ચાર ટૂંકીવાર્તાઓ – જીજ્ઞેશ દેખતાવાલા

[ રીડગુજરાતીને આ સુંદર વાર્તાઓ મોકલવા માટે નવોદિત સર્જક શ્રી જીજ્ઞેશભાઈનો (મુંબઈ) ખૂબ ખૂબ આભાર. અભ્યાસે તેઓ બી.ઈ. કોમ્પ્યુટર છે અને હાલમાં ‘ક્વોલિટી પ્રોસેસ કન્સલટન્ટ’ તરીકે ‘ઑરેકલ ફાઈનાન્સિયલસ’ માં જોબ કરી રહ્યા છે. આ તેમની પ્રથમ કૃતિઓ છે.  આપ તેમનો આ સરનામે jignesh10@hotmail.com સંપર્ક કરી શકો છો. ]

[1] સફેદ શર્ટ

ચમચમ કરતી ઘણી બધી નિયોન લાઈટ્સને દિલિપભાઈની આંખો એકીટસે જોઈ રહી હતી. દિલિપભાઈ પોતાના દીકરા ચિરાગ સાથે અમેરિકાના એક મોલમાં ખરીદી માટે આવ્યા હતા. ભાવનગર નજીકના ગામડામાં રહેતા દિલિપભાઈ માટે આ પહેલી વિદેશયાત્રા હતી. જો કે તેમણે પૂરા ભારતના દર્શન પણ નહોતા કર્યા. વર્ષોથી એમનું ગામડું જ એમની જન્મભૂમિ ને કર્મભૂમિ હતી. આખી જિંદગી વૈતરું કરી એકના એક દીકરાને ભણાવી-ગણાવીને એન્જિનિયર બનાવ્યો હતો; જે થોડા સમયથી અમેરિકામાં રહેતો હતો.

મોલમાં ફરતા ફરતા ચિરાગ એક બ્રાન્ડેડ ગારમેન્ટની દુકાનમાં જાય છે. હજારો સ્ક્વેરફૂટના એ વિશાળ પરિસરમાં જાણે તૈયાર કપડાંનો કુંભમેળો જામ્યો હતો ! અચાનક દિલિપભાઈની નજર નજીકમાં લટકાવેલા સફેદ શર્ટ પર પડી અને જાણે એ શર્ટ એમને ભૂતકાળની કોઈ યાદ તાજી કરાવી રહ્યું હોય એમ લાગ્યું. દિલિપભાઈ નજીક જઈને શર્ટને વધુ નિકટથી જોઈ રહ્યા અને ક્યારે તે પોતાના ભૂતકાળની યાદોમાં ખોવાઈ ગયા, તે એ પોતે પણ કળી ન શક્યા.

આજથી સાઈઠ વર્ષ પહેલા દિલિપભાઈના બાપુજી એમને નજીકની મિશનરી શાળામાં મૂકવા ગયા હતા એ આખીયે ઘટના દિલિપભાઈની આંખો સામે આવીને ઊભી રહી. ગામના શેઠિયા પાસે ઉધારના લીધેલા પૈસાથી દિલિપભાઈને ભણાવવા માટે એમના બાપુજી આચાર્યને મળે છે. મિશનરી શાળામાં ભણાવવાની જો કે એમની સ્થિતિ નહોતી પણ મક્કમ નિર્ધાર હતો કે પુત્રને સારી શાળામાં જ મોકલવો. શાળામાં જોડાવાની બધી જ પ્રક્રિયા પતી ગઈ હતી, ત્યાં વિદાય લેતી વખતે આચાર્ય એમને યાદ કરાવે છે કે કાલથી દિલિપને શાળાના ગણવેશમાં ભણવા મોકલજો. બધી જ ફી માંડ માંડ ભરી ચૂકેલા એ આધેડવયના પિતા માટે તો આ સાંભળતાં જાણે વીજળી પડી હતી ! ‘ભલે’ કહીને એમણે પુત્ર સાથે વિદાય લીધી. ગણવેશમાં સફેટ શર્ટ પહેરવો જરૂરી હતો અને એવા બે સફેદ શર્ટ ખરીદવા એટલે એ સમય પ્રમાણે ઓછામાં ઓછો પાંચથી સાત રૂપિયાનો ખર્ચ હતો. આખા રસ્તે એમના વિચારો ફક્ત એક જ દિશામાં ચાલી રહ્યા હતા કે આ વધારાના પૈસાનો બંદોબસ્ત ક્યાંથી કરવો ? પુત્ર તરીકે તેઓ પિતાની મુશ્કેલી જાણીને એમની સાથે એનો ઉકેલ શોધવામાં જોડાય છે.

