અમરતવાણી – સં. રમેશ સંઘવી

[‘અમીઝરણાં’ પુસ્તકમાંથી સાભાર.]

[1]
કન્ફ્યુશિયસે ઘણી ડહાપણની વાત કહેલી છે. એક વખત કહેલું : ‘મોટા માણસોની હાજરીમાં ત્રણ દોષોને દૂર રાખવા. પહેલો દોષ ઉતાવળિયાપણાનો – તમારો બોલવાનો વારો આવે તે પહેલાં બોલવું તે. બીજો દોષ, શરમાળપણાનો – તમારો બોલવાનો વારો આવે ત્યારે ન બોલવું તે અને ત્રીજો દોષ બેદરકારીનો – સાંભળનારના ચહેરા તરફ નજર રાખ્યા વિના બોલવું તે.’ પછી કહે : ‘સજ્જન બીજાના અભિપ્રાયો પ્રત્યે મન ખુલ્લું રાખે છે, પણ તેની સાથે પૂરેપૂરો સંમત થઈ જતો નથી. જ્યારે દુર્જન બીજાના અભિપ્રાયો સાથે પૂરેપૂરો સંમત થઈ જાય છે, પણ તેમના પ્રત્યે મન ખુલ્લું રાખતો નથી.’

[2]
ટૉલ્સટૉયને કોઈએ પૂછ્યું : ‘માણસના ઘડતરનું મૂલ્ય શું ?’ ટૉલ્સ્ટોય કહે : ‘લોઢાનો એક ટુકડો વેચો તો એક રૂપિયો મળે. પણ જો તેમાંથી ઘોડાની નાળ બનાવો તો અઢી રૂપિયા મળે. જો ઘડિયાળની ઝીણી ઝીણી કમાનો બનાવીને વેચો તો હજારો રૂપિયા ઉપજે. લોઢું તો એનું એ જ અને એટલું જ, પરંતુ એનું જેવું ઘડતર કરો એવું એનું મૂલ્ય અંકાય. માણસ વિશે પણ આવું જ છે. માણસનું જેટલું ઘડતર વધે એટલું એનું મૂલ્ય પણ વિશેષ થાય.

[3]
એક પ્રભુપરાયણ અંગ્રેજી દંપતી હતાં. પતિને એક વખત ધંધામાં મોટી ખોટ ગઈ. પતિ ચિંતામાં પડી ગયો. પત્નીએ જોયું કે પતિ રાત દિવસ ચિંતામાં રહે છે. પત્નીએ પતિને બોધ આપવા એક યુક્તિ કરી ! કોઈના મૃત્યુ પ્રસંગે શોક પ્રદર્શિત કરવાં કાળાં કપડાં પહેરવાનો ઈંગ્લેન્ડમાં રિવાજ છે. તે બાઈએ કાળાં કપડાં ધારણ કર્યા. પતિએ એ જોઈને પૂછ્યું : ‘કોણ મરી ગયું ? કેમ કાળાં કપડાં પહેર્યાં છે ?’
પત્નીએ કહ્યું : ‘પરમાત્માનું મરણ થયું છે તેથી કાળાં કપડાં પહેર્યાં છે.’
પુરુષને આશ્ચર્ય થયું : ‘કેવી ગાંડી વાત કરે છે ? પરમાત્માનું તે કદી મૃત્યુ થતું હશે ?’
પત્નીએ જવાબ આપ્યો : ‘તો પછી તમે શાની ચિંતા કરો છો ? ચિંતા કરવાવાળો તો માથે બેઠો છે.’ પતિ શરમાણો. સમજી ગયો. તેણે ચિંતા કરવાનું છોડી દીધું.
[4]
રાજાના દરબારમાં એક વૃદ્ધ પહોંચ્યો અને બોલ્યો :
‘મહારાજ ! હું આપનો મસિયાઈ ભાઈ છું. મને મદદ કરો. મારે બત્રીસ નોકરો હતા, એક પછી એક ચાલ્યા ગયા. બે મિત્ર હતા, તેઓ પણ સાથ આપતા અચકાવા લાગ્યા. બે ભાઈ છે જે મુશ્કેલીથી થોડું કામ કરે છે. પત્ની પણ ઊંધા-ચત્તા જવાબ આપે છે. મારી મુસીબત જોતાં આપ કંઈ મદદ કરો તો સારું.’ રાજાએ તેને આદર સહિત રૂપિયાની થેલી આપી. સભાજનોને આશ્ચર્ય થયું.
‘આ દરિદ્ર આપનો માસિયાઈ ભાઈ કેવી રીતે ?’
રાજા કહે : ‘તેણે મારા કર્તવ્યનું ભાન કરાવ્યું છે. તેના મોંમા બત્રીસ દાંત હતા જે પડી ગયા. બે પગરૂપી મિત્ર હતા તે ડગમગી ગયા. બે ભાઈ હાથ છે જે અશક્ત હોવાથી થોડું જ કામ કરી શકે છે. બુદ્ધિ તેની પત્ની હતી જે સાઠે બુદ્ધિ નાઠી જેવું થયું છે. મારી મા અમીરી અને તેની મા ગરીબી – આ બંને બહેનો એટલે અમે મસિયાઈ ભાઈ છીએ. મારે આવા ગરીબ-અશક્તનાં કામો કરવાં જ જોઈએ.

