સંબંધોની માયાજાળ – મિલન શાહ

[ વ્યવસાયે અમેરિકાની સોફટવેર કંપનીમાં સ્થિત એવા શ્રી મિલનભાઈ અભ્યાસે સોફટવેર એન્જિનિયર છે પરંતુ સાહિત્યના ક્ષેત્રે આ તેમની પ્રથમ કૃતિ છે. સત્ય ઘટના પર આધારિત એવી આ કૃતિમાંના પાત્રોના નામ કાલ્પનિક છે. રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે મિલનભાઈનો (અમેરિકા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : milan.shah@gmail.com ]

માનવને અમેરિકામાં આજે લગભગ સાત વરસ થવા આવ્યાં હતાં. આજથી સાત વરસ પહેલા અનેક આશાસ્પદ યુવાનોની જેમ એ પણ ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા આવ્યો હતો. ખાલી સાત જ વરસ થયા હતાં પણ જાણે જીવન એક ઘટનાઓની હારમાળા બની ગયું હતું, આ સમયમાં. આજે આ બધા જ પ્રસંગો એના માનસપટ પરથી એક પછી એક, જાણે હજુ ગઈકાલે જ બની ગયા હોય, એમ પસાર થઈ રહ્યાં હતાં.

ઉનાળાની કાળઝાળ ગરમીના એ દિવસો ચાલી રહ્યાં હતાં અને માનવ એની એક ‘સોફટવેર પ્રોગ્રામિંગ’ શીખવાડતી સંસ્થામાં શિક્ષક તરીકેની નોકરી છોડીને અમેરિકા જવાની તૈયારી કરી રહ્યો હતો. એનો ભાઈ સુહાસ પણ એ જ યુનિવર્સિટીમાં ભણતો હતો એટલે માનવ માટે કોઈ ચિંતાની વાત ન હતી, એટલું ખરું કે એણે મા-બાપને છોડીને એક નવા દેશમાં જવાનું હતું, જ્યાં સગાઓમાં ફક્ત એક ભાઈ જ હતો. પરંતુ એ વખતે તો એને એ ખબર ન હતી કે ભાઈ જોડે હોય એ કેટલી મોટી વાત કહેવાય.

અમેરિકા પહોંચીને ભાઈ એ એક જ શિખામણ આપી કે ‘શક્ય એટલો ઝડપથી સ્વતંત્ર બની જજે’, તે વખતે તો હંમેશા પપ્પા અને ભાઈની સાથે રહેવા ટેવાયેલા માનવને એનો ખાસ કોઈ ખ્યાલ ના આવ્યો કે એનો શું અર્થ થાય ? પણ ભાઈને અમેરિકામાં વીતાવેલા વરસોનો અનુભવ હતો. શરૂઆતમાં તો ખાવાથી માંડીને નવા વાતાવરણમાં, નવા લોકો જોડે અનુકુળ થતાં જ માનવને ૩-૪ મહિના લાગી ગયાં. રોજ એને કોઈ નવી વાત શીખવા મળતી. કાં તો એ એના ભણવા વિષેની હોય અથવા જીવનના જુદાં જુદાં આટાપાટાને કેવી રીતે સંભાળી શકાય એના વિષેની હોય પણ ધીમે ધીમે એ ઘડાતો ગયો. જોત જોતામાં તો એના અભ્યાસનું દોઢ વરસ ક્યાં પતી ગયું એ પણ ખબર ના પડી. બન્ને ભાઈઓ ભારતમાં મમ્મી-પપ્પાને ફોન અને પત્રથી ખબર અંતર પૂછતાં રહેતાં. જીવનમાં અને કારકિર્દીમાં માનવ ઠરીઠામ થઈ રહ્યો હતો.

અભ્યાસ પુરો કર્યા પછી માનવ હવે જીવનના એક નવા જ તબક્કામાં પ્રવેશ કરી રહ્યો હતો. એને હવે પોતાની જિંદગીની જવાબદારીઓનું ધીમે ધીમે ભાન થઈ રહ્યું હતું. લગભગ અગિયાર મહિના સુધી તો એને કોઈ નોકરી મળી નહી. અમેરિકામાં મંદીની પ્રારંભિક અસરની શરૂઆત થઈ ચૂકી હતી. ભારતમાં તો એક વાર નોકરી લીધી એટલે મોટા ભાગના લોકો આખી જિંદગી એ જ નોકરીમાં કાઢી નાખે, કોઇને નોકરીમાં થી છૂટા કરી દે એ તો બહુ મોટી વાત કહેવાય અને આખા ગામ-સમાજમાં એની ચર્ચા થઈ જાય. પણ અમેરિકામાં તો નોકરીનું કોઈ ઠેકાણું જ નહી, ગમે ત્યારે તમને એક ગુલાબી કાગળ આપી દે અને કહી દે કે ‘ભાઈ, કાલથી કામ પર ના આવતાં, અમારી પાસે તમને આપવા માટે પૈસા જ નથી.’ આવા બધા નવા કન્સેપ્ટ શીખતાં શીખતાં છેવટે માનવે એક ચોકલેટની દુકાનમાં ‘પાર્ટ ટાઈમ’ નોકરી ચાલુ કરી. નોકરી પર રોજ માનવ વિચારે કે ‘માસ્ટર ઓફ સાયન્સ’ની પદવી લીધા પછી પણ મારે આવું કામ કરવાનું ? પણ એ હવે જીવનમાં ઘણું શીખી ચૂક્યો હતો અને દરેક પળે શીખી રહ્યો હતો કે કોઈ પણ કામ નાનું નથી.

અગિયાર મહિનાના પ્રયત્નો પછી એને એક સારી અને વ્યવસ્થિત નોકરી પણ મળી ગઈ. એને થયું કે હવે બધું બરાબર થઈ ગયુ છે. આટલા વખતમાં સુહાસના લગ્ન થઈ ગયા હતા અને હવે એનો વારો હતો. હંમેશની જેમ અમેરિકાથી લગ્ન કરવા આવતાં યુવાનોની જેમ એ પણ પાંચ વરસ પછી એક વાર ભારત આવ્યો અને એક સરસ લાડીની શોધમાં લાગી ગયો. અમેરિકાથી આવેલા છોકરા માટે મમ્મી-પપ્પા એ પહેલેથી જ જાહેર ખબર આપી દીધી હોય છે એટલે એ રીતે ચાળીસ-પચાસ માંગાઓ એના પણ ઘરે આવી ગયા હતા. એમાંથી માનવે પોતાની પસંદગીની છોકરી શોધવાનું શરૂ કર્યું. ઉમ્મર પ્રમાણે માનવને પોતાના અભિપ્રાયો હતાં. એ પહેલેથી જ સંયુક્ત કુટુંબની ભાવના ધરાવતો હતો એટલે એની ઇચ્છા હતી કે આવનારી છોકરી એનાં મમ્મી-પપ્પા સાથે સારી રીતે રહે, છોકરી ભણેલી હોવી જોઈએ જેથી ભવિષ્યમાં એ નોકરી પણ કરી શકે વગેરે વગેરે…

