યા જ છે ને ? પણ તુષારને તો હું રોજ જોઉં છું ને !’
‘એકદમ સાચી વાત પ્રિમા. બીજી એક વાત પૂછવી છે કે તારી દષ્ટિએ જીવનમાં સૌથી અગત્યની વાત કઈ ?’
‘મમ્મીનું દિલ ના દુખાવવું તે. કોઈ પણ સંજોગોમાં મમ્મી પરેશાન ના થવી જોઈએ એ બહુ જ અગત્યની વાત છે. મમ્મીએ જન્મ આપ્યો અને એને દુ:ખ થાય એવી વાત કરીએ તો બાકી શું રહે ?’

ઘરમાં કોઈ એક બાળકની પ્રગતિ બીજા બાળક માટે અવગણનાનું કારણ બની શકે છે. પણ બારમા ધોરણમાં ભણતી બહેન ચાર્મી માટે તો પ્રિમાની પ્રગતિ એ ખૂબ આનંદની વાત છે. ચાર્મી કહે છે કે : ‘મને એવું કશું નથી કે પ્રિમા બહુ આગળ છે અને હું ક્યાંક પાછળ છું. મને જુદી જુદી પ્રવૃત્તિઓ એન્જોય કરવાનો શોખ ખરો પણ એવું ક્યારેય નહીં કે હું પણ એ બધામાં ભાગ લઈને ટોપ કરું. હા, પ્રિમા જ્યારે ભણતા ભણતા કથક કરવા બેસી જાય ત્યારે હું એને વઢું. એ તો પાછી ડાન્સ કરતી કરતી આખા ઘરમાં ફરે ! હું કહું કે જા પાણીનો ગ્લાસ લઈ આવ, તોય ડાન્સ કરતી કરતી જાય… પછી અમારા બંને વચ્ચે ખાટી-મીઠ્ઠી થઈ જાય !!’

તમામ પ્રવૃત્તિઓ સાથે પ્રિમા વાંચનની પણ એટલીજ શોખીન છે. રામાયણ, મહાભારતની પુસ્તિકાઓ કે પછી વિનોબા ભાવે, ગાંધીજી, સ્વામી વિવેકાનંદના જીવનચરિત્રના પુસ્તકો એણે વાંચ્યા છે. ઝગમગ એનું પ્રિય મેગેઝીન છે. એનો ખૂણે ખૂણો વાંચવાનું એ ચૂકતી નથી. નજીકમાં હોવાને કારણે ક્યારેક સાઈકલ લઈને મારે ત્યાં આવી ચઢે છે અને ગાંધીજીની આત્મકથા વાંચવામાં તલ્લીન થઈ જાય છે. અનેક પ્રકારના પુસ્તકો જોઈને મને પૂછી બેસે છે :
‘તમે આટલા બધા પુસ્તકોનું શું કરો છો ?’
‘એ તો હું એક વેબસાઈટ ચલાવું છું ને એટલે મારે જોઈએ.’
‘શેની વેબસાઈટ ?’
‘ગુજરાતી સાહિત્યની…’
‘તે એમાં તમે શું શું મૂકો છો ?’
‘હવે તારે મારો ઈન્ટરવ્યૂ લેવાનો છે કે મારે તારો ?…. અચ્છા, છેલ્લે મને એ કહે કે તારા જેટલી છોકરીઓને તારે કોઈ સંદેશ આપવો હોય તો તું શું આપે ?’
‘હું એમ કહીશ કે એ લોકો ડરે નહીં. ઘણી છોકરીઓ – મારાથી નહીં થાય – એમ કહીને બેસી રહે છે. એટલે હું કહીશ કે જે કંઈ થાય એટલું કરો; અને જે કરો તે બેસ્ટ કરો. જેવું આવડે એવું કરતાં ખચકાઓ નહીં. એમના માતાપિતાને પણ કહીશ કે એમને ગુજરાતી માધ્યમમાં મૂકો જેથી એ વગર ટેન્શને બધું સરસ રીતે કરી શકે…’

