ક્યા યહી પ્યાર હૈ ? – ડૉ. શરદ ઠાકર

સતત સાત દિવસના મુશળધાર વરસાદ પછીનો ઉઘાડવાળો દિવસ હતો. હું બહારગામથી ગાડીમાં બેસીને અમદાવાદ તરફ આવી રહ્યો હતો. એકલો જ હતો. સ્ટિયરિંગ મારા હાથમાં જ હતું. હું એકલો હતો એનો અફસોસ હતો, કારણકે મારા સિવાય બાકીનું બધું જ દ્વંદ્વમય હતું. કારના કેસેટ પ્લેયરમાં વાગી રહેલું ફિલ્મી ગીત પણ ડ્યુએટ હતું. હું મારી જાતને એક સવાલ પૂછી રહ્યો હતો : ક્યા યહી પ્યાર હૈ ?

ગીતમાં પડઘાતા પ્રશ્નનો જવાબ આપવા જ જાણે પ્રગટ્યા હોય, એવાં બે જુવાન સ્ત્રી-પુરુષ એક મોટરબાઈક ઉપર સવાર થઈને મારી સફરમાં જોડયાં. સતત હૉર્ન વગાડતાં, મને બાજુએ હડસેલતાં ગતિની મજા લૂંટતા એ કામદેવ અને રતિ મને ઓવરટેક કરીને આગળ ધપી ગયાં. મારી હેડલાઈટના પ્રકાશધોધમાં હું એમની પ્રવૃત્તિ જોઈ રહ્યો. ……યુવતીનું નામ ઋતા હોવું જોઈએ અને યુવાનનું નામ ઋત્વિજ. મને કેવી રીતે ખબર પડી ? જવાબ બહુ સાદો, પણ રોમેન્ટિક છે. મોટરબાઈકની પાછળ, સીટની નીચે, નંબર પ્લેટની ઉપર એક સમચોરસ પતરાની રંગીન તકતી બેસાડેલી હતી. એની ઉપર ગુલાબી રંગના બેકગ્રાઉન્ડમાં ગુટરગૂં કરી રહેલાં કબૂતરોની એક જોડી ચીતરેલી હતી. નર કબૂતરની પાંખ ઉપર ઋત્વિજ લખેલું હતું અને નમણી માદાનું નામ હતું ઋતા.

ઋતા રીતસરની ઋત્વિજને વળગી પડી હતી. બેસવા ઉપરાંતની અન્ય પ્રેમચેષ્ટાઓ પણ ચાલુ જ હતી. હું કારમાં એકલો હતો એ વાતનો વસવસો વધી રહ્યો હતો. ગીતામાંથી ઊઠતા સવાલનો જવાબ મને પણ સંભળાઈ રહ્યો હતો…..સમજાઈ રહ્યો હતો…. હાં, યહી પ્યાર હૈ…. ! ત્યાં જ અચાનક કોણ જાણે શું થયું તે બાઈક ઊથલી પડી. એ પહેલાં એકાદ ક્ષણ પૂર્વે બ્રેક લાગવાનો મોટો ચિત્કાર સંભળાયો, પછી વાહન એક ઝાટકા સાથે ફેંકાઈ ગયું. સારું થયું કે ઊથલીને હાઈવેની એક તરફ જ્યાં માટીની સમાંતર કેડી હોય છે ત્યાં જઈ પડ્યું, નહીંતર અવશ્ય એ બંને જણાં મારી કારની નીચે ચગદાઈ મર્યા હોત ! મેં બ્રેક મારીને ગાડી થોભાવી દીધી. પછી ધીમેથી એક તરફ લઈને ઊભી રાખી. એન્જિન બંધ કર્યું. કારનો દરવાજો ખોલીને હું બહાર નીકળ્યો. ચોપાસ માત્ર અંધારું અને અંધારું જ છવાયેલું હતું. છતાં ઊંહકારાનું પગેરું પકડીને હું દોડ્યો. બંને જણાં સલામત હતાં. સામાન્ય મૂઢ માર વાગ્યો હતો.

‘અરે, ભાઈ ! આટલી બધી ઝડપ તે રખાતી હશે ? અને એમાં પાછી આમ અચાનક બ્રેક પણ મરાતી હશે ?’ મેં ઋત્વિજને ટેકો આપ્યો એની સાથે હળવો શાબ્દિક ઠપકો પણ આપ્યો. પછી મેં ઋતાને બેઠી કરી.

‘થેન્ક યૂ, સર ! પણ શું કરું ? અચાનક મારી નજર સાપ ઉપર પડી. બાઈકની હેડલાઈટના પ્રકાશમાં મેં જોયું કે રસ્તાની ડાબી બાજુએથી નીકળીને એ સરકતો સરકતો જમણી તરફ રસ્તાની વચ્ચેના ડિવાઈડર તરફ જઈ રહ્યો હતો. ભયાનક ઝેરી, પાંચ સાડા પાંચ ફીટ લાંબો, કાળોતરો હતો. બ્રેક માર્યા વગર છૂટકો નહોતો. કાં તો એ ચગદાઈ જાય અને મરી જાય. કાં તો….’ ઋત્વિજ અટક્યો, પછી એની અંદરની આશંકા એણે જાહેર કરી, ‘એની પૂંછડી ચગદાઈ જાય અને કદાચ એ વીજળીવેગે અમારા બંનેમાંથી કોઈને પણ દંશ મારી બેસે…. ! તો…..?
‘સારું ! જે થયું તે થયું. હાઈવે ઉપર વાહન ચલાવતાં ધ્યાન રાખવું. પ્રેમ કરવા માટે માણસે ચાર બંધ દીવાલોનું સર્જન કરેલું જ છે એનો ખ્યાલ રાખવો. તારાથી બાઈક ચલાવી શકાશે ને ? નહીંતર મારી કારમાં…..’

