કેમ ? – પ્રવીણ પટેલ ‘શશી’

[ સાહિત્યકાર તેમજ કવિ શ્રી પ્રવિણભાઈ પટેલ ‘શશી’ (અમેરિકા) ના નવા પુસ્તક ‘કાવ્ય સૌરભ’ માંથી સાભાર. ]

દૂરથી લાગે પર્વત રળિયામણો, માની તો લીધું,
હતું જે વેંત પાસ, બરાબર કેમ ના જોઈ લીધું ?

કાઢવી બીજાની ખોડ-ખાંપણ, આસાન છે તો ખરું,
ખુદનાં અઢાર વાંકા, સગવડિયું કેમ ભુલાઈ ગયું ?

થયો પ્રકાશ સામે અને દિલમાં કંઈક થઈ તો ગયું,
દીવો હતો તારો પોતાનો, અંધારું કેમ નીચે રહ્યું ?

પાયા પાતાળે અને ગગને મિનારા, સાંભર્યું તો હતું,
નસીબ આડે પાંદડું, પલમાં સ્વપ્નું કેમ સરી ગયું ?

‘સત્યમેવ જયતે’ પ્રાણ પ્યારું ગાંધી સુત્ર તો હતું,
અસત્યોની બોલબાલા, જૂઠાણું કેમ સસ્તું થયું ?

નાસે નિસરણી ને દોડવું પાછળ, અડવું તો હતું,
હસવામાંથી ખસવું, કેમ આગળ રોવાનું થયું ?

સવાલ એ નથી કે એણે એમ શા કાજે કર્યું,
સવાલ એ છે કે મેં એ બધું શા માટે ના કર્યું ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જ્ઞાન-વિજ્ઞાન
પથારી – કાજલ ઓઝા-વૈદ્ય Next »   

4 પ્રતિભાવો : કેમ ? – પ્રવીણ પટેલ ‘શશી’

  1. janki says:

    nice poem..
    yeah i think everything looks fascinating from the distance n then when our curiousity takes us there, we wish to go back. but then that is too late and we are just stuck up there.

  2. darshana says:

    nice poem.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.