સમજણું માણસ – ધરમાભાઈ શ્રીમાળી

બે દિવસ પહેલાં બાપાનો ફોન હતો. ચાલુ દિવસે જઈ શકાય તેમ નહોતું. ‘શનિવારે સાંજે આવું છું.. પણ એવી શી ઉતાવળ છે ? થશે એ બધું….’ ફોન પર મેં કહ્યું ને બાપાએ જિદ્દ કરેલી… ‘ના ભઈ… અમે બેઠાં સૌએ તાં લગી અમારા હાથે થઈ જાય તો સારું… કાલે પછી તમારે ભઈઓમાં ઓછું-વત્તુની વાતે મનદુ:ખ થાય ને રાગ બગડે એ કરતાં તમે આવો. વચેટ ભાઈઓનેય મું કૈ રાખું સું…’ કહી બાપાએ ફોન મૂકી દીધેલો.
‘કોનો ફોન હતો ?’ મારા ચહેરા સામે જોતાં પત્નીએ કહેલું. મેં એને બાપાની વાત કરી તો એ પણ મારી જેમ જ બોલેલી.

ગરમીના દિવસો ચાલુ થઈ ગયા હતા. હજુ જેઠને તો ખાસી વાર હતી ને લૂ વરસતી હોય તેમ લાગવા માંડ્યું હતું. ખાસા સમયથી ગામડે જઈ શકાયું નહોતું. ઑફિસનું કામકાજ, બાળકોનો અભ્યાસ અને મકાન બાંધકામની દોડધામ… રજાઓય કેટલી મૂકવાની ? માંડ ઠેકાણું પડ્યું હતું. ઑફિસથી સાંજે ઘેર આવતો ને અમે બંને પતિ-પત્ની મકાનના વાસ્તુની ચર્ચાએ ચડી જતાં. ત્યાં વળી આ ફોન આવેલો. ‘પણ બાપા, કદી જિદ્દ ના કરે… એમને મિલ્કતની વહેંચણી કરવાની એવી તે શી ઊતાવળ હશે ?’ મને કશું સમજાતું નહોતું. અમે ક્યારેક જ ગામડે જતાં. એક-બે દિવસ તો ભાગ્યે જ રોકાતાં. બાકી ઊભા પગે જઈને પાછા આવી જતા. રમેશ અને કાંતિ પણ મારી જેમ દૂરના સ્થળે નોકરી કરે છે. એ લોકોય ખાસ ગામડે જતા નથી. કામ પૂરતાં આવીને ચાલ્યાં જાય છે. સૌથી નાનો ભરત ગામડે રહે છે. બા-બાપા એની પાસે છે. બાપદાદા વખતનું એક ઘર હતું. અમે બધાંએ ટેકો કરીને એ જુના માટીયા ઘરને પાડીને પાકા બે ઓરડા બાંધ્યા છે. એકમાં ભરત એના પરિવાર સાથે રહે છે. બીજામાં બા-બાપા. બાની આંખે ગઈસાલ મોતિયો ઉતરાવેલો. એ પછી બા ચૂલો સળગાવી શકતી નથી. ભરતની વહુ બધુ કરે છે. બધાં એક જ રસોડે જમે છે. કોઈ તકલીફ જેવું તો છે નહીં. નથી ક્યારેય ભરતે કશી માગણી કરી કે નથી બીજા બે ભાઈઓએ કશું માગ્યું. તો પછી….

બહેનો, ફઈ-ફૂવા-મામા સૌ આવ્યાં હતાં. ઘણા દિવસે એ બધાંને જોયા. એમની જોડે બેસીને વાત-ચીત કરવાની ખુશીમાં રાત ક્યાં વીતી ગઈ તેની ખબર ના પડી. કેટલી મોકળાશથી બધાં સાથે બેસી-ઊઠી શકાતું હતું ! આંગણામાં ખાટલા. રાત્રે સરસ મજાનો પવન વાય. ખુલ્લા આકાશને આમ ખાટલામાં પડે પડે જોયાને તો વર્ષો વહી ગયાં. બાપા કડેઘડે. બા રમજાં મારુની જેમ બધે ફરી વળે. વાસીદું વાળે, પાણી ભરી લાવે, ઢોરને ચાર-પૂળો કરે, ભેંસો દોહે, રોટલા ટીપે, સવારે વલોણું લઈને બેસે… થાક જેવું કશું એનામાં દેખાય જ નહીં. અહીં આ ઘરમાં તો બધાં ભાઈ-ભાંડુ મોટા થયાં છીએ. રમ્યાં-કૂદ્યાં-ઝઘડ્યાં છીએ. એકબીજાના હાથ ઝાલીને હડી કાઢતાં ખેતરે જઈ ચડતાં ને એમ જ હડી કાઢતાં સીધા ઘેર આવી પુગતા….

