સ્પંદન : સાહિત્યિક પ્રવૃત્તિ – ‘સ્પંદન ટીમ’

જામનગરની એમ.પી. શાહ મેડિકલ કૉલેજના મુખ્ય બિલ્ડિંગ ખાતે અંદાજે લગભગ 20-25 વર્ષથી એક નોટિસબોર્ડ મૂકવામાં આવ્યું છે જેમાં ભાવિ ડૉક્ટરો પોતાની સ્વરચિત કૃતિઓ મૂકે છે. આ પ્રવૃત્તિને ‘સ્પંદન’ એવું નામ આપવામાં આવ્યું છે. માત્ર એટલું જ નહિ, ક્યારેક ત્યાંના પ્રૉફેસરો પણ પોતાની સ્વરચિત કૃતિઓ ‘સ્પંદન’ને આપે છે. આ કૃતિઓમાં વાર્તાઓ, શાયરી-ગઝલ, કાવ્યો ઉપરાંત ક્યારેક ફોટોગ્રાફ્સ, પેઈન્ટિંગ્સ વગેરેનો સમાવેશ થતો રહે છે. કોઈક વાર તેમાં તબીબી ક્ષેત્રને લગતા લેખોનો પણ સમાવેશ કરવામાં આવે છે.

ડિસેમ્બર 2008થી વિદ્યાર્થીઓની લાગણીને માન આપીને આ પ્રવૃત્તિમાં કૉલેજના ડીન સાહેબ ડૉ. વિકાસ સીન્હા તેમાં જોડાયા છે. ત્યાર પછી સ્પંદને સંપાદિત કરેલું 120 લેખોનું એક સુંદર કલેકશન ખૂલ્લું મુકાયું છે જે નજીકના ભવિષ્યમાં પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થશે. માર્ચ 2008થી ‘સ્પંદન’ના સેક્રેટરી તરીકેની ફરજ શ્રી પાર્થ ગોલ સંભાળી રહ્યા છે. ચાલુ વર્ષે મેડિકલ કૉલેજના ઈતિહાસમાં સૌપ્રથમ વખત ‘સ્પંદન’ હેઠળ સાત વિદ્યાર્થીઓએ પોતાની સ્વરચિત કવિતાઓનું પઠન કર્યું હતું અને એક નાનકડું કવિસંમેલન ગોઠવવામાં આવ્યું હતું. જેમાંની કેટલીક કવિતાઓ આજે આપણે અહીં માણીશું :

[1] …ને ફરી તમારી યાદ આવી – વિકાસ મકવાણા

દિવસ ઢળ્યો, સંધ્યા સમી અને રાત આવી,
ઊંચે આભમાં ચંદ્રને જોયો ને તમારી યાદ આવી.

ગગનનો પૂર્વ પ્રદેશ ઝળક્યો અને ધુમ્મસ ભરી સવાર આવી
રંગબેરંગી પુષ્પોને જોયાં ને તમારી યાદ આવી.

વસંતના એ શીતળ સમીરમાં હૂંફ સાંપડનારી બપોર આવી
કોયલનો મધુર ટહુકો સંભળાયો ને તમારી યાદ આવી

સુરજના એ સોનેરી કિરણોને સમેટી લેનાર સલુણી સાંજ આવી
તમારા હોવાનો અહેસાસ થયો ને તમારી યાદ આવી

અમે તો દિવસમાં ઘણી વખત યાદ કર્યાં તમને
બસ એટલું જ પૂછું છું તમને કદી અમારી યાદ આવી ?

ફરી દિવસ ઢળ્યો, સંધ્યા સમી અને રાત આવી,
ઊંચે આભમાં ચંદ્રને જોયો ને ફરી તમારી યાદ આવી.
.

[2] હા તે તું જ છે… – વિસ્મય રાવલ

હા તે તું જ છે
જેના મુખની રોનક
મારા અંધકારરૂપી જીવનમાં પ્રકાશની લહેર ફેલાવે છે
જેનું સૌંદર્ય ચંદ્રની શીતળતાનો
…. અંતરના ઊંડાણમાં અહેસાસ કરાવે છે.

હા તે તું જ છે
જેનું આભાસી પ્રતિબિંબ
મારા માટે ધૂપમાં પણ છાપાની ગરજ સારે છે
જેના પ્રેમનો નશો મને
…. રણમાં પણ ગુલાબને પમાડે છે.

