આવાં માવતર ? – પ્રો. અનંત ઠક્કર

[ સત્યઘટના પર આધારિત, ‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર.]

‘મેં આઈ કમ ઈન સર ?’ મેં ફાઈલોમાંથી માથું ઊંચું કરી જોયું તો એક ઊંચો, ગોરો યુવાન ગળામાં ટાઈ અને હાથમાં બ્રિફકેસ સાથે મારી કૅબિનના દરવાજે અંદર આવવાની પરવાનગી માગતો ઊભો હતો. મેં તેને અંદર બોલાવી બેસવા કહ્યું. અચાનક મારું મન ભૂતકાળમાં સરી ગયું. આવનાર યુવાન કૉમર્સ કૉલેજમાં મારો વિદ્યાર્થી હતો. આપણે તેને કરણના નામે ઓળખીએ. કૉલેજમાં તોફાન મસ્તીમાં અગ્રેસર, અભ્યાસ સિવાય કૉલેજની દરેક ઈતર પ્રવૃત્તિમાં ગળાડૂબ. લેકચર ભાગ્યે જ એટેન્ડ કરે, પણ જ્યારે વર્ગમાં હોય ત્યારે પ્રોફેસરને પ્રશ્ન પૂછે એમાં તેની ઊંચી બુદ્ધિમતાનાં દર્શન થાય છતાં પરીક્ષાઓમાં માંડમાંડ પાસ થતો.

એક દિવસ મેં એને સ્ટાફ રૂમમાં બોલાવી કહ્યું કે તે ખૂબ હોશિયાર છે, પણ અભ્યાસક્રમમાં ધ્યાન રાખવાને બદલે અન્ય પ્રવૃત્તિઓ જ કરતો રહેશે તો ભવિષ્યમાં પસ્તાવો થશે. મારી વિગતવાર સમજાવવાની રીત એને ગળે ઊતરી ગઈ કે કેમ પણ તેણે બધી ઈતર પ્રવૃત્તિ ઓછી કરી સંપૂર્ણ ધ્યાન અભ્યાસમાં પરોવ્યું. બુદ્ધિશાળી અને હોશિયાર તો હતો જ અને પરીક્ષા વખતે ખૂબ મહેનત કરી તેથી બી.કૉમમાં ફર્સ્ટ કલાસ સાથે પાસ થયો. પરીક્ષાનું પરિણામ આવ્યું ત્યારે મીઠાઈનું બૉક્સ લઈ મને મળવા આવ્યો અને મેં એને સલાહ અને માર્ગદર્શન આપેલ તે બદલ એણે મારો આભાર માન્યો. આગળ સી.એ.નો અભ્યાસ કરશે એમ કહી તેણે ત્યારે વિદાય લીધી’તી. એ કરણ આજે વર્ષો પછી મને મળવા આવ્યો ત્યારે એ સી.એ. થઈ ગયો હતો, વિદેશમાં બહુરાષ્ટ્રીય કંપનીમાં ફાઈનાન્સ કન્ટ્રોલર તરીકે કામ કરતો હતો. એનો વાર્ષિક પગાર હજારો નહીં બલકે લાખો રૂપિયા હતો.

‘યસ કરણ વ્હોટ બ્રિંગ્સ યુ હીયર ?’ વર્ષો પછી મળ્યો હોવા છતાં મને તેનું નામ પણ યાદ હતું એ જાણીને એ રાજી થયો.
‘સર, આઈ હેવ સિરિયસ સોશ્યલ પ્રોબ્લેમ ઍન્ડ આઈ નીડ યોર એડવાઈઝ ઍન્ડ હેલ્પ…’ ‘સર, મારો એક ગંભીર સામાજિક પ્રોબ્લેમ છે જેમાં મને તમારી સલાહ અને મદદની જરૂર છે.’ એમ પ્રત્યુત્તરમાં કહી તેણે પોતાની સમસ્યા મને વિગતવાર કહી જે નીચે મુજબ હતી :