તો આ વાત છે પ્રિમાની. શાળામાં પ્રથમ નંબર મેળવીને પણ અભ્યાસ અને અન્ય પ્રવૃત્તિઓ સાથે સંતુલન એણે જાળવ્યું છે. કોઈ એક જ પ્રવૃત્તિને અતિ મહત્વ આપીને બીજાનો રસ એણે ગુમાવ્યો નથી. દરેક બાબત વિશે તેનું આગવું મંતવ્ય છે. એની માટે સંસ્કાર ધર્મથી પણ મહાન વસ્તુ છે. એનો આદર્શ કોઈ મહાન વ્યક્તિ નહીં પણ જેને પહોંચી શકાય એવો તમારા-મારા વચ્ચે જીવતો આમ આદમી છે. તેના માતાપિતાએ તેને સિદ્ધિઓ કરતાં જીવનમાં સંતુલન કેળવવાની વધારે તાલીમ આપી છે…, અને તેને આત્મસાત કરીને પ્રિમા ખરેખર આજે એક અનોખું વ્યક્તિત્વ કેળવી શકી છે. વેલ, આવી આ મીઠડી પ્રિમાનો આજે 31મી માર્ચે જન્મદિવસ છે. જીવનમાં તે ખૂબ ખૂબ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ સાથે માણીએ તેનું એક હિન્દી કાવ્ય અને તેના કેટલાક ચિત્રો અને ફોટોગ્રાફ્સ.

नन्ही सी थी तबसे पाला है मुझे
उन दोनो की उंगली पकड के चलना
सिखाया मुझे

भले मेरे पापा का सहारा है
उनका बेटा,
लेकिन उनके लिए परी से कम नहीं हूं मैं.

मां तो प्यारी है और न्यारी है लेकिन
गुस्सा बहुत होती है,
पर उसमे मेरी भलाई होती है

आज मेने उन दोनो से सिखा की
हमे जो मिलता है उसमें हमे
खुश रहना चाहिए

आगे बढते जाए पापा-मम्मी के साथ,
कभी ना छूटे उनका हाथ

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કૌત્સ – શ્રીદેવી ઓઝા, પ્રો.વિપિન ઓઝા
જીવનમાંથી જડેલી વાતો – ધર્મેન્દ્ર મ. માસ્તર ‘મધુરમ્’ Next »   

66 પ્રતિભાવો : પ્રિમા : વાત જીવનના સંતુલનની… – મૃગેશ શાહ

 1. khyati says:

  અતિસુન્દર!
  મોટા ને પણ પ્રેરણા મળે એવી વાતો!

 2. ખૂબ જ સુંદર મુલાકાત…
  કાશ, બધાનાં માતા-પિતા નાનકડી પ્રિમાની આટલી અમસ્તી વાત જો સમજી શકે તો ગુજરાતમાં ઠેર ઠેર ‘ગુજરાતી બચાવો’ નાં નારા ન લગાવવા પડે…!!

  પ્રિય પ્રિમાને જન્મદિવસની મબલખ શુભકામનાઓ… અને ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ !

 3. Raj Dhanani says:

  So beautiful!! Congratulations to bring Garvi Gujraat on computer screen.

  Wonderful! Marhabbah!

  Raj

 4. Gira says:

  This is a sweet article after a long time! Inspirational as well.. loved it.. Good Luck Prima with whatever you do stay tuned! ;)you are an amazing girl with diverse flairs!! and Many many Happy Returns of the Day with Lots of Love and Joy!! <3

 5. કુણાલ says:

  જન્મદિવસ નિમિત્તે ખુબ ખુબ શુભેચ્છાઓ… અને એનો કલા અને કાર્ય, બંને ક્ષેત્રોમાંનો આ પ્રવાસ આ જ રીતે ધપતો રહે એવી શુભેચ્છા…

  સાચે જ જો બધાં વાલીઓ કમલેશભાઈ અને મમતાબેન જેવું માનસ કેળવી લે, અને કેળવણી વિશેની આવી સાચી સમજ વિકસાવે તો કંઇકેટલાંય રત્નો આ જ રીતે ખુદ પોતાની મેળે જ ઝળહળી ઉઠશે…

  અને રીડગુજરાતીના વાચકોને આવું પ્રેરણાદાયક જીવન વંચાવવા માટે મૃગેશભાઈને ખુબ ખુબ ધન્યવાદ…

 6. Hasmukh says:

  This is an Interview which can be a candle light for all those who just can speak Gujarati and feeling unsecured without English Language.

