અમે ત્રણ, અમારાં ત્રણ – વિનોદ ભટ્ટ

[ ‘સાહચર્ય’ વિશેષાંક અંતર્ગત પ્રકાશિત થયેલ ‘નવનીત સમર્પણ’ દીપોત્સવી અંક 2008માંથી સાભાર.]

આજે 11મી નવેમ્બર, 2008 છે. હજી 72મું બેઠું છે, ઊતર્યું નથી. 71 વર્ષ પૂરાં થવામાં છે. પણ મારી ઉંમર જેટલું જ મારું લગ્નજીવન ગણી શકાય. કોઈ ફિલ્મ એકસાથે બબ્બે થિયેટરમાં ચાલતી હોય તો બંનેનાં સંયુક્ત અઠવાડિયાં ગણતરીમાં લેવામાં આવે છે. એ રીતે જોવા જઈએ તો મારું પ્રથમ લગ્ન 37 વર્ષનું ને બીજા લગ્નને આજે 46મું વરસ ચાલે છે. બન્નેનો સરવાળો કરવામાં આવે તો 83 થાય. બન્ને સ્ત્રીઓ, એક છાપરા હેઠળ, પતિ સાથે રહેતી હોય એવા કિસ્સામાં સહનશક્તિનો એવોર્ડ ત્રણમાંથી કોને આપવો એ કેટલીક વાર મૂંઝવણભર્યો સવાલ બની જાય.

1959ના મેની 31મી તારીખે મારો વરઘોડો ચડ્યો ને મોટી હમામમાં ઊતર્યો. મારી બહુ મરજી નહોતી, પણ માતા-પિતાની મરજી ને થોડું દબાણેય ખરું, એટલે તેમણે પસંદ કરેલ છોકરી કૈલાસ સાથે પરણી નાખ્યું. એમાં મને એક ફાયદો એ થયો કે પત્ની સાથે કોઈ વાર ચણભણ થાય તો મા-બાપનો વાંક હું કાઢી શકતો – મા-બાપ ચૂપચાપ સાંભળી પણ રહેતાં. મનમાં ઊંડે ઊંડે એક વાતનો ખટકો રહ્યા કરતો કે આ પત્ની મળી છે એ તો બાપકમાઈ જ ગણાય ને ? તેમની આબરૂને લીધે જ આ ભાર્યા પામ્યો છું ને ? બાકી આપકમાઈ, આપબળ રોમેન્સ કે બેવકૂફી તો બેવકૂફીથી પણ કોઈ સ્ત્રી-રતન પોતાની શક્તિથી પમાય તો જ એનો અર્થને ! અને નાનપણમાં રોમિયો-જુલિયેટ, હીર-રાંઝા, શીરીં-ફરહાદ, ‘મળેલા જીવ’નાં કાનો ને જીવી વગેરેના પ્રેમકિસ્સા સાંભળ્યા-વાંચ્યા ત્યારથી મનના એક ખૂણામાં એ વાત બેસી ગયેલી કે ગમે તે થાય પણ એક વાર પ્રેમમાં તો પડવું જ, ભલેને વાગે !

ખરું કહું તો મારા જીવનમાં ચમત્કારો ઘણા બન્યા છે. એક દિવસ અમારી જ્ઞાતિમાં મારે જમવા જવાનું થયું. પડિયા-પતરાળાં ઘરેથી લઈ જવાની પ્રથા બંધ થઈ ગઈ હતી. છતાં અત્યારની પેઢીના યુવાનને અપમાન જેવું લાગે, પણ એ દિવસોમાં જમવા જનારે પાણી પીવા માટે લોટા-પ્યાલા સાથે લઈ જવાના રહેતા. શરમ-સંકોચને લીધે મેં ઘરેથી ગ્લાસ કે એવું કશું લીધેલું નહિ. હું પંગતમાં બેસીને જમતો હતો ત્યાં પાણી પીરસવા આવેલ એક છોકરી મારી નજીક આવી. પૂછ્યું : ‘તમારો ગ્લાસ ?’ ‘નથી લાવ્યો’ એવો ટૂંકો ઉત્તર સાંભળી તે ત્યાંથી ચાલી ગઈ ને થોડી વારે એક ગ્લાસ લઈને મારી પાસે આવી. બોલી : ‘લો.’ ગ્લાસ પાણીથી ભરેલો હતો. વગર ઓળખાણે તેણે મને ગ્લાસ ધર્યો. મનને સારું લાગ્યું. જમી રહ્યા બાદ તેને શોધી, ગ્લાસ પરત કરતાં મેં આભાર માની તેનું નામ પૂછ્યું. તેણે નામ કહ્યું : ‘નલિની.’ મારા કાન ચમકી ગયા. કાનમાં થોડી ગલીપચી પણ થઈ. પણ આ કોલમ્બસની મૂંઝવણ આ ક્ષણથી શરૂ થઈ. મોટા ભાઈની ધાક એટલી બધી કે ‘પેન્ટ સિવડાવવું છે’ એવું કહેવા જેટલી હિંમત પણ ન ચાલે તો પછી આ છોકરીની વાત તેમની આગળ કરાય જ કેમની ! પણ એક વાર બુકિંગ થઈ શકે તો સારું. એવા આશયથી એ છોકરીને મેં પૂછ્યું કે જમી રહ્યા પછી તું મને મળીશ ? તેણે ડોકું હલાવી હા પાડી, પણ ઘણી રાહ જોવા છતાં મને તે મળવા-બળવા આવી નહિ. દિલને તૂટતાં શી વાર ! તૂટી ગયું. પણ પછી મન વાળ્યું કે એ છોકરી ક્યાં એવી સુંદર હતી ! એટલે પછી, આગળ જણાવ્યા પ્રમાણે, મા-બાપની તીવ્ર ઈચ્છા હતી એવી મારી જ્ઞાતિની જ છોકરી – કૈલાસ સાથે મેં પરણી નાખ્યું.