છેવટે પત્નીના મંગળસૂત્રને ગિરવે મુકવાના વિચાર સાથે પિતાજી ઘરે પહોંચે છે. પત્નીને બધી વાતથી વાકેફ કરીને પોતાની મજબૂરીથી શરમાય છે પણ પુત્રના અભ્યાસ માટે પતિ-પત્ની બંને મળીને બધું કુરબાન કરવા તૈયાર થઈ જાય છે. પૈસાનો બંદોબસ્ત થતાં જ બે નવા શર્ટ ઘરમાં આવે છે અને દિલિપભાઈના શાળાજીવનની શરૂઆત થાય છે. પણ શું થાય ? વિધાતાને કંઈક બીજું જ મંજૂર હશે. અકસ્માતમાં દિલિપભાઈ માતાપિતાને ગુમાવે છે અને ઘરખર્ચ કાઢવા માટે અભ્યાસ છોડીને નાના-મોટા કામમાં જોડાઈ જાય છે. સમય જતાં લગ્ન થાય છે અને થોડા સમયમાં પુત્ર ચિરાગ પણ આ કુટુંબનો સભ્ય બને છે. માબાપના સપના પૂરાં કરવા અને ચિરાગને ભણાવી મોટો માણસ બનાવવા આખી જિંદગી ખર્ચી કાઢે છે. છેવટે નસીબ સાથ આપતાં, ચિરાગ સાથે આજે ભાવનગરની બહારની દુનિયાને જોવા કાબેલ બને છે. બે વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલા ચિરાગને જ્યારે પોતાની માતાના મૃત્યુના સમાચાર મળે છે ત્યારે એ ભાંગી પડે છે અને પિતા દિલિપભાઈને પોતાની સાથે રહેવા બોલાવી લે છે.

એકીટશે સફેદ શર્ટને જોઈને વિચારોમાં ડૂબેલા દિલિપભાઈ પર અચાનક ચિરાગની નજર પડે છે. નજીક આવીને તે તેમને ભૂતકાળના વિચારોમાંથી બહાર લાવે છે. પોતાના બીજા શર્ટની સાથે એ પિતા માટે $60 ડૉલરનું એ શર્ટ પણ ખરીદી લે છે. ખરીદી પતાવીને પિતા-પુત્ર કારમાં ઘરે પાછા ફરે છે. ઘરે પહોંચતાં જ ચિરાગનાં પત્ની પાણીનો ગ્લાસ ધરીને પ્રશ્ન કરે છે કે : ‘શું ખરીદ્યું ?’ ચિરાગ તેનો ટૂંકો જવાબ આપતાં કહે છે કે : ‘કંઈ ખાસ નહીં. મારા માટે ત્રણ-ચાર શર્ટ અને બાપુજી માટે એક સફેદ શર્ટ, બસ….’ આ “બસ” શબ્દ સાંભળી દિલિપભાઈ ફરી વિચારોના ચગડોળે ચડી જાય છે. એમની આંખ સામે સાત રૂપિયાના ગણવેશથી લઈ 60 ડૉલરના સફેદ શર્ટ સુધીની આખી યાત્રા સ્પષ્ટ દેખાય છે !
.

