જ્યોર્જ બર્નાર્ડ શૉ

વિખ્યાત સાહિત્યકાર જયોર્જ બર્નાર્ડ શૉ પાસે એક્વાર એક યુવતીએ જઈને પૂછ્યું : ‘સાહેબ મને પરણવા માટે એક ઉમરાવ તૈયાર છે અને એક ડૉકટર પણ તૈયાર છે – તો હું બેમાંથી કોને પરણું ?’

જવાબમાં શૉએ કહ્યું : ‘બાનુ, તમે કોઈક ‘માણસ’ ને પરણજો’

આ દષ્ટિએ જ કદાચ જિગર મુરાદાબાદી નામના શાયરે કહ્યું છે કે

આદમી કે પાસ સબકુછ હૈ મગર
એક તનહા આદમી અત હી નહીં

ભાવાર્થ – માનવી પાસે બધું જ છે, પણ એક છાંટા જેટલીય માનવતા નથી.

એટલે જ ચિંતક ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણને પણ યોગ્ય કહ્યું છે કે ‘આજનો માનવી પંખીની જેમ હવામાં ઊડતાં અને માછલીની જેમ પાણીમાં તરતાં શીખ્યો, પણ માણસની જેમ પૃથ્વી ઉપર રહેતાં અને જીવતાં તેણે હજુ શીખવાનું છે.’

બીજી એકવાર એમને ભોજનસમારંભમાં હાજર રહેવાનું નિમંત્રણ મળ્યું. એ નિમંત્રણપત્રમાં ખાસ વિશિષ્ટ પ્રકારનો પહેરવેશ જ પહેરીને આવવાની ખાસ સૂચના હતી. એ મુજબ ખાસ જાતનાં કોટ-પાટલૂન પહેરીને એ તો તે ભોજનસમારંભમાં ગયા.

ત્યાં ભોજનના મેજ ઉપર જમતી વખતે ખાદ્ય વાનગીઓના ટુકડા કરી એ તો પોતાના વિશિષ્ટ પ્રકારના પોશાક પર મૂકવા લાગ્યા અને ‘લે ખા, લે ખા’ કહેવા લાગ્યા, પણ પોતે જરાય ન ખાધું.

આ વિશે તેમને પૂછવામાં આવતાં ફરીથી તેઓ પોતાનાં વસ્ત્રોને જમાડવા લાગ્યા : ‘હે મારાં વિશિષ્ટ વસ્ત્રો ! તમે જમો ! આ નિમંત્રણ તમને છે, મને નહિ.’ આવા ઉદ્દગારો ઉપરથી લોકો તેમનો કટાક્ષ-મર્મ સમજી ગયા કે તેમની દ્રષ્ટિએ વસ્ત્રો તો ગૌણ અને વળગણરૂપ છે, પણ મહત્વની અસલી ચીજ તો વ્યક્તિ જ છે.

એક પ્રસંગે ગંભીર માંદગીમાં પટકાઈ પડેલા તેમના જેવા ચુસ્ત શાકાહારીને ડૉકટરોએ કહ્યું હતું : ‘તમારે ગાયનું માંસ ખાવું પડશે. અન્યથા મોતને ભેટવું પડશે.’ ત્યારે તેમણે સ્પષ્ટ રીતે જવાબ આપેલો : ‘મારાથી ગાયનું માંસ ખાઈ શકાય નહિ. હું સહર્ષ મોતને ભેટવા તૈયાર છું.’ તરત જ તેમણે ‘ડેઈલી ક્રોનિકલ દૈનિક’ માં નિવેદન પ્રગટ કર્યું : ‘મારી સ્થિતિ ગંભીર છે. મને એક જ શરતે જીવતદાન મળે તેમ છે. હું ગાય-વાછરડાનું માંસ ખાઉં તો પણ મેં પ્રાણીનું માંસ ખાવા કરતાં મોતને ભેટવાનું પસંદ કરેલ છે. જો હું મરણ પામું તો મારા મરણનો શોક પ્રાણીઓ ન કરે એવી મારી અંતિમ ઈચ્છા છે.’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous તમે જ તમારું અજવાળું – સુધા મૂર્તિ
ધકેલ પંચા દોઢસો – ધીરજ બ્રહ્મભટ્ટ Next »   

6 પ્રતિભાવો : જ્યોર્જ બર્નાર્ડ શૉ

 1. Gira Shukla says:

  humm… interesting. I like it.
  it’s true that people have not learned the main purpose of being a human. And one most important thing Humanity- which they have forgotten i guess.

  This is something unique, and I enjoy reading it.

  Thanks.

 2. nayan panchal says:

  તેમના કટાક્ષ તો બહુ ભારે હતા. ચેસ વિશે તેમણે એવુ નિવેદન આપેલુ કે તે એવા મુર્ખા નવરાઓની રમત છે, જેમને લાગે છે કે તેઓ ખૂબ બુધ્ધિવાળુ કામ કરી રહ્યા છે.

  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.