વેફર અને વાનગીઓ – સંકલિત

[‘જન્મભૂમિ પ્રવાસી’ માંથી સાભાર.]

wafers[1] સાબુદાણાની વેફર – વૈશાલી ઝાટકિયા (ઘાટકોપર)

સામગ્રી :
1 કિલો સાબુદાણા,
1 ચમચી આદું-મરચાંની પેસ્ટ,
2 ચમચી જીરું,
મીઠું, ખાવાનો લીલો-લાલ કલર.

રીત :
સૌપ્રથમ સાબુદાણાને ધોઈ ત્રણ ગણા પાણીમાં પલાળી રાખવા. સવારના એ જ તપેલામાં આદુ-મરચાંની પેસ્ટ, જીરું ને મીઠું નાખી ગૅસ પર ઊકળવા મૂકવું. તવેથાથી હલાવતાં રહેવું જેથી ચોંટી ન જાય. સાબુદાણાનું ખીરું જાડું થઈ જાય એટલે તે ખીરાને અલગ બે તપેલામાં લઈ લાલ-લીલો કલર નાખી તડકામાં મોટું પ્લાસ્ટિક પાથરી ચમચા વડે વેફર પાડવી. સખત તડકામાં એકદમ કડક સૂકવવી.
.

[2] પંચરવ શાક – મીના દોશી (અંધેરી)

સામગ્રી :
100 ગ્રામ બટેટા,
100 ગ્રામ ફલાવર,
100 ગ્રામ રીંગણા,
100 ગ્રામ ગાજર,
100 ગ્રામ વટાણા,
50 ગ્રામ કાંદા,
50 ગ્રામ ફણસી
મસાલા માટે : મીઠું, કોપરું, આખા ધાણા, વરિયાળી, તજ, લવિંગ, બોરિયા મરચાં, કોથમીર, લીલા આદું-મરચાં, લીંબુ, લીલા નારિયેળનું ખમણ, લસણની પેસ્ટ.
રીત :
સૌપ્રથમ બધા શાક ધોઈ ઝીણાં સુધારવા. ફલાવરને થોડું મોટું સુધારવું. સૂકો મસાલો શેકી ઝીણો વાટવો. હવે તેલ મૂકી બધો મસાલો સાંતળવો. પછી અંદર બધા શાક ઉમેરવા. ઉપર થાળી ઢાંકીને તેમાં પાણી મૂકી ચઢવા દેવું. દસેક મિનિટ પછી આ પાણી શાકમાં નાખી દેવું. શાક બરાબર ચઢી જાય એટલે નીચે ઉતારી ઉપર કોથમીર, કોપરું ભભરાવી ગરમગરમ રોટલી કે પરોઠાં સાથે ઉપયોગમાં લેવું.
.

[3] મોતીદાણાની ચકરી – અરવિંદાબેન પરમાર (ફોર્ટ)

સામગ્રી :
એક કિલો બાસમતી ચોખાની કણી,
મીઠું અને જીરું સ્વાદ પ્રમાણે.

રીત :
એક કિલો કણી ને અઢીગણું પાણી મૂકી સ્વાદ પ્રમાણે જીરું, મીઠું નાખી કૂકરમાં પાંચ સીટી વગાડવી. ઠંડું પડે એટલે ચકરીની જાળી વડે તડકામાં પ્લાસ્ટિક ઉપર ચકરી પાડવી. સૂકાઈ જાય એટલે ડબ્બામાં ભરી લેવી. જ્યારે જરૂર પડે ત્યારે ગરમ તેલમાં તળી ખાવાના ઉપયોગમાં લેવી. તેના ઉપર આમચૂર પાઉડર, લાલ મરચું અને સંચળ નાખી ખાવાથી વધુ સ્વાદિષ્ટ લાગે છે. આ ચકરી દેખાવમાં અને ખાવામાં બહુ સરસ લાગે છે.
.

[4] કોર્ન પેપર ઢોંસા – સ્વાતિ કાનાણી (માટુંગા)

સામગ્રી :
200 ગ્રામ પીળી મકાઈના દાણા,
100 ગ્રામ ચણાનો લોટ,
100 ગ્રામ ચોખાનો લોટ,
2 ચમચી અડદની દાળનો લોટ,
50 ગ્રામ દહીં,
મીઠું, લાલ મરચું અને તેલ.