બધું વિચારતાં છેવટે એણે ‘શાલિની’ પર પસંદગી ઉતારી. શાલિની બધી રીતે માનવના ખ્યાલમાં સેટ થતી હતી અને કુટુંબ પણ સારું હતું. બે-ચાર જગ્યાએથી તપાસ કરી અને બધું બરાબર લાગ્યું. મમ્મી-પપ્પાએ પણ મંજૂરીની મહોર મારી. માનવે આગળ વધતાં પહેલા શાલિની સાથે ૨-૩ વાર મુલાકાત કરી અને પોતાના વિચારોની આપ-લે કરી. બન્ને જણાએ એકબીજા જોડે ફાવશે કે નહિ એની ખુલ્લા મનથી ચર્ચા કરી. શાલિની પણ એક્દમ વ્યવસ્થિત રીતે એનાં અભિપ્રાયો કહેતી હતી કે એના જિંદગીએ વિશેનાં શું પ્લાન છે, આગળ જતાં શું કરવું છે ? માનવે છેવટે શાલિની જોડે વિવાહ કરવાનું નકકી કર્યું અને એના તરફથી ‘હા’ છે એવું એણે કહેવડાવી દીધું. બે દિવસ થઈ ગયા પરંતુ શાલિનીના ઘરે થી કોઇ જવાબ આવ્યો નહિ અને આ બાજુ અમેરિકા પાછા જવાની તેને ઉતાવળ હતી. છેવટે પછીના દિવસે શાલિનીના ઘરે થી ફોન આવી ગયો કે અમારા તરફથી પણ ‘હા’ છે.

હવે સમય હતો બધુ આગળનું વિચારવાનો કે કઈ રીતે બાકીના પંદર દિવસમાં બધું પાર પાડવું ? માનવના ઘરે બધાએ એવું નક્કી કર્યું કે વિગતવાર વિધીપૂર્વક વિવાહ કરવો અને કોર્ટમાં રજીસ્ટર લગ્ન પણ કરી લેવા જેથી જ્યારે સામાજીક લગ્ન થાય ત્યારે શાલિની તરત જ માનવની સાથે અમેરિકા આવી શકે અને વિઝા માટે રાહ ના જોવી પડે. ઘણા લોકો જે આવી રીતે લગ્ન કરવાં આવતાં હોય તે આવું કરતાં હોય છે. માનવે પણ શાલિની આગળ આ વાત રજૂ કરી. શાલિનીના મનમાં થોડો ખચકાટ થયો કે હજુ જે છોકરાને એ ખાલી મહિના પહેલાં જ મળી છે એની જોડે કોર્ટમાં લગ્ન કરી લેવાના ? એની વાત પણ આમ તો સાચી હતી. માનવે એને કહ્યું કે આપણે બન્ને માટે એક વાત સરખી છે કે : ‘જેટલું તું મને ઓળખે છે એટલું જ હું તને ઓળખુ છું’…. માનવ અને શાલિનીના વિવાહ થયા એ પહેલાના દિવસોમાં બન્ને જણાં ફોન પર વાતો કરતા હતા, પણ બંને વચ્ચે એક ના સમજાય એવો પડદો હતો. માનવ કદાચ બહુ ઝડપથી સંબંધમાં આગળ જવા પ્રયત્ન કરતો હતો અને શાલિની એટલો પડઘો ના પાડતી. માનવ ઘણી વાર પૂછી પણ લેતો કે બધું બરાબર તો છે ને ? શાલિની એમ કહેતી કે એ થોડી શરમાળ છે અને એને નવા સંબંધમાં ગોઠવાતાં થોડી વાર લાગશે. માનવને પણ એમ લાગ્યું કે સમય જતાં બધું બરાબર થઈ જશે.

બસ, પછી તો બંનેના વિવાહ થઈ ગયા, માનવ અમેરિકા પાછો આવી ગયો અને શાલિની એની નોકરીમાં ફરીથી વ્યસ્ત બની ગઈ. માનવ અને શાલિની વચ્ચે દર એકાંતરે દિવસે ઇન્ટરનેટ પર અને ફોન પર વાત થયા કરે. બંને જણા એકબીજાનાં ખબર અંતર પૂછે અને શું ચાલે છે વગેરે… નિયમીત વાતો પણ કરે. માનવ એક પ્રેમની શોધ કર્યા કરે કે શાલિની તરફથી હજુ કોઈ એવો પડઘો પડતો નથી. આમ તો બંને જણા હવે કાયદેસર રીતે તો પતિ-પત્ની બની જ ગયાં હતાં, ભલે એમના સામાજીક લગ્ન ન થયા હોય. પરંતુ તેમ છતાંય એક નવી પરણેલી છોકરીમાં જે ઉમળકો હોવો જોઇએ એવો કોઈ અંશ માનવને શાલિનીમાં જોવા ન’તો મળતો. માનવને ઘણી વાર મનમાં થતું કે એને લીધેલો આ નિર્ણય સાચો તો છે ને ? શાલિની જોડે જીવન સારી રીતે જશે તો ખરું ને ? એક આશંકા એના મનમાં થયા કરતી. પણ પછી એ મન મનાવી લેતો કે છોકરીઓ હંમેશા શરમાળ હોય અને એમને સેટ થતાં વાર લાગે. એ ઘણી વાર ભાઈ સુહાસ જોડે આ બધી ચર્ચા કરતો ત્યારે એ પણ એમ કહેતો કે એવું તો હોય, એ તો બધું બરાબર થઈ જશે.

વિવાહના આ દિવસો જે સામાન્ય રીતે બહુ અમૂલ્ય ગણાય. પતિ-પત્નીના સંબંધ માટે એ દિવસો માનવ થોડા તણાવમાં પસાર કરતો હતો. બીજા છ મહિના પસાર થયા અને માનવ જેની રાહ જોતો હતો એ દિવસ નજીક આવી રહ્યો હતો. લગ્નની તારીખ નક્કી થઈ એટલે એ બધું ભૂલી ગયો અને ભારત જવાની તૈયારી શરૂ કરી. સપ્ટેમ્બર મહીનામાં માનવ, એના ભાઈ સુહાસનું કુટુંબ અને એનો ખાસ મિત્ર – બધા ભારત આવવા માટે નીકળી ગયા. માનવ અમદાવાદ રહે અને શાલિની મુંબઈ. એ જ્યારે અમદાવાદ પહોંચ્યો ત્યારે તો મોટા ભાગની તૈયારી તો થઈ ગઈ હતી. લગ્નનો હૉલ પણ બુક થઈ ગયો હતો. સુહાસના લગ્ન બહુ ઉતાવળમાં કર્યાં હતાં એટલે આ વખતે બધા એકદમ ધામધૂમથી લગ્ન કરવાનાં હતા. ત્રણ દિવસનો કાર્યક્રમ રાખ્યો હતો. પહેલા દિવસે ગરબા, બીજા દિવસે લગ્ન અને ત્રીજા દિવસે ‘રીસેપ્સશન’ રાખ્યુ હતું. લગ્નના આગલા અઠવાડિયે શાલિની અમદાવાદ આવી ગઈ હતી અને એણે નોકરીમાંથી પણ રાજીનામું આપી દીધું હતું. એક અઠવાડિયું માનવ અને શાલિનીને એકબીજા જોડે સમય વીતાવવાનો મોકો મળ્યો હતો. બંને જણા સાથે ફરતા, ખરીદી માટે જતાં પણ તેમ છતાંય એક અપારદર્શક દિવાલ જાણે રહેતી હતી. હજુ પણ માનવને એ પ્રેમ, ઉત્સાહ જોવા ન’તો મળતો. એટલે માનવે લગ્નના બે દિવસ બાકી હતા અને શાલિનીને પૂછ્યું : ‘બધું બરાબર છે ને ? હજુ સુધી તું છૂટથી વાતો નથી કરતી, ઈઝ ધેર ઍની પ્રોબ્લેમ ?’ પણ, શાલિનીએ કહ્યું કે બધું બરાબર છે.

