સ્વીકાર – જયવતી કાજી

અધરાતે મધરાતે જાગી જાઉં છું. મન વિચારે ચઢી જાય છે. જિંદગીના કેટલાકે પ્રસંગો યાદ આવે છે અને મન ખિન્ન થઈ જાય છે, કેટલી મોટી તક મેં જવા દીધી ! જો મેં એ વખતે જ નોકરી બદલી નાંખી હોત અને નવીની ઑફર સ્વીકારી લીધી હોત તો….. પેલા શૅરમાં પૈસાનું રોકાણ ન કર્યું હોત તો… એ વખતે જ થોડુંક ખેંચીને પણ સહેજ મોટું ઘર લઈ લીધું હોત તો…. જો કૉમર્સને બદલે સાયન્સ લીધું હોત તો… પણ આ બધું કર્યું. બસ ! આમ ‘જો’ અને ‘તો’ વચ્ચે આપણું મન ઝોલાં ખાયા કરે છે. આ મારી જ મનોદશાની કે મનોભાવની વાત નથી. આ જાતની ‘જો’ અને ‘તો’ વચ્ચેની ખેંચતાણ અને અફસોસ ખૂબ જ સામાન્ય છે. મને લાગે છે કે તમે કોઈને પણ પૂછો તો એ વ્યક્તિ ભૂતકાળની કે વર્તમાનકાળની જીવનની કોઈ ને કોઈ વાત માટે ખેદ અનુભવતી હશે.

મારાં મા અલ્પશિક્ષિત હતાં પરંતુ એમનામાં ખૂબ જ ઊંડી સમજણ. પરમેશ્વરમાં અત્યન્ત શ્રદ્ધા. કોઈ પણ વિપરીત પરિસ્થિતિ સાથે તેઓ જલદી સમાધાન કરી લેતાં અને કહેતાં ‘ભગવાનની જેવી મરજી. એમાં પણ કંઈક સારું જ રહ્યું હશે.’ આ કહેતી વખતે એમના મોં પર હું સ્વસ્થતા અને શ્રદ્ધાની આભા જોઈ શકતી. તો ક્યારેક મૂંઝવણભરી પરિસ્થિતિમાં મા કહેતાં ‘દરેક અનિષ્ટ માટે કોઈને કોઈ ઉપાય આ ધરતી પર હશે, અથવા તો એનો કોઈ ઉપાય નહિ હોય. જો ઉપાય હોય તો શોધીને કરવા માંડો. ન હોય તો પછી એ વાતને ભૂલીને એને સ્વીકારી લો.’

આ સ્વીકાર જ કેટલી મોટી વાત છે ! સ્વીકારનું આ વલણ આપણાં મનને વ્યગ્રતામાંથી અને ઉદ્વેગમાંથી ઘણે અંશે બચાવી લે છે. મનના આવેશને એ રોકે છે. સ્વીકારથી માનસિક સ્વસ્થતા આવે છે અને ચિત્તની પ્રસન્નતા નષ્ટ થઈ જતી નથી. આપણું ધાર્યું, ઈચ્છેલું કંઈક ન બને, કોઈ વિપત્તિ આવી પડે ત્યારે આપણું મન એને પડકારે છે. એનો પ્રતિકાર કરે છે. શા માટે આવું બન્યું ? મારા પર શા માટે આવું દુ:ખ આવ્યું ? આપણે આપણી જાત પર ગુસ્સે થઈએ છીએ. આપણા નસીબનો દોષ કાઢીએ છીએ. મન નિરાશાથી, ગુસ્સાથી, વિરોધથી હચમચી જાય છે અને આપણે કશુંય વિધેયાત્મક વિચારી શકતાં નથી. પરિસ્થિતિનું દુ:ખ તો છે જ પણ મનનો એ વિરોધ અને વિદ્રોહ – આ આક્રોશ અને પડકારનું વલણ એ દુ:ખને વધુ તીવ્ર બનાવે છે.

