બાળ જોડકણાં અને ગીતો – નીલા કડકિયા (સંકલન)

[રીડગુજરાતીને આવા સુંદર બાળ જોડકણાં અને ગીતોનું સંકલન કરી મોકલવા બદલ શ્રીમતી નીલાબહેન કડકિયાનો (મુંબઈ) ખૂબ ખૂબ આભાર ]

કેવી અજબ જેવી વાત છે – ઉપેન્દ્રચાર્ય

નાની મારી આંખ, એ જોતી કાંક કાંક
          એ તો કેવી અજબ જેવી વાત છે!

નાક મારું નાનું એ સુંઘે ફૂલ મઝાનું
          એ તો કેવી અજબ જેવી વાત છે!

નાના મારા કાન, એ સાંભળે દઈને ધ્યાન
          એ તો કેવી અજબ જેવી વાત છે !

નાના મારા હાથ, એ તાળી પાડે સાથ
          એ તો કેવી અજબ જેવી વાત છે !

આંગળી મારી લપટી, એથી વગાડું ચપટી
          એ તો કેવી અજબ જેવી વાત છે !

પગ મારા નાના, એ ચાલે છાનામાના,
          એ તો કેવી અજબ જેવી વાત છે !

ચક્કીબેન ચક્કીબેન…..

ચક્કીબેન ચક્કીબેન મારી સાથે રમવા આવશો કે નહીં?
          આવશો કે નહીં?

બેસવાને પાટલો સુવાને ખાટલો ઓઢવાને પીંછા આપીશ તને
          હું આપીશ તને- ચક્કીબેન

પે'રવાને સાડી મોરપીંછવાળી ઘમ્મરીયો ઘાઘરો આપીશ તને
          હું આપીશ તને – ચક્કીબેન

ચણ ચણ ચણવા દાણા આપીશ તને
          હું આપીશ તને -ચક્કીબેન

ચક્કીબેન ચક્કીબેન મારી સાથે રમવા આવશો કે નહીં?
          આવશો કે નહીં?


ઢીંગલો મારો બોલતો નથી

ખાતો નથી પીતો નથી ઢીંગલો મારો બોલતો નથી
          બોલ બા બોલ એને કેમ બોલાવું?

ટબમાં બેસાડી એને નવડાવું સારા સારા કપડાં એને પહેરાવું
          તોયે એ બોલતો નથી- ખાતો નથી

આકાશે ઊડતાં પંખી દેખાડું મેના પોપટ ને મોરલાં ટહકાવું
          તોયે એ હસતો નથી – ખાતો નથી

સોનાનાં પારણે એને ઝૂલાવું ચાંદા સૂરજને તારલા ટપકાવું
          તોયે એ નાચતો નથી – ખાતો નથી

ડ્રાઉં ડ્રાઉં કરતાં દેડકા દેખાડું પાણીમાં તરતી માછલી દેખાડું
          તોયે એ હસતો નથી – ખાતો નથી
*******************

આવ રે વરસાદ
ઘેબરિયો વરસાદ
ઊની ઊની રોટલી ને
કારેલાનું શાક

આવ રે વરસાદ
નેવલે પાણી
કાગળની હોડી
દેડકે તાંણી

*******************

અડકો દડકો દહીં દડૂકો
પીલુ પાકે શ્રાવણ ગાજે
ઊલ મૂલ ધંતૂરાનું ફૂલ
સાકર શેરડી ખજૂર
બાઈ તમારા છૈયા છોકરા
જાગે છે કે ઊંઘે છે ?
અસ મસ ને ઢસ

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ધરતી પરનું સ્વર્ગ : કાશ્મીર – અરૂણા પરમાર
ડૉ. અબ્દુલ કલામ સાથે બાળકોનો વાર્તાલાપ – આર. રામનાથન Next »   

21 પ્રતિભાવો : બાળ જોડકણાં અને ગીતો – નીલા કડકિયા (સંકલન)