પણ કઠણાઈ ત્યાર પછી શરૂ થઈ. મારાં લગ્ન બાદ નલિની ચારેક વાર મળી. અટકી અટકીને તે એક વાર બોલી : ‘હું તમને ચાહું છું.’ હવે ? અમે અવારનવાર ને પછી વારંવાર મળવા લાગ્યાં. મારાં માતા-પિતાને ખબર પડી ગઈ. મને ઠપકો સુદ્ધાં આપ્યો નહિ. પણ એક દિવસ રાયપુર ભાઉની પોળમાં, નલિનીના ઘેર જઈને, તેનાં મા-બાપને મળીને તેમની આગળ સખત ભાષામાં નારાજગી વ્યક્ત કરી આવ્યાં. એ ત્યાં જવાનાં હતાં એની મને ખબર, એટલે રાતે તે મોડાં આવ્યાં એ વખતે મેં ઊંઘી જવાનો ડોળ કર્યો. હું ઊંઘી ગયો છું એમ માનીને મારા મોટા ભાઈ, મારી મોટી બહેનને કહેતા હતા કે આપણે કેવું કર્યું, કહું ? એક તો આપણું ઢોર બીજાના ખેતરમાં જઈને ચરી આવે ને આપણે ખેતર-માલિકને ખખડાવીએ કે તારું ખેતર રેઢું કેમ મૂકે છે ? નલિનીનાં મા-બાપ ઘણાં ભલાં. મરતાને મર પણ ન કહે એવાં. એટલે મને એ વાતે આઘાત લાગ્યો કે એ ગરીબડાંને મારાં ઘરવાળાંઓએ ધમકાવી નાખ્યાં ! હવે આ લોકોની સાથે મારે એક દિવસ પણ રહેવું ન જોઈએ. 1961માં અર્થશાસ્ત્ર (મુખ્ય) અને રાજ્યશાસ્ત્ર (ગૌણ) વિષય સાથે હું બી.એ. (થર્ડ-કલાસ) થઈ ગયેલો. આ જ ગાળામાં માહિતી ખાતાની જાહેરાત છાપામાં વાંચી અરજી કરી દીધી. સાહિત્ય-પ્રેમને લીધે સરકારના માહિતી અને પ્રસારણ ખાતામાં આસિસ્ટન્ટ ઑફિસર એટલે આમ તો કારકુનની નોકરી મળી ગઈ, કચ્છ-ભુજ ખાતે. પત્ની કૈલાસને પૂછ્યું કે મારી સાથે આવીશ ? તેણે ચોખ્ખી ના પાડતાં જણાવ્યું કે અજાણ્યા મુલકમાં નહીં ફાવે. ધિસ ઈઝ ઓલ ડેસ્ટિન્ડ. જો તે મારી સાથે ત્યાં આવી હોત તો શક્ય છે કે નલિનીવાળો કિસ્સો ત્યાં જ પૂરો થયો હોત. કદાચ નલિની જ ધીરજ ગુમાવી બેસત.