  “A will will find a way” and finally each home should have one Prima !!!!!!!!!!

  Mrugeshbhai, you are really a wonderful person to keep GUJARATI live by your extremely wonderful website.

  Do you place any ARTICLE in english which can be useful to community or just only in Gujarati?

  Hasmukh Trivedi

 7. Urmila says:

  Congratulations to Prima and her parents for attending gujarti School – good example that pupil from Gujarti School is equally good and perhaps better because it is easier to grasp and learn in your mother tongue.

  Learning English language is equally imporant as English language has become part of life in India but can always be taught as second compulsary subject in the school

 8. Hiral Thaker "Vasantiful" says:

  ખુબ જ સુંદર.

  પ્રિમા ઉત્તરોઉત્તર પ્રગતિ કરતી રહે તેવી શુભેચ્છાઓ. પ્રિમાને તેના જન્મદિવસની પણ ખુબ ખુબ શુભેચ્છાઓ.

 9. dineshtilva says:

  Sachi JANM DIVASni bhet Mrugeshbhai e aapi… PRIMA ne khub abhinandan vadilo ne to naskar karay pan aavi pratibha ne pan namaskar…. P=PASSION, R=REMARKABLE, I=INCREDIBLE, M=MIRACLE, A=ART enjoy….

 10. ANIL B LALCHETA says:

  આવડિ અમ્થિ ગાગરડિ મા સાગર જેટલુ પાણિ
  અભિનન્દન

 11. Nirupam Avashia says:

  Many many happy returns to Chi Prima.Best wishes.Congrats to Mrugenbhai for giving such beautiful interview.I fully agree with urmilaben’s coments— good example that pupil from Gujarti School is equally good and perhaps better because it is easier to grasp and learn in your mother tongue.

  Learning English language is equally imporant as English language has become part of life in India but can always be taught as second compulsary subject in the school

 12. suresh shah says:

  dear shri mrugeshbhai.

  hope that one prima in all family.

  suresh shah.

 13. Ravi , japan says:

  very happy bday sweet girl !!
  Prima the incredible 🙂 !!!
  thanks mrugesh bhai for sharing such a
  good thoughts of prima and her parents

 14. rahul says:

  પ્રિમાબહેન્ ને જન્મ્દિવસ નિ હાર્દિક શુભકામનાઓ…ઇશ્વર તમને જિવનના દરેકૅ ક્ષેત્રમા યશસ્વિ કરે.

 15. trupti says:

  WISH YOU MANY HAPPY RETURNS OF THE DAY PRIMA.
  IT IS GOOD TO KNOW THAT PRIMA IS STUDYING IN GUJARATI MEDIUM SCHOOL.
  I have a daughter aged 12 years, when we had to decide in which scholl we should put our daughter, I was very firm that, I will put my child only in the school where Gujarati is a secound language as I am a firm beliver that one should know to read and write their own mother tongue. That is the reason we selected Jamnabai Narsee School in Juhu-Vile-Parle in Mumbai which gives Gujarati as a secound language.
  All are saying we must give the primary education to our children in our own tongue, but how many good school do we have of Gujarati medium? I myself have studied in Gujarati medium and I did not face any problem in life because of my education in Gujarati upto high school level. But we had good teachers available at time to teach the language. I am from a very well known and reputated school from Vile-Parle-Mumbai i.e. Smt. Goklibai Punamchand Pitamber High School. It was realy prestigious to study in GPP ( my school was well know by that name) at the same time we had very good teacher in out school staff. We had english as 2nd language from std. 1st and had Parsi and Chirstain teachers to teach the language, who are known for thier good command over the language. Now due to SC/ST reservation in the jobs, are we getting good and qulititave teachers? the answer to my question is NO. Due to this, we are forced to put our children in Private Schools after paying heavy fees, as these schools are run by the Private Trust and they do not take the govt. aid to avoid any kind of interference from the local govt.
  In nutshell, before we get in to the arguments, in which language our children should study? we have to find out whether the good facility of that kind is available or not? as in today’s competative world we can not afford to risk our children’s career and life.