બે દિવસ પછી લગ્ન સુખરૂપે થઈ ગયા. લગ્નની રાત્રે શાલિનીએ માનવને કીધું કે મારે તમારી જોડે થોડી વાત કરવી છે. માનવ તો ક્યારનો રાહ જ જોતો હતો કે શાલિની એની જોડે વાત કરે, પણ એને ખબર ન હતી કે એ શું કહેવા જવાની છે ? શાલિનીએ માનવને કીધું કે આ લગ્ન એની મરજીથી નથી થયાં, પણ એના મમ્મી-પપ્પાએ એને સમજાવીને કરાવ્યા છે. એ આ લગ્ન માટે તૈયાર ન હતી પણ મમ્મી-પપ્પા એ કીધું કે આવો છોકરો મળતો હોય તો તને શું વાંધો છે ? અને એનો શાલિની પાસે કોઈ જવાબ ન હતો. એના મમ્મી-પપ્પાએ પૂછ્યું કે તને વાંધો હોય તો તું ચોક્કસ કહે, અને જો યોગ્ય કારણ હોય તો આપણે ના પાડી દઈશું. શાલિનીને માનવ કે એના કુટુંબ સાથે કોઈ તકલીફ હતી જ નહીં. બસ, એનું મન તૈયાર ન હતું લગ્ન કરવા માટે અને એ જ દ્વિધા માં એણે ‘હા’ પાડી દીધી હતી. માનવે જ્યારે આ બધું સાંભળ્યું ત્યારે એના મનમાં અનેક સવાલો ઊભા થયાં કે આવું હતું તો તેણે પહેલેથી મને કેમ ના કીધું ? એને મનમાં ઘણો ગુસ્સો પણ આવ્યો કે આવું એ કોઇની સાથે કઈ રીતે કરી શકે ? શાલિનીએ બધું સ્વીકાર કરવા માટે માનવ પાસે સમય માંગ્યો. માનવે પણ શાંતિથી વિચાર કર્યો અને નક્કી કર્યુ કે એ આ લગ્નને સફળ બનાવવા માટે બધાં જ પ્રયત્નો કરશે. માનવ પાસે આ સ્થિતિમાં બે રસ્તા હતાં – એ ઘરે બધાને કહી દે અને બધા જોડે બેસીને નક્કી કરે કે આગળ શું કરવું જોઈએ, જેમાં એણે શાલિનીએ માંગેલો સમય એ એને નહતો આપી રહ્યો. બીજો રસ્તો એ હતો કે એ કોઇને કાંઈ કહ્યા વગર જ શાલિનીને સમય આપે અને સમય જતાં બધું બરાબર થઈ જશે એના પ્રયત્નો કરે…. માનવે આમાંથી બીજો રસ્તો પસંદ કર્યો અને બંને જણા જાણે બધું જ બરાબર છે એમ જ રહેવા લાગ્યાં. ઘરમાં તો બધા ખુશ જ હતાં કે ચાલો નવી વહુ આવી છે અને છોકરો હવે એની જિંદગીમાં ઠરીઠામ થઈ ગયો. માનવ અને શાલિનીના મન જો કે જુદી જ ભાવનાઓથી વલોવાઈ રહ્યાં હતાં. શાલિનીએ એક એવા માણસ જોડે રહેવાની શરૂઆત કરી હતી જેને એ પ્રેમ ન કરતી પણ તેમ છતાંય એ એનો પતિ હતો અને માનવ એક એવી વ્યક્તિ જોડે રહી રહ્યો હતો કે જેને એ પ્રેમ કરતો હતો અને સામેથી પણ પ્રેમની અપેક્ષા રાખતો હતો જે ક્યારે પૂરી થશે એની એને ખબર ન હતી.

માનવ અને શાલિની દસ દિવસ પછી અમેરિકા જવા ઊપડી ગયાં. અમેરિકામાં પણ બંને જણા સાથે રહેતા પરંતુ એક વિચિત્ર લાગણીઓની સાથે. માનવના વિચારવા પ્રમાણે કોઈ પણ પ્રશ્નનો ચર્ચાઓ કરીને ઉકેલ લાવી શકાય એટલે જ એણે શક્ય એટલું પારદર્શક વાતાવરણ ઊભું કરવાનો પ્રયત્ન કર્યો. શાલિની પણ સમજતી હતી કે માનવ કઈ દિશામાં પ્રયત્ન કરી રહ્યો છે. શાલિની પ્રેમ સિવાયની બધી જ ઘરની જવાબદારીઓ એક્દમ સારી રીતે નિભાવતી રહી. શાલિની એ માનવને એક સૌથી સારા મિત્ર તરીકે અપનાવી લીધો, ફક્ત એક પતિ તરીકે એ હજુ અપનાવી શકી ન હતી. માનવ એક રાહમાં જીવ્યા કરતો હતો કે એક દિવસ શાલિનીને એના પ્રેમનો અહેસાસ થશે અને એ પણ એને એટલો જ પ્રેમ કરશે. માનવ ઘણી વાર શાલિનીને સમજાવતો કે લગ્ન એટલે શું, કઈ રીતે સંબંધો વિકસે…. શાલિની પણ સમજતી હતી પરંતુ એની એક દલીલ આગળ માનવને ખબર ન પડતી કે એ શાલિનીને કઈ રીતે સમજાવે ? માનવ શાલિનીને હંમેશા પૂછે કે : ‘તને મારામાં/કુટુંબમાં શું ખુટે છે જેને લીધે તું આ લગ્નનો સ્વીકાર નથી કરી શકતી ?’ શાલિનીનો હંમેશા જવાબ એક જ રહેતો કે બધું જ સારું હોય તેથી માણસને ગમે જ એવું જરુરી થોડું છે ?…. અને માનવ ચૂપ થઈ જતો. એનો એની પાસે કોઈ જવાબ ન હતો.

