મનવા – રાકેશ હાંસલિયા

સોંપી દે ઈશ્વરને સઘળા ભાર મનવા,
હર પળે ના વ્યર્થ વલખાં માર મનવા.

સૌ સૂતાં છે ઓઢીને અંધાર મનવા,
કોણ સૂણે સૂર્યનો પોકાર મનવા ?

હોય છે સંકેત એમાં ગેબનો પણ,
આપણાં ક્યાં હોય છે નિર્ધાર મનવા.

ચાહતો રહે હર દશાને, હર દિશાને,
તો જ તારો શક્ય છે ઉદ્ધાર મનવા.

રાઈના દાણા નહીં, વાવ્યા છે શબ્દો,
એને ફળતાં લાગશે બહુ વાર મનવા.

રોમરોમે લૂ  ભલે વ્પાપી જતી હો,
આપણે તો છેડવો મલ્હાર મનવા.

બાંધજે ના ધારણા કોઈ અમંગલ,
આખરે એ થાય છે સાકાર મનવા.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous દીકરીવિદાયનું ગાન – યૉસેફ મૅકવાન
ગઝલ – રિષભ મહેતા Next »   

14 પ્રતિભાવો : મનવા – રાકેશ હાંસલિયા

 1. BINDI,NIGERIA says:

  સોંપી દે ઈશ્વરને સઘળા ભાર મનવા,
  હર પળે ના વ્યર્થ વલખાં માર મનવા.

  મનમાં વસી જાય તેવી … મનનો ભાર હળવો કરે તેવી પંક્તિઓ……

 2. sujata says:

  બહુજ ઊત્ત્મ ર ચ ના……..

 3. PAMAKA says:

  રાઈના દાણા નહીં, વાવ્યા છે શબ્દો,
  એને ફળતાં લાગશે બહુ વાર મનવા.

 4. Girish says:

  જબર દસ્ત ……

 5. Girish Patel Adelaide says:

  સરસ વાર્તા….

 6. nayan panchal says:

  આજના વિષાદગ્રસ્ત સમયમાં આશ્વાસન આપતી સુંદર રચના.

  નયન

  સોંપી દે ઈશ્વરને સઘળા ભાર મનવા,
  હર પળે ના વ્યર્થ વલખાં માર મનવા…

 7. સાદ્યંત સુંદર રચના….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.