 16. Tushar & Kamakshi says:

  પ્રિમા તુ વાસ્તવ મા બીજા માટે આદર્શ છે. ભગવાન તને વિદ્યા ધન્ સાચુ જ્ઞાન તથા એ બધુ આપે જે તારા અને મારી સમજની બહાર છે.ધન્યવાદ મ્રુગેશભાઈ પ્રિમાના સુંદર ફોટા બદલ્ તેમના માતા પિતા ને પણ ધન્યવાદ.

 17. Hetal Patel says:

  Happy Birth Day to u Prima….its all about will…..she is proving that “Where there is a will, there is a way”

 18. Shailesh pandya BHINASH says:

  VERY NICE………ALL THE BEST…..HAPPY BIRTHDAY DEAR………

 19. piyush pandhi says:

  પરિમા સાહ્

  સ્લામ તને. ખરેખર તોૂ આ આર્તિકલ દરેક છપામા આપ્વો જેઇઅ.

 20. Aparna says:

  prima many many happy returns of the day!!!
  my daughter is 8 months – for last few days i have been seriously thinking to start her education in gujarti medium when she reached that age
  prima’s parent’s attitude has given by a positive impetus for it

  congratualtions to the parents for having done such a wonderful upbringing of your daughter
  every daughter can be prima, if the parents are like this

 21. Rajni Gohil says:

  સૌ પ્રથમ પ્રિમાને જન્મદિવસની શુભકામનાઓ અને મેળવેલ સિધ્ધિઓ માટે ખુબ ખુબ અભિનંદન.
  Parents can only give good advice or put them on the right paths, but the final forming of a person’s character lies in their own hands. …..Anne Frank
  આ જ વાત પિતા કમલેશભાઈ અને માતા મમતાબેને સહજ રીતે અમલમાં મુકી બતાવી. તેમને ધન્યવાદ. આપણે ઇચ્છીએ કે દુનિયાના બધા જ માતા-પિતા કમલેશભાઈ મમતાબેની માફક બાળકોને તક અને પ્રોત્સાહન આપે, નહીં કે બીબામાં ઢાળવાનો પ્રયત્ન કરે.

  Dean William R. Inge said “The aim of education is the knowledge not of fact, but of values”
  પ્રિમાએ આ જીવનમાં ઉતારીને દાખલો બેસાડ્યો છે. એના positive attitude ને દાદ આપવી ઘટે.

  All that we are, is the result of what we have thought. The mind is everything.
  What we think we become……………… Buddha

  પ્રિમાએ મગજની શક્તિઓનો ખરો ઉપયોગ કરી બતાવ્યો છે. અને તે પણ બાળસહજ રીતે.

  મ્રુગેશભઇએ તો પ્રિમાને જન્મદિવસની સરસ ભેટ આપી દીધી. સુંદર Interview રજુ કરવા માટે
  મ્રુગેશભઇને ખુબ ખુબ અભિનંદન. એમને વિનંતિ કે પ્રિમાને આપણા બધા વતી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવે. ભગવાને તો એને આશીર્વાદ આપી જ દીધા છે એમાં શંકાને સ્થાન નથી..

  We wish her the BEST in her life.

 22. dipak says:

  Very nice & inspirational article.many congrats to parents for upbring
  Prima like this.
  I wish & pray to Almighty God for every success for Prima in her life.
  ” Many many happy returns of the Day”.

 23. Jyoti says:

  પ્રિમા જન્મદિવસ મુબારક.
  તુ ઉત્તરોઉત્તર પ્રગતિ કરતી રહે તેવી ખુબ ખુબ શુભેચ્છાઓ.