‘ના, અંકલ ! વાંધો નહી આવે.’ કહીને ઋત્વિજે મોટરબાઈક ઊભી કરી. કિક મારીને એને ચાલુ કરી જોઈ. પછી એણે કાંડાઘડિયાળ તપાસી લીધી. ખિસ્સામાં પાકીટ સલામત છે કે નહીં એ ચકાસી લીધું. ત્યાં અચાનક એને યાદ આવ્યું, શર્ટના ખિસ્સામાં મોબાઈલ ફોન મૂકેલો હતો એ ક્યાં ગયો ?!

‘અંકલ, મારો સેલફોન પડી ગયો લાગે છે. કીમતી હતો અને નવો પણ. શોધવો જ પડશે. તમારી પાસે ટોર્ચ હશે?’
મેં કહ્યું, ‘સોરી ! નથી. પણ એક કામ કર. તારો સેલ નંબર મને જણાવ. મારા સેલફોનથી હું એ નંબર ડાયલ કરું. જો સામેથી રિંગ સંભળાશે તો તારા ખોવાયેલા ઈન્સ્ટ્રુમેન્ટનું સરનામું પણ જડી આવશે.’

ઋત્વિજે નંબર જણાવ્યો. મેં એ નંબર લગાડ્યો. સુંદર હિન્દી ફિલ્મ ગીતનું સંગીત રણકી ઊઠયું. અમે અવાજની દિશા પકડીને દોડી ગયા. મોબાઈલ ફોન રસ્તાના ડિવાઈડર પાસે ક્યાંક પડ્યો હતો. નજીક ગયા તો ખબર પડી કે બરાબર માર્ગની વચ્ચોવચ ડિવાઈડર પાસે ઊગેલા ઊંચા, ભીના ઘાસની મધ્યમાં જઈ પડ્યો હતો. ત્યાં વિશાળ ઊંડો ખાડો હતો. ઘાસ એટલું તો ગીચ હતું કે અંદર હાથ નાખીને આમતેમ ફંફોસીએ તો જ સાધન હાથમાં આવે. ચોક્કસ જગ્યા વિશે માહિતી મળવાનું કારણ એ હતું કે રિંગટોન વાગતી વખતે એ ઈન્સ્ટ્રુમેન્ટ ઝાંખો પ્રકાશ પણ રેલાવી રહ્યું હતું. ઋતા ઝડપથી ખાડામાં હાથ નાખવા ગઈ, પણ ઋત્વિજે એને ખેંચી લીધી, ‘ખબરદાર ! ગાંડી થઈ ગઈ છે કે શું ?’
‘કેમ એમ પૂછે છે ?’
‘મને યાદ છે. સાપ બરાબર એ ખાડા તરફ જ ગયો છે…..!!’ ઋત્વિજે ધડાકો કર્યો.
હું પણ સડક થઈ ગયો. જો એણે સમયસર ઋતાને ન રોકી હોત, તો કેવો મોટો અનર્થ સર્જાઈ જાત ! ઋત્વિજે પ્રેમિકા ખાતર મોંઘા ભાવનો ફોન જતો કરી દીધો ! ક્યા યહી પ્યાર હૈ….. ? હું પ્રેમથી વ્યાખ્યાને સમજવા મથી રહ્યો. …..પણ ઋત્વિજે ફોન પરત મેળવવાના અન્ય રસ્તાઓ ફંફોસવાનું તો ચાલુ જ રાખ્યું. ત્યાં એની નજર હાઈવેની એક તરફ દસેક ફીટ દૂર એક ઝૂંપડીમાંથી ચળાઈને આવતા પ્રકાશબિંદુ ઉપર પડી. એણે કેડી તરફ ધસી જતાં કહ્યું : ‘એક મિનિટ, સર ! ત્યાં કોઈક રહેતું હોય એવું લાગે છે. હમણાં પાછો આવું છું….’

એ થોડી જ વારમાં પાછો આવ્યો. સાથે એક ચાલીસેક વરસનો હાડપિંજર જેવો દેખાતો પુરુષ હતો. ઋત્વિજ સીધો જ એ ગરીબ માણસને ખાડા પાસે લઈ આવ્યો. પછી માત્ર એટલું જ કહ્યું, ‘આ ખાડામાં મારો ફોન પડી ગયો છે. આ સાહેબ રિંગ વગાડે એટલે તેનો આવજ પણ સંભળાશે અને પ્રકાશ પણ દેખાશે. તારે ખાડામાં હાથ નાખીને મારો ફોન કાઢી આપવાનો છે. હું તને દસ રૂપિયા આપીશ.

પેલો તત્ક્ષણ તૈયાર થઈ ગયો પણ મેં એને રોક્યો. ઋત્વિજની લુચ્ચાઈ પ્રત્યે મને નફરત છૂટી. મેં પેલાને જણાવી દીધું : ‘ભાઈ, દસ રૂપિયામાં મોતને ભેટવા શા માટે તૈયાર થાય છે ? એ તો વિચાર કે આ જુવાન પોતે શા માટે ખાડામાં હાથ નથી નાખતો ? તને જણાવી દઉં છું કે અંદર લાંબો, ઝેરી સાપ છુપાયેલો છે. પછી તારે જે કરવું હોય તે કર !’