પરિસ્થિતિ અને સંજોગો જો સુધારી શકાય એમ હોય તો એ માટે આપણે જરૂર પ્રખર પુરુષાર્થ કરવો જ જોઈએ. પરંતુ સંજોગો જ એવા ઊભા થયા હોય કે એ બદલી શકાય એમ હોય જ નહિ – એવી સહેજ પણ શક્યતા હોય જ નહિ ત્યારે એના સ્વીકાર માટે જાતને સજ્જ કરીએ તો પરિસ્થિતિ સહ્ય બની જાય છે. જ્યારે આપણા વશની વાત જ ન હોય ત્યારે સમજીને એનો સ્વીકાર કરવાથી આપણે સહજ રીતે જીવી શકીએ છીએ. દુ:ખ ઓછું વસમું બની રહે છે.

મારાં મિત્ર લીનાબહેન સ્વભાવે આનંદી, હસમુખા અને મિલનસાર. શરીર સપ્રમાણ અને નિયમિત જીવન છતાં એમને હૃદયરોગનો સખત હુમલો આવ્યો. ન મનમાં કે ચિત્તમાં, એવો કોઈ રોગ નહિ અને ચિંતા કરવાનો સ્વભાવ પણ નહિ છતાં આ બીમારી આવી પડી. બે ત્રણ મહિના પછી એ સારાં થયાં. હરવા ફરવાની છૂટ મળી પણ દાદર ચઢવાના નહિ. શ્રમ કરવાનો નહિ અને ખોરાકમાં ખૂબ સાચવવાનું. દવા તો ખરી જ. મને એ વખતે લીનાબહેને કહ્યું હતું : ‘હું માંદી પડી, સખત હાર્ટ એટેક આવ્યો ત્યારે હું ખૂબ જ ગભરાઈ ગઈ હતી. મને એમ થતું હતું કે આમ જીવાશે જ કેમ ? રોજ ને રોજ આટલું બધું સાચવવાનું અને તે છતાં ગમે ત્યારે એટેક આવી શકે. તકલાદી કાચના વાસણ જેવી જિંદગીનો અર્થ શો ? પછી મેં એવા વિચાર કરવાના છોડી દીધાં અને હૃદયરોગને સ્વીકારી લીધો. એની સાથે આરામથી જીવતાં હું શીખી ગઈ છું.’ જીવનની એક ઘટના તરીકે એમણે હૃદયરોગને સ્વીકારી લીધો છે. વાત મહત્વની તો એ જ છે કે દુ:ખને હસતાં હસતાં ભોગવીએ તો એ હોય છે, એના કરતાં ઓછું થઈ જાય છે અને દુ:ખને રડતાં રડતાં ભોગવીએ તો એ બમણું થઈ જાય છે. હસો કે રડો – સ્વીકાર કરો કે વિરોધ કરો, પણ જીવનમાં ન ધારેલી – ન કલ્પેલી પ્રતિકૂળ પરિસ્થિતિ ઊભી થતી જ હોય છે. તે વખતે ઉત્તમ માર્ગ તો એ છે કે દુ:ખનો સહજ સ્વીકાર કરી ભોગવવું અને યાદ કરતાં રહેવું કે આ દિવસો પણ જતા રહેશે….

