જો હોય – ઉશનસ્

આવી જ એક ક્ષણ હોય,
સામે અષાઢઘન હોય;

ફણગો ફૂટે અડકતાં જ,
ભીનોભીનો પવન હોય;

જે તે ચણ્યું ગમે ના,
કાચું પીમળતું વન હોય;

ઊગી જવાય વાડે,
જો આ ક્ષણે વતન હોય;

જામીય જાય મૂળિયાં,
જો થોડું બાળપણ હોય;

સિમેન્ટમાં ઢૂં ઢું છું:
એકાદ મિટ્ટીકણ હોય;

ઠરવા ચહે છે આંખો,
હરિયાળું ક્યાંક તૃણ હોય;

બોલાવે ઘેર સાંજે,
બાના સમું સ્વજન હોય.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous માજી, માશી, મેડમ, મીસ – સ્વાતી મેઢ
પ્રેમનો આદર્શ – અવંતિકા ગુણવંત Next »   

3 પ્રતિભાવો : જો હોય – ઉશનસ્

 1. vijay says:

  Ghanuj sars kaVy chhe
  Thanks!
  Mother’s day nu Aavu ruDu kaVy vanchine man prasann thayi gayu..

 2. nayan panchal says:

  “બોલાવે ઘેર સાંજે,
  બાના સમું સ્વજન હોય.”

  સુંદર કાવ્ય.

  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.