[5]
એક ચિત્રકારને શાંતિનું ચિત્ર દોરવાનું કહેવામાં આવ્યું. તેણે વાવાઝોડાનું દશ્ય દોર્યું. આકાશમાં કાળાં વાદળ ઝળૂંબી રહ્યા હતાં. ચિત્રના કેન્દ્રમાં એક મોટો ધોધ બનાવ્યો હતો. જલરાશિ ગર્જના સાથે ઉપરથી નીચે પડતો હતો અને ભયાનક લાગી રહ્યો હતો. આ બધાની વચમાં એક ટચુકડું પંખી એક વિશાળ ખડકની ટોચ ઉપર બેઠું હતું. આજુબાજુના વાતાવરણથી અસ્પૃશ્ય એ પંખી મધુર ગીતના રાગ છોડી રહ્યું હતું. જીવનના ઝંઝાવાતમાં અનંત શાંતિનો અનુભવ કરાવતું હતું. સાચી શાંતિનો સ્પર્શ જીવનના ઝંઝાવાત વચ્ચે જ થઈ શકે.

[6]
એક વાર બાઉલ પાસે જિજ્ઞાસુ સાધક આવ્યો. કહે : ‘મને થોડું સત્ય આપો.’ બાઉલ કહે : ‘અરે ભાઈ ! જો લેવું હોય તો પૂરું સત્ય લે. થોડુંક સત્ય તું બરદાસ્ત નહીં કરી શકે.’
‘એ કેવી રીતે ?’
આગંતુકે ખુલાસો માગ્યો એટલે બાઉલે તેના માથા પર બે-ત્રણ મણ વજનના પાણી ભરેલા બે હાંડા મૂક્યા. પેલાથી વજન સહન થયું નહીં, એટલે બાઉલે તે હાંડા ઉતારી લીધા અને કહે : ‘ચાલો મારી સાથે નદીએ.’ ત્યાં તેણે પેલાને પાણીમાં ડૂબકી મરાવી પછી કહે : ‘અહીં પેલા બે હાંડા કરતાંય વધારે પાણી માથા પર હતું છતાં તેનો ભાર ન લાગ્યો. કારણ કે પૂર્ણ સત્યનો ભાર નથી હોતો, પણ તેને અલગ થોડાક સત્યરૂપે લેવામાં આવે છે ત્યારે ભાર લાગે છે.’

[7]
એક આંધળો માણસ ભીખ માગી રહ્યો હતો. એક નાના બોર્ડમાં લખેલું : ‘હું આંધળો છું. મહેરબાની કરીને મને મદદ કરો.’ બપોરનો સમય હતો, તેના વાસણમાં થોડા સિક્કા હતા. એ વખતે ત્યાંથી એક લેખક પસાર થયા. તેમની નજર એ બોર્ડ પર પડી. તેમણે એ લખાણ લૂછીને તેના પર બીજું કંઈક લખી દીધું અને થોડા સિક્કા નાખીને જતો રહ્યો. સાંજ સુધી તો એ ભીખારીનું પાત્ર સિક્કાઓથી ભરાઈ ગયું હતું ! પેલો લેખક સાંજે જ્યારે પાછો આવ્યો ત્યારે ભીખારી પગલાંના અવાજથી તેને ઓળખી ગયો અને પૂછ્યું : ‘તમે બોર્ડ પર એવું તો શું લખ્યું કે આજે આટલા બધા સિક્કા મળ્યા !’
ત્યારે પેલો લેખક કહે : ‘મેં તમારી વાતને જરા બીજી રીતે રજૂ કરેલી. મેં લખેલું કે આજથી વસંત શરૂ થઈ રહી છે, પણ હું જોઈ શકતો નથી ! ’. વાત કહેવાની રીત પણ કેવી મહત્વની છે ?