 24. nayan panchal says:

  પ્રિમા બા,

  તમે આવી જ રીતે જીવનમાં ખૂબ આગળ વધતા રહો અને મારા જેવા સૌને પ્રેરણા પૂરી પાડતા રહો એવી શુભેચ્છા. તમારો લેખ વાંચીને મને પણ ખૂબ પ્રેરણા મળી અને હવે પછી ટાઈમ નથી મળતો એવી ફરિયાદ નહીં કરુ.

  મૃગેશભાઈ,

  આટલી સુંદર મુલાકાત કરાવવા બદલ આભાર. એક વાત પૂછવી છે, બાળક gifted હોઈ શકે ખરું? કે પછી કોઈ પણ બાળકમાં પ્રિમા જેટલી ક્ષમતા હોય જ છે.

  નયન

 25. BINDI says:

  I AND MY 2 YRS. OLD SON WISH YOU HAPPY BIRTHDAY!!!!!!
  WITH MY BLESS THAT YOU CAN ACHIVE ALL THE SUCESS IN YOUR LIFE.

 26. VINOD MEHTA says:

  really very nice and bright girl at this age have teach how to live life and learn max. thinks possible, during spare time.
  happy birth day and god bless you.

 27. Joyeux anniversaire à Prima et tous nos meilleurs vœux de réussite dans leurs études aux deux sœurs et nos compliments aux Parents, et nos remerciements à Mrugeshbai pour nous offri une autre vision

  Translate

  Happy birthday to PRiMA and our best wishes of success in their studies to both sisters and our compliments to the Parents, and our gratitude to Mrugeshbai to give us another vision

 28. nisha patel says:

  Thank you for emailing me such a beautiful article.

 29. રેખા સિંધલ says:

  હેપી બર્થ ડે પ્રીમા ! અને ધન્યવાદ પણ ખરા ! એક ગુજરાતી તરીકે આવી શુદ્ધ ગુજરાતી કન્યાનું ગૌરવ થાય છે. આ રાખીએ કે આ ઉદાહરણ પરથી આપણે ગુજરાતીઓ પ્રેરણા લઈએ. આભાર મૃગેશભાઈ !

 30. Veena Dave,USA. says:

  આ લેખ અતિશયોક્તિ વાળો લાગ્યો.

 31. Veena Dave,USA. says:

  Happy Birthday, Preema.

 32. Gaurav says:

  Prima has unique and primafacie points …

  Congrats and Happy Birth Day, Prima ?

 33. PRAKASH WAGHELA says:

  MANY MANY HAPPY RETURNS OF THE DAY, BEST WISHES
  DEAR PRIMA

 34. Naman Pathak says:

  બહુ જ સરસ . પ્રિમાને અભેીન્ઁદન્.

 35. manvant says:

  પ્રિમાબહેનને જન્મદિન મુબારક સાથે ખૂબ અભિનંદન !
  મૃગેશભાઇનો પણ આભાર ! માતાપિતાને શાબાશી !!

 36. Vinod Patel, USA says:

  I am so happy for Prima for achieving well-balanced life. Happy Birthday and I look forward to read your poem on Readgujarati.

 37. upendra parikh. says:

  iam from ahmedabad . for last four years iam in america. iam regularly reading this web sight . as so many people had recorded their comments i don”t want to write more. heartily congrates on birthdate. very high salute & all the best for ever. high salute to parents also. all the best. one grandpa as iam of 70 years .

 38. Kanchanamrut Hingrajia says:

  પ્રિમાને જન્મદિવસની શુભેચ્છા.
  મૃગેશભાઈ,આપનો પણ ખૂબખૂબ આભાર એક પાંગરતી પ્રતિભાનો પરિચય કરાવવા બદલ.
  એક જ દિવસમાં આટલા પ્રતિભાવ મળે એ જ આ ઉત્તમ કૃતિનું પ્રમાણ છે.

