ડૉ. અબ્દુલ કલામ સાથે બાળકોનો વાર્તાલાપ – આર. રામનાથન

[ પૂર્વભૂમિકા : ભારતના માનનીય રાષ્ટ્રપતિ તેમજ ‘મિસાઈલ મેન’ ડૉ. અબ્દુલ કલામ સાહેબનો બાળકો વચ્ચેનો પ્રેમ જાણીતો છે. તેમણે બાળકોને સભાનતાપૂર્વક લક્ષ્યમાં લીધા છે, કારણકે તેઓ તેમને બાળપણથી જ પ્રેરવા માગે છે. તેઓ બાળકોને લાંબા સમયથી મળે છે. તેઓ ભાગ્યે જ શાળાની મુલાકાત લેવાનું અને બાળકો સાથે વાતો કરવાનાં આમંત્રણનો અસ્વીકાર કરે છે. તેઓ માને છે કે દેશ ગૌરવ વિક્સાવવા અને સ્વદેશી ટેકનોલોજીના વિકાસ દ્વારા સમૃદ્ધિ લાવવાની વાતનો પ્રચાર કરવા વિદ્યાર્થીઓ જ તેમનું યોગ્ય ક્ષેત્ર બનશે.

થોડા સમય પહેલાં દક્ષિણમાં એક શાળાના આચાર્યની માંગણીનો સ્વીકાર કરીને તેઓ એક સ્કુલમાં ગયા અને ત્યાંના બાળકોની સાથે મિત્રતાપૂર્વક વાર્તાલાપ કર્યો. અહીં નીચે બાળકોએ પૂછેલા કેટલાક પ્રશ્નો અને ડૉ. કલામે તેના આપેલ જવાબો આપ્યા છે, જે તામીલ બાળ સામયિક ‘ચુટ્ટી વિટકન’ ના અંકમાંથી ‘ડૉ. અબ્દુલ કલામ – બહુમુખી પ્રતિમા’ નામના પુસ્તકમાં લેવામાં આવ્યા હતા જે આજે રીડગુજરાતી પર આપવામાં આવે છે. આ પુસ્તક શ્રી કલામ સાહેબના નજીકના મિત્ર શ્રી આર. રંગનાથન દ્વારા અંગ્રેજીમાં ‘Who is kalam ? – A Good Human Being’ શીર્ષક હેઠળ લખવામાં આવ્યું છે જેનો અનુવાદ શ્રી હરેશભાઈ ધોળકિયા એ કર્યો છે. ખરેખર વાંચવા અને વસાવા જેવું આ પુસ્તક કલામ સાહેબના વ્યક્તિત્વના અનેક પાસાને દર્શાવે છે તેમજ યુવાવર્ગને માર્ગદર્શન માટે ખૂબ ઉપયોગી થઈ પડે એવું છે. ]

abdul kalam 

પ્રશ્ન : વિશ્વના પ્રથમ વિજ્ઞાની કોણ છે?
કલામ : બાળક પ્રથમ વિજ્ઞાની છે. વિજ્ઞાની વસ્તુઓના ‘શા માટે’ જાણવા પ્રશ્નો પૂછે છે. તમે બાળકો હંમેશા પ્રશ્નો પૂછવાનું ચાલુ રાખો. આ જ કામ વિજ્ઞાની કરે છે. જો તમે આ ટેવ કેળવો, તો તમારામાંના ઘણા વિજ્ઞાની બની શકે.