[8]
મંદિર બંધાઈ રહ્યું હતું. ચોગાનમાં ત્રણ મજૂરો પથ્થરો તોડવાનું કામ કરી રહ્યા હતા. ત્રણેનું કામ એક સરખું હતું. ત્રણેનું વેતન એક સરખું હતું. બાજુમાંથી પસાર થતા એક સજ્જને એ ત્રણ મજૂરોમાંથી એકને પૂછ્યું : ‘એલા, શું કરી રહ્યો છે તું ?’ જવાબ મળ્યો : ‘દેખાતું નથી પથ્થર તોડી રહ્યો છું તે !’
બીજાને પૂછ્યું : ‘દોસ્ત, તું શું કરી રહ્યો છે ?’
બીજાએ જવાબ આપ્યો : ‘કુટુંબ માટે રોટલો રળી રહ્યો છું.’
આવો જ સવાલ ત્રીજાને પૂછ્યો તો તેણે જવાબ આપ્યો : ‘ભગવાનનું મંદિર બાંધી રહ્યો છું.’ વાત એક જ, દષ્ટિ કેવી જુદી જુદી ! જીવનમાં દષ્ટિથી જ ફેર પડે છે. ઘણાને પોતાનું કામ ટાઈમપાસ લાગે છે અને ઘણાને મન તે અમૂલ્ય હોય છે.

[9]
એક વ્યક્તિ પોતાની નવી ગાડીમાં બેસીને મકાનના કમ્પાઉન્ડની બહાર નીકળી રહ્યો હતો. એના પાડોશીએ પૂછ્યું : ‘તમે નવી ગાડી લીધી ?’ તે વ્યક્તિ કહે : ‘લીધી નથી, મારા ભાઈએ આપી છે.’ પાડોશીથી બોલાઈ જવાયું, ‘ભગવાન, મારી પાસે પણ આવી ગાડી હોત તો કેવું સારું !’ ત્યારે પેલો કારચાલક કહે : ‘તું એમ બોલ કે મારે પણ આવો ભાઈ હોત તો કેવું સારું !’ આ બંનેના સંવાદ એક ત્રીજી વ્યક્તિ સાંભળી રહી હતી. તે નજીક આવીને કહે : ‘તમારા બંનેમાંથી કોઈને એમ કેમ નથી થતું કે કાશ ! હું જ આવો ભાઈ બની શક્યો હોત તો કેવું સારું !’ બીજો કોઈ આપણા માટે કંઈક કરે તે વાત જ કેવી વિચિત્ર !

[10]
હજામ પાસે લેનિન વાળ કપાવવા ગયા. વાળંદની દુકાનમાં પોતાનો વાળ કપાવવાનો વારો આવવાની રાહ જોઈને બેઠેલા બીજા લોકો આ મહાન નેતાને જોઈને ઊભા થઈ ગયા, તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. જે વાળ કપાવવા રાહ જોઈ રહ્યા તે સહુ ગ્રાહકોએ પોતાનો વારો જતો કરીને કોમરેડ લેનિનને ઘણાં કામો હશે માટે પહેલાં એમના વાળ કાપવા માટે વાળંદને કહ્યું. આ જોઈ લેનિને દઢતાથી કહ્યું : ‘ના. મારો વારો આવે ત્યાં સુધી હું વાટ જોઈશ.’ સહુ કહે : ‘તમારો સમય ઘણો કિંમતી છે, અનેક જવાબદારી ભર્યાં કામો કરવાનાં હોય છે.’ ત્યારે લેનિને દઢતાથી કહ્યું : ‘ના. કોમરેડ. આ સમાજમાં કોઈનુંય કાર્ય બીજાના કાર્યથી ઓછું અગત્યનું નથી. મજૂર, શિક્ષક, ઈજનેર કે પક્ષના સેક્રેટરી – એ સહુનું કામ સરખા મહત્વનું છે. આ જ આપણો સિદ્ધાંત અને આપણી શિસ્ત છે. તે જ આપણું કર્તવ્ય છે. આ મહાન સિદ્ધાંતની વિરુદ્ધમાં હું કોઈ દાખલો બેસાડવા માંગતો નથી.’

