અગન રેખા – ગોવિંદ શાહ

[એક પ્રચલિત ઈ-મેઈલ પર આધારિત આ સુંદર અનુવાદિત કૃતિ મોકલવા માટે શ્રી ગોવિંદભાઈનો (વલ્લભ વિદ્યાનગર, ગુજરાત) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે sgp43@yahoo.co.in પર સંપર્ક કરી શકો છો.]

આ છે એક સોફટવેર એન્જિનિયરની દાસ્તાન, એના પોતાના શબ્દોમાં : ‘એક દિવસ હું મુંબઈ-મદ્રાસ વચ્ચે દોડતી મેલ ટ્રેનના પહેલા વર્ગમાં મુસાફરી કરી રહ્યો હતો. ટ્રેન ચાલુ થયા પછી ઘોંઘાટ ઓછો થતાં મારી સાથે લાવેલ બેગમાંથી મેં લેપટોપ કાઢીને થોડું કામ કરવાનું શરૂ કર્યું. બાજુમાં મુસાફરી કરી રહેલ એક હટ્ટાકટ્ટા મુસાફરે મને સહજભાવે કૂતુહલતાથી પૂછ્યું :
‘શું તમે કોઈ કોમ્પ્યુટર કંપનીમાં કામ કરો છો ?’
આછી નજરે મેં હકારમાં જરા અભિમાનપૂર્વક જવાબ આપ્યો કે : ‘હા, હું એક સોફટવેર એન્જિનિયર છું.’ ફરી પાછો હું લેપટોપમાં મશ્ગૂલ થઈ ગયો. પણ પેલા મુસાફરે વાત આગળ વધારતા કહ્યું કે : ‘આજકાલ કૉમ્પ્યુટર ટેકનોલોજીનો બહુ વિકાસ થયેલો છે અને તમે લોકો દેશને ખૂબ આગળ લઈ ગયા છો. દરેકે દરેક ઑફિસમાં કોમ્પ્યુટર આવી ગયા છે તે ખૂબ આનંદની વાત છે.’

મેં લેપટોપમાંથી માથું ઊંચું કર્યું. આ કદરથી મારું અભિમાન થોડું સંતોષાતું હોય એમ મને લાગ્યું. એ મુસાફરને જોઈને મને એમ લાગતું હતું કે એમની માટે આ લેપટૉપ કોઈ લકઝરી અથવા ફેશનની વસ્તુ હશે. એમને જોઈને મને થતું કે તેઓ કદાચ રેલ્વેમાં નોકરી કરતા હશે અથવા રેલ્વેના પાસમાં મફત મુસાફરી કરતા હશે ! પરંતુ એ ભાઈ તો વાતો કરવામાં ઉત્સાહિત હતા. એમણે વાત આગળ વધારતાં કહ્યું કે :
‘આ કોમ્પ્યુટર ખરેખર એક અદ્દભુત યંત્ર છે. તમે ઑફિસમાં બેઠા બેઠા કે ટ્રેનમાં બેઠા પણ ઘણું કામ કોમ્પ્યુટર પર કરી શકો છો….’
મેં જવાબ આપ્યો : ‘હા, કોમ્પ્યુટર અદ્દભુત તો છે જ, પરંતુ ઑફિસમાં આરામથી બેઠા બેઠા બધા કામ થઈ જાય એવી આ ચમત્કારીક ચીજ નથી. ફક્ત ચાર-પાંચ લાઈન લખીએ અને બધા કામ આપમેળે થઈ જાય એમ હકીકતે બનતું નથી. કોમ્પ્યુટરના પ્રોગ્રામ લખવામાં ઘણી માથાકૂટ અને સખત મહેનત કરવી પડતી હોય છે.’
મારી વાત સાંભળી તેમણે કહ્યું : ‘હા, એ કામ તો અઘરું અને આંટીઘૂંટીવાળું છે, પરંતુ તમને એવા પગારો-પેકેજો પણ ઘણાં ઊંચા જ મળે છે ને ?’