[2] બગાડેલું મીટર

મુંબઈમાં લગભગ સૂર્યાસ્તનો સમય થઈ રહ્યો છે. ધીરે ધીરે કાળા ડિબાંગ રસ્તાઓ જાણે રંગબેરંગી ચાદર ઓઢી રહ્યું હોય એમ જાતજાતના અને રંગબેરંગી વાહનોથી ઊભરાવા લાગ્યો. ઝરણું જેમ કલકલ કરતું સમુદ્રને મળવા આતુર હોય એમ લોકો પોતપોતાની કચેરીમાંથી નીકળી ઘરે પહોંચવા નીકળી પડ્યા છે.

અજય રોજની જેમ આજે પણ પોતાના ઑફિસથી નીકળી અને રિક્ષામાં બેસી ગયો હતો. પણ વારંવાર એની નજર કાચમાંથી દ્રષ્ટિગોચર થતા રિક્ષા ડ્રાઈવરના ચહેરા પર જઈ રહી હતી, એના ચહેરાના બદલાતા હાવભાવને અજય સમજવાની કોશિશ કરી રહ્યો હતો. રિક્ષા લગભગ હાઈ-વે પર આવેલા સિગ્નલ આગળ આવી અટકી ગઈ. અજયની નજર મીટર પર પડી, છેલ્લા લગભગ બે વર્ષથી એક જ રસ્તા પર રિક્ષામાં આવ-જા કરવાને કારણે એ રિક્ષાભાડા અને મીટરનું અનુમાન સચોટ કરી શકતો હતો. આજે એ મીટર લગભગ દોઢું ભાડું દેખાડી રહ્યું હતું. પહેલેથી જ ડ્રાઈવરના ચહેરાને સમજવાની કોશિશ કરનાર અજય, ખોટા મીટર અને ડ્રાઈવરની પરેશાનીનો તાગ મેળવવા મથવા લાગ્યો. પરિસ્થિતિને વધારે બરાબર જાણવા માટે તે રિક્ષાવાળા સાથે વાત કરવાનું શરૂ કરે છે અને થોડીવારમાં જ સમજી જાય છે કે તે પોતાના કૌટુંબિક અને આર્થિક કારણોસર મુશ્કેલીમાં છે.

અજય સમજી જાય છે કે મીટરનું ખોટું રિડીંગ બતાવવું એ કોઈ જોગાનુજોગ નથી. એ રિક્ષાવાળાની પોતાની અનેક મુશ્કેલીઓમાંની એકને ઓછી કરવાનો પ્રયત્ન હતો ! હવે રસ્તા પર વાહનો સાથે હોર્નના અવાજ પણ વધવા લાગ્યા હતા. આખા દિવસ સૂર્યપ્રકાશમાં તપેલા રસ્તાઓને હવે આજુબાજુ લગાવેલી સ્ટ્રીટલાઈટ્સ પ્રકાશમય કરી રહી હતી. અજવાળું ઓછું થવા છતાં પણ અજય રિક્ષા ડ્રાઈવરનો એ વેદનામય અને વિચારોથી ઘેરાયેલો ચહેરો સાફ જોઈ શકતો હતો. એક વાર તો અજયને મન થઈ આવ્યું કે એ રિક્ષાને બાજુ પર ઊભી રાખી, ખોટા મીટર માટે ડ્રાઈવરની ખબર લઈ લે, પણ ડ્રાઈવરના ચહેરા પરની રેખાઓ એને રોકી રહી હતી.