પણ ભુજ હું એકલો ગયો. સાવ એકલો, મારી સાથે હું પણ નહોતો. (રિપીટ : સાવ એકલો, મારી સાથે હું પણ નહોતો). ગરમ પ્રદેશ, તકલાદી શરીર. પાઈલ્સની બીમારી વકરવા માંડી, શરીર લથડવા લાગ્યું. પણ બરાબરનો જીદે ભરાયેલો એટલે ઘેર આવું નહીં. મારા ઓફિસર દ્વારા ઘરનાને ખબર પડી કે ખૂબ જ બીમાર હોવા છતાં ઘેર આવવાની ના પાડે છે. માનો જીવ, ઢીલી પડી ગઈ. નલિનીનો સંદેશો મોકલી બોલાવીને માએ કહ્યું કે અમારા બોલાવવા છતાં વિનુ ઘેર નથી આવતો, તું કાગળ લખીશ તો ચોક્કસ આવશે. ને તેણે મને પત્ર લખ્યો કે જલદી આવી જાઓ, મારા સમ. મનથી તો મારે આવવું હતું. આવી ગયો. મા-બાપ કૂણાં પડી ગયાં. મોટા ભાઈએ કહ્યું કે મારી ઑફિસમાં આવી જા, તને અત્યારે જેટલો પગાર મળે છે એથી અનેક ગણો ઈન્કમ ટેક્સ હું ભરું છું. અનુભવે મને પણ લાગ્યું કે સરકાર મા-બાપની નોકરી કરવા કરતાં બાપાની નોકરી કરવી વધારે સારી. ઈન્કમ ટેક્સ-સેલ્સ ટેક્સની અમારી ખુદની પ્રેક્ટિસ મૂકીને મારે શા માટે નોકરી માટે બહારગામ ભટક્યા કરવું ! હવે તો મા-બાપ પરનો ગુસ્સોય ઊતરી ગયો હતો.

મોટા ભાઈએ કાંકરિયા રોડ ખાતે ધર્મયુગ કોલોનીમાં એક ટેનામેન્ટ લઈ રાખ્યું હતું જે ભાડૂતે ખાલી કરી આપ્યું હતું. હું ને કૈલાસ તેમાં રહેવા આવી ગયાં. માસ્તર (નલિનીને હું માસ્તર કહું છું) સરદાર પટેલ હાઈસ્કૂલ મણિનગર ખાતે ટીચર. લગભગ રોજ ઘેર આવે. હું, કૈલાસ ને નલિની – અમે ત્રણેય સાથે કાંકરિયા ફરવા જઈએ, નાટકો-ફિલ્મો પણ જોઈએ ને હોટલમાંય જઈએ. નલિની મારા જીવનનું, મારા અસ્તિત્વનું એક અનિવાર્ય અંગ બની ગઈ હતી. એક તબક્કે મને ચોક્કસપણે લાગ્યું કે તેના વગર હું નહીં જીવી શકું. કૈલાસને વિશ્વાસમાં લઈને એક દિવસ મેં કહી દીધું કે, ‘આમની વાત આમ છે, બોલ શું કરીશું ? તારી સલાહ શી છે ?’ એ ઉમદા સ્ત્રી સહજભાવે બોલી : ‘નો પ્રોબ્લેમ, આપણે ત્રણેય એકબીજાને ચાહીશું ને સાથે રહીશું.’ અને આમ રચાયો અમારો પ્રણયત્રિકોણ. કૈલાસ મને ખૂબ ચાહતી. નલિની મારું સ્નેહપાત્ર હતી – કૈલાસ અમારા બન્નેનો ખ્યાલ રાખતી. કૈલાસની સંમતિથી નલિની પણ પત્ની બની ગઈ.

મારો સાવ અંગત મત કહું તો રોમાંચ એ તદ્દન એબ્સ્ટ્રેક્ટ ચીજ છે. સમય રોમાંચને તદ્દન મિટાવી નથી શકતો, પણ એમાં ઓટ ચોક્કસ લાવી શકે છે. લગ્ન અગાઉ, પ્રેમમાં હતો ત્યારે નલિનીનો હાથ પકડતાં જે ઝણઝણાટી થતી તેના દસમા ભાગની ઝણઝણાટીય આજે, તેને પત્ની બનાવ્યા બાદ થતી નથી એ મારે પ્રામાણિકતાપૂર્વક કબૂલ કરવું જોઈએ. લગ્ન અગાઉ અમે બહાર મળતાં, ચાર વર્ષ સાથે ફરેલાં. લગ્ન પહેલાં અમે એકબીજાની ખૂબીઓ બરાબર જાણી લીધી હતી. પણ લગ્ન બાદ મુશ્કેલી એ થઈ કે એ વખતે જે મારી ખૂબી હતી તે આજે ખામીમાં ખપાવાય છે. મારા ખર્ચાળ સ્વભાવને પહેલાં મારી ઉદારતા માનવામાં આવતી એ જ ઉદારતા માટે અત્યારે ઉડાઉગીરી જેવો શબ્દપ્રયોગ પ્રયોજાય છે. બબ્બે ઘર વસાવ્યા પછીય આજે મારી ગણતરી ઘરખોયામાં થાય છે. શબ્દકોશમાંના શબ્દોના અર્થને બદલાતાં બહુ સમય નથી લાગતો. બસ, લગ્ન સુધી રાહ જોવી પડે છે.