લગભગ સાત-આઠ મહિના પહેલાં કરણની ઈન્ટરનેટ દ્વારા એક યુવતી સાથે મૈત્રી થઈ. એમ.બી.એ. પાસ કરી તે બેંગલોરમાં એક બહુરાષ્ટ્રિય કંપનીમાં ઊંચા હોદ્દા પર કામ કરતી હતી અને તેનો પગાર પણ લાખો રૂપિયામાં હતો. બન્નેની મૈત્રી પ્રેમમાં પરિવર્તિત થઈ અને બન્નેએ જીવનસાથી બનવાનું નક્કી કર્યું ત્યારે યુવતીએ કરણને કહ્યું કે તેના કુટુંબની આર્થિક હાલત નબળી છે તેથી લગ્ન પછી પણ તેણે તેના કુટુંબને થોડીઘણી આર્થિક મદદ કરવી પડશે. કરણને એનો કોઈ વાંધો નહોતો. સાત-આઠ મહિના ઈન્ટરનેટ પર ચેટિંગ કરવા ઉપરાંત ચાર-પાંચ વખત રૂબરૂ પર મળ્યાં હતાં. લગ્નની તારીખ નક્કી થઈ ગઈ હતી. કરણના કુટુંબ તરફથી કંકોતરી પણ વહેંચાઈ ગઈ હતી અને અચાનક યુવતી લગ્ન કરવાની ના પાડતી’તી.

લગ્નની ના પાડવા માટે તેણીએ કરણને કહેલ કારણ કરણે મને કહ્યાં ત્યારે મને તેમાં તથ્ય ન લાગ્યું. અને કારણ કંઈક બીજું જ હોવું જોઈએ જે પેલી છોકરીએ કહ્યું નહોતું અથવા કહી શકતી નહોતી અમે મને લાગ્યું. શક્ય હોય તો મારે તેણીની સાથે રૂબરૂ વાત કરવી છે એમ મેં જ્યારે કરણને કહ્યું ત્યારે કરણે મને તેનો ફોન નંબર આપ્યો. મેં ફોન જોડી મારો પરિચય આપી, ફોન કરવાનું કારણ કહ્યું ત્યારે તેણીએ સામેથી કહ્યું કે તે બીજે દિવસે રૂબરૂ આવીને મારી સાથે વાત કરશે. વધુમાં એણે કહ્યું કે તે પણ મારી કૉલેજની વિદ્યાર્થીની હતી.

બીજે દિવસે નિર્ધારિત સમયે કન્યા મને મળવા આવી. સાથે તેના પિતા અને અન્ય બે સંબંધી હતા. કન્યાના પિતા ગુસ્સામાં હતા અને સંબંધીઓ મુંઝાયેલા લાગતા હતા. વાતાવરણ પરથી મને લાગ્યું કે મારી કામગીરી બહુ કપરી હતી, પણ અંતરઆત્માનો અવાજ કહેતો હતો કે કોઈક માર્ગ જરૂર નીકળશે. મેં છોકરીને તેની તકલીફ જણાવવા કહ્યું ત્યારે તેના પિતા તાડૂક્યા કે તેમને લગ્નની બિલકુલ ઈચ્છા નથી, પછી મારે તેના કારણ જાણવાની શી જરૂર છે ? મને અણસાર આવ્યો કે કન્યા કરતાં તેના પિતાને વાંધો હતો. મેં તેમને સમજાય તે ભાષામાં કહ્યું કે લગ્ન કરવાનું જે બન્ને જણાએ નક્કી કર્યું છે તેમને જ તે અંગે નિર્ણય કરવા દો. કન્યા સાથે મેં એકાંતમાં વાત કરવાની ઈચ્છા દર્શાવી, જે પિતાએ સાથે આવેલા સંબંધીઓની શરમને કારણે કચવાતે મને માન્ય રાખી. સાથે આવેલાને બહાર બેસાડી મેં કન્યાને નિખાલસપણે અને પ્રમાણિકપણે કારણો કહેવા કહ્યું. શરૂઆતમાં તેણે આપેલાં કારણોમાં દમ નહોતો, પણ મેં તેને વિશ્વાસમાં લઈ ઊલટતપાસ કરી તો તે જોરજોરથી રડવા લાગી. પાણી આપી તેને સાંત્વન આપ્યું.

