સુખના ધણ – ગુલામ અબ્બાસ ‘નાશાદ’
આંખોમાં આંસુ ખૂટ્યા છે,
કોણે આ ફૂલો ચૂંટ્યા છે ?
થાય ન સંપર્ક કોઈ રીતે,
સંબંધોના પુલ તૂટ્યા છે.
હાથોમાં કંઈ હાથ હતા પણ,
એક એક કરતાં સૌ છૂટ્યા છે.
આવો મિત્રો સાથે રડીએ,
ભાગ અમારા પણ ફૂટ્યા છે.
નામ કશું ન કમાયા બાકી,
ઝેર અમે પણ કંઈ ઘૂંટ્યા છે.
જાણીને શું કરશો ‘નાશાદ’
કોણે સુખના ધણ લૂંટ્યા છે.
Print This Article
·
Save this article As PDF
ખોૂબ સરસ …
ખરેખર નાશાદ કવિતા છે.
હાથોમાં કંઈ હાથ હતા પણ,
એક એક કરતાં સૌ છૂટ્યા છે.
Requiem for a Dream.
નયન