ધીમે ધીમે શાલિનીને એના મમ્મી-પપ્પા પ્રત્યે મનમાં જ ફરિયાદો વધતી ગઈ. એને એવું થઈ ગયું કે આ પરિસ્થિતિ એમને કારણે જ ઉભી થઈ છે. એ એના મમ્મી-પપ્પાનો ખૂબ આદર કરતી હતી પણ આ એક વસ્તુ એ ભૂલાવી ના શકી કે લગ્ન બાબતમાં એનો અવાજ સાંભળવામાં ના આવ્યો. મનમાં ને મનમાં જ એ મૂંઝાતી જતી હતી. માનવને કહી ના શકતી કે એનાં મનમાં આવું ચાલી રહ્યું છે… માનવને સવાલ થયા કરતો કે તારે લગ્ન ન કરવાં હતાં તો પહેલાં જ મને કહી દેવું હતું, મે તને ક્યાં પરાણે લગ્ન કરવાનું કહયું હતું પણ એના મનમાં આશા હતી કે એક દિવસ બધું બરાબર થઈ જશે. દિવસો વિતતા ગયા. માનવ ઘણીવાર સુહાસ જોડે આની ચર્ચા કરે પણ મમ્મી-પપ્પાને એ કહેતો ન હતો કારણકે પપ્પાની થોડા વખત પહેલાં જ તબિયત ખરાબ થઈ હતી અને એ એમને ખોટી તાણ આપવા માંગતો ન હતો. શાલિનીના ઘરે બધાને આ વાતની ખબર હતી કે બન્ને જણાં ખુશ નથી. એ લોકો એ પણ શાલિનીને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ શાલિની એના મનને મનાવી ન શકી.

પાંચ-છ મહિના આવું ચાલ્યું અને શાલિનીની માનસિક હાલત ખરાબ થવા માંડી. આ બાજુ માનવ પણ અપસેટ હતો. શાલિની મનમાં અપરાધભાવ અનુભવતી કે એણે એક માણસની જિંદગી ખરાબ કરી નાખી પણ આ પ્રશ્નનો બે માંથી કોઈ પાસે ઉકેલ ન હતો. માનવના મત પ્રમાણે ઉકેલ બહુ સરળ હતો કે આ લગ્નમાં કોઈ વાંધો નથી તો એને સ્વીકાર કરીને એમાં શાંતિથી જીવવાનુ શરૂ કરી દો પરંતુ એ શાલિની માટે એટલું સરળ ન હતું. છેવટે એક દિવસ શાલિનીએ એના મમ્મી-પપ્પાને ફોન કરી ને કીધુ કે હવે આ તેની માતા-પિતા જોડેની છેલ્લી વાત છે અને હવે આપણે ફરી વાત નહીં કરીએ. એનાં મમ્મી-પપ્પા ગભરાઈ ગયા અને એમણે માનવને ઓફિસમાં ફોન કર્યો. માનવ તરત જ ઘરે ગયો અને શાલિની જોડે વાત કરી. છેવટે બન્ને જણાએ એવું નકકી કર્યું કે શાલિની થોડો વખત ભારત એના મમ્મી-પપ્પાને મળી આવે. બે દિવસ પછી તો શાલિની મુંબઈ આવી ગઈ. જે શરૂઆત થોડાક દિવસોથી થઈ હતી એ મહીનાઓમાં બદલાઈ અને શાલિની હવે માનવ જોડે પાછી આવવા માંગતી ન હતી. માનવના ઘરે પણ ધીમે ધીમે ખબર પડી. એમણે શાલિનીને સમજાવવાનો પ્રયત્ન કરી જોયો. શાલિની કહેતી હતી કે એ હવે માનવને વધુ દુ:ખી કરવા નથી માંગતી. માનવ હજુ પણ ઘણીવાર શાલિનીને ફોન કરીને સમજાવવાનો પ્રયત્ન કરતો.

બીજા પાંચ-છ મહીનાના સમજાવટ અને થોડા તણાવભર્યા સમય પછી બન્ને કુટુંબોએ નક્કી કર્યું કે હવે છૂટાછેડા લઈ લેવામાં જ બન્ને જણાંની ખુશી છે. બન્ને જણાં એ કોર્ટમાં છૂટાછેડા ફાઈલ કરી દીધા. માનવના મનનાં ઊડાં ખૂણામાં હજુ એક આશા હતી કે કદાચ શાલિની માની જશે, પણ એની એ આશા સાચી ના પડી. લગભગ છ મહીનામાં બન્ને જણાં શાંતિથી છૂટાં પડી ગયા.

માનવના મનમાં એક સવાલ હંમેશા રહ્યો કે આમાં મારો શું વાંક હતો ? આખરે કયા કારણસર આ છૂટાછેડા થયા હતા ? પણ સંબંધોની આ માયાજાળ ઘણી અઘરી હતી એના સમજવા માટે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અવાજના ભીના પડઘા – રીના મહેતા
માણસની જાત – રણછોડભાઈ જે. પોંકિયા Next »   

43 પ્રતિભાવો : સંબંધોની માયાજાળ – મિલન શાહ

 1. Sohel Mansuri says:

  રબ ને બના દી જોડી ની વાર્તા મા અગર વાસ્ત્વિક અન્ત હોઇ શકતો તો આજ વાર્તા હોત.
  Anyway, nice try Milan bhai……

 2. Kinjal Shah says:

  Nice story…

  Sambandhoni mayajal manvi mate samjvi sachhe j aghari hoy che.Bhale manvi ne evu lage k sambandho ne bandhva ane todva mate e pote j jawabdar hoy parantu hamesha evu nathi hotu…

  Amuk vastuo kudarat na hath maj hoy che ane ene ena j hath ma raheva devi joie..

  Good one ….waiting for another nice article form you…

 3. Mihir says:

  Very nice article… if this is from real story then …what is Salini doing after divorce ?

 4. સત્યઘટના પર આધારિત આ કૃતિ આપણી સાંપ્રત સામાજિક વ્યવસ્થાની નબળાઈઓ પર પ્રકાશ ફેંકે છે.

  વિદેશની લાલચમાં કંઈ કેટલાંય યુવાઓનાં સપનાંઓનું બાષ્પીભવન થઈ જતું હશે.
  આ કૃતિમાં નાયકને વગર વાંકે દંડાવાનું થયું..!! પરંતુ લગ્ન પહેલાં શાલિનીનું.. લેક ઓફ ઓપનનેસ માનવને ચેતવવા માટે પુરતું હતું.

  મા-બાપના દબાણ હેઠળ કેટલીય યુવતીઓ વગર ઈચ્છાએ મનનો માણીગર ના હોય તેવા પાત્રોનું પાનેતર ઓઢી લઈ જીવનભર આંસુઓનાં દરિયામાં ડુબી જતી હશે.

  તંદુરસ્ત પેઢીના સજૅન માટે સામાજિક ચેતનાની ધુણી ધખાવવી જ પડશે.

 5. Nilesh Bhatt says:

  મહત્વ ની વાત થઈ. ઘણા વિચારવા ના મુદ્દાઓ છે. એમાંથી કેટ્લાકઃ

  ૧. લગ્ન વિશે વ્યક્તિગત સ્વતંત્રતા કેટલી હોવી જોઈયે?
  ૨. લગ્ન વિશે કુટુંબ ને સમાજ ની ભૂમિકા શું હોવી જોઈયે?
  ૩. લગ્ન માટે યુવકો અને યુવતીઓ મા કઈ લાક્ષણીકતાઓ ને વધુ પ્રાધાન્ય મલવું જોઇએ?
  ૩.૧ સ્થુળ ગુણદોષોઃ સંપત્તિ, દેખાવ, કુંડલી ના અંકો, કુટુંબ, રૂઆબ, ભણતર, ધર્મ વગેરે.
  ૩.૨ સુક્ષ્મ ગુણદોષોઃ સંસ્કાર, વર્તન, વ્યક્તિગત મૂલ્યો, મિત્રો, નમ્રતા, ગણતર, કર્મ વગેરે.
  ૪. લગ્ન માટે વ્યક્તિની શોધ એટલે શું? સારા વ્યક્તિની શોધ કે અનુકુળ વ્યક્તિની શોધ?

