હરિને ભજતાં – પ્રેમળદાસ

હરિને ભજતાં હજુ કોઈની લાજ,
જતા નથી જાણી રે,
જેની સુરતા શામળિયાની સાથ,
વદે વેદ વાણી રે.

વાલે ઉગાર્યો પ્રહલાદ,
હિરણાકશ્યપ માર્યો રે,
વિભીષણને આપ્યું રાજ,
રાવણ સંહાર્યો રે….. હરિને….

વા’લે નરસિંહ મહેતાનો હાર,
હાથો હાથ આપ્યો રે;
ધ્રુવને આપ્યું અવિચલ રાજ,
પોતાનો કરી સ્થાપ્યો રે…. હરિને…

વા’લે મીરાંબાઈના ઝેર,
હળાહળ પીધાં રે;
પાંચાલીના પૂર્યાં ચીર,
પાંડવકામ કીધાં રે…. હરિને….

આવો હરિભજવાનો લ્હાવો,
ભજન કોઈ કરશે રે;
કર જોડી કહે પ્રેમળદાસ,
ભક્તોના દુ:ખ હરશે રે…. હરિને….

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પુત્રી-જન્મનાં વધામણાં – મકરન્દ દવે
મોરલો બોલ્યો રે…. – લોકગીત Next »   

8 પ્રતિભાવો : હરિને ભજતાં – પ્રેમળદાસ

 1. Paresh says:

  અતિસુંદર ભજન. આ ભજન ગાવવુ અને સાંભળવું ખૂબ જ ગમે છે.આભાર

 2. Hiral Vyas "Vasantiful" says:

  મારુ ગમતુ ભજન. આભાર!

 3. Veena Dave, USA says:

  ખુબ સરસ ભજન.

 4. ભાવના શુક્લ says:

  “ઇશ્વરની આરાધના” ને સાચી સમજ બક્ષતા દરેક શબ્દો..
  જુની-નવી દરેક પેઢી જે ભગવાન અને મંદિરના નામ પર “વેવલાવેડા” કહી ને ટીચકુ ચઢાવે છે તેવાને ક્યાથી સમજાય

 5. nayan panchal says:

  સરસ ભજન,આવા ભજનોથી જ તો ભક્તોને આશ્વાસન પૂરુ પડે છે.

  નયન

 6. jinal says:

  I have always loved this bhajan..very nice

 7. girish parikh says:

  bhajano sambhalay te rite audio version apsho to khub abar.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.