સહેજ ઠાર જેવું લાગતાં વહેલા ઊઠી જવાયું.
રમેશ અને કાંતિ હજુ આવ્યા નહોતા. એ લોકો આજે વહેલી બસમાં આવવાના છે. મેં ફોન જોડેલો પણ અહીં ટાવર પકડાતું નથી.
‘આવો આવો ભઈ…. ચમ છો ? મજામાં કે’ ?’
‘હા કાકા… તમે કેમ છો ?’
‘મજામાં ભઈ.’
ઘર આગળથી જતાં-આવતાં સૌ બોલાવી રહ્યાં હતાં. આખો વાસ પહેલાં કરતાં વ્યવસ્થિત લાગે છે. આંગણે બાંધી રખાતાં ઢોર હવે ઓછાં દેખાય છે. કેટલાંકનું આંગણું તો સાવ ખાલીખમ. ચાર-પૂળા કે ઢોર માટેના છાપરાં આંગણેથી નીકળી ગયા છે. એ બધું નવાપરામાં લઈ ગયા છે. નવેક વાગતાં સુધીમાં તો આંગણામાં ખાટલા ઢળાયા. ધીમેધીમે વાસ-કુટુંબનાં સૌ આવી બેઠાં.

‘બોલો ડોહા…. ચમ ભેળા કર્યા સી હઉને ?’
મારું ધ્યાન બાપા સામે ગયું. એ થોડીવાર કશું બોલ્યા નહીં. બધાંના ફરતી નજર નાંખીને મને જોઈ રહ્યા. પછી અંદર ઘરમાં એક નજર નાખતાંકને ચલમ ફૂંકવા માંડ્યા. બા સહેજ પાસે આવીને ખાટલાના પાયા પાસે ભોંય પર બેઠી. એ જ બોલી : ‘ડોહો, હટ દઈન નીં બોલી ભઈ… પણ ઈમની ઈશ્યા સે કે આજે કાંય ગોદડાં-ગાભાં, વાહણ-કુહણ કે કટકો જમીંન.. ભયોના ભાગ પરમાણે હઉવ હઉવન હૂપી દેવું સે..’
‘હા… એ વાત ડાહી સે. જગતમાં ભાયે ભાગ થાતો આયો સે.’ કોઈ બોલ્યું.
મારાથી ના રહી શકાયું : ‘જુઓ કાકા, પૂછો બા-બાપાને કે અમે કોઈ ભાઈઓએ કે અમારાં બૈરાંએ કદી ભૂલથી ય જુદારું માગ્યું છે ? સૌ સૌની રીતે અલગ છીએ. કમાયે છીએ.. પછી…’
વાસનાં બે-ત્રણ મગન અને રામાકાકા જેવાં મારી સામે જોઈ રહ્યાં. મને એમના ચહેરા ઘડીક માટે સૂનમૂન લાગ્યા. ચલમની ફૂંકો અને બીડીના કસ ખેંચાતા હતા. એનો ધૂમાડો આખા આંગણામાં આડો-અવળો ફેલાતો જતો હતો. અંદરના ઓરડે ધૂમાડાબંધ ચૂલો ચાલુ હતો. બાપાની ઈચ્છા છે, ભાઈઓનો ભાગ પડે છે, જુદારું અપાય છે તો વાસ-કુટુંબને ય જમાડીએ.