પ્રશ્ન : તમારા જેવા વિજ્ઞાની પોતાના અંગત દેખાવ બાબતે શા માટે રસ નથી ધરાવતા ?
કલામ : આ પ્રશ્નથી મને 1980ની એક સ્મૃતિ મનમાં આવે છે. તે વર્ષે એસ.એલ.વી દ્વારા રોહિણી રોકેટનું સફળતાપૂર્વક ઉડ્ડયન કરવામાં આવ્યું હતું. હું એસ.એલ.વીનો પ્રોજેક્ટ ડાયરેકટર હતો.
થોડાં અઠવાડિયાં પછી હું વૈજ્ઞાનિક સેમીનારમાં ભાગ લેવા મુંબઈ ગયો. ત્યાં મને ‘ઈસરો’ ના વડા ડૉ. સતીશ ધવન તરફથી સંદેશ મળ્યો કે મારે પરત દિલ્હી પહોંચવું. તેમણે કહ્યું કે વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હાજરીમાં એક સન્માન સમારંભનું આયોજન કરાયું છે. મેં ડૉ. ધવનને ખચકાતાં કહ્યું કે યોગ્ય સૂટ-પૅન્ટ પહેર્યા વિના અને ચપ્પલ પહેરીને આવા સમારંભમાં હું કેમ આવી શકું ? ત્યારે તેમણે જવાબ આપ્યો, ‘કલામ, તેની ચિંતા તું ન કર. તેં વિજેતાનો પોશાક પહેર્યો છે.’ હવે તમે સમજી શકો કે સાચો શણગાર શું છે !

પ્રશ્ન : તમે તમારા હૃદયમાં કોઈ દૂઝતો ઘાવ લઈ ફરો છો ?
કલામ : ના. કોઈએ આવા ઘાવ સાથે જીવવું ન જોઈએ. માત્ર ક્ષમા જ વિકાસ તરફ લઈ જાય છે. મને ઊંડી દિલગીરી છે કે મને જ્યારે ભારતરત્ન મળ્યો, ત્યારે મારાં માતાપિતા અને મારા ગુરુ ડૉ. વિક્રમ સારાભાઈ ત્યાં હાજર ન હતા.

પ્રશ્ન : તમારું નામ એ.પી.જે અબ્દુલ કલામ કોણે પાડ્યું છે ? તેનો અર્થ શું છે ?
કલામ : રમૂજી પ્રશ્ન છે. આ નામ તો માતાપિતા દ્વારા જ મળે છે. મારું પૂરું નામ અવુલ પકીર જૈનુલબ્દિન અબ્દુલ કલામ છે. પ્રથમ નામ ‘અવુલ’ મારા પરદાદાનું નામ હતું. ‘પકીર’ નામ મારા દાદાનું હતું. ‘જૈનુલબ્દિન’ મારા પિતાનું નામ હતું. ત્રણે પેઢીનાં નામો મારામાં છે. તેથી મને તે બધાના આશીર્વાદ મળ્યા છે. માત્ર ટી.એન.શેષન મને આખા નામથી બોલાવે છે.

પ્રશ્ન : તમારું પ્રિય તિરુક્કુરલ શું છે ?
કલામ :
સમય કિંમતી જણસ છે. વ્યક્તિએ વ્યર્થ વાતોમાં સમય બગાડવો ન જોઈએ. સમયનો ઉપયોગ વધારે અભ્યાસમાં કરવો જોઈએ. એક દુહો સૂચવે છે કે માત્ર ઉપયોગી અને જરૂરી શબ્દો જ બોલો અને વ્યર્થ શબ્દો ટાળો. મને આ દુહો ખૂબ ગમે છે. તેને મનમાં રાખો, તો, તમારા શબ્દો, વિચાર અને કાર્ય તમને પ્રગતિ તરફ જ દોરી જશે.

પ્રશ્ન : જો વ્યક્તિ નસીબમાં માને, તો તેનો અર્થ એ કે તે આળસુ છે ?
કલામ : થોડા મહિના પહેલાં વીપ્રોના વડા શ્રી અઝીમ પ્રેમજીને મળવા હું ગયેલો. મેં તેમને પૂછયું : ‘તમારા ઉદ્યોગમાં તમારી સંસ્થા અગ્રણી છે. તેની પાછળનું રહસ્ય શું ? તેમણે જવાબ આપ્યો કે, ‘પ્રથમ, સખત મહેનત, બીજું ગ્રાહકનો સંતોષ, ત્રીજું, થોડું નસીબ. અલબત્ત, જો પ્રથમ બે તમારી પાસે ન હોય, તો ત્રીજું નહીં આવે….. આમાંથી આપણે શીખવાનું છે કે માત્ર સખત મહેનત જ ઉપયોગી છે.

