માસૂમ હૈયાના સોગંદ ! – હરિશ્ચંદ્ર

હજી પ્હો નહોતો ફાટ્યો, ત્યાં જેનીફર ઊઠી ગઈ.
‘આજે બહુ કામ છે.’ થોડી વારે ડોલીને માથે હાથ ફેરવી તેને ઉઠાડી, ‘ડોલી બેટા, ઊઠી જા !’
‘મમ્મી સૂવા દે ને ! મને તો હમણાં વેકેશન છે.’
‘મારી લાડલી ! આજે તારે મારી સાથે આવવાનું છે. જેક આજે દિવસે બેબી-સીટિંગ માટે નથી આવવાનો. જો, હું નાહી લઉં ત્યાં સુધીમાં તુંયે તૈયાર થઈ જા.’
પણ જેની નાહીને બહાર આવી તોયે ડોલી હજી પથારીમાં જ હતી. ડોલી પર ગુસ્સો ન કરવાનું જેનીએ નક્કી કરેલું, છતાં કડક અવાજે કહ્યું, ‘હવે તારે અબઘડીએ ઊઠીને તૈયાર થવું જ પડશે, સમજી ?’

ડોલી કટાણે મોંએ ઊઠીને તૈયાર થવા લાગી. વાળ ઓળાવા બેઠી ત્યારે જેની કાંઈક વિચારોમાં હતી, ‘મમ્મી, વાળ ખેંચાય છે.’ ઝટ ઝટ નાસ્તો કરી બંને બહાર નીકળ્યાં. જેનીએ કહેલું કે રંગ ભરવાની ચોપડી અને એક-બે વાંચવાની ચોપડી સાથે લઈ લેજે. પણ મોટરમાં આવી બેઠા કે ડોલી બોલી, ‘મમ્મી, બે મિનિટ થોભશે ? રમત લેવાનું હું ભૂલી ગઈ.’
‘નહીં. હવે સમય નથી.’ કૉલેજમાં પહોંચ્યા ત્યારે ડોલી કારમાં ઊંઘી ગઈ હતી. એને જગાડતાં જેનીનો જીવ કપાઈ ગયો. પણ છૂટકો નહોતો.

ડોલીને પોતાના રૂમમાં બેસાડી જેની વર્ગમાં ગઈ હતી. વચ્ચે વચ્ચે બે-ત્રણ વાર આવીને દીકરીને બચી ભરી ગઈ, ‘મારી ડાહી દીકરી !’ ડોલી ચોપડીમાં રંગો પૂરી-પૂરીને અને વાર્તાઓ વાંચી-વાંચીને એવી તો કંટાળી ગઈ ! કેન્ટિનમાં જમવા ગયાં તો ત્યાંય બીજાઓ સાથે વાતો કરતી રહી. સાંજ પડ્યે જેની આવી કે એને વળગીને રડી જ પડી : ‘મમ્મી, તું તો મને એકલી મૂકીને જતી રહે છે.’
જેની એના વાંસે હાથ ફેરવતી રહી, ‘જો બેટા ! કાલે આપણે સાઈકલ પર દૂર દૂર ફરવા જઈશું.’
‘કાલે પપ્પા પણ આવશે ?’
‘નહીં પણ બે દિવસ પછી તને પપ્પા પાસે મોકલીશ.’

સાંજે ઘેર જઈ જેનીએ ઝટ ઝટ રસોઈ કરી. રાતે એને ફરી બહાર જવાનું હતું. જેક બેબી-સીટિંગ માટે આવ્યો. બંને જમ્યાં. થોડો વખત ટી.વી. જોયું. ડોલીએ જેક પાસે વાર્તાઓ કહેવડાવી. ઊંઘરેટી થઈ એટલે પથારીમાં પડી, ‘જેક, મને થાબડને, જેમ સૂતી વખતે ડેડી થાબડતા હતા !’ અને એ ડૂસકાં ભરવા લાગી.
‘ડોલી તને કાંઈ થાય છે ?’
‘કાંઈ ખબર નથી પડતી. પણ રડવાનું મન થાય છે.’
જેની આવી ત્યારે ડોલી ઊંઘી ગઈ હતી. એનું ઓશીકું ભીનું હતું.

ડોલીના ડેડીને ધંધાર્થે ન્યૂયોર્ક રહેવું પડતું. ડોલી અઠવાડિયું એમની પાસે રહેશે, એવું ગોઠવ્યું હતું. જેની ડોલીને વિમાન પર મૂકવા ગઈ. ડોલી રડમસ સાદે બોલી, ‘મમ્મી, તું પણ સાથે આવત તો કેવું સારું થાત !’
‘ફરી ક્યારેક એવું ગોઠવીશું હોં !’ કહેતાં જેનીનું હૈયું ભરાઈ આવ્યું, ‘જો, કલાકમાં તો પહોંચી જઈશ. ડેડી તને તેડવા આવશે.’
ન્યૂયોર્કથી ફોન આવ્યો ત્યારે ડોલી કહી રહી હતી, ‘મમ્મી, તું મને બહુ યાદ આવે છે !’
‘મારી ડાહી દીકરી ! ડેડી સાથે બહુ બહુ મજા કરજે હોં કે !’