આ ‘સ્વીકાર’ – acceptance માત્ર સુખ કે દુ:ખના સંદર્ભમાં જ નહીં, પણ માનવસંબંધમાં પણ આ ‘સ્વીકાર’ ઘણો મહત્વનો છે. કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ હોતી નથી. દરેકમાં કંઈ ને કંઈ ઊણપ-ખામી કે ત્રુટિ હોવાની જ. સ્વભાવની લાક્ષણિકતા પણ હોવાની. એ સ્વીકારી લઈએ અને એ વ્યક્તિને પ્રેમ કરીએ તો જ એ સંબંધ મધુર અને ગાઢ બની શકે. પરંતુ આપણે ઘણી વખત ભૂલી જઈએ છીએ અને વ્યક્તિને સ્વીકારી લેવાને બદલે એને જ્યારે સુધારવા-મઠારવા મંડી પડીએ છીએ ત્યારે એ સંબંધ વણસી જાય છે ! ઘણી વખત આપણે આપણા જીવનસાથી પાસે વધારે પડતી અને અવાસ્તવિક અપેક્ષાઓ રાખીએ છીએ તેથી દામ્પ્ત્યજીવનમાં વિખવાદ અને મનદુ:ખ ઊભા થાય છે. એવું બની શકે કે કોઈક માણસ પ્રેમાળ હોય પણ નાની વાતમાં ગુસ્સે થઈ જવાનો એનો સ્વભાવ હોય ! બુદ્ધિશાળી હોય પણ સાસરિયાં હોય ! પરંતુ આપણે તો સામી વ્યક્તિનો આદર કરવાને બદલે એને આપણે કલ્પેલા બીબામાં ઢાળવાના મૂર્ખાઈભર્યાં પ્રયત્ન કરીએ છીએ ત્યારે એનું પરિણામ શું આવે છે ! જીવનસાથીને જ નહીં, પણ આપણા સંતાનોને પણ આપણા ખ્યાલ મુજબ મારીમચડી બદલવા યત્ન કરીએ છીએ ત્યારે એનો શો અંજામ આવે છે ? પ્રેમને સ્થાને કટુતા અને રોષ….
You accept my I’ness
I accept your ‘you’ness
‘હું’ હું છું અને ‘તું’ તું છે અને તું જે છે તેને જ હું ચાહું છું’ કવિ રોય ક્રોસ્ટ કહે છે, આનો અર્થ જ પ્રેમ છે.

આપણે ઘણી વખત આપણા સંતાનોને આપણા અરમાનો પૂરા કરવા માટેનું સાધન માનીએ છીએ. આ મોટી ભૂલ છે. પ્રત્યેક બાળક આગવું અને વિશિષ્ટ હોય છે. એનું નિજી વ્યક્તિત્વ હોય છે. એનો સ્વીકાર કરી એના વ્યક્તિત્વને પાંગરવામાં આપણે તો સહાયરૂપ થવાનું હોય. આપણે જ્યારે એનો ઈન્કાર કરી એને આપણા વિચારોના ઢાંચામાં ઢાળવા મથીએ છીએ ત્યારે આ આત્મીય સંબંધમાં કટુતા આવે છે. તેઓ વિદ્રોહ કરે છે અને એમનો વિકાસ રુંધાય છે. દિલથી કરેલો પરિસ્થિતિનો અને સ્વજનોનો આ જાતનો સ્વીકાર જીવનની નાવને સહજને કિનારે લઈ જાય છે. હું તો કહીશ કે અપૂર્ણતાની પણ એક મઝા હોય છે ! વિરોધાભાસની પણ એક સુવાસ હોય છે તો પછી હસીને શા માટે એનો સ્વીકાર ન કરવો ? જે છે તેની કદર કરીએ તો ? પ્રેમ તો અસુંદરને પણ સુંદર બનાવે છે અને તેમાં જ્યારે થોડીક પ્રશંસા અને પ્રોત્સાહન ઉમેરાય ત્યારે ! ‘Apprecitaion exalts the beauty of that which is beautiful’ – ગુણગ્રાહિતા અને કદરદાની જે સુંદર છે તેને વધુ સુંદર બનાવે છે.

