ગઝલ – રિષભ મહેતા

[‘નવનીત સમર્પણ’ ફેબ્રુઆરી-2009માંથી સાભાર.]

એક બાળકનેય જે સમજાય એવું બોલજે
આ ગઝલ છે : જેવું મનમાં થાય એવું બોલજે

મર્મ આપોઆપ ખૂલી જાય એવું બોલજે
બોલ જે તારો પડે; ઝિલાય એવું બોલજે

આભના સૂનકારમાં પડઘાય એવું બોલજે
મુક્તકંઠે પંખીઓ જે ગાય એવું બોલજે

કોઈ પથ્થરની સૂરત મલકાય એવું બોલજે
ને હરિનાં લોચનો ભીંજાય એવું બોલજે

કોઈએ જોયો નથી પણ સૌને તારા શબ્દમાં-
પોતપોતાનો પ્રભુ દેખાય એવું બોલજે.

આગ છે વાતાવરણમાં; વાતમાં; જઝબાતમાં
તો જરા આબોહવા બદલાય એવું બોલજે.

ખૂબ મોટો બોજ લઈને લોક જીવે છે અહીં
એમના હૈયાથી જ ઊંચકાય એવું બોલજે.

સાંભળે છે જે તને બોલી શકે છે તે સ્વયં
માન સૌના મૌનનું સચવાય એવું બોલજે.

‘કંઈ હવે બોલું નહીં’ : નક્કી કરે એવું ભલે-
મૌન પણ તારું સહજ સમજાય એવું બોલજે !

ખૂબ નાજુક; ખૂબ નમણી; ખૂબ કોમળ છે ગઝલ
અંગ એનું સ્હેજ ના મરડાય એવું બોલજે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મનવા – રાકેશ હાંસલિયા
ફૉરેન રિટર્ન – જયકુમાર દમણિયા ‘Bન્દાસ’ Next »   

20 પ્રતિભાવો : ગઝલ – રિષભ મહેતા

 1. vimal says:

  વાહ વાહ….. એકદમ સો ટકાની વાત કરી છે.

  પોતપોતાનો પ્રભુ દેખાય એવું બોલજે.

 2. sujata says:

  ખૂબ નાજુક; ખૂબ નમણી; ખૂબ કોમળ છે ગઝલ
  અંગ એનું સ્હેજ ના મરડાય એવું બોલજે.

  વાહ વાહ…..

 3. rutvi says:

  ખૂબ જ સરસ ગઝલ,

  આજના સમય મા જીભ પર કાબૂ રાખવા માટે ની વાત સચોટ શબ્દમા કહેવાઈ છે તે અદભુત છે.

  આભાર

 4. kantibhai kallaiwalla says:

  Marvellous.

 5. sudhir patel says:

  સરસ ગઝલ! બધાં જ શે’ર સહજ અને ગંભીર વાત બોલે છે!
  સુધીર પટેલ.

 6. pragnaju says:

  ખૂબ નાજુક; ખૂબ નમણી; ખૂબ કોમળ છે ગઝલ
  અંગ એનું સ્હેજ ના મરડાય એવું બોલજે.

  વાહ્

 7. nayan panchal says:

  કેવુ બોલવુ તેની સુંદર માર્ગદર્શિકા…

  અતિસુંદર રચના, ધન્ય ધન્ય થઈ ગયો.

  નયન

  કોઈ પથ્થરની સૂરત મલકાય એવું બોલજે
  ને હરિનાં લોચનો ભીંજાય એવું બોલજે

  કોઈએ જોયો નથી પણ સૌને તારા શબ્દમાં-
  પોતપોતાનો પ્રભુ દેખાય એવું બોલજે.

  આગ છે વાતાવરણમાં; વાતમાં; જઝબાતમાં
  તો જરા આબોહવા બદલાય એવું બોલજે.

 8. DEVINA says:

  very well written

 9. Bakhalakiya Aashish says:

  good khub khub charsh

 10. naresh says:

  ખૂબ મોટો બોજ લઈને લોક જીવે છે અહીં
  એમના હૈયાથી જ ઊંચકાય એવું બોલજે.

  સાંભળે છે જે તને બોલી શકે છે તે સ્વયં
  માન સૌના મૌનનું સચવાય એવું બોલજે.

  ‘કંઈ હવે બોલું નહીં’ : નક્કી કરે એવું ભલે-
  મૌન પણ તારું સહજ સમજાય એવું બોલજે !

  ખૂબ નાજુક; ખૂબ નમણી; ખૂબ કોમળ છે ગઝલ
  અંગ એનું સ્હેજ ના મરડાય એવું બોલજે.
  —————————————————————————
  સરળ શબ્દોમા હૈયાના ઉન્ઙાણ સુધી
  સ્પરશિ જાય એવુ સુન્દર આલેખન
  નરેશ મકવાણા

 11. Dholakia Angel says:

  REALLY A GOOD ONE.

  કોઈએ જોયો નથી પણ સૌને તારા શબ્દમાં-
  પોતપોતાનો પ્રભુ દેખાય એવું બોલજે.

  આગ છે વાતાવરણમાં; વાતમાં; જઝબાતમાં
  તો જરા આબોહવા બદલાય એવું બોલજે.

 12. dhaval says:

  દુનિયા માને કે ના માને તો પણ રિષભ
  અમને નવુ નવુ વન્ચાય્ એવુ બોલજે

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.