હંમેશા પ્રમાણે ટૂંકા રસ્તાથી જવા કરતાં અજય ડ્રાઈવરને બીજો રસ્તો બતાવે છે જે પ્રમાણમાં વધારે લાંબો છે. રિક્ષા પૂરપાટ એ રસ્તા પર જઈ રહી છે. અજય કેમેય કરીને એની નજર મીટર અને કાચમાં પડતા ડ્રાઈવરના પ્રતિબિંબ પરથી હટાવી નથી શક્તો. હાઈ-વે પરના રસ્તાઓ પસાર કરી રિક્ષા શહેરના અંદરના રસ્તા પર દોડવા માંડે છે. લોકોથી અને વાહનોથી ઉભરાતા રસ્તાઓ પર અજય નજર ચૂકવી ફરીથી ડ્રાઈવરને જોઈ રહ્યો છે. રિક્ષા એના ઘરની નજીક આવી ઊભી રહે છે. લગભગ બમણું મીટર જોતા જ પહેલાં તો અજયનો ચહેરો નારાજગી દર્શાવે છે પણ પછી પોતાના ખિસ્સામાંથી સો-સોની બે નોટ કાઢી ડ્રાઈવરને આપી દે છે. અજયના ચહેરા પર ઊભા થયેલા હાવભાવને ડ્રાઈવર જોઈને કળી જાય છે કે આ કોઈ રોજના રિક્ષામાં સફર કરનાર જણાય છે અને મીટરના ખોટા રિડીંગને દરગુજર કરી રહ્યો છે. હાથમાં કડકડતી સો-સોની નોટ જોઈને એ પોતાની મુશ્કેલીઓનો ચિતાર અજયને કહેવા જાય છે ત્યારે અજય ઈશારાથી એને ના કહે છે. અજયની આંખો જાણે એને કહી રહી હતી કે હું બધું જાણી ગયો છું.

અજય પોતાની બેગ લઈ ઘર તરફ પગ માંડે છે. હવે કાચમાંથી જોતા રહેવાનો વારો ડ્રાઈવરનો આવે છે. હાથમાં આવેલી સો-સોની નોટ અને અજયના પ્રતિબિંબને જોઈ એની આંખોમાં ઝળઝળિયાં આવી જાય છે.
.

[3] ક્યારે અટકવું ?

આખરે છમછમ કરતા વર્ષાઋતુનું આગમન થઈ ગયું. આ વખતે ચોમાસાએ થોડા મોડા દસ્તક દીધા હતા. છેલ્લા પંદર વીસ દિવસથી અબ્રા ગામના એ પચાસ-સાઈઠ ખેડૂત કુટુંબ એની કાગડોળે વાટ જોઈ રહ્યા હતા. અચાનક જાણે નાટકનો મંચ જેમ બદલાઈ જાય એમ ગામની સિકલ બદલાવા લાગી. વરસાદનો અનુભવ લેવા બધા પોતપોતાના ખોરડાની બહાર આવી ગયા. પંખીઓને પણ જાણે અત્યારે પોતાના માળા કેદખાના જેવા લાગવા લાગ્યા અને બધાયે બહાર ટોળામાં આકાશમાં ભમ્મર લેવા લાગ્યાં.

લગભગ આખા ગામની આજીવિકા નાની-મોટી ખેતી દ્વારા જ ચાલતી હતી અને થોડા સમયના દુકાળ અને ગયા વર્ષના લીલાદુકાળે લગભગ બધું જ સાફ કરી નાખ્યું હતું. આખું ગામ જાણે ઈન્દ્રદેવને વીનવી રહ્યું હતું કે આ વખતે વર્ષારાણી વધારે ન રીઝે અને એના રૌદ્રરૂપના દર્શન કોઈને ન થાય. દુકાળની ન અટકતી વણઝારને કારણે ગામના કૂવા તો શું, ખેડૂતોની આંખો પણ અંદર ઊતરી ગઈ હતી. પરંતુ છેવટે વર્ષાના આગમનથી જ એમાં નવી જાન આરોપાઈ હતી.