રડવાથી મન હલકું થયા પછી તે બોલી કે લગ્ન પછી હું નોકરી ચાલુ રાખું અને મારો આખો પગાર મારા પિતાને આપું તો જ તેઓ લગ્ન કરવા દેશે, પણ તેણે મને આ વાત કહી છે એમ તેના પિતાને ન કહેવું. આગળ તેણે કહ્યું કે તેની માતા પણ તેના પિતાની બાજુ લે છે. મેં જ્યારે કહ્યું કે લગ્નને બે જ દિવસની વાર છે ત્યારે તેણે મા-બાપના વિરોધની પરવા ન કરવી જોઈએ ત્યારે તે બોલી કે જો તે તેમ કરે તો તેના બાપુજી આપઘાત કરવાની ધમકી આપે છે. મામલો ખરેખર ગંભીર હતો. બાજુની કૅબિનમાં બેસાડી કન્યાએ કહેલ કારણની વાત કરણને કહી, તો તેનું પંજાબી લોહી ઊકળી ઊઠ્યું. લગ્ન પછી પણ કન્યાના કુટુંબને જરૂર પડ્યે આર્થિક મદદ કરવા તે તૈયાર હતો. લગ્ન પછી તેની પત્ની નોકરી ન કરે તોપણ તેને વાંધો નહોતો, પણ લગ્ન પછી પતિ-પત્નીએ શું કરવું એ નક્કી કરવાનો કન્યાના પિતાને શો હક્ક છે એવા એના સવાલમાં તથ્ય હતું. મેં એને કહ્યું કે તો પછી લગ્ન ન કરવાના કન્યાના નિર્ણયને સ્વીકારવા સિવાય બીજો માર્ગ નહોતો. આ વાત પણ કરણને માન્ય નહોતી, કારણ કે તેના હજારેક જેટલા નિમંત્રિતોને કંકોતરી અપાઈ ગઈ હતી અને તેની ત્રણ નાની બહેનોનાં લગ્ન કરવાનાં બાકી હતાં જેમાં મુશ્કેલી આવે એમ હતું. છેવટે મેં સૂચવ્યું કે તેઓ બન્નેએ એકાંતમાં બેસી માર્ગ કાઢવાનો પ્રયત્ન કરવો જે તેણે માન્ય રાખ્યું.

કન્યાના પિતાને જ્યારે મેં સૂચવ્યું કે છોકરો-છોકરી સાથે બેસીને પોતાનું ભાવિ નક્કી કરે ત્યારે ફરી પાછું, ‘અમારે લગ્ન કરવાની બિલકુલ ઈચ્છા નથી તો સમય બગાડવાનો શું અર્થ છે ?’ એવું ગાણું તેમણે ગાયું. સાથે આવેલાઓએ એમને ખૂબ સમજાવ્યા ત્યારે દસ મિનિટથી વધારે નહીં એ શરતે કચવાતે મને કબૂલ થયા. પંદરેક મિનિટ થઈ એટલે કન્યાના પિતા ઊંચા-નીચા થવા લાગ્યા અને વીસ મિનિટ પછી કૅબિનમાં ધસી જઈ કન્યાનો હાથ પકડી બહાર ખેંચતા બૂમો પાડવા લાગ્યા. મેં તેમને મારી રીતે શાંત પાડી સમજાવ્યું કે જ્યાં સુધી તેઓ બન્ને બહાર ન આવે ત્યાં સુધી તેમણે દખલ ન કરવી. થોડી વાર બાદ કરણ અને તેની ભાવિ પત્નીએ મને કૅબિનમાં બોલાવીને કહ્યું કે કરણે કન્યાની શરત માન્ય રાખી છે. કરણના ચહેરા પર ખુશી કરતાં મજબૂરી અને આક્રોશ વધારે દેખાતાં હતાં. કન્યા પણ શરત મંજૂર રખાવવા બદલ ખુશ નહીં, પણ અસહાય અને લાચાર લાગતી હતી. ત્યાર બાદ કન્યાના પિતાને કૅબિનમાં બોલાવી કહ્યું કે તેમની શરત કરણને માન્ય છે ત્યારે એ મહાન પિતાએ મને કહ્યું કે મારે તેમની આ શરતની વાત તેમના કોઈ સગાસંબંધીમાં ન કહેવી, નહીં તો તેમની આબરૂ (?) જશે.