ગાઢ અંધારું હતું, પણ આટલી વારમાં અમે ટેવાઈ ગયા હતા. થોડું થોડું જોઈ શક્તા હતા. હું એ ગામડિયા માણસના ચહેરા ઉપર પલટાતા ભાવોને જોઈ શકતો હતો. આંચકો, આઘાત, ભય, મૂંઝવણ, મજબૂરી અને છેલ્લે નિર્ધાર ! એ માણસ મોતના મુખમાં હાથ નાખવા તૈયાર થઈ ગયો. કારણ મને ન સમજાયું, પણ મારી જવાબદારી પૂરી થઈ હતી. મેં ફરીથી નંબર રિડાયલ કર્યો. અંદરથી અવાજ અને પ્રકાશ બંને એકસાથે બહાર આવ્યા. પેલાએ ચાબુકના વિંઝાતા ફટકાની જેમ ખાડામાં હાથ નાંખ્યો અને ક્ષણાર્ધમાં ફોન પકડીને હાથ પાછો ખેંચી લીધો. બીજી જ ક્ષણે ખાડામાંથી ભયંકર ફૂંફાડો સંભળાયો, પણ અમે એનાથી દૂર દોડી ગયા હતા.

ઋત્વિજ પેલાના હાથમાં દસની નોટ પકડાવીને બાઈક ઉપર બેસી ગયો. છાતી સાથે ફોન અને પીઠ સાથે પ્રેમિકાને ચિપકાવીને એ ઊડી ગયો. મેં પેલા ગરીબ પુરુષના ખભા પર હાથ મૂક્યો, ‘ભાઈ, ગાંડો થઈ ગયો છે શું ? એક ક્ષણ માટે તું બચી ગયો. માત્ર દસ રૂપિયા માટે તેં આવું શા માટે કર્યું ? આટલો તે લોભ રખાય ?’

‘આ લોભ નથી, સાહેબ ! લાચારી છે. ચોમાસું છે એટલે એક અઠવાડિયાથી મજૂરીનું કામ મળ્યું નથી. ઝૂંપડીમાં ઘરવાળી બીમાર પડી છે. દાગતર પાસે જવાના પૈસા નહોતા. મારી પાસે બે જ રસ્તા હતા – કાં હું મરું, કાં મારી ઘરવાળી મરે ! મેં જાતે મરવાનું જોખમ ખેડ્યું, એ એટલા માટે કે કદાચ હું બચી જાઉં… તો મારી ઘરવાળી પણ બચી જાય…. !’

મેં ખિસ્સામાંથી પાકીટ બહાર કાઢયું. મારી આંખોમાં આંસુ હતાં અને મનમાં સવાલ : ક્યા યહી પ્યાર હૈ…… ? રાત્રિના ગાઢ અંધકારમાં વાદળછાયા આસમાન નીચે ઝેરી સાપની સાક્ષીમાં આ સવાલનો જીવતો-જાગતો જવાબ મારી સામે ઊભો હતો : હાં, યહી પ્યાર હૈ !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous યુવાનોને – વિલ ડ્યૂરાં
આપણી કહેવતો – ઉર્વશી પારેખ Next »   

138 પ્રતિભાવો : ક્યા યહી પ્યાર હૈ ? – ડૉ. શરદ ઠાકર

 1. Shilpa says:

  Wow!!!!!!!!! nice setup!! great meaning behind..

 2. hardik pandya says:

  thank u very much 4 puttin this story on site…

  ghana divaso thi DR.sharad thakar no lekh vachava mate talvalto hato… aje evu lage chhe jane pet bharai gayu…. ane Dr. Thakar na lekh par jo hu kai comment karu to e maro over-confidence hashe…..

  thanks again !!!!!

 3. Neela Kadakia says:

  લાચારી માણસ પાસે શું શું કરાવે છે અને હાં યહી પ્યાર હૈ.

  નીલા

 4. Varun Patel says:

  Nice one….
  This story was first published in Divyabhaskar News paper’s Suppliment…named “Ran ma Khilyu Gulab”

 5. satvik shah says:

  yes really a nice one for all who have fallen in love to test their love, isn’t so?

 6. અમિત પિસાવાડિયા ( ઉપલેટા) says:

  સુંદર ,, સરસ વાર્તા છે , પ્રેમ માણસ પાસે બધુ કરાવી શકે છે , પ્રેમ એક એવી તાકાત રહેલી છે ,,

 7. vijay says:

  સુંદર ,, સરસ વાર્તા છે
  Aavi varta jyare vanchva male chhe tyare ghanu j saru lage chhe

 8. komal says:

  A touching story…also very well composed..thxs so much for sharing it here..:)

 9. payal dave says:

  story vanchi ne dil ma thi avaj aave che
  ha yahi pyar hai!

 10. Avani Thakore says:

  Very nice story. Love & Lachaari can make you do anything.

 11. Atri Patel says:

  Nice Story, But if you are a fan of Dr.Thakar than we have Divyabhasker which publish his articles every wednesday(Dr ni Dairy) & sunday(Ran man Khilyu Gulab).
  Visit http://WWW.DivyaBhaskar.Com

 12. Palak Bhatt says:

  Very nice story!

  Not heavy language n still very touching. I like Dr. Sharad Thacker’s style.

 13. Amit Manwade says:

  Very nice story.
  It’s show’s the TRUE love of that poor guy who take the risk of his life for her wife….

  and i am a regular reader of Dr. Sharad Thakar in divya bhaskar…….So thank you very much for sharing this with us ..

  and keep posting such a nice articles / stories.

  Amit.

 14. Gautam Surti says:

  Hi friends!

  My name is Gautam, I am living in Surat,Gujarat,India. I am woking as a Clinical Research Assistant in Healthcare Industry.

  My first love is reading!
  After visit this site I must say that,

  Very good site, touchy contents!

  There are so many favorite Author’s in my list
  Dr. Shrarad Thakar is one of them.

  Friends if you like his stories / writing style,
  you must read these books.

  Doctor Ni Diary (Part 1-2-3)
  Ran Ma Khilyu Gulab (Part 1-2)
  Padgha Ugya Premna

  I am Gujarati & I have proud for it!