  થોડા સમય પહેલા એક વિજ્ઞાન મેળામાં જવાનું થયુ.એક ટેબલ પર એક અંગ્રેજી શાળાની વિદ્યાર્થીની એક પ્રયોગનું નિર્દેશન કરતી હતી.સરસ ઈંગ્લિશ સ્પીચ.કડક્ડાટ બોલે.સાંભળવું ગમે તેવું.મેં તેને વચ્ચે એક સવાલ પૂછ્યો તો કહે”લેટ મી કંપ્લીટ ફર્શ્ટ અધરવાઈઝ આઈ શેલ હેવ ટુ રી-સ્ટાર્ટ ફ્રોમ બીગીનીંગ”
  આવો છે આપણો ઈંગ્લીશ પ્રેમ !

 39. kailas says:

  ખુબજ સરસ વાર્તાલાપ્
  ખુબજ આભાર આપનો

 40. ખૂબ સરસ,

  જીવનમાં કાર્યક્ષેત્ર અને ઈચ્છાક્ષેત્ર એક જ હોય એ કોઈક નસીબના બળીયાને જ મળે.

  અને જ્યાં આ બંને ક્ષેત્રોનો સમન્વય કરવાનો પ્રયત્ન થાય ત્યાં કોઈ એક તો સહન કરે જ …..

  આ સંતુલન ખૂબ મોટી વાત છે. અને એ માટે આ નાનકડી પરી ખરેખર ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે.

  જીવનના દરેક ક્ષેત્રોમાં તેને આવીજ સરસ સફળતા મળતી રહે અને આવનારા દિવસોમાં બધીજ કળાઓ (કલાઓ) સોળે કળાએ ખીલી ઉઠે તેવી શુભેચ્છાઓ….

  અને તેમના માતાપિતાને આભાર ….. એક સરસ ગુજરાતી પરિવારનો, એક આદર્શ વાલી તરીકેનો નમૂનો પૂરો પાડવા બદલ…..

  “બધાને વાતો કરવાની સારી લાગે છે પણ કોઈ આગળ વધીને પોતાના છોકરાંને ગુજરાતી માધ્યમમાં નથી મૂકતું. એમાં હિંમત અને સાહસ જોઈએ” …. કડવી પરંતુ ખૂબ વાસ્તવિક વાત….

 41. 🙂

  લીટલ સ્ટારને શુભેચ્છાઓ…

 42. deepak jani says:

  Sachi JANM DIVASni bhet Mrugeshbhai e aapi… PRIMA ne khub abhinandan vadilo ne to naskar karay pan aavi pratibha ne pan namaskar…. P=PASSION, R=REMARKABLE, I=INCREDIBLE, M=MIRACLE, A=ART enjoy….

 43. alka says:

  કેમ છો બેટા જન્મ્ દિવસે ખૂબ ખુબ શુભેચ્છા

 44. ગુજરાતી ભાષાના પ્રસાર માટે ચિંતા કરનારાઓ માટે પ્રેરણારુપ લેખ..જ્યાં સુધી પોતે અમલ ના કરીએ તો પછી મગરનાં આસું થઈ પડે…!!

  દશ વષૅની દિકરીનાં મનમાં આવ્યું કે…

  મમ્મીનું દિલ ના દુભાવવું તે..આજે કેટલા બાળકો આવું વિચારી શકે..?
  ઘણા બાળકો પર વિશેષ કુદરતી આશિઁવાદ હોઈ શકે પરંતુ આ ખુબીઓને બહાર લાવવા માટે પણ મહેનત તો કરવી જ પડે..જે આ નાની પ્રિમા કરી રહી છે.

  અંગ્રેજીના વાવાઝોડા સામે ગુજરાતીનું મહત્વ સમજી પોતાનાં બાળકોમાં સંસ્કારનું સિંચન કરતા આવા કમૅયોગી માતા-પિતાને વંદન.

  આપની સાધનાથી જ ગુજરાત રુડું છે.

  ધન્ય ધન્ય ધરા ગુજૅર.