એ દિવસોમાં મારી પાસે ગર્વ કરવા જેવી એક જ વસ્તુ હતી, એ મારી નિયમિતતા, નક્કી કરેલા સમયે ને સ્થળે હું અચૂક હાજર થઈ જતો. મોટા ભાગે તો બિફોર ટાઈમ પહોંચી જતો. નલિની અપવાદ કરવાય કોઈ દિવસ સમયસર ન આવે. એમાંથી થાય જીભાજોડી. આ જણની નિયમિતાને બિરદાવવાને બદલે ‘તમે તો નવરા છો’નું મહેણું મારે. તો પણ મળવાની ગરજ જાણે મને એકલાને જ હોય તેમ, ઝઘડો કર્યા પછીય તેને મળવા સમયસર પહોંચી જતો. આજે પણ બહાર જવાનું હોય ત્યારે, તેને અમુક સ્થળે સમયસર પહોંચી જવાનું કહું, તો પણ, એઝ યુઝવલ, તે સમયસર ન પહોંચી શકે તો પણ તેના પર હવે પહેલાં જેટલો ગુસ્સો નથી આવતો – મિલનની જે તીવ્રતા, ઉત્કંઠા પહેલાં હતી એ અત્યારે મોળી પડી ગઈ હશે ? કેમ કે મોડા પડવા બદલ તેને ઠપકો નથી આપતો. એથી એ રાજી થાય છે, હું સુધરી ગયો છું એ કરતાં તેણે મને સુધાર્યો છે એવું તે માનવા લાગી છે. વાસ્તવમાં તે હવે સુધરી શકે તેમ નથી એવી દઢ માન્યતા હું ધરાવતો થયો છું. આમ બન્ને પક્ષે ઘણી બધી ગેરસમજો પર અમારો સંસાર આજે સુખરૂપ ચાલી રહ્યો છે. અમે સ્નેહલગ્નથી જોડાયાં ને લગ્નજીવન પણ સુખી છે એનું કારણ મને એ લાગે છે કે લગ્ન પહેલાં નલિની મારી પત્ની બનશે કે કેમ એની ખાતરી નહિ હોવાથી તેને મેં હથેળીમં ચાંદ બતાવ્યો નહોતો, ખોટાં વચનો નહોતાં આપ્યાં. દોઢસો રૂપરડી પગારમાં માણસ આપી આપીને કેટલાં ખોટા વચનો આપી શકે !

કૈલાસે કહ્યું હતું કે આપણે ત્રણેય એકબીજાને ચાહીશું, સાથે રહીશું. તેનું આ વચન તેણે પૂર્ણપણે પાળી બતાવ્યું. તે એક અનન્ય સ્ત્રી હતી. વિરલ સ્ત્રી. તેણે કાયમ મારું સુખ જ જોયું હતું. ત્રણેય સંતાનો – મોના, સ્નેહલ અને વીનસ; નલિનીનાં પેટે અવતરેલાં. પણ આ બાળકોને ઘણાં વર્ષો સુધી ખબર નહોતી કે આ બેમાંથી તેમની ખરી મા કોણ છે, કોના પેટે તેમણે જન્મ લીધો છે. પણ એક દિવસ એવું બન્યું કે મારો પુત્ર સ્નેહલ સ્કૂલમાં રમતો હતો ત્યારે એની ટીચરે તેને કહ્યું કે તારી નલિની મમ્મી સ્કૂલના ઝાંપે તારી રાહ જોઈ રહી છે ત્યારે જ તેને જાણ થઈ કે નલિની મા છે તોય બાળકો કૈલાસને મમ્મી કહેતાં ને નલિનીને માત્ર નલિની. 1971થી નલિની દીવાન બલ્લુભાઈ માધ્યમિક શાળા (કાંકરિયા)માં નોકરી કરે. ત્રણેય બાળકોને કૈલાસે ઉછેરેલાં, બચ્ચાંઓને ક્યારેય ઓછું આવવા દીધું નથી. આજે અમારો એકપણ દિવસ એવો નથી ગયો જ્યારે અમે કૈલાસને એકાદ વખત પણ યાદ ન કરી હોય. આજે તે નથી, તેનો ફોટો ઘરમાં છે. ક્યારેક આ ત્રણ છોકરા વચ્ચે કોઈ એમ નથી કહેતું કે ખા, ભગવાનના સમ. એને બદલે કહે છે ખા, કૈલાસ-મમ્મીના સમ ! – ને એક વાર ત્રણમાંનું કોઈ કૈલાસના સોગંદ ખાય એટલે વાત પૂરી. કોઈ પણ પ્રકારની દલીલ વગર એ સાચું માની લેવાનું. કૈલાસનું નામ જૂઠથી પર છે, ઉપર છે.