  This is the right time to tell the world that What the Gujarati People we are!

  Once again,

  Very nice site, carry on!

  (Gautam Surti)

 15. Tejal says:

  ha yehi pyaar hai…ek doosare ke liye mar mito wohi pyar hai..

 16. pravarsh says:

  very nice story, thanks to dr. sharad thakar

 17. manvant says:

  ગરીબી અને લાચારી જીવનાં જોખમ ખેડાવે છે !પ્રેમ મોટો કે ત્યાગ ?

 18. himanshu zaveri says:

  dr.sharad thakar as always great story writer, i always reading his stories as dr ni dairy in divyabhskar and used to in gujarat samachar. thanks to internet and this website creater, so i can read this article in usa too. thank one more time

 19. Anjali says:

  this is really nice story,i like sharad thaker’s stories..i was used to read his stories in gujarat samachar as ‘ran ma khilyu gulab’ …thanks to honor of this site

 20. Darshan Patel says:

  For love what all the people doing it shows from this beautiful article

  Love is blind

 21. I live in California near SFO at Newark City.
  I am very much found of Dr. Sharad Thaker’s articles in RUN MA KHILYU GULAB” as these short beautuful stories are very heart touching. I always eagarly await to receive ny Weekly Divya Bhaskar Friday Weekly here on mostly on wednesdays to read Dr. Sharad Thaker’s articles.
  HATS OFF to Dr. Shardad

 22. Devendra Shah says:

  I have read number of short stories written by Dr.Sharad Thakar. In few words he writes wonderful stories. Really great!
  Shri Mugeshbhai aapno prayatna-purusharth dad magi le evo chhe. Dhanyavaad Matrubhashani ane Maha Gujarat ni seva mate.

 23. Kautilya says:

  i really really like thought of the writer and i really hatsoff to mr. Sharad for publishing this kind of beautiful and lovable story and which also shows the people who missed the path. i m extremely sorry to my dearest honey i m sorry for putting u in probs and breaking your trust on me and on my love. i m sorry honey this is the true love which Mr. Sharad shown for the poor man. That person is economically poor but he is rich by love his family is full of love. i salute to this poorman’s love and to the thoughts of Mr. Sharad

 24. Jawaharlal Nanda says:

  SIR HEADING IS TOO SUITABLE FOR THE STORY ! NICE STORY ! BAHUJ MAJA AAVI ! SARAS VARTA HATI !

 25. pritishah says:

  hdraday sparshi varta,very nice. thanks for that.

 26. મને એ સમજાતુ નથી કે ગુજરાતી લેખોં માટે બધા અંગ્રેજીમાં કેમ કમેન્ટ કરે છે, ગુજરાતી માં ટાઈપ કરવા માટે કઈ સાધનો ની કમી નથી

 27. nikul gohil says:

  Very good story and also very meaningful. Thank you for publishing this story on this site. I really like your thought Mr.Sharad. I never read story like this. I like the story name “Kya Yahi Pyar Hai”. According to me live for eachother and die for eachother is love. “Ha, Yahi Pyar Hai”.

 28. C.N. Patel, Philadelphia--USA. says:

  Bhaishri,,,Sharad Thakar ni Dayari ni ane ran ma khilyu gulab -ni vartao to varsothi hu to vanchu chhu.Dr. na vyavasay sathe,satya ghatnao ma ghazal ni panktiofit karvi te ghanu j muskel kahevay.temni be adbhut vartao–usa na klinik ma ni babagadi ane pag na operation ma steel na saliya,,aa be vartao haji hu yad karu chhu ane ghanane kahu chhu.please doctor ne dardio ni ane shahityani adbhut sevao badal dhanyavad pathavu chhu..aa sandesh temne jarur janavso….

 29. meera patel says:

  It was a very beatiful and heart touching article.As i was reading the article i was being able to understand the meaning of love.I think the person who had fall in love only can understand this article. it was really too good Thank U Shri Sharad Thakar.If possible keep on publishing this type of articles so true love can be everlasting love.the title is much suitable for the article.JAY SHREE KRISHNA

 30. Nirma Patel says:

  Really it was nice story. By reading this story I realize that person can do anything in love. I am studying in Australia. And I used to read Dr. Thakar’s article on internet. Really I feel proud that I am Gujarati & also we have one of the best writer like Dr. Thakar. By reading his article I miss my Gujarat a lot.

  Love is blind.

 31. Rajul Zaveri says:

  Hello Sir ,
  Its really wonderfult to read you after a long time .you are alwaz great keep it up

  Rajul
  Australia

 32. Naresh B Dholakia says:

  Excellecnt , love is explained by simple but pierceing event though it looks practical on the ground but most convincing the love of downtrodden for the family.

 33. mohit says:

  beautiful story. always a treat to read Dr. sharad thakar.

 34. Piya says:

  ગરીબી અને લાચારી જીવનાં જોખમ ખેડાવે છે !પ્રેમ મોટો કે ત્યાગ ?

 35. Piya says:

  ગરીબી અને લાચારી જીવનાં જોખમ ખેડાવે છે !પ્રેમ મોટો કે ત્યાગ ? think about it

 36. Gira says:

  wow. great stroy!!

 37. Urmi Saagar says:

  પ્રેમ જરૂર ઊંચો…
  પ્રેમ તો પ્રભુનું સાક્ષાત નિરાકાર સ્વરૂપ….
  પરંતુ જે ત્યાગ અને સમર્પણની અગ્નિપરીક્ષામાંથી પસાર થયો હોય એ પ્રેમ !!
  અને એ પ્રેમ એટલે સાચેસાચો હેમ!

  સુંદર લેખ… આભાર મૃગેશ… અભિનંદન શરદભાઇ!!