સાંજ પડતા સુધીમાં બળબળતા તાપથી ત્રાહિમામ ગામડાંએ નિરાંતનો શ્વાસ લીધો. ધરતીમાના હૈયે ટાઢક વળી હતી પણ ચરોતરભાઈ પટેલના વિચારો કોઈ અલગ જ દુનિયામાં એમને લઈ જઈ રહ્યા હતા. ગત વર્ષની અતિવૃષ્ટિ એમના પાકની સાથે સાથે એમના એકના એક પુત્રનો પણ ભોગ લેતી ગઈ હતી. સતત દશેક દિવસના વરસાદને જાણે સમુદ્રના સીમાડાને મોટા કરી દેવા હતા અને ધરતી પર કોઈ વેર લેવાને ઈરાદે એને ડૂબાડી દેવી હતી ! જોતજોતામાં ગામેગામના નામો-નિશાન ન રહ્યા અને ખેતરે ગયેલો ચરોતરભાઈનો પુત્ર ગાંડાતૂર બનેલા પાણીમાં ગરકાવ થઈ ગયો. સૂકા દુકાળને સહન કરનાર ગામલોકોની કમર તોડવાનો જાણે વર્ષાએ અચૂક નિર્ધાર કર્યો હતો. આખરે વરસાદ બંધ થયો. પાણી ઊતરવા લાગ્યા અને ચરોતરભાઈને એના પુત્રનો કોહવાયેલો મૃતદેહ ગામની સીમના ઝાડવામાંથી મળી આવ્યો હતો.

ઘણા પ્રયત્નોથી પુત્રની ભૂલાયેલી યાદો આજે પાછી તાજી થઈ રહી હતી. જાતજાતના દોરાધાગા કરાવ્યા પછી પુત્રની આવી કરુણ દશા કયો બાપ જીરવી શકે ? ચરોતરભાઈનું જાણે સર્વસ્વ લૂંટાઈ ગયું હતું. વર્ષાના આગમનથી ખુશ એવા ગામજનો રાત સુધી ચાલેલા એ વરસાદથી ધીરે ધીરે ડરવા લાગ્યા છે. આજની રાતે પણ જાણે એ દિવસની જેમ વરસાદ ગામને પોતાના કબ્જામાં કરવામાં આવ્યો હતો. ગામનો પહેલા વરસાદનો ઉત્સાહ ધીરે ધીરે રાતના અંધારામાં ઊતરવા લાગ્યો હતો. ચોમેર અંધકારની ચાદરને વરસાદ આજે વધારે ગાઢી બનાવી રહ્યો હતો.

ચરોતરભાઈના ચકડોળે ચઢેલા વિચારો એમને ધીરે ધીરે કોઈ બીજા દ્રશ્યો દેખાડવા લાગ્યા. નાનપણમાં સાંભળેલી એ શાહુકારની વાત કે જેને ક્યાં અટકવું એની ખબર નહોતી અને ભૂમિ પામવાની લાલચમાં મરતા દમ સુધી દોડ લગાવી પણ અંતે શર્ત લગાવેલા સ્થળથી ફક્ત બે મીટર દૂર મોતને ભેટ્યો ! ચરોતરભાઈ વિચારે છે, શું ખરેખર ફક્ત માણસ જ નથી જાણતો કે એને ક્યારે અટકવું જોઈએ ? કે ઘણીવાર સૃષ્ટિ પણ આમાં થાપ ખાઈ જતી હોય છે ? – ધીરે ધીરે વરસાદના અવિરત પાણીના કારણે અબ્રા ગામ એક ટાપુમાં બદલાઈ રહ્યું છે અને બે ઘડીના આનંદમાં ઓતપ્રોત ગામલોકોના ડોળા ફરી ચિંતાથી ઘેરાવા લાગ્યા છે.
.