[11]
એક બૌદ્ધ ભિક્ષુ મંદિરમાં ગીત ગાઈ રહ્યો હતો. ‘પાણી મેલું કેમ નથી થતું ? કારણ કે તે વહે છે. પાણી સડતું કેમ નથી ? કારણ કે તે વહે છે. પાણી બધાંને નિર્મળ કેમ કરે છે ? કેમકે એ વહે છે. પાણીના માર્ગમાં અડચણો કેમ નથી આવતી ? કેમ કે એ વહે છે. પાણીના એક ટીપામાંથી ઝરણું, ઝરણામાંથી નદી, નદીમાંથી મહાનદી અને મહાનદીમાંથી સમુદ્ર કેમ બને છે ? કેમ કે એ વહે છે. આથી, હે મારા જીવન, તું રૂંધાઈ ન જા. વહેતું રહે, વહેતું રહે….’

[કુલ પાન : 216. કિંમત રૂ. 120. પ્રાપ્તિસ્થાન : મીડિયા પબ્લિકેશન. 103-04, મંગલમૂર્તિ, કાળવા ચોક, જૂનાગઢ. ફોન : +91 98985 12121]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous હસતાં-રમતાં – સંકલિત
હું તને ચાહું છું – વિનોદ જોશી Next »   

18 પ્રતિભાવો : અમરતવાણી – સં. રમેશ સંઘવી

 1. pragnaju says:

  પ્રેરણા દાયક વાતોનું સુંદર સંકલન

 2. kumar says:

  really very very nice collection.

 3. Hardik says:

  ખુબ જ સરસ લેખ..ખરેખર આત્મિક ગ્યાન આપનાર.

 4. વિચારોના મણકાઓની આ માળા ગમી.

  ખાસ કરીને ૧૧ મો મણકો.
  પાણીના વહેવાની જેમ વિચારોને પણ ભાષાની મયૉદામાં વહેવા દો…!!!

  સુંદર રજુઆત.
  આભાર.

 5. Ritesh Shah says:

  Excellent collection

 6. Ambaram K Sanghani says:

  બહુ જ મીઠા અમીઝરણા.
  સંઘવીસાહેબનો ખૂબ જ આભાર.

 7. nayan panchal says:

  મારી બે ફેવરિટ ઝેનકથાઓઃ

  ૧.

  Once upon the time there was an old farmer who had worked his crops for many years. One day his horse ran away. Upon hearing the news, his neighbors came to visit. “Such bad luck,” they said sympathetically.

  “Maybe,” the farmer replied.

  The next morning the horse returned, bringing with it three other wild horses. “How wonderful,” the neighbors exclaimed.

  “Maybe,” replied the old man.

  The following day, his son tried to ride one of the untamed horses, was thrown, and broke his leg. The neighbors again came to offer their sympathy on his misfortune.

  “Maybe,” answered the farmer.

  The day after, military officials came to the village to draft young men into the army. Seeing that the son’s leg was broken, they passed him by. The neighbors congratulated the farmer on how well things had turned out.

  “Maybe,” said the farmer.

  ૨. Several citizens ran into a hot argument about God and different religions, and each one could not agree to a common answer. So they came to the Lord Buddha to find out what exactly God looks like.

  The Buddha asked his disciples to get a large magnificent elephant and four blind men. He then brought the four blind to the elephant and told them to find out what the elephant would “look” like.

  The first blind men touched the elephant leg and reported that it “looked” like a pillar. The second blind man touched the elephant tummy and said that an elephant was a wall. The third blind man touched the elephant ear and said that it was a piece of cloth. The fourth blind man hold on to the tail and described the elephant as a piece of rope. And all of them ran into a hot argument about the “appearance” of an elephant.

  The Buddha asked the citizens: “Each blind man had touched the elephant but each of them gives a different description of the animal. Which answer is right?”

  નયન

 8. ભાવના શુક્લ says:

  સરસ પ્રેરણાદાયક વાતો. મહાત્મા ટોલસ્ટોયની માણસના ઘડતર વાળી વાત બહુ ગમી.

 9. ઈન્દ્રેશ વદન says:

  Amazing stories. Thanks for posting.

 10. Veena Dave, USA says:

  વાહ્ , ખુબ સરસ. ૮ અને ૯ તો ઉત્તમ.

 11. rutvi says:

  ઘણીજ સરસ , જીવનમા ઉતારવા જેવી અને સરળ દ્રષ્ટાંત સાથે
  આભાર ,

 12. dilip desai says:

  ોGood collections.Thanks.I prefer to read such articals during morning time and bedtime.DILIP

 13. sumi says:

  nice collection…….

 14. Ravi , japan says:

  very very nice and interesting collection…

 15. Dhaval says:

  its really Amazing…….i have no words to expaline…..

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.