પાછો વળું…. – જયન્ત પાઠક

આટલે દૂરથી સંભળાય છે તે તો
મધરાતના જંગલની
અંધારી ત્રાડનો અવાજ

આટલે દૂરથી દેખાય છે તે તો
આદિવાસી કન્યાના
જીંથરિયા વાળ વચાળે સેંથી જેવી
વાંકીચૂંકી વગડાની કેડીઓ

આટલે દૂરથી અડકી જાય છે તે તો
મારી નાનકડી નદીની
પવનસુંવાળી ઓઢણી

આટલે દૂરથી સોડાય છે તે તો
મારાં સીમખેતરના
લીલા લીલા મગફળીના છોડ

આટલે દૂરથી ચખાય છે તે તો
મારી ગામની વાડીનાં
ખાટાંમીઠાં ગજવે ભરેલાં બોર

તો પછી
પાંચેપાંચ ઈન્દ્રિયોને પાછળ મૂકીને
નીકળેલો હું
હજીય… આટલેથી… પાછો વળું તો….

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ઝાડ મને લાગે નહીં પરાયાં… – સુરેશ દલાલ
ક્યાં છે બાળક ? – જયવતી કાજી Next »   

16 પ્રતિભાવો : પાછો વળું…. – જયન્ત પાઠક

 1. Premal says:

  સરસ

 2. Jajkant Jani (USA) says:

  જયંતજી
  પરદેશમા હિજરાતા ગુજુ માટે
  સરસ કાવ્ય છે.
  અભિન્ંદન
  મારી લાગંણી તમારા શબ્દોમા

  આટલે દૂરથી સંભળાય છે તે તો
  મારા ખબર પુછતી
  મારી માનો અવાજ

  આટલે દૂરથી દેખાય છે તે તો
  કોઇ અમીર માણસના
  હાથની રેખાઓ જેવી
  વાંકીચૂંકી હિલડ્રાઇની ગલીઓ

  આટલે દૂરથી અડકી જાય છે તે તો
  મારી કુળદેવીના મ્ંદીર પર્
  ફરફરતી ઘજા

  આટલે દૂરથી સોડાય છે તે તો
  મારાં ભાવનગરી
  ફાફડીયા ગાંઠીયા

  આટલે દૂરથી ચખાય છે તે તો
  મહુડી ઘ્ંટાકરણમહાવીરને
  ઘરાવેલ સુખપાવન સુખડી

  તો પછી
  દેશ પાછળ મૂકીને
  પરદેશ નીકળેલો હું
  હજીય… આટલેથી… પાછો વળું તો….

 3. pragnaju says:

  આટલે દૂરથી દેખાય છે તે તો
  આદિવાસી કન્યાના
  જીંથરિયા વાળ વચાળે સેંથી જેવી
  વાંકીચૂંકી વગડાની કેડીઓ
  અને રાનીને આ તો અનુભવવાણી!
  યાદ આવી અમારા ગનીચાચાને અમારી હાજરીમાં જ સ્ફૂરેલી પંક્તીઓ
  તેને વાળે વાળે લીખ…

 4. nayan panchal says:

  નાનું પણ ખૂબ મોટું કાવ્ય.

  પાછા વળવુ કાશ એટલુ સહેલુ હોત….

  નયન

 5. સુંદર કાવ્ય…

 6. Sandhya Bhatt says:

  પાઠકસાહેબની આદિમ લાગણીઓ અત્યંત હ્રદયસ્પર્શી હોય છે.આ સંવેદનાઓ હવે દુર્લભ બનતી જાય છે.

 7. ભાવના શુક્લ says:

  “હજીય આટલેથી પાછો વળુ તો…”
  રોજ ઉગે સ્પ્નમા આ વાત અને આંખ ખુલતા રોળાઈ જતી..

  સંવેદનાના તમામ તાર ઝંઝોળતી એક ઉત્તમ રચના..

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.