[4] બે વર્ષની જિંદગી

….અને લિફટ પંદરમા માળે આવીને અટકે છે. રાધિકા એમાંથી બહાર આવે છે અને ડૉ. અજયના કન્સલટિંગ રૂમમાં પ્રવેશે છે. એક અલગ પ્રકારની શાંતિએ ત્યાં અનુભવે છે. વચ્ચે વચ્ચે રણકતા ફોનના અવાજ સિવાય કોઈ અવાજ ત્યાં નહોતો. રાધિકા નવી નવી સ્નાતક થયેલી બાવીસ વર્ષની યુવતી હતી. વર્ષોથી શહેરમાં ઉછરી હતી અને બીજા બધા શોખની સાથે એને થોડા સમયથી નાની વાર્તાઓ લખવામાં અત્યંત આનંદ આવતો હતો. પણ છેલ્લા ત્રણ-ચાર મહિનાથી એ પોતાના માથામાં ઉપડતા દુ:ખાવાથી પરેશાન હતી. ફેમીલી ડૉક્ટરના કહેવાથી એ મગજનું સ્કેનિંગ કરાવવા ડૉ. અજયના દવાખાને આવી હતી. અત્યારના એ ડૉ. અજયની વાટ જોઈ રહી હતી અને સાથે સ્કેનિંગ રિપોર્ટ પણ આવવાનો હોવાને લીધે થોડી ડરી રહી હતી, બેચેન હતી.

લગભગ પોણા કલાક પછી આગળના દર્દીઓને સલાહ આપ્યા પછી રાધિકાનો નંબર આવે છે. ડૉ. અજય એનો રિપોર્ટ પહેલા જ જોઈ ચૂક્યા હતા. એમના કપાળની રેખાઓના હાવભાવ દ્વારા તેઓ રાધિકાને કંઈક કહેવાની કોશિશ કરી રહ્યા હતા. રાધિકાના નાના મગજની પાછળ એક ગાંઠ થઈ હતી જે જીવલેણ હતી. અજયે રાધિકાને શાંતિથી સમજાવે છે અને ઑપરેશનની ભલામણ કરે છે.
‘મારી પાસે કેટલો સમય છે, ડૉક્ટર ?’ રાધિકા બધી વસ્તુઓના નિચોડ સમો એક જ પ્રશ્ન કરે છે.
‘બે વર્ષ, વધારેમાં વધારે.’ રાધિકા વિચારોની શૂન્યતા સાથે ઘરે જવા નીકળે છે. પ્રયત્ન કરીને પોતાને વધારે સ્વસ્થ કરવા જાય છે જેથી રાતના બહારગામથી પરત થનાર મા-બાપને આવકારી શકે.

રાધિકાના રોગ વિશે જાણી મા-બાપ પણ એક ધબકારો ચૂકી જાય છે અને એને ઑપરેશન માટે સમજાવવા લાગે છે. પરંતુ રાધિકા એ બે વર્ષને પૂરેપૂરા જીવી લેવાનો નિર્ધાર રાખીને બેઠી છે. એ પોતાના નવીન શોખની પાછળ સમય આપે છે. લગભગ દોઢેક વર્ષના અંત સુધી રાધિકા લગભગ ત્રણ પુસ્તક લખી ચૂકી છે. એ વાર્તાઓમાં એના અંતરનો અવાજ, એના ઉમંગો અને આનંદ ઉમેરાયેલા છે. કદાચ એ જ કારણથી એની ગણના એક સારા ઉભરાતા લેખકોમાં થવા લાગી છે. પરંતુ આ અંતરના આનંદની સાથે સાથે એના ટ્યૂમરનો દુ:ખાવો પણ વધતો જાય છે. આખરે રાધિકા ઑપરેશન કરાવવાનું નક્કી કરે છે. સદભાગ્યે બધું હેમખેમ પાર ઊતરે છે અને રાધિકાનું ઑપરેશન સફળ થાય છે. થોડા સમયમાં જ એને મગજના દુ:ખાવાથી આરામ મળે છે.