  ઊર્મિસાગર

 38. shalin brahmbhatt says:

  it’s been pleasure to read you mr.thacker in the morning ,sitting in a garden over a cup of tea.what i really apreciate about you stories is the way in which you carefully unfold the surprise which is always hidden in love-affair.it’s keileidoscopic persona dat being in a profession of doctor,while having a falir for literature.i only wish keep writing for youngsters like us as it spurs romance which had been left behind as well as excitement about the next big thing to come.i’d like to put ya on par with nasir ismaili who shares da same talent like yours.

 39. Chaudhary Bhikhabhai R says:

  great love & great persons
  ruta & rutvij – great love

 40. sanjeeda saiyed says:

  wht is ur email id pls. i want to email u an article

  thnks n regds,
  sanjeeda saiyed

 41. sanjeeda saiyed says:

  hellow divybhaskar, wht is ur email id pls i want to email some articles..
  thnks n regds,

 42. JITESH S.KAMDAR,SARDARKRUSHINAGAR,DANTIWADA AGRIL.UNIVERSITY,SARDARKRUSHINAGAR-385506 says:

  dear sir,
  i like short stores of Dr.Thaker.there are lot of story writers in gujarati bur Dr.Sharad thaker is only one………..
  This story realise the true love of real lovers.,can i have email ID of Dr.Thaker and you.pl………………

 43. prarthana jha says:

  sir,hu prarthana bhagyesh jha.aapne abhinandan pathvu chu, mrao pan lekh che aa site par pan aapni aagal ame balko kahevaie!!nam par thi tame mane olkhi to gaya j hasho,dakshesh uncle vadhu olkhe…,aap ne abhinandan… maja aavi

 44. Niharika Gadhavi says:

  after a long time , i read Dr. sharad ‘s story.
  i am his great fan,so definately i like the strory…
  thanks for making it available on net

 45. Hariprakash Hadial says:

  ૃGREAT! I LOVE IT. one can realize importance of love when one loses it. thank you Dr. Sharad Thakar

 46. Pravin V. Patel says:

  ઋત્વિજની લુચ્ચાઈ સામે લાચારની જિંદગીનું જોખમ,
  સાચો પ્રેમ.—આંસુ છલકાવી દેતી
  વાત.
  અભિનંદન.

 47. prakash gadhvi says:

  Dr. Sharad saras premkatha lakhine aajnna yuvano na vartan nu pratibimb padyu chhe.
  nana manas ni moti vaato sambhali ne harkhayo chu, bhanela yuvanoni ni chhichhri vato thi dajayani lagni anubhavi. dhanyavad, aavi vadhu muthi uncheri vaat jarur thi tamari web site par muksho. Prakash Gadhvi – London

 48. deven says:

  love is the greatest feeling of world.

 49. aaj no yuva varg shu etlo paagal che k ene samanya maanviya samvedana nu bhaan j nathi rahyu????? shu rutvij etli had e swarthi hato ke ene ek maanvi na jeevan nu moolya na samjaay>???? shu aa varta prem ni lagni batave che k aj na amaara jeva yuvaa varg na swarth par tamacho maare che????

  ati sundar varnan ane sathe j atyant chotdaar varnan….

  krunal choksi

 50. chirag says:

  ગરિબિ અને મજબુરિ ને કારણૅ માણસ મોત ને પન હસતો હસતો સ્વિકારે છે.હા યહિ પ્યાર હૈ

 51. DIGPAL SHAH says:

  NICE ONE, LOVE IS NATURAL.

 52. jitu gohil//may 16 2007 at 12pm very nice story jitu from sahara samay mumbai (mumbai)

 53. Ramesh Amin says:

  Very nice and Heart touching story.

  Ramesh Amin

 54. DJ.. says:

  i read so many story,i like also many,. but ths is different from othrs story..i belive in love truly,..i think that yes, its a love..
  i really like ths story,,

 55. haresh says:

  ગ્બ્બ્બ્બ્બ્બ્બ્બ્બ્બ્બ્બિબિબિઇબિબ્બિબ્બિઇબ્

 56. Nisha says:

  હ્દય ને સ્પર્શિ જાય તેવિ પ્રેમ નિ ઉમદા વાત! અને તેને પ્રસ્તુત કરવાનિ ગજબ શૈલિ……
  હા યહિ પ્યાર હૈ

 57. mimansa joshi says:

  સાચે જ આ જ પ્રેમ ચ્હે ……….

  આજ નો પ્રેમિ ૧૦૦૦૦ વાર પ્રેમ કરુ ચ્હુ એવુ કહે ચ્હે પન જ્યારે પ્રેમ દેખાદવાનો સમય આવે ત્યારે પાનિ મા બેસિ જાય ચ્હે.પ્રેમ માત્ર કહિ બતાવાનિ જરુર નથિ પન સમય આવે જિવિ બતાવાનિ જરુર ચ્હે….

  જે આ વારતા પર થિ સમજાય ચ્હે.

 58. bhupendra prajapati says:

  Tks Mr. i read your story first time send me – more – i think Practical bate practical adami hi samaj sakate he – bhupendra from Congo ( Finance Manager )

 59. vikram patel says:

  saras varta chhe.

 60. Laxit Gajjar says:

  Dear Sharadbhai
  You have put a fact of life….mindblowing thought..appreciated…you did nice job again and hope that you will continue it .

  Laxit Gajjar from Saudi Arabia

 61. Anjana Shah says:

  હુ તમારા લેખ વાચુ છુ. આ વાર્તા સરસ છે.યુવાનો એ સમજ્વા જેવી છે.કોઇની મજબુરીનૉ દુરુપુઓગ ન કરો.

 62. chetna says:

  dr Sharadbhai’
  I only buy divyabhaskar to read your story , simply superb very touchy,keep up the goodwork.

