મોકલું છું…. – વર્ષા ગોંડલિયા ‘અશરવ’

[નવોદિત યુવાસર્જક વર્ષાબેન બાળપણથી કાવ્ય-ગઝલો લખવાનો શોખ ધરાવે છે. ‘ગઝલ’ તેમનો પ્રિય કાવ્ય-પ્રકાર છે પરંતુ હજી છંદબદ્ધ ગઝલ તેઓ શીખવાનો પ્રયત્ન કરી રહ્યા છે. હાલમાં થોડા વર્ષો પહેલાં MBA-Finance પૂર્ણ કરીને તેઓ પુન: સર્જનક્ષેત્રે કાર્યરત થયા છે. આ અગાઉ આપણે તેમની ‘માંગુ છું…’ નામની કૃતિ માણી હતી. રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે વર્ષાબેનનો (નવસારી, ગુજરાત) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે varshag_mba@yahoo.co.in સંપર્ક કરી શકો છો.]

ખોળો ભરીને આજે તમને વ્હાલ મોકલું છું,
માન ભેળવી સગપણનો ગુલાલ મોકલું છું.

ગઈકાલના અનુભવો ને જ્યાં સમાવી શકો,
માંગી દુઆ મા શુભ આવતીકાલ મોકલું છું.

સંબંધોની એકલતા ને ખંખેરી નાંખવા,
લાગણીઓની ધાંધલ-ધમાલ મોકલું છું.

જીવનના ગીત ને સંગીતથી સજાવવા
ખુશીને આનંદના સુર તાલ મોકલું છું.

ઝાઝું તો શું હું તમને આપી શકું ??
હેતથી લખેલ આ ટપાલ મોકલું છું.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અઝીમ પ્રેમજી સાથે વાર્તાલાપ – અનુ. કેયૂર કોટક
સ્પન્દન – ચંદ્રકાન્ત નિર્મલ Next »   

20 પ્રતિભાવો : મોકલું છું…. – વર્ષા ગોંડલિયા ‘અશરવ’

 1. Hiral Vyas "Vasantiful" says:

  સરસ વષાબેન લખતા રહો.

 2. જીતેંન્દ્ર જે. તન્ના says:

  ખુબ સરસ કૃતિ.

 3. Bharat says:

  very nice creation varshaji !

  Keep Writing !

 4. Parul T. says:

  ખૂબ સરસ

 5. Mihir says:

  Good one…Would like to see more from you…

 6. Hiren Patel says:

  ખુબ ખુબ ખુબ સરસ……… બસ આમ જ લખતી રહે…………….

 7. Usha Baria says:

  Very very nice…..

 8. nayan panchal says:

  Nice Gazal,

  Keep up the good work. All the best for future.

  nayan

 9. ભાવના શુક્લ says:

  વર્ષાબહેન… હેતથી લખેલી કવિતા મળી અને માણવી ગમી…
  લખતા રહેશો પુરા હેત સાથે…

 10. સુંદર અભિવ્યક્તિ.

  ઝાઝું તો શું હું તમને આપી શકું ??
  હેતથી લખેલ આ ટપાલ મોકલું છું.

 11. Kaushik says:

  મજા આવી ગઇ…. સરસ…

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.