ગઝલ – હેમંત ગોહિલ

એકાદ આછુંપાતળું સંભારણું આપો મને,
ભીંતો ચણી લ્યો ચાલશે, બસ બારણું આપો મને.

અંધાર આપ્યો રાત આપી એ બધું સ્વીકાર્ય છે,
મારી અરજ છે એટલી મોંસૂઝણું આપો મને.

દઈ જાત પથ્થરની વચે છૂટી ગયા છો કામથી,
વારો હવે મારો થયો છે : ટાંકણું આપો મને

સહદેવને સંગાથ હિમાળો હજીયે ઓગળે,
ને એટલે હું ક્યાં કહું છું કે ઘણું આપો મને

મંજૂર છે મંજૂર ‘મર્મર’, વામણું આપો મને,
પણ એટલું સાચ્ચે કહું : સોહામણું આપો મને

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સુખના ધણ – ગુલામ અબ્બાસ ‘નાશાદ’
પ્રસંગ કથા – લાલસિંહ માનસિંહ રાઓલ Next »   

17 પ્રતિભાવો : ગઝલ – હેમંત ગોહિલ

 1. Kavita Maurya says:

  સુંદર ગઝલ !

 2. kantibhai kallaiwalla says:

  I like this Ghazal

 3. pragnaju says:

  ંદર ગઝલનો આ શેર વધુ ગમ્યો
  અંધાર આપ્યો રાત આપી એ બધું સ્વીકાર્ય છે,
  મારી અરજ છે એટલી મોંસૂઝણું આપો મને.

  —————————-
  આ સાંજ સાંજ હોય તો હું એનું દ્રશ્ય છું
  ડૂબતા સૂરજના રંગનું જળહળ રહસ્ય છું
  રૂંવે રૂંવે ઊગી ગઈ અવકાશની ત્વચા
  આપો મને ખબર કોઈ કે હું અદ્રશ્ય છું
  -નયનનુ મુક્તક યાદ આવ્યું

 4. nayan panchal says:

  સુંદર રચના.

  નયન

 5. Paresh says:

  સુંદર ગઝલ.

 6. ભાવના શુક્લ says:

  સુંદર રચના…

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.