આંગણામાં તડકો પથરાવા માંડ્યો. ખાટલા છાંયડે લીધા. રમેશ અને કાંતિ આવી ગયા હતા. એમણે ચા-પાણી કરી લીધાં હતાં. એ ઘડીક મારી સામે જોતા હતા ને હું એમને જોયા કરતો હતો.
‘લાવો હેંડો ડોહા… જુદારું શેનાથી શરૂ કરવું સે, કો’ ?’
બધું આંગણામાં ઠલવાતું ગયું. જૂના-પૂરાણાં, નાનાં-મોટાં ત્રાંબા-પિત્તળ અને કાંસાનાં વાસણો ચાર ભાગે વહેંચાવા માંડ્યાં. સ્ટીલ તો બાપા ખરીદવા દેતા જ નહીં. ‘એ લોઢું કુણ વસાવે ભઈ ! ઈનું મૂલ શું ? હજીકણ જરમરના તો સોકરાંને ખાવા ચણાય મળે. ઈન કરતાં માટીની હાંડલી, તવી શું ખોટાં ? ઈમાં રાંધેલું ખવાય ભાવે. શરીરમાં કોઈ તકલીફ પડે નઈ….’
હું જોઈ રહ્યો.
દિવાળીના દિવસોમાં બા મજૂસમાંથી બધુ બહાર કાઢતી. અભરાઈ પર તો જરૂર પૂરતાં જ વાસણ હોય. મજૂસમાંથી કાઢેલાં વાસણ ખાટી છાસ અને આમલીમાં એવાં તો માંજે કે ધનતેરસની રાત ઝળાંઝળાં થઈ જાય. હું બાની પાસે બેસું. વાસણ પર ઘસાઈ ગયેલું નામ બા વંચાવે. પછી કહે : ‘હા, આ મામાના ઘરનું સે… આ પેલી લ્હાણીનું સે…. આ દાદા વખતનું ભાગમાં આયેલું સે અને આ… તારો જલમ થ્યો અને તને હોળી-ધૂળેટીમાં મૉર પાવાનો’તો તાંણઅ અમીં શે’રમાં જઈને વોર્યું’તું…..’ મેં જોયું કે એ બધાં હવે જુદાં પડી રહ્યાં હતાં. ખાટલા-ગોદડાં રજાઈના ભાગ પડ્યા. વાસમાં અવસર હોય ત્યારે વાસણથી લઈને બધા રાચ-રચીલા પર બા મને નામ લખવા બેસાડે. શાહીના ખડિયામાં દાતણની ચીરી બોળીને બાપ-દાદાનું નામ અને અટકના પ્રથમ અક્ષર ટૂંકમાં લખું. મારી સાથે રમેશ જોડાય. અમને બે ભાઈઓને મજા પડે. ‘મો.ટો.સે’ (મોઘજીભાઈ ટોકરભાઈ સેરપરિયા) એવું લખાય. પછી બા કહે : ‘બેટા, બઉ ના હસીએ…. એ નામ કાંઈ જેવું તેવું નથી. આપણા ઘરની મોટાસ સે મોટાસ….’ અમને એમાં ઝાઝી ખબર ના પડે. હવે એ બધાં પર નવાં નામો ચિતરાશેના વિચારે મન ભારે થવા માંડ્યું.

‘આ બધું હરખે ભાગે બરોબર સે ને ભઈ ? તું મોટો સે એટલે તને ખાસ કે’વું પડે. તારી ધાનમાં કાંય ર’ઈ જતું…’ દૂર બેઠેલી મારી પત્ની હસી રહી હતી. કેમ હસતી’તી એ ? ઓહ ! આમ જ કશું નજીકનું જોયું નથી કે કશાયમાં ખોવાઈ જવાની મારી આ ટેવ….
‘લો, લાવો દર-દાગીના જે હોય તે….’ કોઈ બોલ્યું. મારાથી બા સામે જોવાઈ ગયું. હાશ ! હવે શાંતિ. ભલું પૂછાય એનું. અડવાં હાથ-પગ ને ડોક લઈને બેસી રહે એવી છે પાછી… પણ ના હજુ એ દાગીનામાં તો પહેલાંની જેમ જ રૂપાળી લાગે છે. બાપાએ કેડકંદોરોને વેઢ પણ પહેરેલાં છે.
‘સોકરા-સોડિયોના અવસરોમાં વે’વારોમાં ઘર ઘહાતું ર’યું સે. એટલે દાગિનામાં તો આ પે’ર્યા એ સી. કો’તો ઉતારીએ નકર મુવા પસી હરખે ભાગે વે’ચી લેજો ભઈ….’ બા હળવેથી બોલી.
‘હા, હા લ્યા ભઈ, એ તો એમ જ હોય. ડોસી બરોબર કી’સી… હવે આગળની વાત કરો, હેંડો. દા’ડો ચડી ર’યો સે… ઊભા કરો.’ રામાકાકાએ બાપા પાસેથી ચલમ લઈ ફૂંક મારતાં કહ્યું.
‘બોલો ડોહા, તળાવડી બાજુનો કટકો કુના ભાગમાં ?’
‘નેંના-ભરતના ભાગમાં.’
‘ઊંચાળો-ટેંબાવાળો કટકો…?’
‘બે વચેટના ભાગમાં.’
‘ને રેતિયું કટકું… ?’
‘મોટાના ભાગમાં.’
રમેશ-કાંતિ થોડાક ઊંચા-નીચા થયા. એમનાં બૈરાં ગણગણાટ કરવા લાગ્યાં.
‘ચમ લ્યા ભઈ, ચડભડ કરો સો…. કોઈ વાંધો સે ?’
‘આપી દો બધું નાનાને…’ કાંતિ બોલી ગયો.
‘અલ્યા પણ તમે નોકરીયુંવાળા સો. ને એ ગામમાં પડ્યો સે. તમાને ખબર તો સે કે આંઈ નપાણિયા મુલકમાં શું પાકવાનું કો’ ?’
‘પણ તો ય કાકા વરસ સારું જાય તો તળાવડા બાજુ ઠીક રહે. ઊંચાડા ટેંબામાં શું કરવાનું કહો ?’
‘તો પછી આ રેતિયાનેય શું કરવાનું કો’ ?’ મગનભાઈ બોલ્યા.
‘અમે ક્યારનાય જોઈ રહ્યા છીએ કે તમે નાનાની બાજુમાં જ નમતું રાખ્યું છે. હવે જમીનમાંય તમે..’ રમેશ બોલતો હતો.

