ક્યાં ગયો કવિ ? – કમલેશ પટેલ
[રીડગુજરાતીના એક વાચક શ્રી કમલેશભાઈએ (મીડલસેક્સ, યુ.કે.થી) કવિ શ્રી રમેશ પારેખને શ્રદ્ધાંજલી આપતું આ સુંદર કાવ્ય લખીને મોકલ્યું છે જે માટે તેમનો ખૂબ ખૂબ આભાર. ]
ઓ રમેશ ! તે કેવો લીધો છે વેશ !
કોઈને કહ્યા વિના, તેં સ્વર્ગમાં કર્યો પ્રવેશ !
છે પણ નથી દેખાતો,
સાચી છે લોકોની વાતો ?
કોઈ કહે છે તું છુપાયો, તારી જ કૃતિઓ મા !
સૌને તું ભાસે છે, આ વિશ્વ આકૃતિમાં.
કોણ કહે છે તું રિસાયો છે અમારાથી ?
તું છે સાહિત્યનો સાચો સારથી
તું હતો, છે અને રહીશ અમારા દિલમાં
અનુભવીએ છીએ તને શબ્દે શબ્દમાં.
Print This Article
·
Save this article As PDF
Excellent..!!
[…] ઓ રમેશ ! તે કેવો લીધો છે વેશ ! કોઈને કહ્યા વિના, તેં સ્વર્ગમાં કર્યો પ્રવેશ ! […]
it is verygood SHRADDHANJALI TO ramesh parekh