હા તે તું જ છે
જેના સુમધુર અવાજની ગુંજન
ઉજ્જડ વનમાં પણ સંભળાય છે
જેનાં મુખના દર્શન થતા
…. ઈશ્વરની પ્રતીતિનો અહેસાસ થાય છે.

હા તે તું જ છે
જેના કલ્પનારૂપી સ્પર્શ
મારા જડ શરીરને ચેતનવંતુ બનાવે છે
જેની હયાતી પૃથ્વી પર જ
….. ‘વિસ્મય’કારી સ્વર્ગને કલ્પાવે છે.
.

[3] તમે અને હું – કૈલાસ પટેલ

તમે શણગાર છો કુદરતના
….. હું તપતી એક ધરા છું.

તમે વસંતના છો વૈભવ
….. હું પાનખરની ઘટા છું.

તમે પુષ્પ કોઈ ઉપવનના,
….. હું કંટકમાં પણ શૂળ છું.

મેં કહ્યું હતું તમને વાટ જોવાં
…. તોય હું મોડો પડેલ સમય છું.

તમે આવીને ટકોરા દીધા મુજ બારણે
… તોય હું જીર્ણ થયેલ દર્પણ છું.

ચાહો તો નિખારો ને ચાહો તો પથ્થર દો મારી,
…. હું તમારા જ મનની આશા છું.

તમે મુજ હૃદયના સ્પંદન
…. અને બસ હું એનો પડછાયો છું.

નીકળો છો ક્યારે તમે અહીંથી,
….. બસ હું વાટ જોતી ઊભી છું.

રાહ જોઈ થાકી હવે મારી આંખો,
….. હું શ્વાસ રોકેલી માણસ છું.
.
[4] પવન અને પ્રેમ – પાર્થ ગોલ

પવન અને પ્રેમમાં સામ્ય છે
બન્નેમાં ‘પ’ સમાયેલો છે…

પવનને હોતી નથી દિશા
ને પ્રેમને દશા…
પવન વધે તો વાવાઝોડું
ને પ્રેમ વધે તો ગાંડપણ…

પવન ગાંડો તો માણસ ફંગોળાય
ને પ્રેમ ગાંડો તો માણસ વગોવાય…
પવન મીઠો ઊનાળાના તાપમાં,
ને પ્રેમ મીઠો યુવાનીના નશામાં….

પવન મકાનના છાપરા ઉડાડે,
ને પ્રેમ ઘરની દીવાલો તોડે…
પવનમાં ધૂળ ભળે તો ગંદો થાય
ને પ્રેમમાં વાસના ભળે તો ગંદો થાય…

પવનના પ્રાણવાયુથી જિંદગીઓ જીવાય,
ને પ્રેમની તાકાતથી જિંદગીઓ જીતાય.

ખરેખર, પવન અને પ્રેમમાં ઘણું સામ્ય છે !

[ રીડગુજરાતીને આ તમામ કૃતિઓ મોકલવા માટે શ્રી વિકાસભાઈ મકવાણા તેમજ શ્રી પાર્થભાઈ ગોલનો (જામનગર) ખૂબ ખૂબ આભાર. ‘સ્પંદન’ પ્રવૃત્તિના તમામ સર્જકો ‘સર્જન’ બનવાની સાથે સાથે નવસર્જન કરતા રહે તેવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વાંદરાનું કાળજું – રતિલાલ સાં. નાયક
વેફર અને વાનગીઓ – સંકલિત Next »   

34 પ્રતિભાવો : સ્પંદન : સાહિત્યિક પ્રવૃત્તિ – ‘સ્પંદન ટીમ’

 1. dr sudhakar hathi says:

  ખુબ સુન્દર કાવ્યો

 2. Hiral Thaker "Vasantiful" says:

  સુંદર કાવ્યો. સર્જન માં રહેલી સર્જન શક્તિ!!

 3. Gira says:

  nice poems! 🙂 thank you 🙂

 4. Bharat says:

  ખુબ સુન્દર કવ્યો જેનો મર્મ ખુબ જ સરસ

 5. Ambaram K Sanghani says:

  ડૉક્ટરો સારા સાહિત્યકાર હોય છે એવી મારી માન્યતા પાકી થઈ. પાર્થને તો અગાઉ પણ વાંચેલ છે. ધન્યવાદ.

