નિર્મિશીકરણ : ગુજરાતી ગઝલકારોનું – નિર્મિશ ઠાકર

[રીડગુજરાતી પર આપણે સાહિત્ય, ફોટોગ્રાફી અને સંગીતથી લઈને જુદી જુદી કલાઓને પોંખીએ છીએ. જેમાં આજે વારો છે ‘ઠઠાચિત્રોનો’ એટલે કે ‘Caricatures’નો. ઠઠાચિત્ર કલાનો એક વિશાળ આયામ છે. કોઈ પણ વ્યક્તિનું ઠઠાચિત્ર તેના સમગ્ર વ્યક્તિત્વ વિશે ઘણું કહી જાય છે. થોડીક રમૂજ સાથે તે અર્થસભર સંદેશો આપતું હોય છે. થોડામાં ઘણું સમજાવી જતી આ કલાને આજે આપણે નિર્મિશભાઈના હસ્તે માણીશું. તેમના હાસ્યલેખોથી તો આપણે સૌ કોઈ પરિચિત છીએ જ. આ ઉપરાંત તેઓ ખૂબ સારા કાર્ટૂનિસ્ટ, સંગીતકાર, ગઝલકાર, કવિ અને હાસ્ય-નવલકથાકાર પણ છે. આજે તેમની બહુમુખી પ્રતિભાના એક વધુ પ્રકારનો પરિચય મેળવીએ. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આપ નિર્મિશભાઈનો (સુરત) આ સરનામે સંપર્ક કરી શકો છો : nirmish1960@yahoo.com પુસ્તક પ્રાપ્તિની વિગતો ચિત્રોના અંતે આપવામાં આવી છે. – તંત્રી.]

[1] કલાપી (1874-1900)

picture-004

જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની;
આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની !

[2] બરકત વીરાણી ‘બેફામ’ (1923-1994)

picture-005

‘બેફામ’ તોયે કેટલું થાકી જવું પડ્યું ?
નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી

[3] ભગવતીકુમાર શર્મા (1934)

picture-006

વાલ્મીકિના હૃદયમાં સ્ફુરેલો હું શોક છું,
કિન્તુ ન જે રચાઈ શક્યો એવો શ્લોક છું.

[4] જલન માતરી (1934)

picture-007

શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર ?
કુરઆનમાં તો ક્યાંય પયંબરની સહી નથી.

[5] ચીનુ મોદી (1939)

picture-008

કાપ કરવત કાપ મારા આંગળાંની છાપને
હું કબૂલું છું ગુલાબો ચૂંટવાનાં પાપને

[6] રાજેન્દ્ર શુક્લ (1942)

picture-009

સમાઈ ક્યાં શકું છું હું નગરમાં કે મહાલયમાં ?
ગુહા જેવું ગહન કાંઠે મને ગિરનાર સંઘરશે.

[7] મનોજ ખંડેરિયા (1943-2004)

picture-010

પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને
આ હાથ આખેઆખો બળે એમ પણ બને

[8] રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ (1955)

picture-011

હવે ‘મિસ્કીન’ છોડી દે નકામો મોહ શબ્દોનો,
હતી કહેવા સમી જે વાત એ શબ્દો વગર ચાલી

[9] શોભિત દેસાઈ (1956)

picture-012

વેર લેવાનો નવો રસ્તો કહું
શત્રુ ઉપર એક બીજો ઉપકાર કર !

[10] નિર્મિશ ઠાકર (1960)

picture-013

શબ્દકોશોમાં જ જે બે-ચાર અર્થો સાચવે,
નિર્મિશાત્મકતા વિનાનાં નામ મારે ના ખપે !

picture-003

[કુલ પાન : 100. (મોટી સાઈઝ). કિંમત રૂ. 110. પ્રાપ્તિસ્થાન : રન્નાદે પ્રકાશન, 58/2 બીજે માળે, જૈન દેરાસર સામે, ગાંધી રોડ, અમદાવાદ-380001. ફોન : +91 79 22110081-64]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous નાની પણ મોટી વાતો – હરીશ નાયક
આરોગ્યવર્ધક જ્યુસ – જ્યોતિ મહેતા Next »   

23 પ્રતિભાવો : નિર્મિશીકરણ : ગુજરાતી ગઝલકારોનું – નિર્મિશ ઠાકર

 1. P Shah says:

  નિર્મિશીકરણ જોઈ આનંદ થયો.

 2. કલ્પેશ says:

  સરસ. આજે એક નવો શબ્દ જાણવા મળ્યો (ઠઠ્ઠાચિત્ર = Caricature).

 3. ધન્યવાદ નિર્મિશભાઈ ! હાસ્ય અને આનંદ સાથે કલાનો સુંદર સુમેળ !

 4. ખુબ જ સરસ.

  આવો જ એક બીજો પ્રકાર પણ છે…. શબ્દચિત્ર …. જેમાં શબ્દના લખાણથી જ આખુ ચિત્ર બનાવવામાં આવ્યુ હોય.

 5. gopal parekh says:

  નિર્મીશભાઇ એટલે જ આનન્દનો ખજાનો

 6. Deven Bhai says:

  It was very good………..

 7. બહુઆયામી નિર્મિશભાઈનું ‘નવિત્રગઝલઠ્ઠાકરણ’ (ગઝલકારોનું-નવીન ઠઠ્ઠાચિત્રિકરણ) ગમ્યું. થોડીક રમૂજ સાથે તે અર્થસભર સંદેશો આપતાં ઠઠ્ઠાચિત્રો માણવાની મઝા પડી. આભાર નિર્મિશભાઈ, મૃગેશભાઈ.

 8. Neha says:

  excellent work! thanks.

 9. nayan panchal says:

  સરસ નિર્મિશીકરણ.

  નયન

 10. sudha says:

  hello Nirmishbhai

  ‘Namskar’

  your style fentastik realy ideological veriety ……………..and with own comment

  it’s like a new Reciepe in a readgujarti or for a reader of readgujarati

  wow Nirmishbhai keep i t up

  realy zakaassssssssss

  thanks Mrugeshbhai

  jay gujarat

  sudha lathia/bhalsod

 11. Vraj Dave says:

  વાહ ભાય વાહ મજો પડી ગ્યો.ઠાકરસાહેબ ને સલામ.
  ખુબ ખુબ અભિનંદન.

  વ્રજ દવે

 12. Chirag Baxi says:

  We, the Nagars, are very much loving people of Gujarati “Kavya, Kanika, Kavita, Navlika, Navalkatha…”

  We always love to read what we know in something newer aspect…

  The great one Nirmishbhai… I really enjoyed this…

  With Warm Regards to you…
  Chirag Baxi.

 13. MILAN says:

  gr8 website.
  offers variety of literature to enjoy reading…

 14. Devina Sangoi,mumbai says:

  great work done,fantastic concept

 15. PAMAKA says:

  વાહ નિર્મિશ વાહ , આ તો નિર્મિશ નુ વશિકરન થયુ .

 16. ankit says:

  વાહ વાહ મજા પડી……..

 17. ખૂબ સુંદર ચિત્રાંકન… આખું પુસ્તક જ મસ્ત થયું છે !!!

 18. Pratibha says:

  પ્રત્યેક ચિત્ર ખુદજ ગઝલ થઈને બેઠું છે. સરસ નવતર પ્રયોગ અભિનંદન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.