મને એમની આ વાત બરાબર ન લાગી.
મેં એમને કહ્યું : ‘દરેક જણ બસ પૈસાને જ જુએ છે. આપણા લોકોનો દ્રષ્ટિકોણ જ બહુ ટૂંકો થઈ ગયો છે. ભલે અમે મોટી એરકન્ડીશન્ડ ઑફિસોમાં બેસીએ છીએ પણ અમારે મગજ સાથે ખૂબ જ કસરત કરવાની હોય છે. શરીરનો ઉપયોગ ઓછો અને મગજનો ઉપયોગ વધારે કરવાનું કામ ખરેખર ખૂબ અઘરું છે. દાખલા તરીકે, આ આખા રેલ્વેનું કોમ્પ્યુટરાઈઝેશન થઈ ગયેલું છે, બરાબર ? સેંકડો સ્ટેશનોમાંથી ગમે ત્યાંથી તમે તમારી ટિકિટ બુક કરાવી શકો છો. એક જ સમયે હજારો ટિકિટ કોઈપણ જાતની ભૂલ વગર તદ્દન સલામત રીતે તમને તમારે ઘેર બેઠા મળી જાય છે. શું આમાં તમે ડિઝાઈન અને પ્રોગ્રામ કેટલા અઘરા છે એની કલ્પના તમે કરી શકશો ?’
‘તો શું તમે આ પ્રકારની ડિઝાઈન અને સિસ્ટમ પ્રોગ્રામિંગનું કામ કરો છો ?’ એણે આશ્ચર્યચકિત થઈને પૂછ્યું.
‘હા. પહેલા હું તે કરતો હતો, પરંતુ હવે હું પ્રોજેકટ મેનેજર છું.’ મેં કહ્યું. મુસાફરના મોંમાંથી વધારે આશ્ચર્યના ઉદ્દગાર નીકળી પડ્યા અને બોલ્યો : ‘તો તો તમારું કામ હવે ઘણું સરળ થઈ ગયું હશે !’

ફરી વખત મને એમની વાત બરાબર ન લાગી.
મેં એમને કહ્યું : ‘દાદરના પગથિયાં જેમ ઉપર ચઢો તેમ ચઢાણ સહેલું થતું જાય છે ? ના, જિંદગીમાં જેમ ઊંચે ચઢો તેમ જવાબદારીઓમાં પણ વધારો થતો હોય છે. એ રીતે ડિઝાઈન અને સિસ્ટમનું કામ પણ મારે વધતું જાય છે. મારે એ જાતે કરવાનું નથી પરંતુ પહેલાં કરતાં મારી જવાબદારી ચોક્કસ વધી છે. તમે માનશો નહીં પણ કામ સતત વધતું જ જાય છે. અમારે સમય કરતાં પહેલાં ઉચ્ચ ગુણવત્તાવાળી ડિઝાઈન તૈયાર કરીને આપવી પડે છે. એક બાજુ ગ્રાહક – કે જેની જરૂરિયાતો અને પદ્ધતિઓ સતત બદલાતી રહે છે; જ્યારે બીજી બાજુ સહકાર્યકરો અને બોસ – કે જે કામ જલ્દી પૂરું કરવાના હુકમો છોડતા હોય છે ! આ બંને વચ્ચે હું સેન્ડવીચ જેવો થઈ જાઉં છું.’ એમની પર જાણે વિજય મેળવ્યો હોય એવી અદાથી મેં એમને કહ્યું : ‘ભાઈ સાહેબ ! તમને ખબર નથી કે અમે કેવી અગન રેખા (line of fire) વચ્ચે આવા સંજોગોમાં સતત રહેતા હોઈએ છીએ.’

