હું તને ચાહું છું – વિનોદ જોશી

હું તને ચાહું છું
એટલે જ તારું નામ નથી પૂછવું.

વિશુદ્ધ હવાની જેમ તું સામેથી પસાર થઈ જાય છે
તું ક્યાંથી આવે છે તેની મને ખબર નથી
તું ક્યાં જાય છે તેનીયે મને ખબર નથી
પણ મારે એ જાણવું નથી
કારણકે હું તને ચાહું છું

તારી સાથે હું વાત તો કરી શકું
પણ નહીં કરું
મારી ભાષા એને માટે છે જ નહીં
અને તને એ કહેવાની જરૂર પણ નથી કે
હું તને ચાહું છું

તું બોલાવે તો હું તારી પાસે આવી જઉં
પણ હું જાણું છું કે તું મને નહીં બોલાવે
તારે મને કહેવું પડે અને
હું તારી પાસે આવું એવું તું નહીં કરે
પણ હું તારી પાસે નહીં આવું
કારણ કે હું તને ચાહું છું

મારી પાસે તને આપવા જેવું ઘણું છે
પણ તારે એની જરૂર નથી
અને મારે પણ તારી પાસેથી
કશું મેળવવું નથી
હું તો તને જોઉં ત્યાં જ છલકાઈ જઉં છું

તને અડવાનું મન તો થાય
પણ તને અડવું શક્ય નથી
તારી ત્વચા મને તારા સુધી પહોંચવા નહીં દે
અને મારે એવું કરવાની જરૂર પણ શી છે ?
હું તો તને ચાહું છું

આમ તો હું તને ચાહું છું એટલું જ
પણ એ પછી
મારે કશું જ કહેવાનું નથી
સિવાય કે
હું તને ચાહું છું

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અમરતવાણી – સં. રમેશ સંઘવી
માટીનો ડગલો – હરીશ મીનાશ્રુ Next »   

24 પ્રતિભાવો : હું તને ચાહું છું – વિનોદ જોશી

 1. Ashish Upadhyay says:

  એક ઉત્તમ અને આદર્શ પ્રેમપત્ર. દરેક વ્યક્તિ પોતાની પત્નિ ને ભેટ સ્વરુપે આ પત્ર આપી શકે. તમારો ખુબ ખુબ આભાર મ્રુગેશ ભાઈ.

 2. હું તને ચાહું છું

  ખૂબ સરસ અભિવ્યક્તિ….. આ એક વાક્ય જ બધું કહી દે છે….. પછી બીજુ શું કહેવાનું હોય?

 3. Mahadev Dave says:

  jami gayu bapu,”bas hu tane chahu chhu”

 4. sudhir patel says:

  હ્રદય-ઉર્મિની સુંદર કાવ્યમય રજૂઆત!
  આભાર, શ્રી વિનોદભાઈ અને શ્રી મૃગેશભાઈનો.
  સુધીર પટેલ.

 5. Gira says:

  really nice!! loved it <3

 6. Vinod Joshi says:

  આભાર

 7. Hitesh says:

  Simply Jabardast…
  Adbhut prem ni adbhut abhivyakti…
  Prem ne vyakt jetli var tetli var ochho chhe…
  Athi hamesha tamara priyjan ne kaheta raho…
  Hu Tane Chahu Chhu…

 8. vraj dave says:

  સુંદર અતિ સુંદર. “હું તને ચાહું છું” મા તો ચાહતના પ્રાણ રેલી દીઘા. . .
  આપનો આભાર, શ્રી વિનોદભાઈ-શ્રીંમ્રગેશભાઈ.
  પ્રતિભાવો ગુજરાતીમાં હોઈ તો મજો મજો પડે. . … .. શુ બાપુ.
  વ્રજ દવે
  ગુજરાત

 9. સુંદર હૃદયંગમ રચના… સીધી અને વેધક…

 10. ભાવના શુક્લ says:

  તને અડવાનું મન તો થાય
  પણ તને અડવું શક્ય નથી
  તારી ત્વચા મને તારા સુધી પહોંચવા નહીં દે
  અને મારે એવું કરવાની જરૂર પણ શી છે ?
  હું તો તને ચાહું છું
  …………………………………………
  ભૈ વાહ!!

 11. nayan panchal says:

  ખરેખર,

  પ્રેમને તો બસ સ્વીકારી જ લેવાનો. તેમા જો-તો, પણ-પરંતુ ને કોઈ જ સ્થાન ન હોવુ જોઈએ.

  ઉચ્ચ કોટિના પ્રેમને દર્શાવતી સુંદર રચના.

