ભજી લેને કિરતાર – સતારદાસ

ભાઈ તું ભજી લેને કિરતાર,
મોંઘો મનુષ્યદેહ ફરી ફરીને
મળે નહીં વારંવાર….. ભાઈ તું….

જૂઠી માયા, જૂઠો કુટુંબ પરિવાર (2)
હે… રાજા ગોપીચંદ અને ભરથરી (2)
છોડી ગયા ઘરબાર….. ભાઈ તું…..

કામ, ક્રોધ, મદ, લોભ, મોહમાં
જ્ઞાને જુઓ નથી સાર,
આ અવસર જો ચૂકી ગયા તો,
ખાશો જમનો માર….. ભાઈ તું……

લાખો ગયા ને તું પણ જવાનો,
મૂરખ મનમાં વિચાર,
સાચું કહું છતાં, જૂઠું માને તો
મુઆ કુટુંબને સંભાર….. ભાઈ તું….

સંતચરણ સદગુરુ સેવા,
સજ્જનના શણગાર,
દાસસતાર કહે કર જોડી,
હરિ ભજી ઉતરો પાર….. ભાઈ તું….

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મોરલો બોલ્યો રે…. – લોકગીત
અસ્મિતાપર્વનું આચમન (ભાગ-3) – મૃગેશ શાહ Next »   

12 પ્રતિભાવો : ભજી લેને કિરતાર – સતારદાસ

 1. ભાવના શુક્લ says:

  આજ અર્થનુ એક ભજન જે લાઠીમા મારા એક શિક્ષિકાબહેન ચન્દ્રાબહેન (ત્રિજા-ચોથા ધોરણની વાત..) ખંજરી વગાડતા સવારની પ્રાર્થનામા ગાતા તે હજી પણ કાન મા ગુંજે જે.. શબ્દો કઈક આવા અર્થના જ હતા…
  “મકાન ભાડે લીધુ આતમડા એ મકાન ભાડે લીધુ”

 2. nayan panchal says:

  જૂઠી માયા, જૂઠો કુટુંબ પરિવાર

  સાચી વાત છે.

  નયન

 3. bharati raval says:

  i like this bhajan.I want otheer bhajan.kanji tari ma kaheshe pan ame kanudo kahishu.pl let us read this song.thanks.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.