દીકરીવિદાયનું ગાન – યૉસેફ મૅકવાન

લીલું કુંજાર એક ટહુકે છે ઝાડવું;
કિલ્લોલે એની સૌ ડાળ,
-કે બે’ની એ તો કલરવતું પિયરનું વ્હાલ !

લીલું કુંજાર એક મહેકે છે ઝાડવું;
પાંદડીઓ પીએ આકાશ
-કે બે’ની એ તો પીયરિયાનો ઉલ્લાસ !

લીલું કુંજાર એક બહેકે છે ઝાડવું;
ઝાડવામાં તડકાના શ્વાસ
-કે બે’ની એ તો બાપુના ઉરનો ઉજાસ !

લીલું કુંજાર એક ધબકે છે ઝાડવું;
એની છાયા કરે સળવળાટ
-કે બે’ની એ તો માડીના ઉરનો રઘવાટ !

લીલું કુંજાર એક હલબલ્યું ઝાડવું;
પંખીણી ઊડી ગઈ એક
-કે બે’ની તો થઈ ગઈ સાસરિયાની મ્હેક !

લીલું કુંજાર એક સૂનું થયું ઝાડવું;
ખાલીપો આંખે અથડાય
-કે ઝાડવું એ ભીતરભીતર મલકાય !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગઝલ – દત્તાત્રય ભટ્ટ
મનવા – રાકેશ હાંસલિયા Next »   

20 પ્રતિભાવો : દીકરીવિદાયનું ગાન – યૉસેફ મૅકવાન

 1. Hiral Thaker "Vasantiful" says:

  ખુબ જ સરસ.

  “કે બે’ની એ તો બાપુના ઉરનો ઉજાસ”

 2. મયુર says:

  ખુબજ સુન્દર રચના છે.

 3. pragnaju says:

  લીલું કુંજાર એક હલબલ્યું ઝાડવું;
  પંખીણી ઊડી ગઈ એક
  -કે બે’ની તો થઈ ગઈ સાસરિયાની મ્હેક !

  લીલું કુંજાર એક સૂનું થયું ઝાડવું;
  ખાલીપો આંખે અથડાય
  -કે ઝાડવું એ ભીતરભીતર મલકાય !
  દિલ ભરાઈ આવે તેવી અભિવ્યક્તી

 4. Kanchanamrut Hingrajia says:

  સરસ રચના.
  જોસેફ મેકવાનજીની ટૂંકી વાર્તાઓ ઘણી વાંચી છે પણ કાવ્યરચના પ્રથમ વાર જ વાચવા મળી.

 5. kanu yogi says:

  સરસ રચના ,અન્તરમાથી ઉઘડેલા શબ્દો મનને તરબતર કરી ગયા.
  — કનુ યોગી.

 6. hiral says:

  ખુબજ સારસ ગઝલ સે

 7. nayan panchal says:

  એક જ કાવ્યમાં ઝાડ, કુદરત અને પંખીના સંબંધોનુ સરસ નિરૂપણ કરી દીધુ.

  -કે બે’ની એ તો કલરવતું પિયરનું વ્હાલ !

  -કે બે’ની એ તો બાપુના ઉરનો ઉજાસ !

  -કે બે’ની એ તો માડીના ઉરનો રઘવાટ !

 8. nayan panchal says:

  અને હા, વધુ વિચારતા જણાય છે કે આ કાવ્ય વડે તો કવિશ્રીએ એક કુટુંબની કથની પણ કહી દીધી.

  નયન

 9. હૃદયસ્પર્શી રચના…

 10. Mamta says:

  ખુબ સરસ રચના, ખરેખર દિલ ને સ્પર્શિ જાય તેવિ…

 11. ભાવના શુક્લ says:

  ખુબ ભાવ ભરેલી રચના…

  માતા-પિતાના હૃદયનો ખાલીપો દરેક ફોનાલાપમા અનુભવતા આ રચના ખુબ સાર્થક રહી વાચવી

 12. sudha says:

  હુ તો ખુ ભાવ વિભોર બનેી ગઇ ……………મારેી આખો ભરાઇ ગઇ કારણ કે દિકરેી ને બધુ ત્યાગેી ને સાસરે આવવાનુ હોય છે ત્યા દિકરેી સૌથિ વધારે એના પિતા ને ‘miss’ karati hoy chhe n i am just in london last 2 montha i miss my whole family realy nice one

  Mekwanji I am your fan and i read you a lot
  but that is one of the best of your poem

  keep it up

  sudha lathia/bhalsod

 13. Bharat Pathak says:

  Good poetry of kanya Bidai ! simple words with excellent meaning.

 14. Vaishali Maheshwari says:

  Very touching and filled with immense feelings.

  Hats off to the Poet…..

  Thank you.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.