પુત્રી-જન્મનાં વધામણાં – મકરન્દ દવે

(‘જનનીની જોડ સખી નહીં જડે રે લોલ’-ઢાળ)

પ્રભુએ બંધાવ્યું મારું પારણું રે લોલ
પારણીએ ઝૂલે ઝીણી જ્યોત રે
અદકાં અજવાળાં એની આંખમાં રે લોલ…

નભથી પધારી મારી તારલી રે લોલ
અંગે અંગે તે ઓતપ્રોત રે
અદકાં અજવાળાં એની આંખમાં રે લોલ…

લેજો રે લોક એનાં વારણાં રે લોલ
પુત્રી તો આપણી પુનાઈ રે
અદકાં અજવાળાં એની આંખમાં રે લોલ…

ઓસરિયે, આંગણિયે, ચોકમાં રે લોલ
વેણીનાં ફૂલની વધાઈ રે
અદકાં અજવાળાં એની આંખમાં રે લોલ…

અમૃત દેવોનું દિવ્ય લોકમાં રે લોલ
લાડલી આ લાવી ઘેરઘેર રે
અદકાં અજવાળાં એની આંખમાં રે લોલ…

સરખાં સહુ હેત એને સીંચજો રે લોલ
લીલાં સપનાંની જાણે લ્હેર રે
અદકાં અજવાળાં એની આંખમાં રે લોલ…

ગૌરીના ગીતની એ ગુલછડી રે લોલ
દુર્ગાના કંઠનો હુંકાર રે
અદકાં અજવાળાં એની આંખમાં રે લોલ…

બાપુની ઢાલ બને દીકરો રે લોલ
કન્યા તો તેજની કટાર રે
અદકાં અજવાળાં એની આંખમાં રે લોલ…

ઉગમણે પ્હોર રતન આંખનું રે લોલ
આથમણી સાંજ અજવાસ રે
અદકાં અજવાળાં એની આંખમાં રે લોલ…

રમતી રાખો રે એની રાગિણી રે લોલ
આભથી ઊંચેરો એનો રાસ રે
અદકાં અજવાળાં એની આંખમાં રે લોલ…

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous માત્ર સ્મારકો નહીં, સંસ્કારિતા પણ – રજનીકુમાર પંડ્યા
હરિને ભજતાં – પ્રેમળદાસ Next »   

14 પ્રતિભાવો : પુત્રી-જન્મનાં વધામણાં – મકરન્દ દવે

 1. સાંઈ મકરંદની કવિતામાં પ્રગટેલા કલ્પનાનાં મેઘધનુષી રંગો માણવા હંમેશા ગમે છે.

  નભથી પધારી મારી તારલી રે લોલ
  સુંદર કવિતા.

  આભાર.

 2. Chaitanya Bhatt says:

  This is really very beautiful poetry by respected Makarandbhai. I have daughter and always admire whatever is written on this subject. I have gone through another such poem by Shri Makarandbhai. This poem is beautifully composed by Shri Amarbhai Bhatt and sung by him with Gargiben Vora. Anyone want to listen to it can visit tahuko.com

 3. Paresh says:

  મુરબ્બી શ્રી મકરંદભાઈની સરસ રચના. ખરેખર દિકરી ઉગમણે પ્હોર આંખનું રતન છે અને ઢળતા દિવસનો અજવાસ છે. સુંદર રચના

 4. Hiral Vyas "Vasantiful" says:

  ખુબ જ સરસ રચના.

  “બાપુની ઢાલ બને દીકરો રે લોલ
  કન્યા તો તેજની કટાર રે”

 5. ભાવના શુક્લ says:

  રમતી રાખો રે એની રાગિણી રે લોલ
  આભથી ઊંચેરો એનો રાસ રે
  …………………………………………………….
  દિકરીને “પારકી થાપણ” કે “સાપનો ભારો” કહેનારા પરિબળો વાચે ને જરુરથી સમજે..

 6. nayan panchal says:

  આજના સમયમાં તો દીકરા કરતા દીકરીના જન્મપ્રસંગે વધુ આનંદિત થવુ જોઈએ.

  સુંદર રચના.

  નયન

 7. Bhumi Vora says:

  Really a nice poem. I am pragnent right now. I heartly wish that child will be baby girl. I will sing this same poem for her when she born.

 8. Girish says:

  નભથી પધારી મારી તારલી રે લોલ
  અંગે અંગે તે ઓતપ્રોત રે
  સુન્દર ક્વિતા

 9. Indravadan Mody says:

  ખુબ જ સુદર આવા સુદર વિચાર માનવિના મન ભિજ્વે.આ એક સુદર કાવ્ય રચના ખુબ ગમી.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.