મારાથી ના રહી શકાયું. મેં કહી જ દીધું : ‘જુઓ, સાંભળો, મને આમાં કોઈ વાંધો નથી. મારે તો આ મારો ભાગ પણ નથી જોઈતો.’
‘ચમ ભઈ, એવું બોલો સો ? આ તો બાપીકું સે. તમારા હક્કનું સે.’
‘બરાબર છે કાકા, પણ મારો ભાગ ભરતને આપી દો. એ ગામડે રહે છે. બા-બાપાના આશીર્વાદ જોઈએ બસ. સૌથી મોટો છું. મારી પણ ફરજ બને છે કે મારે નાનાને આપવું. આ બે તો મારી જેમ નોકરી કરે છે. સુખી છે પણ ભરતને નોકરી નથી. મારો ભાગ એના નામે કરી દો.’ અહીં બેઠેલાંમાંથી કેટલાંક ઊંચા-નીચાં થઈ ગયાં. કેટલાંક, ‘વાહ ! કે’વું પડે હાં ભઈ…. હમજણા માણસની વાત જ નોખી સે…’ બોલવા માંડ્યા. રમેશ અને કાંતિ કશું બોલ્યા વગર બેસી રહ્યા. મેં બા-બાપા તરફ જોયું. એમને જાણે મારી વાત ગમી ના હોય તેમ મને તાકતાં હતાં. પત્નીનો ચહેરો મને હરખાવી ગયેલો. મનમાં હતું કે એને કશું પૂછ્યા વગર મેં આ કહી દીધું છે તે એ કદાચ…. પણ ના. એ તો બધાંની વચ્ચે – ‘બરોબર છે વળી… મોટાં છીએ તે નાનાભઈને આપીએ એમાં શી નવાઈ… બા-બાપાના પ્રતાપે અમે તો સુખી છીએ….’ બોલતી મારી વાતને સમર્થન આપી રહી હતી.