  નયન

 12. Chirag says:

  This is nonsense – full of crap – this is not love – this is more like – Hi I am loser and I can’t talk to you – I want to but I won’t becuase I can’t… What the hack!!! I truley belive I rather talk, get to know, fall in love and marry the person then attending her/his weeding as guest –

  Mr. Vinod Joshi – I am srroy but its talk of a looser…

  Thanks,
  CPatel

 13. yogesh says:

  Dear Mrugesh bhai,

  who is this chirag patel? Pl block him from writting future notes. Dude, if u dont like it, atleast dont use ugly language. I think u r reflecting yourself how looser u r.

  Mr Vinod Joshi, this patel guy seems to be a looser so dont get discouraged, keep writting more good stuff.

 14. Chirag says:

  Dear Yougeshji…

  First of all I am not a loser – I never called Mr. Vinod Joshi “A Loser”. And yes, I have been happly married with the person I love the most – my wife – she and I are highscool sweethearts – fall in love on site… our families tried many times to brake us apart – her brothers came to my house, my class to kick my behind – and some times they did and some times I did kicked their behinds – but after all I didnt give up – I followed my heart and marry the one I love – and guess what its been four wonderful years and now even her brothers are my best friends – her parents and my parents get alon so well –

  Can you think if I had let go of it and started thinking like the poem does – I dont want to be a “DEVDAAS” – I rather be Romio and Juliet then Devdaas… I dont know why but I think in this poem you see your self Yougeshji… Some how I have feeling that its your life story…

  If you think what I did was wrong – then so be it…

  Regards,
  Chirag Patel

 15. yogesh says:

  chirag,

  read the poem once more time, its for sure not for loosers. Its up to u how u wanna take it.

  I guess your language was little too aggressive for thie website and for this particular poem and the person who wrote it. I dont want to know about your personal life and i dont wanna tell u about my life. I am as happy as i can be.

  I am a regular reader of this website and many times i have personally made phone calls to the writers or poets whose creation touched me.
  Its all about appreciating the art. If u got to be with your wife after a struggle, thats good for u buddy.

  Anyways this website is very respected website, it gives us a pure, clean and a healthy reading so mind what u write and chill.

 16. વાહ.. ખૂબ જ મજાની રચના.. અભિનંદન વિનોદભાઈ!

 17. Chirag says:

  Yogeshji,

  I am sorry – I didnt know you are a “communist” – because if FREE world and society, we (in general) are free to express our openion, suggestions and thoughs… I respect you and the author – I am enjoy reading articals, stories, poems and all on this website – but If I have an openion, I will express it and if you dont like it – I can’t help it… My comments are not to hurt any one – besides when you speak and write it’s not how you see – its for the listner to interpeat the contant –

  I rather continue this conversition via email rather on this wonderful website – if you care to email me (richiphoto@yahoo.com) – If you want to call me +1-714-722-0207. I would love to talk to you…

  Best of regards,
  Chirag Patel

 18. કલ્પના કરો કે આ કવિતા-રચના નટ સમ્રાટ શ્રી દિલીપકુમાર(જી) દાઢી વધારીને કોઈ વૃક્ષની નીચે ગણગણતા હોય..!!

  આજના સાંપ્રત સમાજમાં જ્યારે લગ્ન પહેલાં એકબીજાને સમજીને જીવનસાથી બનાવવાનું ચલણ વધ્યું છે ત્યારે આ રચના આજના યુવક-યુવતીઓને ગળે ના ઉતરે તો તે ક્ષમ્ય છે.
  આજે કેટલા યુવાઓ દેવદાસ બનીને આવી રચનાઓ ગણગણે..!!અને જો પરિણય જો નિષ્ફળતામાં પરિણામે તો બધા.. મુવ ઓન.. કરીને આગળ વધતા હોય છે.

  કવિરાજોની બધી જ રચનાઓ કંઈ અમરત્વ પામતી નથી..અને આ અમરત્વ બક્ષે છે કોણ..પ્રજા.
  જ્યારે પ્રજાને કોઈ કૃતિ ગમે તો તે પેઢી દર પેઢી આગળ વધતી જાય.

  આ કૃતિમાં આવાં કોઈ લક્ષણ નથી દેખાતાં…અમરત્વ પામવાનાં…મારા ચશ્માંમાંથી..!!

 19. varshabhagirath says:

  આ કવિતામા મને ખાસ કૈ લાગ્યુ નહિ,,,,,,,,કેમ કે કોઇપણ ભાવ જ્યારે કોઇ ચોક્ક્સ આકાર ધારન ના કરે ત્યા સુધિ તે કવિતા બનતિ નથિ,,,,,,,,,લાગનિનો ૧ લસરકો જ જોવા મલે ચે,વિશેશ કૈ નથિ…….

 20. Deepika says:

  Regards sir…i never thought i would ever come across your creation after i left my school. I remember, i used to come to you for ‘kavya-pathan’, and i won first prize for ‘khadki ughadi hu to amthi ubhi ti…’, and received the prize by her highness in presence of you…
  Those were the golden days,and i would never ever forget those days…
  Again after many years, the same esence i found with same energy in this poem too…
  Regards,
  Deepika.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.