પ્રશ્ન : જો પ્રભુ તમને વરદાન આપે, તો તમે શું માંગો ?
કલામ : ‘મારા દેશને વિકસિત બનાવો.’

પ્રશ્ન : હું ગામડામાં ભણું છું. હું વિજ્ઞાની બની શકું ?
કલામ : ચોક્કસ. જ્યારે હું ભણતો હતો ત્યારે વાતાવરણ અલગ હતું. હવે તો ગામડાં નજીક પુષ્કળ શાળાઓ અને કૉલેજો છે. હજી વધુ થવાની યોજનાઓ ચાલે છે. જો તમે પૂરી એકાગ્રતાથી ભણો, તો વિજ્ઞાની બનવાની તક મળશે જ. જ્યારે હું શાળામાં ભણતો, ત્યારે વિદેશીઓ રાજ કરતા. હવે તમે તો સ્વતંત્ર ભારતમાં છો. તમે જે ઈચ્છો તે મેળવવાની તકો છે.

પ્રશ્ન : તમે યુવાન હતા ત્યારે તોફાનો કરતા ?
કલામ : જ્યારે હું સાતમા ધોરણમાં હતો, ત્યારે હું ગણિતમાં હોંશિયાર હોવાથી મને વર્ગનો મોનીટર બનાવવામાં આવેલો. બીજે દિવસે, ભૂગોળના તાસમાં, પાઠમાં ધ્યાન આપવાને બદલે મિત્ર સાથે ગપ્પાં મારતો મને પકડવામાં આવ્યો. શિક્ષકે અમને કહ્યું, ‘ચાલુ ટ્રેનમાં ચડવા સમયે જેટલી એકાગ્રતા રાખવી પડે છે, તેટલી જ એકાગ્રતાથી વર્ગમાં ભણવામાં ધ્યાન આપો.’ મેં ધીરજ ગુમાવી અને જવાબ આપ્યો, ‘ચાલુ ટ્રેને ચડવું જોખમ છે, સાહેબ.’ આખો વર્ગ ખડખડાટ હસી પડ્યો. એ કહેવાની જરૂર નથી કે મારાં આ તોફાનને કારણે મારે સોટી ખાવી પડી !

પ્રશ્ન : ‘આશા’ – સમજાવો.
કલામ : 1857 માં ‘આશા’ જન્મી કે ભારત સ્વતંત્ર થશે. ઘણા શહીદોનાં બલિદાન પછી 90 વર્ષે તે સિદ્ધ થઈ. ઘણા યુવાનોએ તેમાં ભાગ લીધો. હવે, ભારત ‘આશા’ રાખે છે કે 2020માં તે વિકસિત રાષ્ટ્ર બનશે. વડીલોને ‘આશા’ છે કે તમે સરસ રીતે અભ્યાસ કરશો અને તેમને તથા દેશને ગૌરવ અપાવશો.

પ્રશ્ન : ચાચા, પ્રશ્નોરૂપે બાળકો દ્વારા જે અસંખ્ય મિસાઈલો તમારા સામે છોડવામાં આવે છે તેનાથી તમે ગભરાયા છો ?
કલામ : મિસાઈલો તો મારા જીવનનો એક મહત્વનો હિસ્સો છે. હું પ્રશ્નોથી ડરતો નથી. વિવિધ દિશાઓમાંથી પ્રશ્ન મિસાઈલો આવતાં જોઈ મને તો ખૂબ આનંદ થાય છે.