‘ભા, મોરસ સસ્તી સે નઈ…. ?’ ચા પીતાં દલજીફૂઆએ રસોડામાં બેઠેલાં બૈરાંને સંભળાવ્યું. સૌ હસવા માંડ્યાં.
‘ઘરનું શું કરશો ડોહા ?’
‘ઘર તો ભઈ… ઈયાં હઉએ મળીને નવેસરથી ઊભું કર્યું સે. એમની મરજી હોય ઈમ… મારાથી એમાં ના બોલાય…’ બાપા અમારી સામે જોતાં બોલ્યા.
‘ભરતના નામે રાખો. અમે વારે-તહેવારે આવીએ એટલે બહું થયું. અમારે ક્યાં અહીં રહેવું છે ?’ મેં ચાની રકાબી પકડતાં કહ્યું. સૌ ચલમ-બીડીના ધુમાડામાં ભળી ગયા. કામ-પ્રસંગે ઊભડક બેસતા વાસ-કુટુંબીઓ આજે નિરાંતવા બેઠા છે એ જાણી મને આનંદ થવા માંડ્યો. મનમાં થયું કે હાશ ! ચાલો આ બહાને બા-બાપાની વાત રાખી એથી એમના જીવને શાંતિ ! જુદારું વહેંચાઈ ગયું માની હું બાથરૂમ બાજુ જવા ઊઠ્યો.
‘બેસ ભઈ… હવે બઉ વાર થાય એમ નથી. બધું હેમખેમ પતી ગયું છે. પણ જુઓ ડોહા-ડોસી હાલ તો ભરત પાસે છે પણ હવે કુની પાસે રાખવાં એ જરીક….’ જેવું બોલતા દલજીફૂઆને ખાંસી ઊપડી.
‘અરે ફૂઆ, તમેય તે કેવી વાત કરો છો ?’
‘કેમ ભઈ ?’
‘કેમ તે…. ભરતા પાસે રહેશે વળી. બીજે ક્યાં ?’ મારી જેમ જ રમેશ અને કાંતિએ પણ કહ્યું. થોડીક ક્ષણો કોઈ કશું બોલ્યું નહીં. વાસ-કુટુંબનાઓ સહેજ ઊંચા-નીચા થતા લાગ્યા. મેં બા-બાપા, સગાં-વહાલાંથી લઈને ભરતના ચહેરા સામે જોઈ લીધું. મને કશું કળાયું નહીં. કોણ જાણે બધું સ્થિર થઈ ગયું છે ! પત્ની પણ મારી જેમ બધાને જોતી સૂનમૂન લાગી.
‘કેમ, મેં કંઈ ખોટું કહ્યું… ?’ મેં સૌની સામે સવાલ કર્યો.
‘ના… ના… વાત તો ઠીક સે પણ….’ જેવું બોલીને રામાકાકા અટકી ગયા. મારી બાજુમાં બેઠેલા મગનભાઈએ મારો ખભો દાબ્યો. હું ઝડપથી એમની સામો ફર્યો. મારા કાન લગોલગ મોં રાખીને એ બોલ્યા : ‘જો ભઈ, વાત એમ છે કે…. આ ભરતાની વહુને ડોહા-ડોસીનું બધું કરવું પડે છે એ નથી ગમતું. તમને ખબર નથી એકાદવાર તો થેલી લઈને જાતી’તી તે અમે પાછી વાળેલી. રિસાઈને જાય એ સારું લાગે ? ભરતોય લાચાર છે. બોલો, શું કરવું છે હવે ડોહા-ડોશીનું ?’

મારા મનમાં બાપાએ ફોન કર્યો ત્યારનો જે સવાલ ઘોળાતો હતો તે હવે સમજાવા લાગ્યો.
‘બોલો ભઈ, જે હતું એ તમાંને મિલ્કતમાં આપી દીધું. હવે આ ડોહા-ડોસીને કુના ભાગમાં આલીયે !’
‘અલ્યા, હાવ એવું ના બોલાય પાંના….’ કોઈએ પાંનને પાછો પાડ્યો.
‘ડોહા-ડોસીને જ પૂછોને ભઈ…. એમની ઈચ્છા હશે ત્યાં રહેશે. ભરતા સાથે ફાવશે કે બીજા છોકરા… જે હોય તે છાતી પર હાથ રાખીન કહી દો….’ મારામાં ખળભળાટ મચી ગયો. મારા ઘરની આબરૂના ધજાગરા ઊડી રહ્યા હોય એમ લાગવા માંડ્યું. મને ભરતાની વહુ ઉપર બરાબરની રીસ વ્યાપી ગઈ. ‘ભરતોય નમાલો કે’વાય… બૈરું ના માને ?’ પણ ભરત તો મારી સામે જાણે ચહેરો જ છુપાવી બેઠો હતો ! હું રમેશ, કાંતિ અને એમની વહુઓને જોતો રહ્યો. તેલમાં માખી પડે એમ બધા બેઠા હતા. બા-બાપા કશું બોલતા નહોતાં. એ ઘડીક ભરત તરફ ઘડીક ઘર તરફ અને ઘડીક અમારા તરફ જોયા કરતા હતાં. એમના ચહેરા જાણે કદી જોયા જ ના હોય એવા લાગતા હતા. બાપા બેઠા હતા એ ખાટલાનો પાયો પકડીને બા ભોંય ખોતરતી હોય એમ નીચું જોઈ ગઈ હતી. આ વખતે હું પત્ની સામે જોઈ શકું તેમ નહોતો. એ બીમાર રહ્યા કરે છે. એને વાની તકલીફ છે. મારાથી વધુ સમય આમતેમ જોઈ શકાયું નહીં. હું નીચું ઘાલી ગયો.

