અંગ્રેજી ગઝલ – અનુ. પરેશ પંડ્યા

[ રીડગુજરાતી પર અનેક વાર અવનવા પ્રયોગો થતા રહે છે; જેનો એક માત્ર ઉદ્દેશ વિવિધ સ્વરૂપે સાહિત્ય લોકો સુધી પહોંચાડવાનો છે. આ અંતર્ગત આજે આપણે માણીશું સુપ્રસિદ્ધ ત્રણેક ગુજરાતી ગઝલના અંગ્રેજી અનુવાદ. આ અનુવાદનું કાર્ય મુંબઈના શ્રી પરેશભાઈ પંડ્યાએ કર્યું છે. હાલ 67મા વર્ષે નિવૃત્ત જીવન ગાળી રહેલા પરેશભાઈએ સાહિત્યના શોખ ખાતર 60મા વર્ષે ફરી ભણવાનું શરૂ કરીને એમ.એ.ની પદવી મુંબઈ યુનિવર્સિટીમાંથી મેળવી છે. અભ્યાસે તેઓએ બી.કોમની પદવી મેળવેલી છે અને આજીવન કર્મશિયલ મેનેજર તરીકે કાયદાકીય ક્ષેત્રે કાર્યરત રહ્યા છે. હાલમાં તેઓ બોરીવલી-કાંદીવલી પ્રગતિ મિત્ર મંડળમાં કવિતા-સાહિત્યનો વિભાગ સંભાળી રહ્યા છે. તેમના આ અનુવાદો સુપ્રસિદ્ધ ગઝલકારોએ સ્વીકૃત ગણ્યા છે. તેમણે ઘણા આસ્વાદ લેખો અને કવિતાઓ પણ લખી છે. 1700 પુસ્તકોની પોતાની અંગત લાઈબ્રેરીમાં તેમની પાસે ઉર્દૂ ગઝલોનું એટલું વિશાળ સંકલન છે કે તેઓ ‘જામ’ ‘સુરાહી’ એવા એક એક શબ્દ પર અનેક ગઝલો શોધી આપી શકે તેમ છે. રીડગુજરાતીને આ ગઝલો મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે paresh_pandya12@rediffmail.com અથવા આ નંબર પર +91 9930759530 સંપર્ક કરી શકો છો.]
.

[1] એમ પણ બને – મનોજ ખંડેરિયા

પકડો કલમ ને કોઈ પળે, એમ પણ બને
આ હાથ આખે આખો બળે, એમ પણ બને

જ્યાં પહોંચવાની ઝંખના વરસોથી હોય ત્યાં
મન પ્હોંચતા જ પાછું વળે, એમ પણ બને

એવું છે થોડું છેતરે રસ્તા કે ભોમિયા
એક પગ બીજા પગ ને છળે, એમ પણ બને

જે શોધવામાં જિંદગી આખી પસાર થાય
ને એ જ હોય પગની તળે, એમ ૫ણ બને

તું ઢાળ ઢોલિયો, હું ગઝલ નો દીવો કરું,
અંધારું ઘર ને ઘેરી વળે, એમ પણ બને.

[અનુવાદ : It may so happen ]

Hold the pen and at any moment, it may so happen
your complete hand burns, it may so happen

Your quest of years to reach there, and on reaching
your heart retreats the same moment, it may so happen

It is not always that you are deceived by road or guide
your one leg may cheat another one, it may so happen

Your whole life passes in search of something and
the same thing is beneath your leg, it may so happen

You arrange a nice sofa, I will light up lamp of gazal and
still the darkness all around the house, it may so happen
.

[2] ગઝલ – શોભિત દેસાઈ

મને ખુદને જ મળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું
ને વરસાદે પલળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું

હતો જે આપણો સંબંધ એના ભગ્ન અવશેષો
શિશુ માફક ચગળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું

ચણાયા કાકલૂદી પર થરતી જ્યોતના કિસ્સા
દીવાની જેમ બળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું

તને આગળ ને આગળ હું હજી જોયા કરું અથવા
પ્રયાસોમાં કથળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું

નગરનાં માણસો જે એ બધાં છે મીણના પૂતળાં
અને એમાં પીગળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું

[અનુવાદ : I am still standing there ]

Meeting myself, I am still standing there
wet drenched in rain, I am still standing there

Broken remainder of our relations
chewing them like a child I am still standing there

Episodes of shivering flames came up on entreaty,
burning like lamp, I am still standing there

I could see you ahead and ahead continuously or,
deranged in my efforts, I am still standing there

The people of city are like wax statue,
and melting in them, I am still standing there
.

[3] ગઝલ – નયન દેસાઈ

લંબચોરસ ઓરડામાં એક સમય ઘૂંટાય છે,
વક્ર રેખાઓ ક્ષણોની શ્વાસમાં છેદાય છે.

શક્યતાનું એક પણ વર્તુળ નથી પૂરું થતું,
હરક્ષણે કંપાસની તીણી અણી ભોંકાય છે.

ચાલ, સંબંધોનું કોઈ કણમાપક શોધીએ,
કે, હૃદયને કેટલા અંશો સુધી છેદાય છે.

આરજૂના કાટખૂણે જિંદગી તૂટી પડે,
ને પછી એ મોતના બિન્દુ સુધી લંબાય છે.