પ્રશ્ન : તમને તમારું શિક્ષણ લેવામાં ખૂબ મુશ્કેલી પડી હતી. તો તમે દેશના એક સિદ્ધ વ્યક્તિ કેમ બની શક્યા ?
કલામ : મારું સદભાગ્ય હતું કે મને માર્ગદર્શન આપવા સારા શિક્ષકો તથા આર્ષદ્રષ્ટા વિજ્ઞાનીઓ મળ્યા. હું તમને આ સંદેશ આપવા માંગુ છું. સ્વપ્નાં સેવો. તેમાંથી વિચારો જન્મશે જે કાર્યમાં પરિણમશે.

પ્રશ્ન : દેશમાં એવી કઈ બાબત છે જે નાબૂદ કરી દેવી જોઈએ ? કોને વિકાસ કરવામાં પ્રેરણા આપવી જોઈએ ?
કલામ : ‘આપણે સિદ્ધિ ન મેળવી શકીએ’ તેવું પરાજિત માનસ નાબૂદ કરવું જોઈએ. આ વડીલોની હૂંફ, સારું શિક્ષણ અને ઉત્તમ લોકોના આશીર્વાદથી કરી શકાય. આપણા પ્રયાસોમાં સફળ થશું તે ભાવને પ્રેરણા આપવી જોઈએ.

પ્રશ્ન : તમને કઈ કવિતા ખૂબ ગમે છે ?
કલામ : તામીલ મહાકાવ્ય ‘સિલપ્પડિકરમ્’ માં એક લીટી છે. તે કહે છે કે જ્યારે રાષ્ટ્રીય નેતાઓ કે ઊંચા પદ પર બેઠેલા લોકો ખોટું કરે છે અને ક્રૂરતા બતાવે છે, ત્યારે ધર્મ તેમને સજા કરે છે.
***************************

જ્યારે જ્યારે ડૉ. કલામ શાળાની મુલાકાત લે છે, ત્યારે તેઓ હંમેશા વિદ્યાયક ભાવ ઉત્પન્ન કરે છે. ઈ.સ 2002 માં હૈદ્રાબાદની ભારતીય વિદ્યાભવનની પબ્લિક સ્કૂલની મુલાકાત બાદ ધોરણ સાતથી ધોરણ બારના વિદ્યાર્થીઓએ તેમની મુલાકાતના નીચે મુજબના પ્રતિભાવો આપ્યા હતા.

1] “જીવનમાં શ્રેષ્ઠ અને સુંદરતમ બાબત જોઈ કે સ્પર્શી ન શકાય. તે તો હૃદયથી જ અનુભવી શકાય, અને આપની હાજરી પણ !”

2] “તે ઈશ્વરની એક સુંદર ભેટ કહેવાય કે શ્રી એ.પી.જે કલામે અમારી શાળાની મુલાકાત લીધી. તેમનું વક્તવ્ય ખૂબ રસપ્રદ હતું અને તેમનામાં ભારોભાર રમૂજવૃત્તિ છે. તેમની સાથે વાતચીત કરવાનું તથા તેમના ‘પ્રશ્નોના જવાબ આપવાનું’ મને ખૂબ ગમ્યું. તે અદ્દભૂત, વિશાળ હૃદયવાળા વ્યક્તિ છે.”

3] “આપણા વહાલા પ્રમુખને જોતાં હું તો આભો જ થઈ ગયો. તેમની સાદાઈ મને આશ્ચર્યચકિત કરી ગઈ. તેમનાં અદ્દભૂત સ્મિતે અમારાં મનને ખૂબ આશ્વાસન આપ્યું. તેમની સરળ રીતભાતે દરેકને આકર્ષ્યા. તેમના પ્રોત્સાહક શબ્દોએ તો મારા મનનો કબજો જ લઈ લીધો અને મને તો ખૂબ આનંદ થયો. અમે બળબળતા તડકામાં બેઠા હતા. તે અમારી પાસે આવ્યા અને મને પૂછયું, ‘શું ખૂબ ગરમી છે ?’ મેં કહ્યું ‘ના, સાહેબ, અમે તો આ ગરમીથી ટેવાયેલા છીએ.’ તેમણે મારી પ્રશંસા કરી અને બોલ્યા, ‘ખૂબ સરસ.’ મારાં હૃદયમાં તો આનંદની ભરતી જ ચડી.