સામો મુસાફર મારી વાત સાંભળીને દિગ્મૂઢ થઈ ગયો. તે થોડી ક્ષણો એકી નજરે મારી સામે તાકી રહ્યો. એ પછી થોડીવારે કંઈક યાદ આવ્યું હોય તેમ બોલવા લાગ્યો : ‘હા, પ્રોજેક્ટ મેનેજર સાહેબ ! મને ખબર છે કે અગન રેખા કેવી હોય છે. અમારી પચ્ચીસ જણની ટૂકડી હતી. અમને હુકમ આપવામાં આવ્યો હતો કે ચોકીનંબર-475 અમારે રાત્રીના અંધકારમાં કોઈપણ સંજોગોમાં કબજે કરવાની છે. દુશ્મનો ઊંચી જગ્યાએ સતત તોપમારો અને ગોળીઓનો વરસાદ વરસાવી રહ્યા હતા. કઈ ક્ષણે કઈ બાજુથી કોને ગોળી વાગશે તેની કોઈને ખબર નહોતી. જ્યારે અમે વહેલી સવારે ત્રિરંગો ફરકાવ્યો ત્યારે અમે ફક્ત ત્રણ જણ જ જીવતા બચ્યા હતા.
મેં પૂછ્યું : ‘તો તમે કોણ છો ?’
એમણે કહ્યું : ‘હું અગિયારમી રાજપૂતાના રાઈફલ્સનો સુબેદાર વિક્રમસિંહ ચૌહાણ છું. તે દિવસે કારગીલ પોઈન્ટ 475ની ફરજ ઉપર હાજર હતો. મારી મુદત પૂરી થઈ ગયેલી અને હું બીજું ઓછા જોખમવાળું કે આરામવાળું કામ લઈ શક્યો હોત, પરંતુ શું આસાન કામ માટે મારે મારી ફરજ છોડી દેવી ? તે સવારે મારો એક સાથીદાર બરફ ઉપર ઘવાયેલો પડ્યો હતો કે જ્યાં દુશ્મનોનો સતત ગોળીબાર ચાલુ હતો. અમે બંકરમાં સલામત પરત આવી ગયા હતા. મારું એ કામ હતું કે મારો સાથીદાર જે ઘવાયેલો હતો એને બંકરમાં પાછો લઈ આવવો. પરંતુ મારા કેપ્ટને મને એમ કરવાની રજા ન આપી. એમણે મને એમ કહ્યું કે કેપ્ટન તરીકે મેં શપથ લીધા છે કે દેશની સુરક્ષા પ્રથમ, એ પછી મારા હાથ નીચેના સૈનિકોની સુરક્ષા અને સૌથી છેલ્લે મારી પોતાની સલામતી. આથી, ઘવાયેલા ને લાવવાની જવાબદારી મારી છે… – અને કેપ્ટને પોતાના શપથ નિભાવ્યા. તે ઘવાયેલા મારા સાથીદારને ખેંચી લાવ્યા. જો કે તેમ કરતાં તેમનો પોતાનો જીવ ગુમાવી બેઠા. આખો દિવસ અમે તેમના શરીર ઉપરથી ગોળીઓ કાઢતા રહ્યા કે જે ગોળીઓ ખરેખર અમારે ખાવાની હતી. સાહેબ, અમને ખબર છે કે અગન રેખા કોને કહેવાય !’

મારી તો બોલતી જ બંધ થઈ ગઈ. મેં લેપટોપ બંધ કરી દીધું. મારું બધું જ અભિમાન ફુગ્ગામાંથી હવા નીકળે એમ નીકળી ગયું ! હું એક એવા માણસની સામે હતો જેને માટે સાહસ, શૌર્ય અને મૃત્યુ જિંદગીનો રોજિંદો ભાગ હતો. એની આગળ મારા કામની કોઈ વિસાત નહોતી. – એટલામાં તો સ્ટેશન આવતાં ટ્રેન ઊભી રહી. સુબેદાર પોતાનો સામાન ભેગો કરીને ઉતરવા લાગ્યા. મેં તેમની સાથે હાથ મિલાવીને કહ્યું કે ‘સુબેદાર સાહેબ, આપને મળીને મને પણ બહુ જ આનંદ થયો.’ એમની સાથે હાથ મિલાવતા મેં અનુભવ્યું કે ઘણી બંદૂકો અને શીખરો પર આ એમના હાથ ફરી ચૂક્યા હશે, કે જેણે આ ત્રિરંગાને આકાશમાં સદાય લહેરાતો રાખ્યો છે…

