મોરલો બોલ્યો રે…. – લોકગીત

મોરલો બોલ્યો રે મારા મૈયરનો.
મારા મૈયરનો, મારા પિયરનો….. મોરલો…

મોરલા સરવો તારો સાદ, મોરલો
મોરલો બોલ્યો રે મારા મલકનો.

મોરલા તું રોકા તો ઉતારા ઓરડા,
મોરલા તું ને આલું મેડીના મોલ…. મોરલો….

મોરલો બોલ્યો રે મારા મલકનો,
મોરલા તું રોકા તો ભોજનલાપશી,
મોરલા તું હાલે તો કઢિયલ દૂધ… મોરલો….

મોરલા તું રોકા તો પોઢણ ઢોલિયા,
મોરલા તું ને કરું મારો મે’માન… મોરલો…

મોરલો બોલ્યો રે મારા મલકનો,
મોરલા તારી સોને મઢાવું ચાંચ,
મોરલા તારી રૂપે મઢાવું પાંખ રે…. મોરલો….

મોરલો બોલ્યો રે મારા મલકનો.
મોરલા તારે રૂડો રૂપાળો કંઠ છે.
મોરલા તારો ગરવો લાગે મને સાદ રે…. મોરલો….

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous હરિને ભજતાં – પ્રેમળદાસ
ભજી લેને કિરતાર – સતારદાસ Next »   

9 પ્રતિભાવો : મોરલો બોલ્યો રે…. – લોકગીત

 1. Gunvant says:

  પરદેશમા રહેતા સ્વજનો ને મનનો મોરલો યાદ આવી ગયો. આભાર

 2. ભાઇ ભાઇ…
  🙂

 3. ભાવના શુક્લ says:

  “મૈયર” શબ્દમા જ મિઠાસ અને અદકેરુ પોતાપણુ છે.
  આ ગીતડુ તો દરેક સાસરવાસી કે પરદેશવાસી દિકરીઓના દિલમા ઉગતુ જ આવ્યુ છે.

 4. nayan panchal says:

  વતનની યાદ અપાવતુ સુંદર લોકગીત.

  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.