[‘એવા રે અમે એવા’માંથી સંપાદિત]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સફળ માતા-પિતાનું ચારિત્ર્ય ઘડતર – અશોક પટેલ/ગીતા પટેલ
સમજણું માણસ – ધરમાભાઈ શ્રીમાળી Next »   

35 પ્રતિભાવો : અમે ત્રણ, અમારાં ત્રણ – વિનોદ ભટ્ટ

 1. ગુજરાતનો એક માત્ર વિરલ પ્રણય ત્રિકોણ.

  એવા રે અમે એવા.. પુસ્તક શ્રી વિનોદ ભટ્ટની આત્મ કથા છે.
  ..અને બન્ને ગભૅવતી પત્નીઓની વચ્ચે તમે ચાલતા ત્યારે કેવો રોફ પડતો..!!

  કૈલાસબેન જેવા ધમૅપત્ની કેટલાનાં નસીબમાં હોય..?
  ફક્ત વિનોદ ભટ્ટના.

 2. DEVINA says:

  can’t believe,great story of real life

 3. kantibhai kallaiwalla says:

  Request to vinodbhai bhatt. I want to read comments from Naliniben on this article or I need permission to visit kailashben in heaven to hear her comments on this article. Choice is yours which one you want to accept. Silence is not allowed

 4. PAMAKA says:

  ર્હ્દય સ્પર્સિ ગંભિર હાસ્ય

 5. Maharshi says:

  comment lakhva ma vichar mangi le tevo lekh 🙂

  gamiyu!

 6. nayan panchal says:

  વિનોદ ભટ્ટ મારા ફેવરિટ લેખક અને તેમની આત્મકથામાંનો આ મારો સૌથી મનપંસદ હિસ્સો.

  વિનોદભાઈ ખરેખર નસીબદાર કહેવાય કે તેમને કૈલાસ જેવી ઉદાર પત્ની મળી. નાના મોઢે મોટી વાત કહુ તો ત્રણે જણમાં સૌથી આદરણીય તો કૈલાસબેન જ. નલિનીબેનના મનમાં અને વિનોદજીના મનમાં તો ઝંખના હતી કશુક પામવાની પરંતુ કૈલાસબેને તો ગુમાવવાનુ, વહેંચવાનુ જ હતુ અને આ રીતે વહેંચીને જ તેઓ એક ઉચ્ચ કક્ષા પર પહોંચી ગયા. તેમનો પ્રેમ ખરેખર બિનશરતી અને જેને પ્લેટોનિક કહી શકાય તેવો.

  જીવનમાં આવા ઘણાય પ્રણય ત્રિકોણો (હું તેમને ત્રિકોણ કરતા ખૂણો કહેવુ વધુ પસંદ કરીશ.) સર્જાતા રહેતા હો છે. પરંતુ દરેક ખૂણો (જેમા માત્ર એક બિંદુ કોમન હોય છે) ત્રિકોણ (જેમા ત્રણે બિંદુ એકબીજા સાથે જોડાઇ જાય છે) બની શકે એટલો નસીબદાર નથી હોતો. ખૂણાના તો ત્રણેય બિંદુને અધૂરા જ રહેવુ પડે છે.

  વિનોદભાઈ,

  તમારી આત્મકથા વાંચતી વખતે તમારા જીવનને વધુ વિગતથી જાણવાની ઈચ્છા હતી તે પૂરી નથી થઈ. આને મારી ફરિયાદ ગણીને ઘટતુ કરશો.

  આભાર,
  નયન

 7. Ashmita Mehta says:

  વેહચાયેલો પ્રેમ કે પછી બમણો થયેલો પ્રેમ્….

 8. nayan panchal says:

  અને એક ખાસ વાત લખવાનુ તો ભૂલી જ ગયો.

  પ્રણય ત્રિકોણ શા માટે સર્જાય છે?
  — કદાચ કોઈક એક પાત્રના મનમાં જાગતી અન્ય સાથે સંકળાયેલા ઝંખના ?
  — પુરુષોની ભ્રમરવૃતિ (સહેલાઈથી બે વ્યક્તિઓ સાથે પ્રેમમાં પડવાની ક્ષમતા) ?

  કે પછી, “ધિસ ઈઝ ઓલ ડેસ્ટિન્ડ.” ??

  નયન

 9. કલાકાર says:

  એક છાપરા હેઠળ, પતિ સાથે રહેતી હોય એવા કિસ્સામાં સહનશક્તિનો એવોર્ડ ત્રણમાંથી કોને આપવો એ કેટલીક વાર મૂંઝવણભર્યો સવાલ બની જાય.

