લાભ સવાયા લેજો – પીઠા ભગત

આવો ફરી ફરી અવસર નહીં મળે
તમે લાભ સવાયા લેજો,
આવો ફરી ફરી અવસર નહીં મળે

તમે કણ સવાયાં કરજો.
હીરા માણેક ને સત પરવાળાં
નેણલે નરખી લેજો…. આવો…

નેન-કમલ પર દીવડો જલત હે,
નાભિકમળ ચિત્ત ધરજો,
કબુદ્ધિ જ્યોત તમે અળગી કરીને
તમે અમર જ્યોત આદરજો…. આવો..

સંસારસાગર મહાજળ ભરિયો,
તમે તરી શકાય તો તરજો,
જગજીવનને જાણ કરીને તમે
એણી પાર ઊતરજો…. આવો..

ગુરુ મળિયા ફેરા ટળિયા, તમે
ગુરુને વચને રે’જો,
ગુરુ પરતાપે પીઠો બોલ્યો
અમરલોકમાં વરજો…. આવો..

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous દુનિયાની અજાયબ કમાન – પ્રવીણ શાહ
અવનવી બાળવાર્તાઓ – સંકલિત Next »   

6 પ્રતિભાવો : લાભ સવાયા લેજો – પીઠા ભગત

  1. nayan panchal says:

    આ લોકથી પરલોક તરફની યાત્રા માટેની સુંદર રચના.
    પીઠા ભગત વિશે થોડી માહિતી આપવા વિનંતી.

    નયન

  2. ભાવના શુક્લ says:

    હીરા માણેક ને સત પરવાળાં
    નેણલે નરખી લેજો…. આવો…
    …………………
    સરસ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.