શું આપણે પ્રજા તરીકે દેશને માટે શહીદ થનાર જાંબાઝ કમાન્ડો કે સૈનિકોની કદર કરી શકીએ છીએ ? આપણે ટ્રેનના એક સામાન્ય ડ્રાઈવરની સમયસૂચકતા કે એક પોલીસ કોન્સ્ટેબલની સજાગતા માટે બે સારા શબ્દો પણ કોઈ દિવસ કહી શક્યા છીએ ? જાણે આપણને આપણી આજુબાજુ ફક્ત ધનમાં આળોટતા ક્રિકેટરો કે ફિલ્મી અદાકારો સિવાય કંઈ દેખાતું જ નથી !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ચાર ટૂંકીવાર્તાઓ – જીજ્ઞેશ દેખતાવાલા
દુનિયાની અજાયબ કમાન – પ્રવીણ શાહ Next »   

39 પ્રતિભાવો : અગન રેખા – ગોવિંદ શાહ

 1. Jignesh says:

  Good one !!! Worth pondering….

  regards,
  Jignesh

 2. kumar says:

  ખરેખર ખુબ સરસ કહ્યુ.

 3. dhiraj says:

  good

  keep it up govindbhai

 4. Paresh says:

  સાચી જ વાત છે કે આવા જાંબાઝ સૈનિકોને કારણે જ આપણે નીરાંતની નિંદર માણી શકીએ છીએ. તમને સોંપવામાં આવેલ કામ પ્રામાણિકતા અને નિષ્ઠાથી કરો તો તે દેશભક્તિ જ છે. આભાર

 5. કુણાલ says:

  Excellent !!

 6. કુણાલ says:

  આ અનુવાદ જેના પરથી થયો છે તે અંગ્રેજી લખાણ મળી શકે ખરું ?

 7. અગન રેખા અંતગૅત ખુબ જ સુચક વાત કરી કે ટ્રેનના ડ્રાઈવરનો કદી આપણે આભાર માનીએ છીએ કે ૧૦૦૦ માણસોને તે સહી સલામત મુકામ પર લઈ આવ્યો..!!

  બસ ડ્રાઈવર કે પછી હવાઈ જહાજનો પાઈલટ..જે દિવસે આપણે અંતરથી આભાર માનીએ ત્યારે સમજવું કે આપણો માંહ્યલો જાગૃત થઈ ગયો છે.

  કારગિલના શહીદ જવાનોને નત મસ્તક શ્રધ્ધાંજલિ
  અને
  વિજય ધ્વજ બુલંદ કરનાર સાથી વીરોને સલામ.

  આભાર.

 8. trupti says:

  EXCELLENT!!!!!!!!! I am speechless and no word to express. Simply grat.

 9. NILAY THAKOR says:

  Really, Your Article is a very clear & true. We appriciate match winning cricketrs but not solders, who sacrifice their lives for nation. This article will surely helpful all of us to give credit to solders. Please write this types of article. Thank You !

 10. Nilesh Bhatt says:

  ખુબ જ સરસ લેખ.

  વાંચી ને આનંદ થયો. કદાચ વધુ એક વખત એ વાત નું ભાન થયું કે હર એક વ્યક્તિ નું કામ અગત્ય નુ હોય છે. ભલે એ સોફ્ટ્વેર મેનેજર હોય, સરહદ પર સેવા બજાવતા સૈનિક હોય, ડ્રાઈવર હોય કે પછી કોઇ પણ હોય. મન માં ઊદભવતા અહંકાર ના સહજ ભાવો કે હું બીજાઓ કરતા વધુ અગત્ય નુ કાર્ય કરૂ છું, એ મિથ્યા જ છે.

  આ પરથી પુરાતન વર્ણવ્યવસ્થા મા ઊપસ્થિત થયેલા પ્રશ્નો યાદ આવી ગયા. જ્યારે વર્ણવ્યવસ્થા કર્મ આધારિત હતી ત્યારે હર એક વ્યક્તિ ના કામ ની અગત્યતા સમાન હતી. સદીઓ જતાં એમાં ઊંચ-નીચ ના ભેદભાવો આવતા ગયા. અને અંતે વ્યવસ્થા જન્મગત બની ગઈ.