 63. Bhavna Shukla says:

  Sharadbhai,

  Marm Sthan par ghha karyo have Dava karo please…..

 64. hitesh patel(usa) says:

  પ્રેમનિ બે બાજુ એક સ્વાર્થ બિજિ નિસ્વાર્થ
  Thats my thought n will b always
  He was trying to save her but didnt care about the poor man
  if u need me to wright it down everying about love
  it will take 1000 of years.

 65. Atul Jani says:

  પોતાના પ્રેમીને માટે જાન ન્યોચ્છાવર કરી દેવાની તૈયારી અને જરુર પડે પ્રાણ ન્યોચ્છાવર કરી પણ દેવા – હા યહી પ્યાર હે.

  પરંતુ ધીરે ધીરે આ પ્રેમ માં પરિપક્વતા આવે તો જીવનની પરીભાષા બદલાઈ જાય.

  ઍક માત્ર પોતાના પ્રિય પાત્ર પુરતો જ મર્યાદિત ન રહેતા આ પ્રેમ નો વ્યાપ વધે, પ્રેમિકા ઉપરાંત ગરીબ માણસ સુધી અને ધીરે ધીરે સમગ્ર સમષ્ટિ સુધી એ પ્રેમ નો પુણ્ય-પ્રવાહ વહે તો તેમાં માનવ-જીવનની સાર્થકતા છે.

  સીદ્ધહસ્ત લેખક શરદભાઈ તમે તમારી લેખની થી હજારો – લાખોના દિલ જીત્યાં છે – અને હા યહી તો પ્યાર હે.

  અને મૃગેશભાઈ આવી સુંદર વેબસાઈટ દ્વારા તમે અનેક ગુજરાતીઓના હ્રદયના તાર ને ઝંકૃત કર્યા છે – હા યહી પ્યાર હે.

 66. mihir says:

  તમારી વારતાઓ માં માનવતા, પ્રમાણિક્તા, મુલ્યો શિખવા મળે.

 67. Dr.Apoorva says:

  પ્રેમ માટે પૈસા જોયીએ, દસ રુપીઆ વગર ગરીબ માણસ નો પ્રેમ ન જીવત,
  અને પ્રેમ વગર પૈસો એ પાણી છે, ઋત્વા વગર ઋત્વીજ નો પૈસો શુ કામનો?

 68. Cymbalta. says:

  Cymbalta….

  Cymbalta….

 69. jashvant patel says:

  prem ma avu hoy che. prem ma apvanu j hoy che. koi paisa thi to koi jan lagavi prem batave che

 70. Rajput shreya says:

  I am in love but my problem is that i am merried.

  vaat em che ke mara merrege pahela mane krishna sathe love thayo hato. me mara mata pita ne samjavani ni koshish kari pan te na manya. hu ane krishu ek j naat na hata chata mara matapita na manya ane mara merrege mara karta 3 varsh nana chokara sathe kari didha ane hu haji pan krishu ne love karu chu te pan mane love kare cue. what can do? plz tell me.

 71. Dr Shraddha Thakar says:

  Hello sir,
  What a nice meaning of Love u have shown in this short story.
  Really this is called “Love”.
  Your each story touches d heart weather it is a simple story from d column “Ran ma khilyu gulab” or “Doctor ni diary”.
  Regards,
  Dr Shraddha Thakar.

 72. KAMLESH says:

  હ્દય ને સ્પર્શિ જાય તેવિ પ્રેમ નિ ઉમદા વાત! અને તેને પ્રસ્તુત કરવાનિ ગજબ શૈલિ……
  હા યહિ પ્યાર હૈ

  Your each story touches d heart weather it is a simple story from d column “Ran ma khilyu gulab” or “Doctor ni diary”.
  FROM:-KAMLESH

 73. Navdeepsinh Rajput says:

  Very nice !!!!!

  Always provide us the most touchable story I am very glad to read this story ……

  Best of luck for your further race for provide us the sentimental stories and give us the feelings for life…..

  and abt the story both carecter are right at their place that Kritik do not want to loss his wife and that villge fellow also the way which they taken is I think correct.!!!!!!!!!!!!

  What do you think Dr.????

  Thanks.

 74. bindi patel says:

  I am reading Dr SHARAD’s stories from 6th standard.now i’m in college and his stories are as interesting and as romantic as earlie.Dr’s stories are like a rose which never been old.

 75. Darshini says:

  it talks about true love!

 76. Hardik says:

  Great,

  Feeling good reading this after Valentine’s Day!

 77. ruchita says:

  it’s really very nice story…..

 78. sujata says:

  એક જ વાક્ય યાદ આવે ……..હુ માન્ી માનવ થાઊ તો ઘણુ……….

 79. ચૈતન્ય શાહ અમદાવાદ says:

  ખુબ સરસ……પણ

  ક્યા યહી પ્યાર હૈ ?
  હાં, યહી પ્યાર હૈ !

  પ્યાર કી જીત હૈ લેકીન
  ઈન્સાયીત કી તો હાર હૈ

 80. Leena says:

  સરસ પન પ્યાર ફક્ત પ્રેમિકા માતે નહિ પન બધા મતે હોવો જોઇયે

 81. Parimal says:

  ખુબ જ સરસ વાર્તા
  ખરે ખર પ્રેમ ની પરિભાષા અલગ અલગ વ્ય્કતિ માટ અલગ હોઇ છ

 82. GIRISH H. BAROT says:

  DR.Sharad Thakarsaheb ni ‘RAJUAT’ atli badhi saras hoi chhe ke bas teno ‘RAS’manta j rahi e.Paisa vala karta garib manas no ‘pyar’ jara pan utarato nathi hoto. E J AA LEKH NI ‘FALSHRUTI’CHHE.