  આ બધા ને આવા બીજા બધા પ્રશ્નો નો ઊત્તર આજના વડિલો અને યુવાન વર્ગે સાથે બેસીને શોધવો જ પડશે. તો જ આ લેખ મા વર્ણવેલા પ્રસંગ નુ પુનરાવર્તન રોકી શકાશે.

  મિત્ર મિલન, આપના પ્રથમ પ્રયાસ ને હું બીરદાવું છું. હજુ લખો. લખાણ માટે આપનો વિષય બહુ જ સારો ને સાચો છે. પણ લખાણશૈલી મા હજું ઘણો સુધાર કરી શકશો જે આપના અનુભવ સાથે વધુ ને વધુ સરસ બનતી જશે.

 6. Ritesh Shah says:

  nice story..
  aama maanav no kai vaank nato ultu aney gana prayatno karya shalini ney samjavana 🙁 ,sad end..

 7. Moxesh Shah says:

  “શાલિનીએ એક એવા માણસ જોડે રહેવાની શરૂઆત કરી હતી જેને એ પ્રેમ ન કરતી પણ તેમ છતાંય એ એનો પતિ હતો અને માનવ એક એવી વ્યક્તિ જોડે રહી રહ્યો હતો કે જેને એ પ્રેમ કરતો હતો અને સામેથી પણ પ્રેમની અપેક્ષા રાખતો હતો જે ક્યારે પૂરી થશે એની એને ખબર ન હતી.”

  Almost frequent situation of forceful arranged marriages. It’s a fact, which spoils two lives and further spoils the future of their children also.

  Very dangerous sign for society. Parents, please understand.

 8. સાચી વાત છે એટલે દિલમાં થોડું દુખ થાય છે.

  ભણેલ ગણેલ સંતાનો અને ખાસ કરીને પુત્રીઓ પોતાના મનની વાત મા-બાપને ન કરી શકે અને મા-બાપના દબાણ હેઠળ લગ્ન કરી બન્ને નવપરણિતો પોતાની જિંદગી ખરાબ કરે એટલે દિલને લાગી આવે.

  આપણી લગ્નપ્રથામાં મા-બાપની ભુમિકા મહત્વની છે અને એ મહત્વતાને કારણે કેટલાંય જીવો અજાણ્યા બે જણની માફક આખે આખી જિઁદગી જીવી નાંખે છે. ક્યારેક મજબુરીથી…ક્યારેક સમાજ શું કહેશેના ડરથી…ક્યારેક ઈમોશનલ બ્લેકમેઈલિઁગથી…!!

  મા-બાપ સંતાનોને પરદેશ મોકલવાના મોહથી એટલા મોહિત થઈ જાય કે એઓ સહુને અવગણે…લાગણીને અવગણે માગણીને ય અવગણે…!!

  હા, હવે મંદીની મારને કારણે અને દેશના અખબારોમાં અમેરિકાની મંદી અને બેકારીની બુમને કારણે અહિંથી દેશ જતાં લગ્નાભિલાષી યુવક-યુવતીઓ વિલે મ્હોંએ પાછા કુંવારા આવી રહ્યા છે…!

  હવે કદાચ હવે “U” ટર્ન લેવાનો વખત પણ આવી રહ્યો છે.
  આ અબ લોટ ચલે…દેશ તેરા તુજકો પુકારે…ગાતા ગાતા…!!

 9. Veena Dave, USA says:

  એક વણમાગી સલાહ પરણવાલાયક બધાને માટે……….જ્યા સહેજ પણ શન્કા લાગે ત્યા આગળ ના જશો. આવા બનાવો ખુબ બનવા લાગ્યા છે. પેસાનો વ્યય્ , દિલને ઠેસ અને છુટાછેડાનુ લેબલ……..

  I hate such people. GOD will never forgive them and may punish them. નિરદોશ ની જિન્દગી બગાડ્વાનો કોઇને હક્ક નથી. આવાની સામે તો કેસ કરવો જોઇએ તો માબાપને ખબર પડે કે તેમણે બીજાનુ કેટલુ ખરાબ કર્યુ છે.

  દેશ પુકારે તો કોઇ જાય એવા નથી આ ……..તો જવુ પડે છે. નટવભાઈ.લાલો લાભ વિના ના લોટે.

 10. Pravin Shah says:

  શાલિનીને જો લગ્ન નહોતા કરવા તો માબાપ ના દબાણથી લગ્ન માટે હા કેમ પાડી ?
  એક છોકરા ની જીન્દગી શા માટે બગાડી ? શાલિનીએ આ વાર્તા વાચી ને પ્રાયશ્ચીત કરવાની જરુર છે.
  શાલિની ને લગ્ન કેમ નહોતા કરવા તેનુ કારણ તો જણાવવુ જોઇતુ હતુ.

 11. S Patel says:

  સ્ત્રીના મનને સમજવું ખરેખર અઘરુ છે. પણ અહીં શાલિની કરતા વધારે વાંક એના માતા-પિતાનો છે. સામાજિક દ્િષ્ટએ યોગ્ય લાગતુ પાત્ર જરુરી નથી કે સામે વ્યકિતની જીવનસાથી ની કલ્પનામાં બંધ બેસશે.
  “એક દુજે કે લીયે” ના લેખમાં વાંચેલી વાત યાદ આવી કે
  મયૂરી બોલી, ‘મારા દાદાજી કાયમ કહે છે તમારા માટે જે પાત્ર નિર્માણ થયું હોય એને વ્યવહારિક બુદ્ધિથી મૂલવવાની કે ટકોરા મારીને એની ખાતરી કરવાની કોઈ જરૂરત નથી. તમે જુઓ ને એ પાત્રને ઓળખી જશો, હ્રદય જ પોકારી પોકારીને તમને આ વાત કહેશે, માત્ર એ સાંભળવા માટે તમારા કાન સરવા જોઈએ. તમારું ચિત્ત શાંત, કોલાહલશૂન્ય જોઈએ

  શાલિનીનુ મન કદી મિલનને સ્વીકારી જ નહોતુ શકયુ અને મિલન માટે એને કોઈ દિવસ લાગણી જાગી ન હતી કે અણગમો એટલો વધારે હશે કે પ્રેમ એ જોઈ જ ના શકી. પણ એટલુ સારુ છે કે એવા સંબંધના બોજ નીચે દબાઈ રહેવા કરતા એણે અલગ થઈ બંને માટે જીવન નવેસર થી શરુ કરવાનો રસ્તો ખોલી આપ્યો.

 12. ભાવના શુક્લ says:

  વાસ્તવિકતાના એરણ પર ઘડાયેલી ટકોરા બંધ વાત…… પ્રિત પરાણે ન થાય.

 13. ઈન્દ્રેશ વદન says:

  વાત પરથી માનવના નસીબનો વાંક વધુ લાગે છે કારણકે ચાલીસ-પચાસ માંગાઓ હોવા છતાં વાંકી છોકરી જોડે જ પનારો પડ્યો. જોકે આ ઘટના કોઈ પણ લગ્ન-ઇચ્છુક સાથે બની શકે છે.