છેવટે બે દિવસ પછી કરણનાં લગ્ન થયાં. એ વાતને આજે એક વર્ષથી વધારે સમય થઈ ગયો. હજી પણ કરણ વિદેશમાં અને તેની પત્ની ભારતમાં નોકરી કરે છે. કરણને લગ્નમાં રસ જ નથી રહ્યો. કન્યાના પિતાની કન્યાના આખેઆખા પગારની વસૂલી હજી ચાલુ જ છે. આવાં માવતર ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સમજણું માણસ – ધરમાભાઈ શ્રીમાળી
સંતની વાતો – ગોપાળજી ઓધવજી ઠક્કર Next »   

37 પ્રતિભાવો : આવાં માવતર ? – પ્રો. અનંત ઠક્કર

 1. Krish says:

  I am so angry after reading this as not even a ten days before i’ve got engaged and girls parents didn’t want us to get married because i’ve got house on mortgage here in australia :(..

  They are educated illiterate.

 2. કુણાલ says:

  What a joke !! pathetic …

 3. એમ.બી.એ પાસ કરી બહુરાષ્ટ્રીય કંપનીમાં ઉચ્ચ પદે કામ કરનાર યુવતી જીવનના પાઠ ના શીખી જે ભણવાનાં પુસ્તકોમાં નથી હોતાં..!!

  સામ..દામ..દંડ..અને ભેદ.
  સમય આવે ઈચ્છા ના હોવા છતાં આના પ્રયોગ કરવા પડે છે.
  સીધી આંગળીએ ઘી ના નીકળે..!!

  જાલીમ પિતાની આવી બેશરમ માંગો આગળ ઝુકી જવું તે કાયરતાની નિશાની છે.

 4. kumar says:

  this is rubbish behavior……anyway money can lead person to do anything…so in this kind of cases daughter only has to be aggressive and take decision herself.

 5. Urmila says:

  Sad story – father and mother seems to be very selfish and without any morales whatsoever – they are not looking after the wellfare of the daughter – to them daughter is ‘money making machine’ -they are crafty as well as they waited till last minute to make their demands and probably knew of the desparate situation of the Karans family – lady should have got married without any guilty feeing. as I do not think either of the parents would commite suicide as they are too selfish to sacrifice their lives –

 6. dipak says:

  What a selfish parents.

 7. Kavita says:

  Something different. Normaly we hear this kind of behaviour from groom’s parents. (Demanding that all earning should be given to them.) Urmillaben has said exactly what I felt while reading the story. I think girl should join her husband & leave her selfish parents. They will eventually come to terms with the situation. Most certainly they will not commite suicide.

 8. vraj dave says:

  શ્રી પાઠક સાહેબ ની “આવા માવતર” વાચી.ભારત અને તેમા ગુજરત મા તો આ એક નવાઈ લાગે તેવી વાત છે. દિકરી ની કમાણીની તો વાત દુર રહી, પણ તેના ઘરનુ પાની પણ અહી પિતા નથી. આતો એક માવતરની પ્રત્યે અન્યાય નીવાત છે.કવીતાબેન કે ઉંર્મિલાબેન કે જેઓ વિદેશ વસતા હોય તેઓ હિન્દુસ્તાન વિશે ખોટો ખ્યાલ બાન્ધી લે તે પણ બરોબર નોકહેવાય્.

  આભાર
  વ્રજ દવે

 9. Ashmita Mehta says:

  અરે… આજ ના જમાના મા છોકરી પોતાના પિતા ની સામે આવાજ ન ઊઠાવે , માન્ય મા નથી આવતુ…આ તો કુહાડી પર પગ મારવા જેવુ થયુ.

 10. સાચી વાત છે એટલે માનવી તો પડે જ.
  અહિં માવતરની કમાવતર થયાની વાત છે. કમાણી એવી વસ્તુ છે કે જેમાં જિંદગી સમાણી છે.
  આ માવતરને પુત્ર હતો કે એની વિગતો નથી. જો હોય તો કદાચ દૃષ્ય અલગ હોવાની સંભાવના છે. માવતરની કમાણી શું છે એ પણ જાણવું જરુરી લાગે. એવું નથી કે પુત્રીની કમાણી પર લગ્ન બાદ ફક્ત એના પતિનો હક જ બને! હા બન્ને તરફે સહમતી હોવી જોઈએ.

