માટીનો ડગલો – હરીશ મીનાશ્રુ

ઝાકળ ન તાણે તંબુ, સાધુ ન ડારે ડેરો
સુરભિ સદા અજન્મા, વાયુ ફરે ન ફેરો

સપડાઈ ગયા છે સૌ સગપણ અને સમજણમાં
ઘર ઘર મટીને સહસા થઈ જાય સખત ઘેરો

પડછાયો પગ તળેથી છટકીને ક્યાં જવાનો ?
ધોળે દહાડે શાને સૂરજનો ચોકીપહેરો ?

દરિયા કનેથી ઈંડાં માગે છે જ્યાં ટિટોડી
મોતી બધાંય મીંડાં, લજ્જિત બધીય લહેરો

નગરી ઉજેણી, એમાં આ શબ્દનું સિંહાસન
હું બેસવા જઉં ત્યાં પૂતળી પુકારે ઠહેરો

શંકાનું એક ટીપું, મનની મટોડી કાળી
ભાષાનો ભેદ તસ્કર કરતાં ગુપત ને ઘેરો

હું બરતરફ કરું છું શાહીનો ચન્દ્ર નભમાં
આ વાત પર અમાસે મારી દીધો છે શેરો

ખખડ્યા કરે છે અંદર ઈશ્વરની એ ઈમારત
નકશામાં કોણ કરતું, ખંડેરનો ઉમેરો ?

કંપે છે એકસરખાં ધડ ને અરીસા સૌના
ડરને અને ઈચ્છાને છે એકસરખો ચહેરો

કાચી કબરના માપે મેરાઈએ સીવ્યો છે
માટીનો એક ડગલો, તમને ગમે તો પહેરો

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous હું તને ચાહું છું – વિનોદ જોશી
જિંદગી જીવતાં આવડે તો કોઈ દુ:ખ નથી – અવંતિકા ગુણવંત Next »   

16 પ્રતિભાવો : માટીનો ડગલો – હરીશ મીનાશ્રુ

 1. sudhir patel says:

  અર્થ-સભર ભાવની સુંદર અને સહજ ગઝલમય રજૂઆત માણી!
  સુધીર પટેલ.

 2. Sanjay Upadhyay says:

  હરિશ મિનાશ્રુ સરળ લાગતા શબ્દોની પછીતે ઉંડો ભાવ દર્શાવવા સમર્થ એવા ગઝલકાર છે. રદીફ કાફિયાનો સમુચિત ઉપયોગ ગઝલ ને સૌંદર્ય અર્પે છે.

 3. vraj dave says:

  શ્રી હરેશભાઈ ને “માટીનો ડગલો” ના “સોના ના ઢગલો અભિનંદન”.

  વ્રજ દવે
  ગુજરાત

  વિનંતીઃ
  આપણે સહુ ગુજરાતી બ્લોક મા જ પ્રતિભાવ આપી એ તો મજો પડે. બધા ગુજરાતી જ છીએ.
  મારી વાત સાથે સહમત હોવ તો મને મેઈલથી જનાવસો જી.
  મારુ મેઈલ એડ્રેસ છેઃ vd44@in.com
  “આભાર સહ”

 4. સુંદર રચના…

 5. ભાવના શુક્લ says:

  કંપે છે એકસરખાં ધડ ને અરીસા સૌના
  ડરને અને ઈચ્છાને છે એકસરખો ચહેરો..
  ……………………………….
  વળી કઈક નવીજ કલ્પના!!! ખુબ સરસ!!

 6. nayan panchal says:

  સપડાઈ ગયા છે સૌ સગપણ અને સમજણમાં
  ઘર ઘર મટીને સહસા થઈ જાય સખત ઘેરો…

  સુંદર રચના.

  નયન

 7. કાચી કબરના માપે મેરાઈએ સીવ્યો છે
  માટીનો એક ડગલો, તમને ગમે તો પહેરો

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.