ઝાડ મને લાગે નહીં પરાયાં… – સુરેશ દલાલ

મને એક એક ઝાડની માયા
કે ઝાડ મને લાગે નહીં કોઈ દિ’ પરાયાં

ઝાડ ઉપર ફૂલ થઈ ફૂટું ને
પંખી થઈ બાંધું હું માળો,
ખિસકોલી થઈને હું દોડ્યા કરું છું, ભલે
ઉનાળો હોય કે શિયાળો.
એક એક ઝાડની છાયા
કે ઝાડ મને લાગે નહીં કોઈ દિ’ પરાયાં

ઝાડની હું ડાળી ને ઝાડનું થડ હું તો
પાંદડાં ને ઝાડનું હું મૂળ છું,
ઝાકળની જેમ હું તો વળગું છું ઝાડને,
સોનેરી કિરણોની ધૂળ છું.
લીલા લીલા વાયરા વાયા,
કે ઝાડ મને લાગે નહીં કોઈ દિ’ પરાયાં.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous આદર્શ બાલમંદિર – ગાંધીજી
પાછો વળું…. – જયન્ત પાઠક Next »   

13 પ્રતિભાવો : ઝાડ મને લાગે નહીં પરાયાં… – સુરેશ દલાલ

 1. Premal says:

  સરસ

 2. pragnaju says:

  ઝાડની હું ડાળી ને ઝાડનું થડ હું તો
  પાંદડાં ને ઝાડનું હું મૂળ છું,
  ઝાકળની જેમ હું તો વળગું છું ઝાડને,
  સોનેરી કિરણોની ધૂળ છું.
  લીલા લીલા વાયરા વાયા,
  કે ઝાડ મને લાગે નહીં કોઈ દિ’ પરાયાં.

  મારા,તમારા દરેકની અનુભવ વાણી

 3. ASHISH says:

  I like whole site and I would like more & more downloads in this site, so
  give more & more download.

 4. वृक्षं शरणं गच्छामि॑ !!

  वृक्षं शरणं गच्छामि॑ !!

  वृक्षं शरणं गच्छामि॑ !!

  દરેક વૃક્ષ એક દેવતા છે.
  એક ઘર દશ વૃક્ષો!

 5. nayan panchal says:

  વૃક્ષમય કરી દેતું કાવ્ય.

  ખરેખર, વૃક્ષ જેટલું નિઃસ્પૃહી, પરોપકારી અને તટસ્થ જીવ ભાગ્યે જ કોઈક હશે.

  નયન

 6. મજાનું વૃક્ષ-ગીત…

 7. P Shah says:

  મને એક એક ઝાડની માયા….
  હિન્દુ સંસ્કૃતિ વૃક્ષને દેવતા તરીકે પૂજે છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.