‘બઈસ કે ? ચચ્ચાર સોકરા થઈને….’ મારાં ફોઈ વાઘણની જેમ વિફરવા જતાં હતાં ત્યાં એમને અટકાવી મારી પત્ની બોલી : ‘અરે મુંઝાવ છો શું કામ ? બા-બાપા કાં નાનાને ત્યાં રહે કાં મોટાને ત્યાં. એમણે કહ્યું તેમ અમારે મિલ્કતમાં કશું નથી જોઈતું. અમને બા-બાપા જોઈએ છે. ચાલો બા, ચાલો બાપા….’ પત્નીની વાત સાંભળી મારાથી ઊંચું જોવાઈ ગયું. બા-બાપા, મામા, ફૂઆ, બહેનો અને વાસ-કુટુંબ બધાના ચહેરે ખુશી છલકાઈ રહી હતી. વાઘણની જેમ વિફરેલાં ફોઈ મારી પત્નીને બાઝીને હરખનાં આંસુ સારી રહ્યાં હતાં. બા-બાપાની આંખો દદડે એ પહેલાં હું એમના પગે નમ્યો. એમણે મારા માથે હાથ ફેરવ્યો. બા કાનમાં બોલ્યાં : ‘બેટા, આ આપણા ઘરની મોટાસ સે. જોયું તારી વહુએ મોટાસ હાચવી લીધી. હવે અમને શી ચિંત્યા….’ મારી આંખોમાં ઝળઝળિયાં વળ્યાં. ઘડીવારમાં તો આખું આંગણું રણઝણી ઊઠ્યું : ‘ભઈ, હમજણા માણસનો આટલો ફેર પડે. ખાનદાન બાઈ સે….’ ચોફેરથી વખાણ થઈ રહ્યાં હતાં. હું પત્નીનો ચહેરો જોવા મથતો હતો ને એ ઘરડાં-બુઢ્ઢાંના પગે નમતી બૈરાંના ટોળામાં ઘેરાઈ ગઈ હતી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અમે ત્રણ, અમારાં ત્રણ – વિનોદ ભટ્ટ
આવાં માવતર ? – પ્રો. અનંત ઠક્કર Next »   

54 પ્રતિભાવો : સમજણું માણસ – ધરમાભાઈ શ્રીમાળી

 1. Hiral Thaker "Vasantiful" says:

  ખુબ જ સરસ વારતા. માણસની મોટપ તેના કાર્યોથી થાય છે માત્ર મોટા હોવાથી નહી.

 2. kumar says:

  hey really very very good story,
  આજે આવી રીતે વિચારવા વાળ વ્યક્તી ની સમાજ ને ખુબ જરુર છે.
  ધરમાભાઈ અને મ્રુગેશભાઈ નો ખુબ ખુબ આભાર્.

 3. manish says:

  Nice one……I did feel the story…….
  Very nice…..

 4. અમને બા-બાપા જોઈએ છે.

  જો આ ગુરુમંત્ર ગુજરાતની બધી પુત્રવધુઓના મનમાં વસી જાય તો ગુજરાતના બધાં ઘરડાં ઘર બંધ થઈ જાય..!!

  ભારતમાં સૌથી વધારે ઘરડાં ઘર ગુજરાતમાં છે જે આપણાં માટે કલંક રુપ છે.

  જાગો ગુજરાતીઓ જાગો..

 5. Ritesh Shah says:

  bahuj saras vaarta.

 6. Ravi , japan says:

  very nice..
  nice trip to a core village !!!

 7. કુણાલ says:

  સુંદર વાર્તા ….

 8. HARESH says:

  ખુબજ સરશ ,પણ નાના ને વચેટૉ ને કૈ બુધ્ધિ જેવિ જાત ન આવિ એનુ દુખ અહિ મને ખુન્ચે છે.
  ગામ લોકો ફક્ત વાહવાહ મા જ સિમિત રહે છે. ગામ નિ નિસ્ક્રિયતા તે લોકોને પ્રોસ્તાહિત કરે છે.
  જો આપનુ ગામ આવુજ હોય તો આવા સડેલ ગામડાને શુ ધોઇ પિવા?

 9. કલ્પેશ says:

  મારી મમ્મી કહે છે કે એક મા ચાર છોકરા ઉછેરીને મોટા કરે છે પણ ચાર છોકરા એક મા-બાપને સંભાળી નથી શકતા.

  મારુ માનવુ છે કે આપણે પૈસાથી મોટા થઇએ છીએ પણ મન સંકુચિત થતા જાય છે. અને દરેક મા-બાપએ પહેલા પોતા માટે વિચારવુ રહ્યુ. છોકરા સારા પાકે તો સારુ, નહી તો મૂડી હોય તો કામ આવે.