બે સમાંતર રેખની વચ્ચેનો હું અવકાશ છું,
શૂન્યતાની સાંકળો મારા વડે બંધાય છે.

[અનુવાદ]
In a rectangular room time being rubbed with pestle,
curved lines of moments being board in breathing

Any of the round of the possibility not been completed
at every movement sharp point of compass being pierced

Come on let us find out the protector/scale of relations
to check up the degree at which heart can be pierced

At the right angle of hope, life being shattered
and life thereafter lengthened till the point of death

I am a empty space lying between two parallel lines,
chain of emptiness being tied by myself.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગીતાધ્યાય-સંગતિ – વિનોબા ભાવે
લગ્નમાંગલ્ય – સં. શ્રી મગનભાઈ જો. પટેલ Next »   

25 પ્રતિભાવો : અંગ્રેજી ગઝલ – અનુ. પરેશ પંડ્યા

 1. sapana says:

  આભાર!!! એસ વી
  હતો જે આપણો સંબંધ એના ભગ્ન અવશેષો
  શિશુ માફક ચગળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું
  શોભિત દેસાઈની આ પંક્તિ ખુબજ ગમી.
  મારા બ્લોગનુ નામ લખુ છુ.
  gujarati-poems.tk
  સપના

 2. Miket Shashikant Bahuva says:

  ચાલ, સંબંધોનું કોઈ કણમાપક શોધીએ,
  કે, હૃદયને કેટલા અંશો સુધી છેદાય છે.

  બહુ સરસ વાત કરી….. ત્રણે ગઝલ અતિ ઉત્તમ… અને એનો અનુવાદ માટે એટલુ કહેવુ ચ્હે

  “કરી શકાય જો બધી ગઝલો નો અનુવાદ
  તો સોના મા સુગન્ધ ભળે, એમ પણ બને.”

 3. Vikram Bhatt says:

  સાહિત્યાનંદ માટે અનુવાદ કરતા ભાવાનુવાદ વધુ અનુકુળ છે.
  સરસ પ્રયોગ.

 4. Darsha Kikani says:

  Very nice experiment ! Gujarati gazals in English ! In the age of fussion, Such experiments only enreach the language and its literature. Keep it up !

 5. Dinesh Pandya says:

  સુંદર પૃયોગ! ભાવાનુવાદ પણ અિત સુંદર! જુદી જુદી ભાષાના લોકગીતોનો ગુજરાતી ભાષામા ભાવાનુવાદ
  કરનાર આપણા ઝવેરચંદ મેઘાિણ્ યાદ આવી ગયા.

  પરેશભાઈને તથા સંપાદકને અિભનંદન!

  પકડો કલમ ને કોઈ પળે, એમ પણ બને
  ગુજરાતી ગઝલ અંગ્રેજી થઇ નીકળે, એમ પણ બને

 6. rutvi says:

  ભાઇ ગુજરાતી એ ગુજરાતી છે, તેમા એક શબ્દના ઘણા બધા અર્થ છે,
  પણ તેના ભાવ ને , અર્થને જો બીજી ભાષા મા અનુવાદ કરીને વિવિધ સંસ્કૃતિસુધી પહોચાડવો તે અતિઉત્તમ છે,
  આભાર

 7. ખૂબ સરસ અનુવાદ, અનુવાદ સાથે તેના ભાવવિશ્વને અકબંધ રાખી શક્યા છો એ ખૂબ મોટી વાત છે…

 8. ખૂબ જ પ્રસંશનીય પ્રયાસ…

  ખૂબ ખૂબ અભિનંદન…

 9. ભાવના શુક્લ says:

  ખુબ સરસ અંગ્રેજી ભાવાનુવાદ થયા…. અનેક કાવ્યો ના ગુજરાતી ભાવાનુવાદ તો વાચતા જ હતા… અંગ્રેજી અનુવાદ દ્વારા કાવ્યધારાનો આ નવો ચીલો ચાતરી પરેશભાઈએ આનંદીત કરી દિધા.

 10. Pratibha says:

  પરેશભાઈ, ખુબ ખુબ અભિનંદન. આ નવતર પ્રયોગ આવકારદાયક છે. અનુભુતિને ભાષાની કોઈ સીમા નઙતી નથી. સુર અને શબ્દ ઉભયને -એક આગવુ રુપ અને તેનો સફળ પ્રયોગ IN GUJARATI AND ENGLISH BOTH THE LANGUAGES, મનને આનંદ આપી ગયો. – PRATIBHA DAVE

 11. સાહેબ,

  તમારા વેબ સાઇટ ના ફોન્ટ વધારે પાતળા
  છે.

 12. nayan panchal says:

  hmm, many times I think that litrature loose its charm while getting translated. I am wrong this time and how.

  All the original ghazal is so good and its translation is perfectly complementing it.

  Hats off !!

  nayan

 13. vinod dattani says:

  વાહ્ ,પરેશભાઇ,
  તમારો કાવ્ય અનુવાદ સરસ થયો છે. ભાવાનુવાદ પણ્ સરસ છે.

 14. dilip bhatt says:

  THis is very bad Translation. It is NOT Bhavanuvad. It is like “Fighting fightinge Rana Pratap Came in color” (Rana Pratap Rang Ma Avi Gaya)

  Does not convey the orginal bhav at all

 15. haider modi says:

  nice translation..

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.