  Manav should simply get over this and move on.
  લગ્ન નો લાડું ફરી એક વાર ખાઈ, ઠરીઠામ થઈ, પત્નીનો સુખદ ત્રાસ પામીને જ પસ્તાવું જોઈએ.

 14. Vraj Dave says:

  માનવ ને જવાબ નો મલ્યો….?છતાં પ્રિત પરાણે નથાય એ વાત પણ સાચી. ચાલો સરસ વાત.

 15. મયુર says:

  Maybe Shalini has more complex problems. Maybe she is struggling hard to find her own identity and her s ex ual orientation. If she doesn’t have a boyfriend, why would she not like her husband after living with him for six months?
  Since she is from mumbai, it may not be that unusual that she might want something else.

 16. રેખા સિંધલ says:

  કેટલીક વાર છોકરો કે છોકરી પરણીને અમેરીકા આવ્યા પછી અહીંની ભિન્ન સંસ્કૃતિને કારણે ગોઠવાઈ શક્તા નથી અને બંનેના યુવાનીના અમૂલ્ય વર્ષો બરબાદ થાય છે. એટલુ જ નહી ક્યારેક ખોટી બદનામીઓ પણ વહોરવી પડે છે. આ ભૂમિ સાચા અર્થમા સ્વતંત્રતાની છે. અહીં સારા ગુણો વિકસાવવાનો અવકાશ વધુ છે પરંતુ સામાજિક બંધનને કે આબરૂ જવાની બીકે તકલાદી સંબંધો નભાવવાની પ્રથા બિલકુલ નથી એટલે પછીથી બધુ બરાબર થઈ જશે એ વાત જ પાયાથી ખોટી પુરવાર થાય છે. મારી પુત્રી માટે અમે ઈંડીયાથી મુરતિયો લાવેલા ( જે અમારી જ ભૂલ હતી). બંનેને સમય આપવા છતાં એકબીજા સાથે ગોઠવાઈ શક્યા નહી. અને અમને આ નાજુક પ્રશ્ન હલ કરતાં ખુબ જ કષ્ટ પડ્યુ કારણ કે ભાવિ જમાઈને લગ્ન વગર ગ્રીન કાર્ડ મળે નહી અને એણે ઈંડિયા પાછા જવાની સાફ ના પાડી દીધી. ગેરકાયદે રોકાઈ જવાની તૈયારી પણ બતાવી. ગ્રીનકાર્ડ અપાવવા માટે અમેરીકાની સરકાર પાસે જુઠ્ઠુ બોલવાની મારી પુત્રીએ સાફ ના પાડી. બીજી બધી રીતે તેને સહકાર આપવા મારી પુત્રી સહિત અમે તૈયાર હતા. તેને ફરી ઈંડીયામાં સેટલ થવા માટે જોઈતી મદદ આપવાની પણ અમારી તૈયારી હતી છતાં તેની હઠ પાસે અમે લાચાર થઈ ગયા હતા. અંતે ઈંડીયામાં રહેતા તેના માબાપને અમે પરિસ્થિતિ સમજાવી તેને પાછો બોલાવી લેવા સમજાવ્યા અને ઈશ્વર કૃપાએ દોઢ વર્ષે મામલો થાણે પડ્યો પણ તો ય ઇંડીયા પાછા જઈ મારી પુત્રીને અભિમાની અને સ્વચ્છંદી કહીને વગોવી પણ અમને અમારી પુત્રી માટે ગૌરવ છે કે તેણે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લીધો અને બંનેની જિંદગી બગડતી બચી ગઈ. તે છોકરાએ અહીં બીજી એક અમેરીકન સીટીઝન છોકરી સાથે લગ્નનું ગોઠવી લીધુ અને બંને ઈંડીયા જઈને પરણ્યા પછી ફરી વિઝા લેવા જતા અમેરીકાની સરકારે ના પાડી આથી હાલ બંને મુંબઈ રહે છે. મારી દીકરીને એક જ વાત ખટકતી હતી કે “અમેરીકા ખાતર એ મને પરણવા માંગતો હતો તેને બદલે મારે ખાતર અમેરીકા છોડવાની તૈયારી બતાવી હોત તો એના પ્રેમ પાસે કદાચ હું ઝુકી ગઈ હોત અને તે પછી તેના ખાતર મારે ઈંડીયા રહેવુ પડતે તો પણ હું કબૂલ રાખતે.” ખેર, પરણ્યા પછી પ્રેમની શરૂઆત કરવામાં અહીં અમેરીકાની સંસ્કૃતિમાં ઊછરેલા યુવક અને યુવતિઓ બહુ માનતા નથી. સંસ્કૃતિની ભિન્નતાના આ ખ્યાલ સાથે જ ત્યાંથી પરણીને આવનારા યુવક -યુવતીઓ અમેરીકા ખાતર જીવનસાથીને પસંદ ન કરે પરંતુ જીવનસાથી ખાતર અહીં આવ્યા પછી પોતાની નવી ઓળખ ઊભી કરવામાં પડતી મુશ્કેલીઓના ખ્યાલ સાથે અરસપરસનો જરૂરી સહકાર મળશે કે કેમ? તે ખાત્રી સાથે જ સંબંધો જોડે અને ઉડાન આરંભે એમાં જ બંનેનું હિત છે. અમેરીકાના મોહથી થતાં લગ્નો માટે આ વાર્તા રેડલાઈટ જેવી છે. આ એક સંબંધોની સોદાબાજી છે જેમાં ભલભલા થાપ ખાઈ જતા હોય છે અને લગ્નનો મૂળ હેતુ વીસરાઈ જતો હોય છે.

 17. Urmila says:

  Manav should move on forward with his life and forget this bad experience as a bad dream – Shalini was a wrong partner to choose and he knew that deep in his heart
  but was confused and the advise from relatives probably also didnot help in making his decision not to marry Shalini
  Many parents are selfish – they force daughters to marry although daughters are not mentally prepared to accept marriage so that their responsibility is over and hope that as time goes she will settle in marriage – unfortunately it doesnot work in this day and age- Shalini in this case was sensible enough although late than never to end her marriage on time to make herself happy and also let Manav move on

  These are problems of our youths of this age and more of these true stories should be published so that parents and youths become aware and refrain from making wrong decisions

 18. Rahul says:

  Nice one

 19. કાઠીયાવાડી says:

  જો હુ માનવ હોત તો, શાલિની ને બે લાફા વડગાળી દેત પેલી રાતે જ. તને કેટલી વાર પુછેલું કે બધુ બરાબર છે કે નહી ?

  જો એવુ કર્યુ હોત તો બીજા દિવસે જ છેડો ફાટી જાત અને કોઈ મનદુ:ખ ન રહેત માનવને.