 11. ઈન્દ્રેશ વદન says:

  એમ.બી.એ. થયેલી છોકરી આટલુ બધુ સહન કરે એ થોડુ અચરજભર્યુ.

  અને, કરણે પોતાનું પંજાબી લોહી ઉકાળીને કશું ઉકાળ્યું નહી એ નવાઈની વાત !!

 12. Veena Dave, USA says:

  આવા શરતી લગ્ન કરવા જ ના જોઇએ.

  આવા કિસ્સા મા તો લગ્નના આગલે અઠવાડિયે લગ્ન કેન્સલ કરવા પડે તો પણ કરવા જોઇએ. કરણને શુ મળ્યુ ? કરણે લાબો વિચાર કરીને લગ્ન કરવા જોઇતા હતા. ભઇલા હિમ્મત રાખજે. ભગવાન બધુ સારુ કરશે.

  આવા જ કોઇ કારણથી ભારતમા છોકરી નક્કી હોવા છતા છોકરો ના પાડીને પાછો આવ્યો. હવે મા બાપ સન્તાનોને ફરજ સમજીને ઉછેરવાને બદલે ઉછેરને વસૂલ કરવા લાગ્યા. ગુ. જ ના લગ્ન વિષયક મા કેટલી જાહેરાત છુટાછેડાની હોય છે એની પરથી સમાજની/લગ્નની તન્દુરસ્તીનો ખ્યાલ આવશે.

 13. Harshad Patel says:

  Do you consider this as a marriage? What did the professor gained in making peace with bride’s father? I think he created the problem rather than solving it! Society is changing and values are changing.

 14. Sakhi says:

  Poor girl After her marriage she should punish selfish parents

  and after that her father threat her she should go to Police any way her husband his on her side .

 15. ભાવના શુક્લ says:

  દુર્જનની દુર્જનતાને ભાંડવા કરતા સજ્જન જો થોડી સમજ કેળવે તો કશુજ અશક્ય નથી આવા કિસ્સાઓમા પિતાની બેશરમી કરતા પુત્રીની માનસીક નિર્બળતા વધુ જવાબદાર છે. આટ-આટલુ ભણતર અને છતા સ્વાભિમાનને સાવ કોરાણે મુકીને કાયરતાને વશ થઈ જવુ એ જ મોટી અગ્યાનતા છે. બહેને નોકરી તત્કાળ છોડીની પિતાની છત્ર છાયામા શેષ જીવન વિતાવી દેવાની ઘોષણાજો એક વાર કરી હોત તો પિતાની આપઘાત કરવાની પોકળ ધમકીને પુર્ણવિરામ લાગી જતુ. પરંતુ દરેક વાર્તામા ક્યા “ખાધુ-પિધુ ને રાજ કર્યુ” જેવો અંત હોય છે, અનેક વાર્તાઓ આમજ રસ્તે રઝળતી અડધી અધુરી ભુખી-તરસી જ રહી જાય છે.

 16. urmi patel says:

  I can very well understand this story. I am in a similar kind of situation. I am highly educated gujarati girl and as the current trend in Gujarat, I got married to an NRI without having enough thought just in 4 day after we met. After I came here in Australia, I slowly began to realise mgreed of my husband’s parents. They want all money that my husband & I earn. Once I had to leave my job beacuse of illness. And just in 2 days, my inlaws started to quarrell with me why I dont work..
  In normal cases, everyone insists the newly married couple to start family.My mother-in -law even tells my husband often that we should never try to start our family & think about having children because then I will have to leave my job to raise our kids. I think that me and my husband..we are just MONEY MAKING MACHINES for his parents.. aava maavtar pan hoy che..!!

 17. VIPUL PANCHAL says:

  I think we should have some law for this kind of Parents.

 18. Vinod Patel (USA) says:

  I think the ways we try to resolve the marriage issues are wrong. Instead of going to marriage counselor, boy went to professor who seems to have no training in counseling. Professor handled whole matter poorly. Time has changed. To save marriage institute, pre-marital counseling should be mandatory for both families. Counseling can reveal underlying causes.

 19. nayan panchal says:

  આવા મા-બાપ માટે તો તેમનુ સંતાન સોનાના ઈંડા મૂકતી મરધી સમાન હોય છે. અભિનેત્રી મધુબાલા, પરવીન બાબીની જીવન કથની પણ આવી જ હતી ને.

