જલેબી

સામગ્રી :

350 ગ્રામ મેદો
500 ગ્રામ ખાંડ
1 મોટી ચમચી દંહી
350 ગ્રામ ઘી
કેસર, એલચી પાવડર

રીત:

સૌ પ્રથમ મેદાના લોટમાં ઘીનું મોણ નાખી સાધારણ ગરમ પાણી થી લોટ પલાળવો. આ લોટમાં દંહી નાખો અને તનું જાડું ખીરું બનાવો. આ ખીરાને 24 કલાક રાખી મૂકવું.

હવે ચાસણી બનાવવા માટે ખાંડ ડૂબે તેટલું પાણી લઈને ગેસ ઉપર મૂકવું અને તેને સતત હલાવતા રહેવું. ખાંડ ઓગળે અને પરપોટા દેખાય એટલે માનવું કે ચાસણી તૈયાર થઈ ગઈ છે. આ ચાસણીને નીચે ઉતારી તેમાં થોડું કેસર નાખવું અને એલચી પાવડર નાખવો.

આ પછી બીજી બાજુ કઢાઈ માં ઘી મૂકવું. હવે અગાઉ તૈયાર કરેલું ખીરૂં નીચેથી કાણાવાળો લોટો લઈ તેમાં ભરવું. કઢાઈમાં મૂકેલું ઘી ગરમ થાય ત્યારે લોટો ગોળ ગોળ ફેરવીને જલેબીના ચકરડા ઉતારવા. આ ચકરડા બરાબર તળાઈ જાય એટલે તેને નીચે ઉતારી, અગાઉ તૈયાર કરેલી ચાસણીમાં 5 થી 10 મિનિટ રાખવા. બસ ! જલેબી તૈયાર છે. પ્લેટમાં કાઢીને તેને ફાફડા સાથે લેવાથી સ્વાદિષ્ટ લાગે છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કંસાર
કેટલો ભયભીત જણાય છે – અશોકપુરી ગોસ્વામી Next »   

10 પ્રતિભાવો : જલેબી

  1. vaibhav shah says:

    i read the recipe. I wish that u also show some photographs of sweets, so that we people can enjoy the taste in our mouth by looking the photographs

    vaibhav

  2. અતુલ જાની (આગંતુક) says:

    ભાવનગરી હોવાને નાતે જલેબી – ગાંઠીયા અમારો સવારના પહોરનો મનગમતો નાસ્તો.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.