 10. Amit Patel says:

  ખરેખર અદભુત વાર્તા છે.
  મનથી મોટા બનવું એ પણ નાની સુની વાત નથી.

  ઘરડાં ઘરએ ગુજરાત માટે કલંક રૂપ છે. જાણવા લાયક વાત એ છે કે એમાં રહેનારા મોટા ભાગના લોકો કહેવાતી ઉચ્ચ જ્ઞાતિના હોય છે.

 11. Bhupendra says:

  શાબાસ વટ આબરુ રાખિ..

 12. Paresh says:

  ખુબ જ હ્રદયસ્પર્શી વાર્તા. આભાર

 13. VIPUL PANCHAL says:

  Amazing one.

 14. SAKHI says:

  Very nice story

  I agree with Jay Patel

 15. Dipesh says:

  Very nice.

  ખુબ જ હ્રદયસ્પર્શી વાર્તા. આભાર

 16. nayan panchal says:

  હ્રદયસ્પર્શી વાર્તા.

  ગુજરાતી પાઠય પુસ્તકોમાં આવી બધી વાર્તાઓનો વધુમાં વધુ સમાવેશ કરવો જોઈએ. જો બાળપણથી જ આવા સંસ્કાર સૌને મળે તો ઘરડાઘર ઓછા થાય એવી આશા રાખી શકાય ખરી. અને જો પુત્ર-પુત્રવધુ ભૂલી પણ જાય તો કદાચ તેમના પુત્રને ભણાવતી વખતે ઝબકારો થવાની શક્યતા ખરી.

  પુત્રના ઘરે પરાણે રહેવાને બદલે, હડધૂત થવાને બદલે સારુ છે કે મા-બાપ ઘરડા ઘરમાં રહે.
  આભાર,
  નયન

 17. ભાવના શુક્લ says:

  લેખકની સર્વાંગ હળવી શૈલીમા લખાયેલી વાર્તા ખરેખર ભલભલાની આંખો ખોલી નાખે તેવી રહી.
  મોટાશ કે ખાનદાની અર્થ કોઈ શબ્દકોષ ના મોહતાજ હોતા નથી.
  આજ ના બન્ને લેખો મા બે વિરલ પાત્રોના દર્શન સહચર્યનો સાચો મર્મ પુરો પાડતા રહ્યા.

 18. Harshad Patel says:

  This a new version of “Baghban”. Our cultre is what we are, our civilization is what we use. Story has a happy ending.

 19. Veena Dave, USA says:

  ખુબ સરસ વાત. આખ મ આસુ આવી ગયા.

 20. mshah says:

  બહુજ સરસ લેખ. If the all world adopts this sytem, we will not have any problem of “social security”. Unfortunately, we the young generation prefers “independence” to “blessing” of our parents.

 21. અત્યારના યુગમાઁ આવેી વાર્તા વાઁચેીને આનઁદ થયો.

 22. Vinod Patel (USA) says:

  Very nice emotional story. It is sad that we do not take care of our parents when they are fragile in old age. Parents are next to God. Even though we do not agree with them on all family issues, it is our duty to take care, love and nourish them. This story reminds me the Hindi movie “Baghban”.

 23. કુણાલ says:

  નયનભાઈની વાત સાથે સહમત… “ગુજરાતી પાઠય પુસ્તકોમાં આવી બધી વાર્તાઓનો વધુમાં વધુ સમાવેશ કરવો જોઈએ.”

 24. Hardik says:

  ખુબ સરસ વાર્તા..ખરેખર જો મોટાઓની કથની અને કરણી એક હોય તો જ આ સન્સાર સ્વર્ગ બને…

 25. BINDI,NIGERIA says:

  ખુબ જ સરસ વાર્તા!!!!!

 26. Chirag says:

  ભુલો બિજુ બધુ, મા-બાપ ને ભુલશો નહી.

  Thank you,
  Chirag Patel

 27. Really a beautiful heart-touching story. In fact, this is the real picture of the society these days. Every one is aware of the facts of this situation, some of them tries to do what the Eldest here has done, some of them wants to do that but are unable to do, dont know why, but its a fact.

 28. naIkhaIla says:

  સરસ

 29. Dhaval B. Shah says:

  Nice story.