  મૃગેશભાઈ,
  જીવનની આવી કાળી બાજૂ દર્શાવતી વાર્તાઓ પણ આપતા રહેજો. માત્ર હકારાત્મક વાંચીને વધુ પડતુ આદર્શવાદી થઈ જવુ પણ પાલવે નહિ. કળિયુગ છે, સતયુગ હોત તો ચાલી જાત.

  નયન

 20. jigna says:

  આ ઘટના વાંચી મારૂ જીવન દપૅણ સામૅ આવી ગયુ.
  અન્ય વાંચકૉ ઍ લખ્યું કૅ છોકરી ની૨બળ હતી. પરંતુ બધાં છોકરાં કછૉકરાં થઇ શકતા નથી. અનૅ જેવી રીતે લેખકે વાત સમજી તેવી રીતૅ બીજા સમજૅ નહી. કાર ણ કે બધા ઍમજ માને કે માવતર ક્યારેય કમાવતર ન થાય્. જેમ એક વાંચકે લખ્યુ છે, કે ભારત મા મા-બાપ છોકરી ના ઘરનું પાણી પણ નથી પીતા.

  (એક વાંચકે લખ્યું છે કે, આ જ નાં જમાના ની છોકરી આવું સહન કરે માન્યા માં નથિ આવતું.) પ ણ આનાથી વધુ ખરાબ મારા પોતાના માવતરે કર્યૂ છે અનૅ તે પણ ભારત ની બહાર.

  છોકરી તો બની જ છે બલીદાન અનૅ આત્મ્સમ્ર્પ્ણ માટે. કોઈ પોતાના મા-બાપ નું ખરાબ ના બોલી શકે કે બળવૉ ના કરી શકે. કારણ કે એમ્ણે જન્મ આપી જે ઉપકાર કર્યો તેનો અપકાર એમજ ના થાય્.

  બધાં જ નવા પૅઢી નાં કછૉરાં નથિ હોતા.

 21. Chirag says:

  WOW! More power to girl’s father and I feel no sorry for both losers (Bride and Groom) – the story tells me that they have no self respect for them self and each other – Losers… Truley losers….

  Jignaji – it is sin to do injustince – but its grater sin not stop that injustice – Didn’t you learn anything from Mahabharat? Why did you not stop your own people? Do not let any one walk all over you… If you don’t love your self – how can you love others and how can you love God… If you believe that God is within you – why did you not protact that God?

  I am very upset and disappointed with both of the Bride and Groom – Not only they ruain their lifes but countless life around them… I feel no sorry for them… None what so ever…

 22. Urmila says:

  Shreee vraj daveon – reply to your comment
  ‘કવીતાબેન કે ઉંર્મિલાબેન કે જેઓ વિદેશ વસતા હોય તેઓ હિન્દુસ્તાન વિશે ખોટો ખ્યાલ બાન્ધી લે તે પણ બરોબર નોકહેવાય્.’
  My particular comment is for parents in this true story – I am not judging all the parents of India or of the world -I live overseas and I have seen worse parents than described in this story – but like another reader writes – ‘કે ભારત મા મા-બાપ છોકરી ના ઘરનું પાણી પણ નથી પીતા.’ this sentance has much more deeper meaning which is explained in our scriptures and religious books particularly for parents in India.They are not expected to expect and accept any earnings from the daughter .

  but reading other female’s experiences of their parents – it seems they have gone through worse time in their life than what Karen has been – perhaps parents are loosing their culture of looking after the welfare of the children and becoming too selfish and too self centered

 23. pragnesh says:

  u r r8 urmila je!!

 24. Veena Dave, USA says:

  ઉરમી અને જીગ્ના ની કોમેન્ટ પરથી અને મારા અનૂભવે એવુ લાગે છે કે પરદેશમા વસતા માબાપ ને માણસ કરતા પૈસાનુ વધારે મહત્વ છે. દિકરા-વહુ ને શાતિથી જીવવા જ નથી દેતા. પોતે ભારતમા રહેતા માબાપ ને ફોન ના કરે પણ દિકરા-વહુએ એમનુ બધુ કરવાનુ. પોતે ફરજ નહિ બજાવવાની.