  એવોર્ડ તો ખરેખર કૈલાસના ફાળે જ જાય. કહે છે ને કે એક સ્ત્રી બધુ જ સહન કરી લેશે પણ એનો પતિ બીજાને પ્રેમ પણ કરતો હોય એ વાત કદી સહન નહી કરે. જ્યારે અહીંતો એક છાપરા હેઠળ રહેવાનુ હતુ.
  પતિને બીજા લગ્નની સંમતિ આપી અને સાથે રહેવુ એ જ મોટી વાત છે. બાકી પુરુષ તો , નીચેની પંકિતની પ્રમાણે

  “..અને બન્ને ગભૅવતી પત્નીઓની વચ્ચે તમે ચાલતા ત્યારે કેવો રોફ પડતો..!!”

  રોફ પાડવામાં જ રહી ગયો. કૈલાસ સાચે જ કોઈ ઉચ્ચ કોટિનો જીવ હશે અથવા સાચી પ્રેમી જે બીનશરતી પ્રણયમાં માનતી હશે.

  પ્રેમ આ કરુ છુ હું, નથી કોઈ સોદો કર્યો.

 10. ભાવના શુક્લ says:

  “સહચર્ય” નો વિરલ અર્થ સારવતી એક અદભુત વાત!!!
  વિનોદભાઈનો જાણીને હાસ્યલેખ સમજી બેઠેલી પણ વાચતા વાચતા જ ભુલ સમજાઈ.

 11. Veena Dave, USA says:

  વાહ, કેલાસબેન્. Great lover.

 12. mshah says:

  Is it legal to have two wives in Gujarat?

 13. કુણાલ says:

  મારું મંતવ્ય કદાચ અલગ લાગી શકે છતાં કોઇ વ્યક્તિ કોઇ એક ક્ષેત્રમાં વિરલ હોય કે સિદ્ધ હાંસલ કરેલ હોય તો જરૂરી નથી કે એ જે કાંઈ પણ કરે તે બધું જ એક્દમ સાચું અને સારું જ હોય … અને એને બિરદાવવાનું જ …

  બની શકે કે કોઈ ધૃણિત કાર્યથી એ વ્યક્તિની મહાનતા ઓછી ન થાય પણ કમસેકમ ધૃણિત કાર્યને પોતાની સિદ્ધિમાં ખપાવે ત્યારે પણ એને વધાવી લેવું એ નરી hypocracy કહેવાય એવું નથી લાગતું..???

  જરા આખાબોલો સ્વભાવ હોવાને લીધે વિનોદ ભટ્ટ aficionados ને આ વાત પસંદ ન આવે તો એટલું જ કહીશ કે, plz take it easy..

 14. jinal says:

  Everybody is saying that this is an autobiography of Vinod Bhatt. Doesn’t it mean that it is true that he has two wives? I am little confused about it being true.

 15. Jagdish Nayak says:

  આ એક હાસ્યલેખ હોય તોય વાહિયાત કક્ષાનો છે. ને જો આ વાત સાચી હોય તો વિનોદ ભટ્ટ એક સાહિત્યકાર નહી પણ એક લબાડ રોમિયો જ ગણાય.

  મૃગેશ ભાઈ, રીડ ગુજરાતી પર આવું લખાણ શોભતું નથી. બાળકોથી માંડી વૃદ્ધો વાંચી શકે એવા લખાણની તમે ખાત્રી આપેલીને ?

 16. Chirag says:

  Jagdhish Bhai Nayak – you are taking it way to serious…. I completely understand your concern and respect it but – it’s not adult romance story – it’s just a simple artical of what Mr. Vindo Bhatt has gone though

  And Mr. VBhatt – How did you effort two wifes and three kids? I have one wife and a daughter and I can’t effort them – My daughter is only 18 months – the other day she asked me for Ice-Cream and I told her to get a job…Ofcurse I am joking… but seriously – TWO Wifes – Good One!!!

  Thank you,
  Chirag Patel

 17. bhv says:

  તે અનન્ય સ્ત્રી હતી. વિરલ સ્ત્રી.
  હમેશા સ્ત્રીને જ કેમ મહાન બનવુ પડે ચ્હે એજ મને તો સમજતુ નથિ.

  એક વિચાર આવિ ગયો આવો જ કિસ્સો જો એક સ્ત્રી અને બે પુરુષો માતે હોત તો તે સ્ત્રીને કૈક જુદ જ લેબલો સમાજે આપ્યા હોત્. જો પુરુષ એક જ સમયે બે સ્ત્રીને ચાહિ શકે તો સ્ત્રી કેમ નહિ ???????????

  આ કિસ્સામા ખરેખર તો કૈલાસ ઉપર શુ વિતિ હોય એ એને જ ખબર હોય સ્ત્રીનિ મજબુરિને ઘણી વખત મહાન, સહન્શિલતનિ મુર્તિ, વિરલ અને ન જાણે કેટ્કેટ્લા વિશેશણો આપિ સમાજ પરાણે મહાનતામા ખપાવિ દિધિ ચેી.

  i completely agree with nayan panchal.