રીત :
સૌપ્રથમ પીળી મકાઈના દાણા, 2 ચમચી પાણી ઉમેરી મિક્સરમાં બારીક વાટી લેવા. એક બાઉલમાં પીસેલી મકાઈ લઈ તેમાં દહીં, ચણાનો લોટ, ચોખાનો લોટ, અડદનો લોટ, મીઠું, લાલ મરચું, 1 ચમચી તેલ ઉમેરી બધું મિક્સ કરવું. જરૂર પૂરતું પાણી લઈ હલાવીને પથરાય તેવું ખીરું બનાવવું. ત્યાર બાદ ઢાંકીને 5 થી 6 કલાક મૂકી દેવું. પછી નોન-સ્ટીક તવા પર ખીરું પાથરી પાતળા ઢોસા પાથરવા. બન્ને બાજુ થાય એટલે વાળી ઉતારી લેવા. કોપરું, કોથમીર, લીલાં મરચાં, આદું, દાળિયા, મીઠું, લીમડાનાં પાન વાટીને તેમાં દહીં ઉમેરવું અને આ ચટણી સાથે ગરમ ઢોસા પીરસવા.
.

[5] સાબુદાણા-ટામેટાંની ચટપટી વેફર્સ – હિના શાહ (પ્રિન્સેસ સ્ટ્રીટ)

સામગ્રી :
500 ગ્રામ સાબુદાણા,
પા કિલો ટામેટાનો માવો,
મીઠું, લીલા આદું-મરચાંની પેસ્ટ 2 ચમચી,
1 ચમચી જીરું,
1 ચમચી કાળા તલ,
1 ચમચી સફેદ તલ,
તળવા માટે તેલ

રીત :
સૌપ્રથમ ટામેટાને મિક્સરમાં પીસી ચાળણીમાં ગાળી લેવા. સાબુદાણાને ધોઈ ટામેટાના પલ્પમાં 8 થી 10 કલાક પલાળવા. જરૂર પડે તો થોડું પાણી નાખવું. કૂકરમાં સાબુદાણાને બાફી લેવા. સાબુદાણા પારદર્શક થાય ત્યાં સુધી બાફવા. પછી તેમાં મરચાંની પેસ્ટ, જીરું, તલ, મીઠું નાખી બરાબર હલાવી સેવના સંચામાં ગાંઠિયાની જાળી નાખી પ્લાસ્ટિક પર વેફર પાડી તડકે સુકવવી. બરાબર કડક થાય પછી પૅક ડબામાં ભરી લેવી અને જ્યારે ખાવી હોય ત્યારે તળીને ખાવી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સ્પંદન : સાહિત્યિક પ્રવૃત્તિ – ‘સ્પંદન ટીમ’
હજાર ઓડિશનની સફર – રેખા ખાન Next »   

15 પ્રતિભાવો : વેફર અને વાનગીઓ – સંકલિત

 1. pami says:

  બહુ સરસ અને ઉપયોગિ મહિતિ . ધન્યવાદ.

 2. smita says:

  સારિ અને બહુ સરસ અને ઉપયોગિ મહિતિ બદલ્ ધન્યવાદ
  ફરિ મોકલશો ને?

 3. Kanchanamrut Hingrajia says:

  સાદી અને સરળ વાનગી માટે આભાર.

 4. Bhupendra says:

  આભાર આવિ માહિતિ આપતા રહેજો

 5. ranjan pandya says:

  બજારમાં મળે છે તેવી બટાકાની વેફર બનાવવાની રીત આપશો.

 6. KRISHNA says:

  સાબુદાણાની વેફર સારિ અને બહુ સરસ અને ઉપયોગિ મહિતિ બદલ્ ધન્યવાદ

 7. bindu prajapti says:

  Jay Shree Krishna,
  Today i get in touch with readgujarati.com. It is excellent website and very useful for gujratis.keep it up.
  Bindu

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.