પથારી – કાજલ ઓઝા-વૈદ્ય

બે શરીર,
ને એક પથારી
અર્ધી તારી, અર્ધી મારી…
બધું વહેંચી લીધા પછી
જોઈએ તેટલી છટકબારી !
હોઠ ઉપરની સુક્કી છારી,
પાંપણ ખારી……
……. તારી કે મારી ?
સૂરજ ડૂબે – સૂરજ ઊગે
આંખો જાગે – આંખો ઊંઘે
વાતોનાં ફૂલોને સૂંધે !
ચાર દિશાથી આવે રસ્તા….
મનના ઘરને બત્રીસ બારી !
રોજ સવારે રાત પડે
ને, રાતે લાગે સવાર સારી.
અડધા-પડધા શબ્દો સાથે
અડધી-પડધી વાતો વાગે
વાતો બધી સારી સારી….
ઠંડી ઠંડી રાતો જાગે
હાથ અડે ને ચાબુક વાગે !
આંખ હવે આંખોને તાગે
બધાં સપનાં પાછાં માગે –
          બે શરીર ને એક પથારી
          આંખો કોરી – હૈયું ભારી
          એક શરીર ને બે પથારી
          બેઉ મારી – બેઉ તારી

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કેમ ? – પ્રવીણ પટેલ ‘શશી’
નારીનાં બે વિશ્વ – રીના મહેતા Next »   

12 પ્રતિભાવો : પથારી – કાજલ ઓઝા-વૈદ્ય

 1. vijay says:

  કાજલ
  તમારુ કાવ્ય ગમ્યુ
  હજી વધુ લખશો તો આનાથી પણ ઉત્તમ કાવ્ય લખાશે

  વિજય શાહ

 2. rakesh chavda says:

  very nice poem. really ramesh paresh was (“not was but is” because “Kavi kyare marta nathi”) a great poet of gujarat. We all gujarati will keep him in our heart forever and ever and ever.

 3. Jeet says:

  Awsome and spirit filled poem, expecting best of yours!

 4. vipul oza says:

  કાજ્લ્
  તમારિ કલા ને ધ્ન્યવાદ

 5. nayan panchal says:

  ખૂબ જ સુંદર કાવ્ય.

  નયન

 6. ketan says:

  તમારી કવિતા ખરેખર ખુબ સુન્દર છે.
  વાંચીને ખુબ આનંદ થયો.
  મે તમારી બીજી નવલકથઓ વાંચી છે.
  ”મૌન રાગ” તો ખાસ છે. ખરેખર અદભૂત.

 7. ankit desai says:

  કાજલબેન મજા આવિ.

 8. deepak jariwala says:

  મઝા
  its realy good
  i appriciats your efforts.
  thanks
  keep it up.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.