 83. શ્રી શરદભાઇ,
  આપે ઘણી જ સુંદર રીતે સ્વાર્થ,વિશ્વાસ અને ફરજને આપના લેખમાં સમાવી છે.
  આપની રજુઆત સમાજ માટે ઉત્તમ છે અને રહેશે. ધન્યવાદ.

  લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ
  ના જય જલારામ.(હ્યુસ્ટન)

 84. બ ન્ને નો પ્રેમ બેઉ નિ જગ્યા એ બ્ રોબર હ્તો એક નો તેનિ પ્રેમિકા માતે અને બિજા ને એનિ પત્નિ માતે પન ફરક એત્લોજ હતો કે એક ફક્ત સપ્ના બતાવ વા મા સ મ જ તો હતો અને આ
  ગરિબ માનસ વાસ્તવિક્તા માનતો હતો એને રુપિયા નિ કિમ્મત અને જિવન ના મુલ્ય નિ પરખ હતિ

  પ્રિતિ

 85. Darshan says:

  Really Gud..

  This story was first published in Divyabhaskar News paper’s Suppliment…named “Ran ma Khilyu Gulab”

  Carry On

  Dr.Sharad Takkar…

  With Love

 86. nayan panchal says:

  ઋત્વિજ અને ઋતા વિશે તો ખબર નહિ પણ ગરીબ માણસનો પ્રેમ ૧૦૦% સાચો છે.

  નયન

 87. Hitendra R. Patel(PATODWALA) says:

  I Like This Story.People Love Each Other,But Poor Person Love Is Great.

 88. Shruti says:

  ખૂબ જ સરસ વર્તા.

  “એક બજિના બે રમનારા, એક હરે ને એક જિતે,
  પ્રેમની બજિ કિન્તુ અનોખી, બેઉ હારે ને બેઉ જિતે”

  ત્યાગ એ પ્રેમ્ નુ ઉત્તમ સ્વરુપ છે.

 89. અશોક says:

  ડોક્ટર,સાહિત્ય,સંવેદના.. આને માટે એક શબ્દ પણ છે.
  શરદ ઠાકર !!! અભિનંદન

 90. vaishali says:

  It is excellent…

 91. Ajit Desai says:

  Dear shardji,
  Wonderful.
  Who won ? one must won.
  I Appreciate.
  May I take your permission to print this story in my monthly Magazine, Vaishvik Modh Pariwar ?
  Let me know sir,
  Ajit Desai
  Jamnagar

 92. Rajesh Makwana says:

  Great !!!!!!!!!!!!!
  Saradbhai je rite tame aa gatna nu varnan karyu che te kharekhar dil ne halavi de tevu che. Sachot prashna ” KYA YAHI PYAR HAI ” no sachot jawab ” HA YAHI PYAAR HAI “

 93. જીતેન્દ્ર જે. તન્ના says:

  ખુબ સરસ વાર્તા. આપની દરેક વાર્તા વાંચવી ખુબ જ ગમે છે. આભાર.

 94. hiren says:

  good very nice love

 95. Mittal says:

  hello sir
  ha yahi pyar he ane aanu nam j lachari 6e,mane tamari story ane tamaru lakhan bane gamya
  nice

 96. mahesh says:

  it’s really very nice story…..thak you very much

 97. Bhupendra Patel says:

  શરદ્ ભા ઇ

  ખુબ સરસ વાર્તા. આપની દરેક વાર્તા વાંચવી ખુબ જ ગમે છે.

  આપનો ખુબ ખુબ આભાર

  આપની રજુઆત સામાજિક નિતિમત્તા માટે ઉત્તમ છે અને રહેશે.

 98. Kinjal Ray says:

  પ્રેમ તો બધા કરે પરન્તુ સચો પ્રેમ જોવા જ નથેી મલતો.
  હુ હમેશા સચા પ્રેમ નેી શોધ મા હતેી.
  મને પ્રેમ પન થયો પન એવા boys ક્યા?

 99. ankur says:

  very nice article. I like the way it elaborate. I like to receive such articles in future.

 100. piyush says:

  the master of short stories thanks…..for this…

 101. Hemali says:

  Really amazing…usually I dont have habit to read gujarati stories but this is the first time happened that I am a great fan of yours after reading this !!!

  really True Love in the story….but worried about those kind of villegers still !!

 102. Neha says:

  Ha yahi pyar hai,
  Kyak prem ane kyak lachari, what a great combination in this story!!

 103. kali says:

  હા યહિ પ્યાર્ હૈ

 104. Pratik says:

  nice story….

 105. raju yadav says:

  ડોક્ટર સાહેબ ને વરસોથી વાંચુ છુ. હંમેશ ની જેમ વાંચવી ગમે એવી વાર્તા. ધન્યવાદ.

 106. Dipal. says:

  yes……………..its really really nice sory
  love is blaind,garibai manash no jusso ogali nakhe chhe jem k khali theli tattar na rahi sake tem.kyak majburi kam karti hoy to kyak prem no jaado….

  in short je hoy te pan ha YAHI PYAR HAI

 107. પૂર્વી says:

  ગરીબ માણસનો પ્રેમ ૧૦૦% ખરો.

 108. Hetal bhatia says:

  Hello,Sir
  It’s really nice story.I think I’m wrong because whatever u write it’s a real story.
  I read yr “Articles” when i was in 6th or in 7nth grade(1993).I used to read in Gujarat samachar(“Doctor nee Dayree” every Wednesday).I always wait for this article.Now a days i try to find yr article on any Gujarati website.And thx to Gurjari.net th’ this website i’m able to find this new website and i’m able to read yr more articles.Thanks.

  About the article,

  It’s wonderful and amazing.

 109. VIPUL PANCHAL says:

  Really Nice Story.