  જો વ્યવસ્થા મુળ કર્મગત હતી તો આ વર્ણવ્યવસ્થા નાબુદ જ થવી જોઈએ એવુ નથી લાગતું? શું આપણે એક જ ગ્નાતી (“Gna” doesn’t work, IE7) ના હોવા જોઈએ એવુ નથી લાગતું? ભારત મા રહેનાર પ્રત્યેક ને “ભારતીય” ગ્નાતિ ના ગણવા જોઈએ એવું નથી લાગતું? આપણે એક જુથ બની ને તમામ પ્રકાર ના નુકસાન કરનારા ભેદો ને હટાવીએ એવુ નથી લાગતું? ના વર્ણભેદ, ના ગ્નાતીભેદ, ના કર્મભેદ, ના પ્રદેશભેદ. ભેદો રહે તો એ મીઠાં ને મનગમતા, જેમ કે મેઘધનુષ્ય ના રંગો. આપણા મા પ્રવર્તતા સાહજિક ભેદો જેવા કે ભાષા, રહેણી-કહેણી, પોષાક, ખોરાક, દેખાવ વગેરે મા ભિન્નતા એ બગીચામાં ફુલો જેવા નથી? વિવિધ રંગ ને સુવાસ, વિવિધ દેખાવ. જો હર એક ફુલ એક જ જેવા હોય તો શું આપણે બગીચા ની સુંદરતા માણી શકેત ખરાં? જો આ માનસિકતા નો વિકાસ ને સ્વિકાર થાય તો અહીં જ સ્વર્ગ છે. આવો! બધા મળીને “વિવિધતા મા એકતા” ને હકીકતે સાર્થક કરીએ. આ જરુરિયાત છે આજના સમયની.

 11. VIPUL PANCHAL says:

  EXCELLENT!!!!!!!!!

 12. raju says:

  ખુબ શરશ ચે આ લેખ મને આ લેખ વન્ચિને આનન્દ થયો ……

 13. જીતેંન્દ્ર જે. તન્ના says:

  ખુબ સરસ લેખ.

 14. Mausami says:

  excellent !!!! Very nice story

 15. ઈન્દ્રેશ વદન says:

  Amazing translation!!

  Had read the original email few years ago. Every time it makes you speechless.

 16. Veena Dave, USA says:

  ખુબ સરસ , ખુબ સરસ. દુનિયા મા લોકો celebrities પાછળ દિવાના છે. કાલે જ ગુ. જ મા વાચ્યુ કે ૨૦ મિનિટ નાચવાના ……ને ૨ કરોડ મળે છે…… ૨ કરોડ્મા કેટલા શહિદ જવાનોના સન્તાનો ભણી શકે એ વિચાર કોઇને આવે? સૈનિકોને પગાર અને લાભ વધારે જ હોવા જોઇએ. પ્રધાનોના ખિસ્સાને કાણા પડેલા છે એમના પેટ ભરાતા જ નથી. પૈસાદાર નો ઘમન્ડ આસમાને હોય. આ બધાને બીજા ની કદર જ નથી. જેના કારણે આપણને સુખચેન હોય તેની કિમ્મત આન્કતા શીખીએ.

 17. Veena Dave, USA says:

  સૈનિક ને લાખ સલામ.

 18. Pankaj says:

  very touchy !!! salute to the soldier and to the writer both

 19. Girish says:

  સુબેદાર વિક્રમસિંહ ચોહણ ને લખો સલામ
  રોજ સવારે પોતાનુ કામ સરુ કરતા પહેલા આસૈનિકોને યાદ કરવા
  ગોવિદ ભઈનો અભાર

 20. nayan panchal says:

  સરસ લેખ.

  આજે સખત હરીફાઈના સમયમા તાણમાં જીવતા white coller જોબ કરતા લોકોને અન્ય જોબ પણ એટલી જ અથવા કદાચ વધુ ચેલેન્જીંગ હોય છે તેવુ આ લેખ યાદ કરાવે છે.

  સૈનિકોને તો ખૂબ ખૂબ સલામ. Thanks.

  નયન

 21. Vraj Dave says:

  અગનરેખા ખરેખર ખુબજ સારો શંદેશો આપતો લેખ છે. અભિનંદનના અધિકારી ને કોઈ યાદ કરતું નથી. બસ આપણે બરબાદીના પંથે જય રહ્યા છિએ. જરા યાદ કરો કુરબાની….