 25. Rita says:

  Well, especially in India, We see our children as our security (financial and social) instead of seeing them as our responsibility towards the future of our society. Else, why so many mothers kill their daughters in the womb? The story of some ladies in this discussion is quite common, especially when you are earning in dollars. It may seem shocking but unfortunately it is the reality.

  Anyways, it is nice to see that we have started discussing some not-so-comfortable issues. Acceptance of a problem is a first step of solving it!!

 26. Moxesh Shah says:

  Great Said Ritaji,

  Acceptance of a problem is a first step of solving it!!

  Let all the readers, first start thinking in broad expects and accept the truth that the beliefs about relationship and idiology for men-women, parents-children, teacher-students, etc. etc. has changed with time.

  Do not always think in favour of any one side with prejudice. IF we will start thinking with open mind then only will be able to do equal justice to all.

  Not directly, as explained in the story, but indirectly also many parents are doing injustice to their children and not only that, but will also tell to everybody that: ” Aajna chhokaraono bahu bharoso nahi”. (Emotional Atyachar)

 27. Dholakia Angel says:

  i agree 60% with Mr.Movesh shah & 98% with MR.Chirag. He is right that they should convince their parents.Why r u ruining both of yours’ lives?i mean can’t u make them with u?after all they r ur parents,they will understand one day.

 28. Dholakia Angel says:

  sorry,Mr.Moxesh Shah.nice name & my bad mistake.

 29. sudha says:

  શુ લખુ ? એક સરસ વાત મારા મન મા આવેી છે……………..

  મારેી પાસે શ્બ્દો નથિ મારા મા- બાપુજિ નેી વાત કરવાનો ..સમાન્ય શિક્ષણ ૪ ચોપ ડિ પાસ મારા બાપુજિ વર્ગ ૩ના કર્મચારેી પણ ઉચ્ચ્ બુધ્હિ થેી વિચારવાનુ………
  પણ જિન્દગેી ના ઘણા બધા ઉતાર ચડાવ મે મારિ જિન્દગિ મા મારા માટૅ મારા મા બાપે પોતાનિ ટુકિ આવક મા પણ કરક્સર કરિ ને મારેી મા પોતે થોડુ શિવણ ગુથનાા કરિ ને મને ભણાવિ હુ પોતે એક્ દિવસ ૩૦૦૦૦ રુ. કમાતિ મારા મા બાપ જોડે જ રહેતિ એના જ જોદે જમતેી પણ એ લોકો એ મારા ૫ રુ. નિ કદિ આશા રાખિ નહિ ઉલ્ટાનુ એ લોકો ખુશ થતા કે સારુ મારિ દિકરેી ના હાથ મા રોટ્લો છે તો ભવિષ્ય મા એનેી જિન્દગિ મા એને કામ લાગશે……………..
  અને કદાચ હુ એ લોકો માટે કઈ લઇ ને પન જવુ તો એ લોકો ને દિલ થિ ના ગમે પન મારિ લાગનિ ને માન આપિ ને એ લોકો રાખે પન ફરેી હળવેક થેી કહે કે હવે અમારા માટે તારે કૈ ના લેવુ અમે લૈ લેશુ અમારા માટૅ એટ્લે હુ shree vraj dave ni comment jode sahmat chhu અને એ તો માણસ નેી પોતનિ વિચાર શક્તિ પર આધારિત છે………………

  કદાચ આપ્ણે આપના મા-બાપ માટે ગમે તે કરિ એ તો પન આપણે એના ઋણ માથિ મુક્ત ના થૈ શકિએ …….
  કોટિ કોટિ વન્દન મારા મા-બાપા ને કે મને ફરિ આવ્તા જન્મ મા પન તમારા ખોલે જ જન્મ મલે તો આ પણ મારા માવતરછે.

  આભાર
  સુધા લાથિયા /ભલસોડ

 30. Rita says:

  You are lucky to have such parents. I think this should make you more sympathetic towards the ones who are not so lucky. We can not generalize that all parents are selfish based upon some cases, similarly we should not generalize all are selfless based on some other cases. The society would be healthier if we try to discuss and eliminate any problem; no matter how rare it is, as soon as we notice it instead of white washing it.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.