જેનીને ઘર સૂનું સૂનું લાગતું હતું. સાથે જ ડોલીની જવાબદારી જતાં થોડીક હળવાશ પણ. અઠવાડિયામાં ઘણાં બધાં કામો આટોપી લેવાની ગણતરી હતી તેવામાં બીજે જ દિવસે પતિનો ફોન આવ્યો : ‘ડોલીને સખત તાવ ચઢ્યો હતો. હોસ્પિટલમાં દાખલ કરી. ચિંતા જેવું કાંઈ નથી. ડોલીએ મને સોગંદ આપ્યા હતા કે તને જણાવવું નહીં અને એમ કહેતી હતી કે મમ્મી હમણાં બહુ કામમાં હોય છે. એને નાહક ફિકર થાય.’ જેનીની આંખો ઊભરાઈ આવી. ગળે ડૂમો બાઝી ગયો. સૌથી પહેલું વિમાન પકડી ન્યૂર્યોક જઈ રહી હતી, ત્યારે આંખો સામે ડોલી તરવરતી હતી… એ માસૂમ હૈયાને ઘર જોઈએ છે… માતાપિતાની હૂંફ જોઈએ છે…. છતાં છેલ્લા એક વરસમાં કેટલી સમજુ થઈ ગઈ છે !

જેનીના કાનમાં દૂર દૂરથી એક માસૂમ અવાજ ગુંજી રહ્યો : ‘ડેડી, તમને સોગંદ છે !…..’ જેની ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી.

(શ્રી વિજય ચૌહાણની હિંદી વાર્તાને આધારે.)

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ભીતરનું સામર્થ્ય – અનુ. સોનલ પરીખ
ન્યાય તો હજી બાકી જ છે ! (ભાગ-1) – વ્રજેશ આર. વાળંદ Next »   

23 પ્રતિભાવો : માસૂમ હૈયાના સોગંદ ! – હરિશ્ચંદ્ર

 1. ખૂબ હ્રદયસ્પર્શી વાર્તા. આજકાલ પરિસ્થિતિ એવી છે કે જીવન જીવવાના સંઘર્ષમાં બાળક પ્રત્યેની પોતાની જવાબદારીઓ અદા કરવાનું કામ મા બાપ માટે ઘણું કપરું થતું જાય છે. બાળક હંમેશા માતા પિતાનો સમય જ ઝંખતું રહે અને મનોમન સોસવાતું રહેતું હોય છે. શક્ય એટલો વધૂ સમય બાળકોને આપવાનો દરેક મા બાપે પ્રમાણિક પ્રયત્ન કરવો જોઇએ.

 2. ખુબ જ હ્રદયસ્પર્શી વાર્તા. પૈસા કમાવવાની ધૂન માણસને સંબંધોથી અળગા કરી મૂકે છે. મા-બાપ માટે ઝંખતુ હૈયુ બસ ઝંખ્યા જ કરે છે. સાથે સાથે માતા-પિતા પણ પોતાના બાળક ને મોટુ થતું જોવાની એ ક્ષણોને ગુમાવે છે…બાળક પ્રથમવાર ચાલે છે તે…કે પછી પહેલીવાર કાલી ભાષામાં કંઇ બોલે છે ..તે બધુ જ ચુકી જાય છે ….પાછળ રહી જાય છે…!!!

  જીંદગીના શરુવાતના વરષોમાં મા-બાપ બાળક પાસે નથી હોતા અને જીંદગીના પાછળના વરષોમાં બાળકો મા-બાપ સાથે નથી હોતા.

 3. જય પટેલ says:

  માતા પિતા જ્યારે બન્ને કામ કરતા હોય ત્યારે નાના બાળકો માટે સમય આપવો તે અઘરું છે.

  આજના સ્પધૉત્મક વાતાવરણમાં સંવેદના..હુંફ..લાગણીઓ..જાણે ડિક્શનરીમાં સમાઈ ગઈ છે.
  ઘડિયાળના કાંટે ચાલતી આ અહો..જીંદગીએ કયૉ વિકાસ વિજ્ઞાનનો..કયૉ ઢગલા ધનના
  અને કયુઁ બાષ્પીભવન હુંફ..લાગણીઓનું..!!!

 4. Moxesh Shah says:

  In today’s time, it is really very difficult task to maintain balance between Professional life and family life.

  For such type of problems, we can’t always blaim the time devoted to profession to earn the money. If money is not everything in life, it is equally true that nobody can live without it.

  Is there any profession, where you can decide for your professional timimg as per your wish for compromising the salary? If not, to earn money for family and to spend the time at profession cannot be defined as “Madnesss for money” always.

  Yes, to spend quality time with family and to develope the time slot for the same is an art. Only few are able to do it.