  વ્રજ દવે

 22. dr vishal says:

  excellent. keep it up!!!!!!!!!

 23. dr yogita kareliya says:

  a very good eye opener! good !!!!

 24. BELA SHAH, CHICAGO says:

  ગોવિન્દ ફુઆ,

  અતિ સુન્દર!

  બધાએ આ સમજવાની જરૂર છે.

  બેલા શાહ, શિકાગો.

 25. sudha says:

  પહેલા તો લેખક ને ધન્યવાદ આવો સુન્દર લેખ લખવા બદલ ……………….
  બાકેી તો દુનિયા ‘ઉગતા સુરજ ને જ પુજે …………….
  કેમ ચન્દ્ર ને કોઇ પુજા નથિ કરતુ…………………. એ વાસ્તવિક્તા છે ને?

  કોટિ કોટિ વન્દન એ વેીર જવાનો ને અને એનેી બહાદુરિ ને કે આપને શાન્તિ થેી જેીવેી શકિએ છિએ …

  અને keep it up my brother’s
  we proud of you
  God bless you……….

  thanks
  govindbhai

  and you also keep it up

  sudha lathia
  London

 26. સુંદર વાર્તાઓ. ટુંકી વાર્તાઓ લખવી અઘરી છે.
  અહિં એક આડવાટ કરવાની ગુસ્તાખી કરૂં તો ક્ષમા કરશો!
  કારગિલની લડાઈ એ આપણા જાસુસી તંત્ર, આપણા નઠારા નેતાઓ, અને ખંધા પાકિસ્તાની નેતાઓ(મુશરફ) ને કારણે આપણા બહાદુર જવાનો એ લડવી પડી. કારગિલ આપણો જ પ્રદેશ હતો અને એને આપણે મેળવવા લડવું પડ્યું અને ઘણા સૈનિકોએ જાન કુરબાન કર્યો.
  જ્યારે આપણા ભુતપુર્વ કવિ હૃદય વડાપ્રધાન લાહોર બસમાં જવા નીકળ્યા ત્યારે તો ખંધા પાકિસ્તાનીઓએ કારગિલ પર કબજો જમાવી દીધો હતો.
  ખેર! બાકી આપનો તરજુમો દિલને સ્પર્શી ગયો.

 27. setu says:

  નમસ્કાર ખુબ નવિનતમ અને પ્રેરણા દાયિ લેખ …..

 28. Jayvant Sindhav, Junagadh says:

  It’s a very good and feelingfull story, Thank you very much, In our society we give importans to Doctors, Engineers, Officers etc. but soldiers, policeman, driver etc are also very important for our life. Withour these persons we can not live peaceful and happy life.

 29. anju- leicester says:

  ખુબ સરસ આ આટિકલ ચે. i enjoyed it !

 30. govind shah says:

  good story. send other.

 31. કલ્પેશ says:

  આપણુ જીવન દરેક નાના-મોટા કામ (એમ નહી કે કોઇ કામ નાનુ છે કે મોટુ) કરનારા લોકોને કારણે ચાલે છે.

  કચરા સાફ કરવાવાળા, બસ/ટ્રેન ચલાવનારા, ટપાલી, ખેડુત/સૈનિક/શિક્ષક અને ઉદ્યોગપતિ બધા જ માનનીય છે. જ્યારે આપણે કોઇ કામ કરવામા નાનપ નહી માનીએ અને દરેક કામ પોતે કરી શકશુ ત્યારે એક સારો સમાજ બનશે.

  ગાંધીજી આપણી આઝાદીની લડતને કારણે દેખાય પણ વ્ય્ક્તિગત જીવનમા જાજરુ સાફ કરવામા કદી નાનપ ન અનુભવી.

  શુ આપણે એમ કહેતા અટકશુ કે “આ મારુ કામ નથી” કે “આ બધુ હુ ના કરુ”?

 32. Pratibha says:

  વાંચક આલમનો નવો પરિચય. સરસ વાત અને સરસ રીતે આલેખાઈ છે. અભિનંદન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.