સ્પન્દન – ચંદ્રકાન્ત નિર્મલ

[ ગતવર્ષે પ્રકાશિત થયેલ શ્રી ચંદ્રકાન્તભાઈના (લીંબડી) કાવ્યસંગ્રહ ‘સ્પન્દન’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9879547591 પર સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગતો કાવ્યોના અંતે આપવામાં આવી છે.]

[1] શાને

spandanતડકો શાને ટાઢો લાગે,
શાને ભર શિયાળો તાપે ?
ઝીણો ઝીણો વરસે ફાગણ
લીલી પાનખર ફોરે શાને ?

કાગા શાને કરે ટહુકો,
શાને મોર કરે કકળાટ ?
ચીબરી બોલે સીતારામ ને,
ચકલીનું ઘૂ-ઘૂ-ઘૂ શાને ?

ગાય શાને ના જાય દોરે ત્યાં,
શાને સસલું ગરજે ?
કૂતરો કોઈને કરડે નહીં ને
બકરી બહુ ચિંધાડે શાને ?

ફરે ઋતુઓ ફરે મોસમો,
સૌ કોઈ મિજાજ બદલે,
હોય કાંઈ ને કાંઈક દેખાય,
મન મૂંઝાય આમ બને શાને ?

સામે મળતા રાજ વનરાજા,
સુંદર મીઠું સ્મિત રેલાવે,
પૂછતાં આ પરિવર્તન શાને,
કહે જંગલમાં ચૂંટણી આવે !!
.

[2] હાઈકુ

ભાઈ ભરત
તપ કરે ત્યાગીને
અયોધ્યા રાજ્ય

સમય જેવું
કો નહીં સાપ્તાહિક
જિલ્લા ભરમાં

છેતરવું એ
પાપ, છેતરાવું એ
મહાન પાપ

તમને મળું
થાય ઈશ્વર મળ્યા !
સાચું કહું છું.

સત્યનો જય
અંતે તો થવાનો જ
શ્રદ્ધા રાખવી
.

[3] સખી

આવને સખી સુખને શોધીએ,
દુ:ખને દૂર દૂર જઈ દફનાવીએ,
આવને સખી સુખને શોધીએ….

આંખલડી નાના બાળ તણીને,
હૃદય કોઈ યુવા દિલનું લઈએ,
મીટ અમીટ માંડી આશા તણી,
કોઈની આંખનું સ્વપ્નું શોધીએ.
આવને સખી સુખને શોધીએ….

દુ:ખ આપણું એ આપણું રાખીએ,
લેવાય એનું તો આંચકી લઈએ,
સુખને વહેંચીએ સરખે હિસ્સે,
થોડું એના પાલવડે બાંધીએ.
આવને સખી સુખને શોધીએ…

ડોકિયાં કરવા સારું નથી પણ,
તું ને હું જરા ડોકીએ દિલમાં,
પ્રેમ સઘળો નોખો કાઢીને,
નફરત વીણીને ફેંકી દઈએ.
આવને સખી સુખને શોધીએ…

ધર્મ ધર્મની રમતો રમતા એ,
રમતવીરોમાં માનવ શોધીએ,
માનવ તણાં એ પ્રેમ પંથમાં,
માનવધર્મની મહેક શોધીએ.
આવને સખી સુખને શોધીએ…

રામરાજ્યની વાતો કરતાં,
ગાંધી-સાવરકર-આંબેડકરનાં,
વારસોનાં આ વતનમાં,
આવને સખી (એકાદ) રામને શોધીએ.
આવને સખી સુખને શોધીએ…

રામ ને રહીમ એક જ છે તો,
Ra(hi)m ની બંદગીમાં Ramને ને,
Ram-hiનાં આ દર્શનમાં પણ
આવને સખી Rahimને શોધીએ
આવને સખી સુખને શોધીએ…

નથી બાંધવા મંદિર મસ્જિદ
નથી બાંધવા ધર્મ સીમાડા,
બાંધવા છે તો પ્રેમનાં બંધન
આવને સખી (એકાદ) ક્રિડાંગણ બાંધીએ,
રામ-રહીમની સાથે રમીએ.
આવને સખી સુખને શોધીએ…

આવને સખી સુખને શોધીએ,
દુ:ખને દૂર દૂર જઈ દફનાવીએ.
આવને સખી સુખને શોધીએ…

[ કુલ પાન : 60. કિંમત રૂ. 100. પ્રાપ્તિસ્થાન : નવભારત સાહિત્ય મંદિર. 134, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-400 002. દેરાસર પાસે, ગાંધી રોડ. અમદાવાદ-380 001. info@navbharatonline.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મોકલું છું…. – વર્ષા ગોંડલિયા ‘અશરવ’
સુખના ધણ – ગુલામ અબ્બાસ ‘નાશાદ’ Next »   

17 પ્રતિભાવો : સ્પન્દન – ચંદ્રકાન્ત નિર્મલ

 1. sapana says:

  નથી બાંધવા મંદિર મસ્જિદ
  નથી બાંધવા ધર્મ સીમાડા,

  સરસ પંક્તિ.
  ભમી હું મંદિર, મસ્જિદ, ગુરુદ્વારે,
  મળી આવ્યો તું મને માણમાત્રે.
  સપના

 2. vraj dave says:

  કવિ તો બસ શબ્દોનો શહેનશાહ છે.. .. ..કહે જંગલમા ચુંટણી આવે!! વળી રામ રહીમનીવાત પણ શુંદર રીતે રજુકરી. કવિમહાશય ને અમારા ખુબ ખુબ અભીનંદન.

  વ્રજ દવે
  ગુજરાત

 3. Janakbhai says:

  Dear Chandrakantbhai,
  Hearty Congratulation for presenting a beautiful collection of your poems. Each word in the poem has connection. A common man can read and feel what is reality through your poems. I am fortunate to enjoy the poems listening to them sitting in front of you.
  Be ready for another collection – SAMVEDNA.
  Janakbhai

 4. BINDI,NIGERIA says:

  કવીતા ઓ ખુબ જ ગમી!!!
  હજુ વધુ મોકલવા વિનંતી!!!!
  આભાર….

 5. pragnaju says:

  સરસ કાવ્યો
  તેમા આ તો જાણે સૂફી વાણી

  નથી બાંધવા મંદિર મસ્જિદ
  નથી બાંધવા ધર્મ સીમાડા,
  બાંધવા છે તો પ્રેમનાં બંધન
  આવને સખી (એકાદ) ક્રિડાંગણ બાંધીએ,
  રામ-રહીમની સાથે રમીએ.
  આવને સખી સુખને શોધીએ…

 6. nayan panchal says:

  અત્યારે ચૂંટણી સમયે આ લાઈનો ખાસ પ્રસ્તુત લાગેઃ

  ધર્મ ધર્મની રમતો રમતા એ,
  રમતવીરોમાં માનવ શોધીએ,
  માનવ તણાં એ પ્રેમ પંથમાં,
  માનવધર્મની મહેક શોધીએ.
  આવને સખી સુખને શોધીએ…

  નયન

 7. ભાવના શુક્લ says:

  હાઈકુ ખરે જ સરસ થયા!

 8. Naresh Champaneri says:

  Dear Chandrakantbhai
  Nice poems.
  Wish you best of luck.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.