 110. AKTA PATEL says:

  IT IS VERY NICE STORY. IT EXPLAIN US THE RICHNESS OF LOVE.

 111. Mitesh says:

  Love is beyond the imagination of anyone and I guess this is the perfect example of it. Most of the times true love can be found at the places where it is least expected.

 112. Neo says:

  The defination of love changes from person to person!!

 113. Chintan Desai says:

  પ્રેમ મા એવી તાકાત રહેલી છે કે માણસ કંઇ પણ કરી જાય છે.
  ત્યાગ થી જ પ્રેમ મહાન છે.અને હાં યહી પ્યાર હૈ.

  આવા સરસ લેખ માટે લેખક ને
  ધન્યવાદ.

  ચિંતન દેસાઈ

 114. Gargi says:

  ultimate….great message behind that……..so one can understand what is love?

 115. vipul says:

  પ્રેમ મા એવી તાકાત રહેલી છે કે માણસ કંઇ પણ કરી જાય છે.
  ખરે ખર પ્રેમ ની પરિભાષા અલગ અલગ વ્ય્કતિ માટ અલગ હોઇ છે.
  આવા સરસ લેખ માટે લેખક ને
  ધન્યવાદ.

 116. Monica says:

  બહુ સરસ વાર્તા છે…ડૉ. શરદ ઠાકર.

 117. CHANDRESH GANATRA says:

  RESP. SIR, I WANT TO MEET U

  PL GIVE ME A (APPOINTMENT) TIME OTHERVISE GIVE YOUR CELL NO;

  CHANDRESH GANATRA

 118. Amit Patel says:

  વાહ !!!
  પ્રેમનું સાચુ નિરૂપણ છે.

 119. dr arti pandya says:

  very nice, yes its true love

 120. VIJAY CHHABDA says:

  DEAR DR SHARADBHAI, SHAYAD MUSKEELI NA SAMAY MA J SACHA PRAM NI KASOTI HASE. VERY GOOD.

 121. chirag shukla says:

  avi rachna dr.sharadbhai sivay koi karij na sake …sir im ur big fan.

 122. S Patel says:

  પ્રેમને સમજવો હોય તો પ્રેમ થવો જોઈએ. મને હંમેશા વાંચવાનો અને ફીલ્મો જોવાનો શોખ. એમાં પણ રોમેન્ટીક વાર્તાતો હંમેશા ગમે. જીંદગીમાં પ્રેમ ઘણો મોડો થયો અને એ પણ જુદાઈની વેદના લઈને આવ્યો પણ છતાંય એની અસર એટલી ખરી કે દુનિયા જોવાની નજર બદલાઈ ગઈ.

  પ્રેમ હંમેશા માણસને નમ્ર બનાવે અહીં એક મોબાઈલ જેવી વસ્તુ જે રુપિયા આપીને ફરી ખરીદી શકાય તેના માટે દસ રુપિયા આપી કદી પાછી ના મળતી જીંદગી સાથે રમનાર વ્યકિત પ્રેમ માં ના કહેવાય એ તો આકર્ષણ કે વાસના જ હોય.

  પ્રેમ તો સાધના છે. પ્રેમમાં માણસની સમજમાં એટલો ઊપર ઉઠે છે કે એટલે જશે છે કે પ્રેમમાં પડયો એમ નહીં પ્રેમમાં ઉપર ઉઠયો એમ કહેવુ જોઈએ.

  પ્રેમને કોઈ દીવસ અમીરી કે ગરીબી સાથે ના સરખાવાય. જેણે કોઈને પ્રેમ કર્યો હોય તે અમીર બાકીના તવંગર.

 123. Ambar Shah says:

  હા યહિ પ્યાર હૅ

  સાચો પ્રેમ તો ડોક્ટર સાહેબ જ બતાવી શકે

  Really good story by him

 124. Dholakia Angel says:

  Let me tell u. YOU ARE JUST “FANTASTIC”!

  DR. SHARAD THAKAR, being 18 yrs. old girl I like to read about LOVE.
  but being a good & regular reader of ‘guj. sahitya’ I FELT your story.
  i couldn’t stop myself to mail this article to my dear friend.

  તા.ક.: I can’t stop myself to READ,STUDY & LISTEN MUSIC.
  …..”KYA YAHI PYAAR HAI?”….

 125. mayuri raval says:

  its really very heart touching story.

 126. riddhi says:

  Ha yahi pyar hai હા યહિ પ્યાર હે.

 127. jigna says:

  આજકાલ આવો પ્રેમ ક્યાં જોવા મળે?

 128. raju says:

  ખુબ ચરચ કહાનિ ચે મને વાન્ચવાનિ મજા આવિ ગયિ ……
  its really very heart touching story.

 129. Falgun says:

  awesome!!!! હ્રિદય સ્પર્શિ….

 130. Vaishali Maheshwari says:

  Very nice story having a deep meaning inside it.

  Just one story depicted two opposite kinds of people.

  The guy riding the bike also loved the girl with him, but he was very selfish. He just cared about his love, but did not care about the poor person. That is so mean!

  The guys cellphone was new and expensive, so he wanted to get it back, but he should not have done this at the cost of anyone’s life.

  The poor helpless person said, ‘મેં જાતે મરવાનું જોખમ ખેડ્યું, એ એટલા માટે કે કદાચ હું બચી જાઉં… તો મારી ઘરવાળી પણ બચી જાય…. !’

  This is true love. He did not even think about sacrificing his life for his wife. God is always there to help such kind of people.

  Thank you Dr. Sharad for these two nice extreme incidences.

 131. ketan parikh says:

  એક્ષેલ્લેન્ત સ્તોરિ વેરિ તચિન્ગ

 132. ખરેખર લાચારિ માનસ પાસે ખાનુ કરાવે ચ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.