 5. pragnaju says:

  સર્વાંગ સુંદર વાર્તા અને ભાષાંતર
  “જેનીને ઘર સૂનું સૂનું લાગતું હતું. સાથે જ ડોલીની જવાબદારી જતાં થોડીક હળવાશ પણ. અઠવાડિયામાં ઘણાં બધાં કામો આટોપી લેવાની ગણતરી હતી તેવામાં બીજે જ દિવસે પતિનો ફોન આવ્યો : ‘ડોલીને સખત તાવ ચઢ્યો હતો. હોસ્પિટલમાં દાખલ કરી. ચિંતા જેવું કાંઈ નથી. ડોલીએ મને સોગંદ આપ્યા હતા કે તને જણાવવું નહીં અને એમ કહેતી હતી કે મમ્મી હમણાં બહુ કામમાં હોય છે. એને નાહક ફિકર થાય.’ જેનીની આંખો ઊભરાઈ આવી. ગળે ડૂમો બાઝી ગયો. સૌથી પહેલું વિમાન પકડી ન્યૂર્યોક જઈ રહી હતી, ત્યારે આંખો સામે ડોલી તરવરતી હતી… એ માસૂમ હૈયાને ઘર જોઈએ છે… માતાપિતાની હૂંફ જોઈએ છે…. છતાં છેલ્લા એક વરસમાં કેટલી સમજુ થઈ ગઈ છે !

  જેનીના કાનમાં દૂર દૂરથી એક માસૂમ અવાજ ગુંજી રહ્યો : ‘ડેડી, તમને સોગંદ છે !…..’ જેની ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી.’ કેવું ભાવવાહી!!

 6. sakhi says:

  very nice true heart toching story

 7. Veena Dave, USA says:

  કોઈ બાળક માબાપને કહે છે કે મને દુનિયામા લાવો. છતા આજના જમાનામા બાળકોની લાગણીનો ભોગ લેવાય છે. માબાપ બધુ પોતાના સ્વાથૅ માટે કરતા હોય છે. સારા સમાજ ના માટે સારા બાળકો કરવાના એ કોણ કોને સમજાવે. મોટા થયા પછી વિક્રુત મગજના થાય તો જવાબદારી કોની?
  માબાપની હૂફની દરેક બાળકને જરુર છે. આ વાત જેવુ વાતાવરણ ૭૫% ઘરમા અહી અમેરિકામા છે.

 8. nayan panchal says:

  “તારે ઝમીં પર”નું મા-ગીત યાદ આવી ગયુ.

  આધુનિક જીવનની કેવી વિટંબણા છે કે જે માતા-પિતા પોતાના સંતાનના ભવિષ્ય માટે આટલી તકલીફો ઉઠાવે છે, તેના લીધે જ સંતાનો તેમનાથી દુર થતા જાય છે. આ વાસ્તવિકતા હવે ભારતમાં પણ સારા એવા પ્રમાણમાં જોવા મળે છે.

  નયન

 9. ભાવના શુક્લ says:

  અમેરીકા અને પશ્ચીમી દેશોની આ કડવી વાસ્તવિકતા છે. ગ્લોબલાઈઝેશનની આ દેન છે. બાળકને છાતીએ વળગાડી સુતેલી માતા અને હળવી વાર્તા કહેતો પિતા એ તો જાણે સ્વપ્ન સમુ છે.

 10. Mital Parmar says:

  ખુબ જ સરસ

 11. Vraj Dave says:

  કોઇ આ વાર્તામાંથી થોડો પણ બોધ લ્યે તો સારુ,જેને લાગુ પડતું હોઇ તે.
  “ડેડિ તમને સોગંધ છે.
  માબાપની હુંફની બાળકો ને કાચી ઉંમર મા જરુરત હોય છે.
  સરસ ખુબ સરસ
  વ્રજ દવે

 12. જીવવા માટેની દોડધામમાં માણસ જીવવાનું જ ભુલતો જાય છે. શ્રી હરિશ્ચન્દ્રની અન્ય વાર્તાઓ વાંચવા નીચેની લિન્ક ઉપર ક્લિક કરશો.

  http://bhajanamrutwani.wordpress.com/category/વીણેલાં-ફૂલ/

 13. param sneh says:

  hmm…very practical story….

 14. Vaishali Maheshwari says:

  Heart touching story.
  It is true that in this globalised world, in order to survive in this competitive environment, it is becoming complex to balance personal and professional life, but still it is not impossible to create a good balance between the two.

  For a short while, if both the parents live apart, then it is fine, but then slowly they should try to make an adjustment, where atleast they can stay together and have their dinner together everynight, and even spend their weekends with family.

  Money is important definitely, but should not be given more importance than relations. There should be a balance between both. I guess, we are now smart enough to know how these balance can be maintained and how we can lead a successful career life and a happy family life too.

  Good Luck to everyone.

 15. Pratibha says:

  વાસ્તવિકતાનુ તોફાન ઍવુ તો અસરકારક રીતે આલેખાયૂ છે કે આ વારતા છે, તે વાત જ વિસરાઈ ગઈ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.