પ્રભુની કૃપાનો સ્વીકાર એ ભારતીય સંસ્કૃતિનું વિરલ તત્વ છે. આપણા જીવનમાં – સુખ-દુ:ખમાં-સફળતા અને નિષ્ફળતામાં આપણા ઉપરાંત બીજું પણ કંઈક મહાન તત્વ પણ કામ કરતું હોય છે એમ જ્યારે આપણે સમજીને સ્વીકારી લઈએ છીએ ત્યારે આપણું મન હળવું થઈ જાય છે. આપણને વધુ સલામતી લાગે છે. કર્તુમ અકર્તુમ શક્તિમાન ઈશ્વર છે એમ જાણી લઈએ એટલે આપણે પોતે આપણી શક્તિની મર્યાદાઓ સ્વીકારી લઈએ છીએ. પછી થોડીક નિષ્ફળતા અને વ્યથા આપણને એકદમ વિહવળ અને ઉદ્વિગ્ન કરતી નથી. કટોકટીભરી પરિસ્થિતિમાંથી આપણે પાછા સાંગોપાંગ ઊભા થઈ શકીએ છીએ. આ માટે સ્વામી દયાનંદ સરસ્વતીએ કહ્યું છે તે પ્રમાણે જીવનની વાસ્તવિકતાને – આપણા સંજોગોને સ્વીકારતા અને એની સાથે માનસિક સમાધાન કરતાં શીખવાનું જ રહે છે. આપણા અસ્વીકારથી અને સતત વિરોધથી સંજોગો બદલાવવાના નથી. હકીકતો સ્વીકારી કામ કરતા રહીશું તો જીવન વધુ સરળ અને સહજ બનશે.

આપણે તો માત્ર જીવનના વિપરીત સંજોગોને શક્ય હોય તેટલા એને બદલવાનો-એને સુધારવાનો એને વધુ સુસજ્જ બનાવવાનો યત્ન જ કરી શકીએ. એ જ આપણું કર્તવ્ય અને જ્યારે પરિસ્થિતિ બદલી શકાય એમ બિલકુલ શક્ય જ ન હોય ત્યારે બીજું શું કરી શકીએ ? આપણી જાતને-આપણા અભિગમને જ બદલી અનુકૂળ થયે છૂટકો…

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous એક દૂજે કે લિએ – અવંતિકા ગુણવંત
સમોવડ – અજય ઓઝા Next »   

27 પ્રતિભાવો : સ્વીકાર – જયવતી કાજી

 1. Paresh says:

  સાચી વાત કે સંજોગો કે પરિસ્થિતિ બદલવા યોગ્ય હોય તો તેના માટે પ્રખર પુરૂષાર્થ કરીએ, પણ તેમ છતાંએ તે બદલાય નહી તો તેનો સ્વીકાર કરવો સમજણ ભરેલ છે.
  સંબંધમાં અન્ય વ્યક્તિ જેવા છે તેવા સ્વીકારી લેવાથી સંબંધ મજબૂત થશે. બીજાના સારા કામને વખાણવાની સાથો સાથ આપણી ભૂલ હોય તો તેનો સ્વીકાર પણ થવો જોઈએ.
  સુંદર લેખ આભાર

 2. Mrugesh says:

  absolutely correct attitude…
  its a completely practical thing..
  good article

 3. pragna says:

  when the situation is out of your control , acceptance is the only wisdom to live stressless life.

 4. Harshad Patel says:

  Do not cry over spilled milk! Once the opportunity is lost/gone will not come back. To charter one’s course and destiny is in our hand.

 5. nayan panchal says:

  જીવનમાં જે પણ થઈ રહ્યુ છે તેને સારુ-નરસુ તરીકે મૂલવવાને બદલે બસ સ્વીકારી લો. પરિસ્થિતીને નિઃસ્પૃહભાવે જોયા કરો. અને ખરાબ દિવસો માટે વિચારો કે “યે દિન ભી ચલે જાયેંગે…ઃ

  અતિ ઉપયોગી લેખ.

  આભાર,
  નયન

 6. Veena Dave, USA says:

  very good and true.
  જયવતી કાજી ખુબ સરસ અને આપણે સમજીને જીવનમા ઉતારવા જેવુ લખે છે.મારા પ્રિય લેખક છે.