  કદાક શાલિની ને ગાલ દુ:ખત થોડા દિવસ ……

 20. Mitali says:

  It is very hard to comment on this story. I personally think that Salini should just tell her parents one thing that she told manav “માનવ શાલિનીને હંમેશા પૂછે કે : ‘તને મારામાં/કુટુંબમાં શું ખુટે છે જેને લીધે તું આ લગ્નનો સ્વીકાર નથી કરી શકતી ?’ શાલિનીનો હંમેશા જવાબ એક જ રહેતો કે બધું જ સારું હોય તેથી માણસને ગમે જ એવું જરુરી થોડું છે ?…. ” I think she just misused him. She told him earlier that she did not had answer to her parents question about why she doesn’t like this good rishta, she should just answer it to her parents that “બધું જ સારું હોય તેથી માણસને ગમે જ એવું જરુરી થોડું છે?”. I think she is just stupid and dumb to messed up one life. Who knows whats in her mind. I wonder if its a case of being “Lesbian” othewise why after him being so nice to her for so long she still could’t adjust her self with him. May be she is the type of person who doesn’t believe in making compromise because seems like she didn’t compromise just like Manav to make this relationship work.

 21. Mitali says:

  To Rekhaben,
  I have one question to you. when you said “અમને અમારી પુત્રી માટે ગૌરવ છે કે તેણે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લીધો અને બંનેની જિંદગી બગડતી બચી ગઈ” what do you mean by that. If you think that she make right decision at right time then the right time should be she should say no to that rista before you guys bring the groom to be in USA. I wonder why your daugher agreen to be partner in life with him in india and then she decided she no longer wants to get married with him when he was here in USA. I wonder how he must have felt that he was choosen by your daughter, then brought to USA by you guys and then he was rejected and asked to go back to india. I hope you are understanding what I mean here?

 22. Jay says:

  One of the best psychiatrists of this age (Sir Sigmund Freud) has said…

  The great question… which I have not been able to answer… is, “What does a woman want?

  As Mitali said earlier, it’s really difficult to provide a snip snap on this “Mystery”. Well, personally i would suggest the author to rename the title as “Shalini Nu Rahasya”. Every relationship is based on individual attributes and we can’t judge and generalize. I would stick to the point and suggest Manav that “The SHOW MUST GO ON”. As mentioned in the story, Manav put in lot of herculean efforts to get on a good career. He must not insult the efforts put in by his parents too.

  And for people like Shalini, just one liner “Your intellect may be confused, but your emotions will never lie to you….But in this case it’s the other way round.
  It’s not too complex to understand a person like Manav.

  To Rekhaben: –
  Despite of everything else Guys, lets not make this story an immigration nightmare. We are talking about a Relationship and not about visa issues..(especially to Rekhaben).

 23. nim says:

  Nice story , Thanks to Milan bhai

  Dear Rekha ben,
  I am not agree with you.
  You are making one way justice.
  I dont want to give any siggestion bec itis your personal openion but I fill to not agree with you,
  Thanks.

 24. Rajni Gohil says:

  ગયા જન્મના કે આ જન્મના ક્ર્મોનું ફળ તો ભોગવવું જ પડે છે. કર્મની ગતિ જ ન્યારી છે.
  શંકા અને ભયને લીધે આપણે જ આપણી બરબાદી નોતરીએ છીએ.
  What we think, we become. Always have positive thinking.
  સુંદર વાર્તા સબંધોની માયાજાળ કોઇકને તો બોધપાઠ જરુર આપશે.

 25. param sneh says:

  strange situation….probably she could hv done better than that….in arrange mrg u dont get the one u love, u HAVE to love u marry. so get ready and go ahead.

  it takes a while and lot more than a while, bucket loads of understanding…

  but it happens..

 26. nayan panchal says:

  It is not important how you play the Game, but Game plays you.

  ઘણા લોકોના બે રૂપ હોય છે, જેની ખબર તેમને ખુદને પણ નથી હોતી. દરેક પ્રશ્ન ના જવાબ નથી હોતા, તેને કર્મના સિધ્ધાંતો, લેણી-દેણી કે ઋણાનુબંધ સમજીને સ્વીકારી લેવા જોઈએ.

  નયન

 27. રેખા સિંધલ says:

  મિતાલીના પ્રશ્નનો જવાબ મારી સમજણ મુજબ આ પ્રમાણે છે:

  સગાઈ વખતે જ મારી પુત્રીએ અમને (માબાપને) તેમ જ ઉમેદવાર યુવકને ઉતાવળ ન કરવા વિનંતી કરેલી અને લગ્ન પહેલાં એકબીજા સાથે પરિચય વધે તે માટે ઈચ્છા બતાવેલી પરંતુ છોકરાની અમેરીકા આવવાની ઉતાવળ અને વધુ પડતો આત્મવિશ્વાસ અને શો વાંધો છે? એવા અમારા પ્રશ્નના જવાબમાં કોઈ યોગ્ય કારણ ન આપી શકવાને કારણે કાકા -મામાના પરિવારની લાગણીના વ્હેણમાં તણાઈ જઈ તેણે સગપણ કર્યું પણ છોકરાને તેણે જરા ય ભ્રમમાં નહોતો રાખ્યો અને અમેરીકા આવ્યા પછીની સંભવિત મુશ્કેલીઓથી પણ વાકેફ કરેલ. છોકરાને અમેરીકા આવવાની વાત મુખ્ય હતી અને એ ખાતર પણ તે મારી પુત્રીની લાગણીઓ સાચવી લેશે એવો ખોટો ખ્યાલ અમે સેવ્યો હતો. પણ બંનેના વિચારોનો ભેદ અને એકબીજા પાસેની અપેક્ષાઓ જોતાં જ અમને અમારી ભૂલ સમજાઈ ગઈ છતાં વિચ્છેદનો વિચાર કરતાં તમે કહ્યુ તેમ અમારા વિશ્વાસે આવેલા છોકરાની જિંદગી અમારે હાથે ન બગડે તે મુદ્દો અમને રોકતો દેતો.અને આગળ વધવામાં બે ય ની જિંદગી બગડવાનું વધુ જોખમ હતું. આમ લાગણીવશ થઈને મારી પુત્રીએ સગાઈનું પ્રથમ પગલુ ખોટું ભર્યા પછી અમારા પ્રેમભર્યા દબાણ છતાં મક્કમ રહી લગ્નની ના પાડીને થયેલી ભૂલ સુધારવા માટેના તેના આ બીજા યોગ્ય પગલાંનું અમે ગૌરવ કરીએ. છીએ. અમે એકરાર કરીએ છીએ કે બંને બાળકો કરતાં ય અમારી જ ભૂલ વધારે હતી. બંને અજાણ્યા હોવાથી એકબીજા માટે શંકા સેવતા હતાં આખી ય વાત અમારા તે બંને પરના વિશ્વાસ પર જ ઉભી થઈ હતી જે તેઓ પરસ્પર ન ગુંથી શક્યા. મિતાલીબેન, ઘાયલકી ગત ઘાયલ જાને…….

 28. pragnesh says:

  true story i seen dis kind of grls married wid my m8s and nw they gonna get divorsd soon…wht a waste of life…

  grls like dis cnt be ever happy…….and ended up wid lonely life….

 29. pragnesh says:

  shikha je go and marry naman dan hahaha

 30. pragnesh says:

  just joikng ha…he is very cute yaar…every parents wish a child like like him naa

 31. Urmila says:

  Falgun – Do not make mistake of getting into another relationship so soon – give yourself time to get over the breakup of the first relationship – remember as some readers have said – પ્રિત પરાણે ન થાય.- wait until you are MENTALLY ready to be introduced to other girls, other wise you will keep on comparing other girls with the first one that you liked and you will end up making wrong decision -you will make the correct decision of chooosing the life partner once you have come to terms with the broken relationship – broken relationship in your case is blessings in disguise as it has saved you from getting into ‘unhappy marriage’

 32. Falgun Modhia says:

  Dear Urmila,
  I am so much glad to read after your reply.
  I am not to sure about my new relation with anyone.
  I just take my time to forget her, because it was so much hard to forget her easily.
  Thanks for your reply, i only wait for right time & right girl for me on onwards.