  – પુરુષોની ભ્રમરવૃતિ (સહેલાઈથી બે વ્યક્તિઓ સાથે પ્રેમમાં પડવાની ક્ષમતા) ?

  હુ ક્યારેક વિનોદ ભત્ટ ને વાચુ ચ્હુ પન હવે એટ્લા આદરથિ નહિ વાચિ શકુ.

 18. Rajan says:

  શબ્દકોશમાંના શબ્દોના અર્થને બદલાતાં બહુ સમય નથી લાગતો. બસ, લગ્ન સુધી રાહ જોવી પડે છે.
  – I’m still unmarried, don’t scare me 😀 😀

  Also, I didn’t know abt Mr. Vinod Bhatt’s personal life. I always wonder why well-known persons’ personal life are USUALLY twisted/screwed up?? May be they have much expectation with their life partner??

 19. nayan panchal says:

  મને એ નથી સમજાતુ કે લોકો વિનોદ ભટ્ટજીની બે પત્ની હોવાની વાતને આટલો મોટો ઇશ્યુ શા માટે બનાવી દે છે. ત્રણ લોકોએ સુખીથી, સારી રીતે જીવન પસાર કર્યુ તે વધુ મહત્વનુ છે કે આ દંભી સમાજના દંભી લોકોના દંભને પોષવુ વધુ મહત્વનુ છે.

  આપણે સૌ ભગવાન શ્રી કૃષ્ણને પૂજીએ છીએ. તેઓ આજીવન રાધાને ચાહતા રહ્યા હતા. આજના સમાજની વ્યાખ્યા પ્રમાણે તે સંબંધ પણ લગ્ન પછી તો extra-marital જ હતો. છતા પણ પૂજા તો રાધાકૃષ્ણની જ થાય છે, કૃષ્ણ-રુકમણીની નહી. લોકોની જાણ ખાતર જણાવવુ રહ્યુ કે એક શ્રાપને લીધે રાધા-કૃષ્ણને ૧૦૦ વર્ષનો વિયોગ સહન કરવો પડેલો, પરંતુ તેઓને શાપમાં એવી એક મુક્તિ હતી કે રોજ રાત્રે સ્વપ્નમાં મળી શકે.

  એક લેખક પોતાના જીવનના પાના ઉઘાડા મુકી દે છે તો બિચારા લબાડ રોમિયો બની જાય છે. કેટલાય લોકો છાની છપની રીતે ચક્કર ચલાવ્યા કરતા હશે…

  અરે ભાઈ, તમને પોતાના બાળકોના ઉછેર પણ એટલો પણ વિશ્વાસ નથી કે એક લેખથી તેઓ બગડી જશે એવો ડર લાગવા માંડ્યો. મૃગેશભાઈને બિરદાવવાને બદલે તેમના પર પણ તૂટી પડ્યા. જો સમાજની એટલી જ ચિંતા હોય તો બહુપત્નીત્વની ખુલ્લેઆમ તરફેણ કરતી સાસ-બહુ સિરિયલોની કરો.

  નયન

 20. કલ્પેશ says:

  “હુ ક્યારેક વિનોદ ભત્ટ ને વાચુ ચ્હુ પન હવે એટ્લા આદરથિ નહિ વાચિ શકુ.”

  આમ કેમ?
  મારી બહેનને આમીર ખાન ગમે છે (કલાકાર તરીકે અને દેખાવડો છે). થોડા વર્ષો પહેલા એણે એની પત્નિને છૂટાછેડા આપ્યા અને ફરી લગ્ન કર્યા. ત્યારે એણે મને કહ્યુ કે આમીર ખાન સારો નથી.

  ત્યારે મારો સવાલ હતો કે તુ કોને પસંદ કરે છે? આમીર ખાનના પડદા પરના દેખાવને કે એની અંગત જીંદગીના એના નિર્ણય પ્રમાણે?

  આપણને બધાને એમ જ હોય કે દરેક માણસ બધી રીતે યોગ્ય (આપણને લાગે તે યોગ્ય) પ્રમાણે વર્તે. પણ આપણે પોતે ક્યા એવુ જીવીએ છીએ? આપણે સારા લેખ વાંચીએ અને બીજા લોકો માટે વાહવાહ કરીએ પણ આપણો વારો આવતા શુ આપણે એવુ સારુ જીવીએ છીએ.

  ઉપરના લેખમા વિનોદ ભટ્ટ પોતાના જીવનનુ વર્ણન કરે છે. એમના લેખને એક લેખ તરીકે જોવો જરુરી છે. આપણને કોઇ માણસ પોતાની જીંદગીમા શુ કરે છે એ પરથી એમના સાહિત્યને મૂલવવાની શુ જરુર?

  લેખક આપણને સલાહ આપતા હોય અમૂક પ્રમાણે જીવવાની અને પોતે જ એમ ન જીવતા હોય તો આપણને ટીકા કરવાનો હક છે.