 7. Kanchanamrut Hingrajia says:

  જીવનના મોટાભાગના નિર્ણયો સાચા હતા કે ખોટા તેની ભવિષ્યમાં જ ખબર પડતી હોય છે.તેથી સફળતા કે નિષ્ફળતા તે તો માત્ર પ્રસંગોનું પોસ્ટમાર્ટમ જ છે.આપણે પોતે લીધેલ નિર્ણયનું ભવિષ્યમાં નબળુ પરિણામ આવે તો પણ તેને મજબુરીથી નહિં પણ ખુમારીથી સ્વીકાર કરીએં તો જ સુખથી જીવાય.તેવું જ આપણા કાબુ બહારના સંજોગોનું પણ છે.તેને પણ હસતે મોઢે સ્વીકાર કરવામાં જ શાણપણ છે.
  જો કે આ વાત કહેવી કે લખવી જેટલી સહેલી છે તેટલી અમલમાં સહેલી નથી.

 8. Rita Saujani says:

  This article reminds me the following poem! I only remember the 1st line but the principle has helped me so mant times!
  GUJARE JE TAARE SHIRE JAGATNO NATH E TU SAHEJE
  GANYU JE PYARAE PYARU ATIPYARU GANI LEJE!

 9. Rita Saujani says:

  This article reminds me the following poem! I only remember the 1st line but the principle has helped me so many times!
  GUJARE JE TAARE SHIRE JAGATNO NATH E TU SAHEJE
  GANYU JE PYARAE PYARU ATIPYARU GANI LEJE!

 10. sumi says:

  THAT’S TRUE. SOMETIMES WE HAVE TO ACCEPT AN UNEACCEPTABLE THINGS

  IN OUR LIFE,AND WE HAVE TO FACE IT.BUT NEVER BE NERVOUS.KEEP HOPE.

 11. Hiral Thaker "Vasantiful" says:

  ખુબ સરસ અને સાચી વાત.

  આપણે આપણા નિર્ણયો જાતે કરવા જોઇએ અને એના પરિણામોની જવાબદારી પણ પોતે સ્વીકારવી જોઇએ. જો એમ કરીયે તો ક્યારેય ‘જો’ આમ ન કર્યુ હોત ‘તો’ આમ ન થાત એવી પરિસ્થિતિ આવે જ નહિ.

  શ્રી કુન્દનીકા કાપડિયાએ એમના એક પુસ્તક “જીવન – એક ખેલ” માં જણાવ્યુ છે કે પરિસ્થિતિનો સામનો કરો તેનાથી દુર ન ભાગો, પછી જુઓ તે પરિસ્થિતિ આપોઆપ ખરી પડશે.

 12. vraj dave says:

  હા. . .આ ‘જો અને તો’ માજ માનવ જેીદગેી પસાર કરેી નાખે ચ્હે પરેીણામ સુન્ય હોય.

 13. ભાવના શુક્લ says:

  સ્વિકારવુ અને સ્વિકારાવુ તથા સ્વિકારાવડાવવુ… ભ્રમ તો બધે જ છે.. સત્યની સમજણ કેળવવી એ કેટલુ બની શકે!

 14. Pooja Gajjar says:

  Wonderful article “જયવતી કાજી” જ્યારે પરિસ્થિતિ આપડા કાબુ મા નથી હૉતિ ત્યારે તેને પણ હસતે મોઢે સ્વીકાર કરવામાં જ શાણપણ છે.

  Agree with your atricle truly Acceptance is the better option than to complain about life and it is truly said na
  જીવન ગમે તેવું કઠણ હોય પણ જીવનની સરખામણીમાં બીજી કઈ સહેલી વસ્તુ જગતમાં છે ?

  “Acceptance of what has happened is the first step to overcoming the consequences of any misfortune.”
  “Love is what we are born with. Fear is what we learn. The spiritual journey is the unlearning of fear and prejudices and the acceptance of love back in our hearts. Love is the essential reality and our purpose on earth. To be consciously aware of it, to experience love in ourselves and others, is the meaning of life. Meaning does not lie in things. Meaning lies in us.”

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.