ઘટ ઘટમાં રહે – ભગવતીકુમાર શર્મા

જીવ, તું શું કામ નાહક તુચ્છ ખટપટમાં રહે ?
એને ઓળખ જે પળેપળ તારા ઘટઘટમાં રહે.

જીવ ને શિવ બેયના સંબંધ કૈં છાના નથી,
એક ખેપરમાં રહે અને અન્ય ઘૂંઘટમાં રહે.

હિમશિખરમો શ્વેત શીળો સાદ બોલાવે તને;
ક્યાં સુધી તું કોઈની નશ્વર અલકલટમાં રહે ?

હોય દરિયો કે નદી, બંનેની હદ નક્કી જ છે,
એક જો તટમાં રહે તો અન્ય પણ પટમાં રહે.

પ્રેય છોડી શ્રેયનું શરણું સ્વીકારી લે હવે,
શાને કાજે તું અકારણ ધર્મસંકટમાં રહે ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કેટલો ભયભીત જણાય છે – અશોકપુરી ગોસ્વામી
સાચો મિત્ર – રમેશ પુરોહિત Next »   

5 પ્રતિભાવો : ઘટ ઘટમાં રહે – ભગવતીકુમાર શર્મા

  1. અતુલ જાની (આગંતુક) says:

    અતિ સુંદર –

    પ્રેય છોડી શ્રેયનું શરણું સ્વીકારી લે હવે,
    શાને કાજે તું અકારણ ધર્મસંકટમાં રહે ?

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.