 21. કલ્પેશ says:

  કોઇ લેખક સિગારેટ/દારુ પીતો હોય છતા સારુ સમાજોપયોગી લખતો હોય તો આપણે શુ એમને નહી વાંચીએ?

  આપણે લેખકને લેખથી જુદા રાખીને વાંચવાની જરુર છે.

 22. કલ્પેશ says:

  Rajan,

  What makes you think that “well-known persons’ personal life are USUALLY twisted/screwed up?? ”

  It is just that they do things, we usually don’t dare do it (even if we wish to do it)
  And that could be pressure by society, family etc

 23. bhv says:

  આપણે લેખકને લેખથી જુદા રાખીને વાંચવાની જરુર છે.

  i completely agree. it was my mistake that i wrote:

  હુ ક્યારેક વિનોદ ભત્ટ ને વાચુ ચ્હુ પન હવે એટ્લા આદરથિ નહિ વાચિ શકુ

  i also agree that there r many persons in our society living such conditions but how much of them has dare/want to say/accept it ? as Vinodaji has told than only we came to know.

  કેટલાય લોકો છાની છપની રીતે ચક્કર ચલાવ્યા કરતા હશે…

  i think Kalpesh and Nayan are absolutely right.

  કોઇના વિશે અભિપ્રાય બન્ધવમા મે થોદિ ઉતાવળ કરિ નાખિ.

 24. nayan panchal says:

  એક વ્યક્તિ (પછી તે સ્ત્રી હોય કે પુરુષ) એક સાથે એક કરતા વધુ વ્યક્તિને ચાહી શકે છે.

  જેઓ ન માની શકતા હોય તેમણે કાજલ ઓઝા વૈધની “મધ્યબિંદુ” વાંચી લેવી, જેમા બે પુરુષોને ચાહતી એક સ્ત્રીની વાત છે.

  નયન

 25. Paresh says:

  મારે એક કાવ્ય મુક્વુ કેમ જનાવો

 26. Balkrishna Vyas says:

  કહેવાય છે કે હાસ્ય કરુણાંમાંથી જન્મે છે. વિનોદભાઇ ખરેખર નસીબદાર છે, બબ્બે પત્નીઓનાં સાનિધ્યને માણી શક્યા, નહીતર બે ઘરનો પરોણો ચોક્કસ ભુખે મરત અને આપણને એક સુંદર હાસ્યકારથી વંચિત રહી જવું પડત.

 27. Paresh says:

  વાઁચતો થયો ત્યારથી મુરબ્બીશ્રી વિનોદભાઈના લેખ વાંચુ છુ. એક મોટા ગજાના હાસ્યલેખક છે. છેલ્લા ફકરામાં ખુબ જ લાગણીભીની વાત કરી. આભાર

 28. Shweta says:

  ખુબ સરસ વાર્તા
  real ma atlo tyag atlo suddhha prem aaje koi na man ma hase k kem aa pan hu sankani soye muki saku chhu
  prem no sacho arth kailash na tyag & prem ma jova male chhe jene chahu chhu eni khushi ma j mari khushi
  prem mate axargnan a pangdu kahi sakay chhe kai nathi avadtu mane pan prem & vafadari na path mari pase j malse evi aa vat chhe

  khub j gami mane aa vat
  pan aavu sakya nathi
  stri sahaj irshya aaje koi stri na chhodi sake

 29. Nilesh Bhatt says:

  This is a great article.

  The article suggests the typical thought process of a man. Why can’t few of the readers accept that this is just an article? This is a piece of art. May it be related to any individual or not, may it be real or fictious, if it’s able to pass the intented message, then it’s good. And who knows, author might want to pass the right message with different way?

  There is one important thing about any artist. Any artist, may musician, writer or of any other form of artist, has a broad reachability by his/her art. They cross all the mental barriers.

  આપણા મા કેહવાય છે કે “જ્યાં ના પહોચે રવિ ત્યા પહોચે કવિ.”

  Then this reach may be the one which may not be acceptable by society.

  This is not the right forum to talk about what’s right and what’s wrong especially being individual to the author. Even if any of us is not pleased with the content, let’s talk about the content and not about individual.

  Talking about the content, I wish only those will have problem with the content, who don’t watch any movie, who don’t see any TV serial, who don’t believe in any of the spiritual myths/stories which has reference to polygamy. If you don’t have problem when your children read such spiritual books, watch such serials and movies; then you should certainly not have any problem with the content mentioned in this article.

 30. Vraj Dave says:

  આહ કૈલાસબેન..ખરી વાત છે લેખ થી લેખક ને જુદો પાડવો પડે.બાકી તો તુંડે તુંડે મતીર ભીના.
  પુ.વિનોદભાઈ તો વિનોદભાઈ છે.

  વ્રજ દવે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.