 45. minal vyas says:

  વ્હાલી પ્રિમાને ખુબ ખુબ અભિનન્દન અને બહેન મમતાને પન, જે સહજતાથી એ બન્નેએ આ વેલીને વિકસિત કરી તે જ કાબિલેદાદ, મૃગેશભાઇ તમે પન મરજીવા ખરા, સાચા મોતી શોધી લાવ્યા.આભાર!

 46. himsuta says:

  વહાલિ પ્રિમા…..દિકરિ તો તુલસિ નો ક્યઆરો અને વનમઆગ્યુ પુન્ય…..બેટા,તે સાર્થક કર્યુ..જ્ઇવેત્ શરદહ શતમ્.

 47. Maharshi says:

  જર્મન ભાષામાં “પ્રિમા” નો અર્થ સરસ અથવા સુંદર એવો થાય છે.

  લેખ વાંચિને આવું કઇ કહેવાનું મન થાય “sehr prima” 🙂

 48. Sanjay Upadhyay says:

  આ લેખ વાચીને મારા બન્ને બાળકોના અભ્યાસ પ્રારમ્ભે ગુજરાતી અન્ગ્રેજી માધ્યમો વચ્ચે થયેલી રસાકસી (ઍટલે કે કુટુમ્બના સભ્યો વચ્ચે થયેલ વિવાદ) યાદ આવે છે. બન્નેને ગુજરાતી માધ્યમમા ભણાવવાનો અફસોસ આજે કોઇને નથી. અભ્યાસમા સારો દેખાવ કરવા સાથે અન્ગ્રેજી પર પણ સારો કાબુ ધરાવે છે.
  પ્રિમાને જન્મ્ દિવસની શુભકામનાઓ સાથે આશિર્વાદ.

 49. hitesh chhaya says:

  ખુબ સરસ મારે તારિ સથે વાતાકરવિ

 50. bhupendra gandhi says:

  prima’s talent is exellent no doubt,but arguments for medium of learning is not advisable,further medium of learning at a smaller age is not at all difficult as one has to learn from the beginning like to write on a blank paper my five grand children are in english medium in surat and they do not find any difficulties and
  ofcourse they stand first in their classes.at a later stage,during her higher educational period prima may suffer,otherwise talent dos not require any boudries, she is talented and wish her a bright future.lotS of love!

 51. Lata Hirani says:

  આવા બાળકો જ ભારતને વિશ્વના શિખરે પહોઁચાડશે… અભિનંદન મૃગેશભાઇ,,,

 52. nilam doshi says:

  આ લીટલ સ્ટારને જન્મદિનની ખૂબ ખૂબ વધાઇ…અને જીવનમાં હજુ પણ ખૂબ આગળ વધે…તેના દરેક સ્વપ્નો પૂરા થાય તેવી હાર્દિક શુભેચ્છાઓ વહાલી પ્રિમાને..

  બેટા, પ્રિમા, આટલા બધા અંકલ અને આંટીની શુભેચ્છાઓ તને મૃગેશભાઇને લીધે મળી છે. તને ગમ્યું ને ?
  તું પણ મોટી થઇને કશુંક નવું જરૂર કરજે અને તારા મમ્મી, પપ્પા અને દેશનું ગૌરવ વધારજે.

  અભિનનંદન

  નીલમ આંટી..

 53. ખુબ જ સુંદર.

 54. Vijay Shah (houston USA) says:

  પ્રિમા
  જન્મ દિવસની વધાઈ
  મૃગેશભાઈ દ્વારા તારો અને તારા માતા પિતાનો પરિચય થયો.
  તને આટલી બધી પ્રવૃત્તિઓમાં સક્રિય ટેકો આપતા મા બાપને લક્ષ લક્ષ અભિનંદન્.
  ગુજરાતી ભાષામાં તને તરત યાદ રહી જાય તે વાત થી ગર્વ થયો.
  જો ગુજરાતીમાં કવિતા લખવી હોય તો શબ્દ ભંડો લ વધારજે.. હિન્દી કરતા બહુ સરસ તુ લખી શકીશ તેવી મારી તને સલાહ છે.
  તારા પપ્પા મમ્મી આ બાબતે સલાહઆ ને માર્ગદર્શન આપી શકશે.
  ફરીથી જે કરે છે તે સમતોલ વહેવાર..કરતી રહેજે.મોટી બહેન ને પણ માન અને પપ્પ મમ્મીને આદર..
  work while you work,
  and play while you play.
  that is the way
  to be happy and gay..