 1. Neela Kadakia says:

  THESE POEMS ARE DEDICATED TO MY GRANDCHILDREN
  ISH TAPAN KADAKIA [U.S.A.][6 YEARS OLD]
  RICHA TAPAN KADAKIA [U.S.A.][ 11 MONTHS OLD]
  POOJA KAVAN KADAKIA [CANADA][6 YEARS OLD ]
  JISHA KAVAN KADAKIA [CANADA].[1 1/2 YEARS OLD]
  LOVE YOU ALL.
  DADI
  NEELA [MUMBAI]

 2. સુરેશ જાની says:

  નીલાબેન
  તમારા પૌત્ર પૌત્રીઓ અમેરીકા, કેનેડામાં છે. શું તેઓ આ ગીતો સમજી શકશે? હું અમેરીકામાં રહું છું અને મને હંમેશ મૂંઝવતો પ્રશ્ન એ છે કે, આ બાળકો આપણો મહાન સાંસ્ક્રુતિક વારસો કઇ રીતે જાણશે અને સમજશે?

 3. Neela Kadakia says:

  સુરેશભાઈ,
  મારા પૌત્ર પૌત્રી ભલે સમજતા નહી હોય પરંતુ મારી સાથે જરૂરથી ગાય છે અને સૌથી નાની મારા ગાયનો તથા અવાજને સાંભળીને reaction આપે છે. હમણાં જ તેમની સાથે રહીને આવી છું.

  નીલા

 4. Gira Shukla says:

  O my God!!! I just couldn’t believe what I was reading!!!! My favorites!!!
  This poems and Rhymes memorized my childhood, in India. I remember how I learned all this. The First one “ Ajab Jevi Vaat Che” it’s my favorite one.
  Thank You to Ms. Nila Ben for brining my childhood memories back…feels so homey n comfy.

  I wish those days would come back… but these poems has bring freshness of my childhood for real.

  Thanks Again and wish that you would bring more memories just like this… 🙂

 5. Bela Mehta says:

  Hi,
  I live in USA. Thanks mrugeshbhai for such a good gujarati site and thank you neela ben for last three songs. I was looking for it.
  Even my 6 months old daughter loves to listen these songs. I have Audio CD named “Meghdhanoosh part 1” it has this “ajab jevi vat che and chakki ben” but not that last 3 (mane addha paddha avde che).that CD also has lot of other good songs that we used to sing in our childhood. I am sure children will love it a lot.
  At least my daughter does not sleep in the night if she does not listen these songs.

 6. Suhas Naik says:

  Cool…Thansk…! 🙂

 7. nayan panchal says:

  મજા આવી ગઈ. બાળપણના દિવસોની યાદ તાજી થઈ ગઈ.

  નયન

  વારતા રે વારતા,
  ભાભો ઢોર ચારતા,
  એક છોકરો ખોવાયો,
  કોઠી પાછળ સંતાયો,
  કોઠી પડી આડી,
  છોકરાએ ચીસ પાડી.

 8. Ujas Bhatt says:

  મારા ઘરે હમના જ બાબો આવ્યો છે. ઇ ચાર મહિના નો છે. ચક્કીબેન ચક્કીબેન મારી સાથે રમવા આવશો કે નહીં? મારુ તો હજિ પણ ગમતુ ગીત છે. હુ આ ગીત ગાઊ છુ તયારે તે બહુ હસી પડે છે.
  મને કોઇ સીડી નુ નામ આપ્સો જેમા આ બઘા ગીતો હોય્. મારા ઈ મૈલ પર આ સીડી ની માહિતી મોકલવા વિનતી છે.

 9. subodh kapadia says:

  ખુબજ સુન્દર્
  મરા પોત્ર અન્શ ને આ ગિતો સાભાલવા ખુબજ ગમ્યાઆભાર્!
  જય જય ગરવિ ગુજરાત્

 10. dolly says:

  નયન ભૈ એ આ ઓડકણું લખ્યું છે તે સુધારું છું. પણ તે મર ખ્યાલથી આટલું નથી હજી વધુ છે.
  જ કોઇ ને જાણ હોય તો જણાવો.
  વારતા રે વારતા,
  ભાભો ઢોર ચારતા,
  એક છોકરો રીસાણો,
  કોઠી પાછળ ભીસાણો,
  કોઠી પડી આડી,
  છોકરાએ અરરર માડી.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.