કેટલો ભયભીત જણાય છે – અશોકપુરી ગોસ્વામી

માણસ જુઓને કેટલો ભયભીત જણાય છે !
એના જ વિશે એ જ અનિશ્ચિત જણાય છે.

અંદરની અંધાધૂંધી ક્યાંથી ખબર પડે ?
બાકી બહારથી તો વ્યવસ્થિત જણાય છે.

આ કાન પણ થાકયા હવે પડઘાને સાંભળી,
સાચુકલા અવાજથી વંચિત જણાય છે.

માટીપગો માણસ સ્વયં દરવાજો ખોલશે,
એ વાતથી કિલ્લો ઘણો લજ્જિત જણાય છે.

ડૂબી ગયા પછી જ ગહનતા મળી શકે,
સંકેત કેટલો અહીં ગર્ભિત જણાય છે !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જલેબી
ઘટ ઘટમાં રહે – ભગવતીકુમાર શર્મા Next »   

9 પ્રતિભાવો : કેટલો ભયભીત જણાય છે – અશોકપુરી ગોસ્વામી

  1. અતુલ જાની (આગંતુક) says:

    ડૂબી ગયા પછી જ ગહનતા મળી શકે,
    સંકેત કેટલો અહીં ગર્ભિત જણાય છે !

    વાહ !

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.