 33. કાઠીયાવાડી says:

  રેખાબેન,

  તમારી પુત્રીનો કિસ્સો જાણી દુ:ખ થયું પણ આવા કિસ્સાઓને લગતા મારા થોડા અભિપ્રાયો રજુ કરીશ. મહેરબાની કરી તેને વ્યક્તિગત ન લેશો.

  મારા મત મુજબ, જે મા-બાપ અમેરીકા કે યુ.કે. થી પોતાના બાળકોને ઈન્ડીયા લગ્ન માટે લઈ જાય છે એ લોકો સારી રીતે જાણે છે કે ઈન્ડીયામાં તેને ત્યાં થતી માગાંઓની લાઈનનુ કારણ સામેના પક્ષનો અમેરીકા આવવા માટેનો મોહ પણ છે. અને ઈન્ડીયામાંથી કોઈ અમેરીકા જેવા સારા દેશમા સ્થાયી થવા માગે તો એ સમજી શકાય એવું છે. એ કોઈ પાપ નથી. બીજી વસ્તુ, કોઈ એવા ઉદેશ્યની સાથે અમેરીકન છોકરી સાથે લગ્ન કરે તો એવુ નથી કે એ સારો પતિ ન બની શકે. આ ખુલ્લી વાત છે, કોઈ ચોરી નથી અને બધા જ સમજે છે. આવા હજારો સફળ કિસ્સાઓ છે.

  જે લોકો અમેરીકા કે યુ.કે.થી પોતાના બાળકોને ઈન્ડીયા પરણાવવા જાય છે તેમાના મોટા ભાગના પહેલા પોતાના દેશમા બનતી બધી કોષિસ કરે જ છે. જ્યારે કોઇ સારુ પાત્ર ન મળે ત્યારે ઈન્ડીયા જવાનુ નક્કી કરે છે. અને ૪૦-૫૦ માગાંઓમાથી ટકોરા મારી મારીને એક પસંદ કરે છે. અને પછી પોતાના દેશમા લાવીને થોડા સમયમાં કહે કે નથી મજા આવતી, આપણે હવે નથી રમવું . આ કંઈ પુતળીઓનો ખેલ છે કે કોઈને એવી રીતે રખડાવી મુકો ?

  મારા મત મુજબ સમજી ને પગલું ભરવુ જોઈએ ને પછી ન ફાવે તો કોઈને રખડાવી ન મુકવુ જોઈએ કે ઈન્ડીયા જતો રહે. તમને એ વાત નો અંદેશો છે કે ઈન્ડીયા તેની શું હાલત થાય છે અને કેવી રીતે તે વ્યક્તિનો સમાજમા અસ્વિકાર થાય છે ? તેના માથા ઉપર અમેરીકા-રીટર્નનો કાયમી માર્કો લાગી જાય છે.

  આ મોટા ભાગના લોકો માટે લખેલું છે થોડા અપવાદોની વાત નથી.

 34. Mitali says:

  Dear Rekhaben,
  I first though that it was your daughter 50% fault to have gone thru this but after reading your explanation seems like she was dragged into this my family member advising that things will fall into place (at some extent emotionally convience to go thru this). Actully now I think that she made correct choice by not going along with marrige and braking the engagement. I personally believe that one should never make big decision such as marrige if there is anything that you know that you will not able to to adjust to it. I have see same situation with my cousine because she went to india and married. There were so much different between the life style of her in-law’s family and her family. The groom and bride were under impression that little by little we both will learn to adjust our self in new life and after almost about 8 years of marrige and one child we often here about how hard it is for both of them to get adjusted in their life. There are some differences in life are hard to adjust to it. It is wise decision to get married with long and hard thinking. NRI get 4 weeks off to go to india and bring better half for them self, somehow this idea never click with me.

 35. Harivadan Doshi says:

  Human inter personal relationship is always complicated. However , so far as daughter is concerned , mother is only right person to know the mind. In our society we do not weigh the Real Sound of Soul and try to become more ‘ Practical ” and advise child to adjust. if person is highly sensitive & emotional it is very difficult to adjust. So I think that parents & more particularly mother should take interest in such cases to avoid tremendous mind tension to both the family.

 36. Mital Parmar says:

  Nice story……..

 37. mohit parikh says:

  Congrates Milan, you chose a good topic to write on. Marriage, immigration and cultural differences… a good mix. Equally interesting are the opinions. i enjoyed it. I hope ‘Shalini’ & ‘Manav’ get over this and wish them both well in future. As a curiosity though, and since you have published the story, would like to know how they are progressing in life.

 38. Pravin V. Patel says:

  કાઈંક સારું થવાનું હશે એમ ‘હરિ ઈચ્છા’ સમજવું.
  જિંદગીના તાણાવાણા અટપટા છે.
  માનવને મનની માણીગર મળે.
  હાર્દિક શુભેચ્છાઓ.
  મિલન આપની કલમની પ્રસાદી પિરસતા રહેશો.
  અભિનંદન.

 39. nikita says:

  story is very heart touching,,its really veyr sad that after struggling in u.s,,manav got such kinda life partner who never understood his true feelings for her,,manav had given enough time to her,,,but smhow she could nt accept him,,bad luck for manav,,it ws nt his fault..marraiges r like gambling,,u never know tamara sateh su thawanu che,,whether u r good or bad,,it happens wht is written in yr destiny..u cannt change it..

 40. Vaishali Maheshwari says:

  Good story but very sad ending. Shalini needed some time to get along with Manav. She got ample of time. Shalini agreed that Manav was a decent match for him. I wonder how much more time did she wanted to get adjusted. Manav could see the gap in their relation and so she asked Shalini if everything was alright many times after their engagement and before their marriage also, but she never uttered a word. This is simply not fair. She should have atleast told about this long before, then atleast precious time of Manav’s life would not get ruined.

  Now, for no reason, Manav will have to re-marry someone else, where he is not at fault even a little. Very wierd girl Shalini.

  The author Mr. Milan Shah has mentioned that this is a true story with the names of the characters changed. I would appreciate if he would let us know what is Shalini doing now after divorcing with such a loving and adorable husband. Pitty on her.

  I am sure Manav would have taken time to come out this whole thing, but then he would have found a good and a truly suitable match for her again.

  Thanks for this suspense story Mr. Milan, but let us know the later part also…..What after divorce???

 41. Jagruti says:

  nice story…

 42. Palak says:

  Milanbhai,

  I wish its not real story at all.

  But the way you have written in detail probably its real story.

  I know lots of people; they probably have the same stories. This is one of the chapter of life, you been through…you have face it. Now move to next chapter.

  Best of luck….I am sure your Manav will find out better one.

 43. Dhruvin says:

  એ kathiawadi, bapa no mal che shalini? Em lafa marvana hoy wife ne? have to kaik shudhro…

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.