 30. Mital Parmar says:

  ખરેખર ખુબ જ સરસ વાર્તા ……

 31. Manhar Sutaria says:

  ધન્યવાદ ધરમાભાઈ, ધન્યવાદ મ્રુગેશભાઈ,
  આવડી સુન્દર વાર્તા લખવા બદલ ખૂબ ખૂબ આભાર, અમને અહી સુધી પહોચાડવા બદલ મ્રુગેશભાઈ નો પણ ખૂબ આભાર.
  મનહર સુતરીયા

 32. Rita Saujani says:

  Very nice story! I cried as well!

 33. mayuri raval says:

  its rally veri heart touching story

  kharekhar mata pita na ashirwad thi motu a jaat ma kaij nathi
  ane aetlej peli ukti che ke prutvi par ni pavitra hasti te ma baap che aemnu dil dukhvine apne kadi sukhi na thai ae

 34. riddhi says:

  SARASSSSSSSSSSSS6EEEEEEEEE

 35. shikha says:

  Damn good story!! It made my day!!

 36. Jignesh says:

  હ્રદય્સ્પર્શિ…ખુબ્બજ સુન્દર…
  ગામદ્દા નુ વર્ર્નન, ત્યાનિ તદ્પદિ ભાશા, ત્યાનિ મયા મજા આવિ ગઇ.
  આવ મોત હ્રદય્ન માન્વિઓ ને શત શત પ્રનામ્…

 37. shah dipen says:

  ખુબ હ્રદય્ સ્પર્શિ વાર્તા ચે !!!!!!

  બાલકો એ મા -બાપ ને સચવ્વા જોએ!!!!!!!!!!!!!!!!

 38. Saurabh says:

  આજે મે આ વાર્તા વાંચી. આંખ માં આંસુ આવી ગયા વિદેશ માં રહિ ને મા-બાપ ને બહુ MIS કરી છીએ

 39. પશ્ચિમીકરણના પવનમાં પાગલ થતી જતી આજની પ્રજા મધર્સ ડેની ઉજવણી આ મહામૂલી ભેટથી કરવાનું ભુલી ન જાય એજ માતૃદિન નિમિત્તે પ્રાર્થના.

 40. Jayesh says:

  Nice 🙂
  I read gujarati story after a long time and it took me through a virtual tour of last few decades of my life in few minutes. Very nice. Wish this is the end for this story in every family.

 41. Vaishali Maheshwari says:

  Reminded me of “Baghban” while reading the story.
  Nice one.

  Now-a-days after getting married, children feel that their parents are a burden to them, which is simply ridiculous. Parents are the one who have given us birth, we owe so much to them. We cannot repay everything that we owe them, but they underwent so many hardships and took care of us, so now when we are capable, it is our responsibility to take care of them.

  We should try to give them as much happiness as we can.

  Everyone should think like the elder son and daughter-in-law in this story.
  Daughter-in-law readily accepted her father-in-law and mother-in-law and said that “Parents will be an asset for us, we need nothing else”, which is simply great.

  I wish all sons and daughters be like them, then we will not need old age homes at all.

  Thank you author for highlighting this issue.
  Hope readers of this website, who are children like the younger three in this story read this story and gain some moral out of it.

 42. Jagruti says:

  very nice…ખુબજ સરસ વાર્તા

 43. આદરણીય ધરમાભાઈ,
  નમસ્કાર!
  ખૂબ જ સરસ વાર્તા લખી છે.તમારી લખાણ ની શૈલી એકદમ અલગ ભાત પાડ્તી સીધી સાદી અને સરળ છે. પણ જે સંવાદ છે, તેમા તમારી શૈલી નો જોટો જડે તેમ નથી.આભિનંદન !!
  મૃગેશભાઈ, ધરમાભાઈ નું ઈ-મેલ આઈડી મળશે.

  પ્રવિણ કે.શ્રીમાળી
  http://kalamprasadi.blogspot.com
  http://yuvarojagar.gujaratiblogs.com

 44. તેમનો સંપર્ક થાય તે માટે, કોન્ટેક નંબર આપવા તથા તેમની વાર્તા ચાલુ કરતાં પહેલાં પરીચય
  આપવો જોઈએ.
  ધરમાભાઈ નો પરીચય આપવા વિનંતી છે.

 45. krishna says:

  અત્યાર નાં સમય માં આવાં છોકરાં અને વહું મળવી ઘણી કપરી છે..માં-બાપ એ ભગવાન છેપણ આ વસ્તું અમારી ઉમરનાં દરેક સમજી નથી શકતાં..તોઆઆ વાર્તા એ કદાચ થોડાં ઘણાં લોકો ને એ વાત સમજવાં માં મદદ કરે..

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.