રાધિકા એ ઘટના પછી પણ પોતાનું લેખન કાર્ય ચાલુ રાખે છે. ચાલીસેક વર્ષ પછી જ્યારે પણ રાધિકા એ પ્રસંગને યાદ કરે છે ત્યારે સંતોષની લાગણી અનુભવે છે. લગભગ 63 વર્ષની ઉંમરે રાધિકા મૃત્યુ પામે છે. પોતાની આખી જિંદગી સાહિત્યની સેવામાં ગુજારનાર રાધિકા છેલ્લા દિવસ સુધી એ શોખ જાળવી રાખે છે. લગભગ ડઝનેક વાર્તાસંગ્રહ અને આશરે એટલી જ નવલકથા લખનાર રાધિકાની શ્રેષ્ઠ કૃતિ એ બે વર્ષમાં લખાયેલી વાર્તાઓ જ ગણાય છે. એ બે વર્ષ રાધિકા પોતાની જિંદગીના છેલ્લા વર્ષો માનીને ઉજવે છે જે એની વાર્તઓ સ્વરૂપે બહાર આવે છે.

મરવા માટે સાચે જ હિંમતની જરૂર છે એવું માનનારા પણ માનવા માંડે છે કે જીવવા માટે એનાથી વધારે હિંમતની જરૂર છે ! રાધિકાને આજે મરણોત્તર સાહિત્યરત્નના ખિતાબ માટે ચૂંટી કાઢવામાં આવે છે. એના બધા જ સાહિત્ય રચના પૈકી એક ખાસ વાર્તાસંગ્રહને બિરદાવવામાં આવે છે, જેનું નામ છે : ‘બે વર્ષની જિંદગી.’ કહેવાની જરૂર નથી, આ એ જ સાહિત્ય રચના છે જે એણે પોતાના જિંદગીના એ બે વર્ષને છેલ્લા વર્ષ ગણીને આજથી ચાલીસેક વર્ષ પહેલાં લખી હતી !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ચિંતનના ચબૂતરે – સંકલિત
અગન રેખા – ગોવિંદ શાહ Next »   

52 પ્રતિભાવો : ચાર ટૂંકીવાર્તાઓ – જીજ્ઞેશ દેખતાવાલા

 1. vanraj -Bangalore says:

  Excellent work….!!!!!

 2. Devina Sangoi,mumbai says:

  MR JIGNESH KEEP WRITING,GOOD TRY

 3. alpesh says:

  સરસ વાર્તાઆ ઓ લખી છે
  આભાર
  અલ્પેશ શાહ

 4. Ritesh Shah says:

  Bahuj Saras pratham prayas.

 5. જિગ્નેશ ભઇએ બહુ જ સરસ દેખ્યુ છે, ખરેખર દેખતાવાલા છે,ખૂબ જ આગળ વધો એવા આશીર્વાદ

 6. jigneshbhai,tame kharekhar dekhatavala chho, khub khub aagal vadho ej iswerne prarthana

 7. Megha says:

  વાર્તાઓ ખૂબ જ સરસ છે પરન્તુ બધી જ વાર્તાઓ ત્રિજો પુરુષ એકવચનમાં લખાયેલી છે. જો આ જ વાર્તાઓ પ્રથમપુરુષ એકવચન કે પછી જુદી જુદી વૈવિધ્ય શૈલી અપનાવીને લખાઈ હોત તો વાંચનમાં વધુ મજા આવત.

 8. Kajal says:

  ખુબ જ સરસ. લખવાનુ ચાલુ જ રાખ્જો.

 9. લગે રહો જીજ્ઞેશભાઈ! ધીરે ધીરે વધુ લખતા થઈ જશો!
  આપની કલમમાં દમ છે. લખતા રહેશો.

 10. Girish says:

  ખુબ સરસ પ્રયાસ
  આભાર

 11. Veena Dave, USA says:

  ભાઈ દેખતાવાલા, અભિન્દન, આવુ સરસ લખતો રહેજે. ઘણાને દેખતા કરશે તારી કલમ્.

 12. jigna says:

  ખુબ સરસ

 13. બહુ સરસ વાર્તાઓ જીજ્ઞેશભાઈ. આપણામાંથી ઘણા લોકો ના જીવન નાં અમુક તબક્કાઓ ને સ્પર્શતી વાતો.
  ખૂબ ખૂબ અભિનંદન અને લખવાનું ચાલુ રાખો.