 6. Hiren Karoliya says:

  મારા માટે ખુબ જ આનંદની વાત છે કે આજે સ્પંદન નોટિસબોર્ડની ગુજરાતી વેબસાઈટમાં નોંધ લેવાઈ છે.
  એના એક ભાગ હોવાનો મને ગર્વ છે.
  મૃગેશભાઈનો ખુબ ખુબ આભાર…

 7. Pinki says:

  સુંદર પ્રયોગ !!
  ખૂબ ખૂબ અભિનંદન કોલેજ અને ટીમને
  મૃગેશભાઇને પણ !!

  આભાર પાર્થ ……….

 8. Gunjan Ghelani says:

  વાહ……..વાહ………વાહ…….!

  શુ સુન્દર કવિતાઓ લખી છે!!!

  આની સામે તો ઝવેરચંદ મેઘાણિ પણ ઝાંખા પડે હો!!!!!!!!!

  જય હો સ્પંદન…………………..

 9. Jatin kathiriya says:

  અરે પણ………!!!!!!!!!!!!

  ભાઈ………………ભાઈ……………..!

  સ્પંદનની કવિતાઓ જોતા એવુ લાગે છે કે

  મહાન કવિઓએ પણ સ્પંદનના કવિઓ સાથે સંઘરશ કરવો પડશે

 10. kantibhai kallaiwalla says:

  Superior creations.I enjoyed fully these songs/poems.

 11. pragnaju says:

  ડોકટરો અદભૂત પ્રયોગ
  મને એમ કે આવી કવિતા હશે!
  love is a disease
  spreading like the flu
  but who would have knew
  it’d cause so much hurt
  so much pain
  making tears fall like rain
  love is a disease
  hurts so many
  spreads so fast
  once you’ve got it
  it’ll last
  no medicine
  no pill
  can cure this agoney
  once you’ve gt it
  it’ll kill
  i’ve ran out of tears
  but have so many reasons to cry
  who knew this disease would be the way i’d die
  this disease
  this infection
  has no distinction
  dut once you see the symtoms
  you know your doomed
  and when you’re dead
  we’ll all asume
  you’ve caught love

 12. Veena Dave, USA says:

  ખુબ સરસ ‘સ્પન્દન્ .

 13. Gira says:

  LOL nice poem –> Love is a Disease~~~ hahah 😀 good one 😀 miss Pragnaju 🙂

 14. કુણાલ says:

  સુંદર કવિતાઓ … ચિકિત્સકોના હાથો સ્કાલ્પેલની સાથે કલમને પણ આટલી સરસ રીતે ચલાવી શકે એ ખરે જ બહુ આનંદની વાત છે…
  ડો. મુકુલ ચોકસી, ડો. વિવેક ટેલર અને અન્ય ડોક્ટર-કવિની હારમાં આપ સૌ પણ આવી બેસો એવી શુભેચ્છાઓ…

 15. nayan panchal says:

  સુંદર રચનાઓ, પ્રજ્ઞાજૂજીની રચના પણ સરસ.

  સ્પંદનને શુભકામનાઓ.

  આભાર,

  નયન

 16. kailas patel says:

  like scalpel and stethoscope doctors can also write poems so…so…so….BEWARE OF THIS SPANDAN TEAM!!!

 17. Maitri Gandhi says:

  its all are so nice… I dnt have wrds …. but I can these all r AWESOME…. good job…. god bless u…

 18. ખૂબ સરસ પ્રવૃત્તિ

  બધા મિત્રોને અભિનંદન

 19. meet thaker says:

  I am proud of my cousin vismay raval and thankful to spandan team and I wish that this spandan activity will create the great poets

 20. SHEFALI RAVAL says:

  VERY GOOD ACTIVITIES OF “SPANDAN”!!!!
  I feel good about our future doctors which are gud in GUJRATI LITRETURE.
  very nice poems by young doctors like one of them my sweet little brother “vismay raval”.
  “KEEP IT UP”

 21. Jaydeep says:

  સુન્દર કવિતા સે…… પન્ બાપુ ગમિ નઈ…………

 22. paresh B. Rasadiya says:

  Dear Parth,

  It’s a very nice creation.
  I hope that i will see many more creations in future.

 23. VISMAY RAVAL says:

  I AM VERY HAPPY THAT MY POEM IS ON WEBSITE. I AM THANKFUL TO MRUGESH SIR & PARTH GOL. JAI HO SPANDAN

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.