  વિજય શાહ્

 55. પ્રીતિ દવે says:

  હેય પ્રિમા,

  તારા વિશે વાંચ ને એવુ લાગ્યુ જાને તને રુબરુ મલ્યા હોય !!

  વાચી ને કેહેવા નુ મન થાય કે ” આ નાનકડી પ્રિમા તો મોટા મોટા મન્ધાંતા ઓ માટે પન પ્રેરના સ્ત્રોત બની શકે તેમ છે !!..”

  તેજપુંજ પ્રિમા ને ઉજ્જ્વલ ભવિશ્ય ની શુભકામનાઓ…

  પ્રિમાના માતા પિતા અને મ્રુગેશ ભાઈ ને પન અભિનંદન !!

 56. PRAVIN D KARELIYA says:

  Prima,

  i am proud to you, and proud to your father & mother, and your family…..

  i am very empress your activities and your mother language choice and it’s
  opinion for other your age boys and girls.

  God bless you , and in future time you more n more progress your like activities and student base.

  jay shree krishna

  from:
  JUNAGADH
  PRAVIN DAMJIBHAI KARELIYA
  M-94293 22840

 57. Vaishali Maheshwari says:

  Thank you Mrugeshbhai for introducing us to such a talented little girl Prima.

  All children have some or the other talent. At their childhood, it becomes Parent’s responsibility to allow their kids to participate in all the activities that they enjoy.

  Prima’s parents Kamleshbhai and Mamtaben are doing a very good job by not forcing their child Prima to get to the topmost position in all the activities that she does. They are just allowing her to do what she enjoys doing. This way, Prima will be able to enjoy the real essence of her life.

  I do not completely agree for making kids study in a particular medium. I mean Gujarati is not at all lower or English is not at all higher according to me, but it is very important that there should be a good Gujarti school where English – as a second language is taught properly.

  The city where I belong to in India, there are many Gujarati schools, but when I saw my younger sister’s books (who was in Gujarati medium) I felt very sad to see the level of English subject that she was taught in school. She was in one of the best Gujarati schools of our town, but her English subject teacher was not well-qualified at all. May be her teacher’s for other subjects were also not that well-qualified, but as Gujarati is our mother-tongue, she was not having much problems. It is the same story with almost all Gujarati schools in our area. Now, she is facing many problems in college (which is in English), because she does not have much grip over English language. She has also attended English coaching classes, but merely taking classes for 2-3 months does not help much. She is giving efforts on her own to improve her vocabulary and I am also helping her out, but it would not be this tough if she had got her schooling in English medium.

  On the contrary, I have a cousin sister who is studying in English medium school. Her Gujarati is very good as her subject teacher is good and her parents make her read newspapers, story books, etc. in Gujarati at home also. She learns English in school and Gujarati she can learn at home. She is in English medium since beginning, so she does not have to mug up any answers. She is capable of writing answers on her own as easily just as a Gujarati medium student does.
  It would be surprising for you all to know that she went for newsreaders auditions in a local news channel of my city, and even after being from English medium her Gujarati pronounciation was far better than many candidates who were from Gujarati medium. I am not mentioning this to boost her or to show that English medium is superior.

  I just think that it does not really matter if you study in Gujarati medium or English medium, both are the same. Parents should create such environment for children, that they gain equal exposure to both the languages. Gujarati is our mother-tongue and English is also required in this globalized world.

  Anyways, everyone has his/her own point of view. This is just what I thought.

  My hats off to Prima. I pray to God that may she fly with shining colors in her future life too. I just read this article today, and Prima’s b’day was on 31st March, so its too late, still I wish her a belated Happy B’day too. Live long life little girl. God bless you!

  Jai Jinendra. Jai Shri Krishna.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.