 14. ઈન્દ્રેશ વદન says:

  ‘દસ કહાનિયાં’ ફિલ્મના બીજા ભાગ માટે ઘણી યોગ્ય વાર્તાઓ.

  શર્ટ, મીટર, અને બે વર્ષની જિંદગી જરુર પસંદગી પામી શકે.

 15. Vraj Dave says:

  હાં બહુ સરસ કહેવાય …

  વ્રજ દવે

 16. Vraj Dave says:

  બસ આવી ટુકી ટુકી વાર્તા લખતા રહો જરુર આગળ વઘસો.

 17. M H Parekh says:

  Jignesh,
  Excellent work, keep on writing. Looking forward for more stories from you.
  Thank you!!
  M H Parekh
  (Raleigh)

 18. ami says:

  fine che……………

 19. Balkrishna Shah,Vile Parle says:

  વાર્તાઓનું લાઘવ્ય ગમ્યું

 20. Amit Patel says:

  Really it’s a kick start. keep it up

 21. Janki D says:

  Very good creativity. Keep on writing and you will reach beyond horizon. Good work.

 22. nayan panchal says:

  શરૂઆત ઘણી સરસ. All the Best for future.

  નયન

 23. Mahendra Jadav says:

  Excellent work Sir! It’s really a heart touching stories. Keep writing.

 24. Rachana says:

  Too good Jigu bhai…Proud of you!!

 25. Rachana says:

  jignesh bhai good intelegent story write memorable

 26. bimal says:

  jignesh bhai good & intelligent story.We are waiting for some experiences about Varun’s life & some memorable yatra pravaas anubhav.

 27. Shweta says:

  nice one

 28. vishakha says:

  keep up the good work jigu bhai
  hope u write more intresting stories

 29. Mital Parmar says:

  Good story……

 30. કલ્પેશ says:

  જીગ્નેશ, સરસ લખો છો. નાની ક્ષણમા માણસનુ મન એક બાજુથી બીજી બાજુ કુદકા મારે છે અને મનમા ચાલતી ગડમથલને સરસ રીતે વ્ય્કત કરી છે.

  Why do people ask this question to doctor? – “મારી પાસે કેટલો સમય છે?”
  I don’t think anybody can tell you that.

  I guess, if we visit a doctor & he gives us this kind of answer (in form of placebo effect), we will live more better. Isn’t it that the death coming near makes us
  realize how to live life?

  I had read somewhere that Sufi saints sleep in a coffin & when they wake up – they thank god for giving them one more day of life.

  Weird creatures we are.

 31. Urmila Dadi says:

  Khub saras lakhyu.
  aava busy jivan ma routine kaam sivay biji koi mangamti pravrutti ma aagal vadho – eva aashirvaad.

 32. Anju says:

  ખુબ સરસ પ્રયાસ કર્યો . તમારી કલમ અવિરત ચાલતી રહે એ જ પ્રભુ ને પ્રાર્થના.

 33. Vipul Dekhtawala says:

  જિગ્નેશ – Very good insiprational begginning and impressive work as well.. nice to know that we have such quality hidden talent within close by family… and now coming out… I wish you all the best for more writing and looking forward to read more stories sooner…. let me know when you post new ones.
  Happy Writing. 🙂

 34. tarla parekh says:

  very good attempt and good beginning. keep on writing and writing and writing, which will make you best writer. god bless you.

 35. Hemant says:

  ખુબ સરસ, વ્યાકરણનુ ધ્યાન રાખો એટલે બસ.

 36. Meerakaki says:

  જિગ્નેશ્ ખુબ સરસ વારતાઓ ભગવાન તમોને ખુબ આગલ વધારે આવિ પ્રાથના

 37. Devang Talati says:

  જિગ્નેશ્,

  Very nice & touching stories, keep it up one day we will be reading નોવેલ્ written by you.

  Keep it up.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.