4] “તેમનું વલણ ખૂબ જ વિદ્યાયક છે અને તેમના વાળની સ્ટાઈલ ખૂબ સરસ છે.”

5] “મહાશય, જ્યારે આપ અમારી સામે બોલી રહ્યા હતા, ત્યારે મને આપ મારા પ્રિય મિત્ર જેવા લાગ્યા હતા, નહીં કે મહાન વ્યક્તિત્વ. આભાર, સર !”

…….આવા માનનીય રાષ્ટ્રપતિ ડૉ. કલામ સાહેબને રીડગુજરાતીના સલામ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બાળ જોડકણાં અને ગીતો – નીલા કડકિયા (સંકલન)
મનોમંથન Next »   

23 પ્રતિભાવો : ડૉ. અબ્દુલ કલામ સાથે બાળકોનો વાર્તાલાપ – આર. રામનાથન

 1. gopal parekh says:

  very inspiring article

 2. એપીજે સાહેબની જય હો …

 3. Kunal says:

  He is really gr8 in himself. salute to him. but as a president, his abilities should also be used to better the political environment of our mother india.

 4. Tilak says:

  Uttam Manvi, Mahan vaignanik ne Sara Kavi

 5. Axresh says:

  His love towards child is really great!
  Many Many Salut to Great Person.

 6. Kamlesh Patel says:

  Shri APJ Abdul Kalam our respected president, I love him not because he is a president and scientist but, he is a true son of India (Bharatmata) He always thinks about the progress of the nation. He lives only for India far beyond from present politics.

 7. Bina Shah says:

  I read about this site today, in a magazine. and was very happy and impressed. I would like to read more songs for children and also guj poems and songs. I have been trying to locate some songs but have not been able to find them anywhere. I hope you can help.
  Thanks.

 8. sandeep doshi says:

  A.P.J.ABDUL KALAM SIR=
  A.=ALWAYS
  P.=PRIY NATURE &
  J.=JABARDAST SCIENTIST
  ABDUL KALAM SIR.
  JAYYYY HO.!!!
  SALUTE TO OUR LEADER.

 9. hiren bhatt says:

  i read about this site in a magzine (chitralekha). and i was very happy and very happy. i would like to read education books and how i will improve my studdent in every subjects please show me books like this. i hope you can help me. thanks sir.

 10. Pravin Patel says:

  Raashtrapatiji umadaa chaaritya dharaavataa SARAL MAANAV CHHE. Uchcha buddhi hovaa chhataan N IRAABHIMAANI chhe.Baalako saathe halimali jaay chhe. BHAARATni SHHAN vadhe ae maate praytnashil chhe. Bhagwanne amaari prarthana—-SHATAM JIV SHARAD.

 11. snehal parmar says:

  shun’t all of us feel real proud to have such a knowlwedgable eventhough down to earth president. we are lucky to have such a president. we really appriciate his efforts in the field of science. ……..jay hind……..bharat mata ki .jay…………..

 12. Bansi says:

  Very good Article and many thanks to put it on Read gujarati.

  I am a fan of honerable A. P. J. Abdul Kalaam.

 13. nayan panchal says:

  ખૂબ જ આદરણીય વ્યક્તિત્વ. મને પણ તેમને રૂબરૂ સાંભળવાનો મહામૂલો લહાવો મળ્યો છે. રીડગુજરાતી પર તેમના વિશે વાંચીને આનંદ થયો.

  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.