આરોગ્યવર્ધક જ્યુસ – જ્યોતિ મહેતા

[‘સાંવરી’ સામાયિક (કોલકતા)માંથી સાભાર.]

juice

[1] કાળી દ્રાક્ષ-તરબુચનું જ્યુસ

સામગ્રી :
1 ગ્લાસ કાળી દ્રાક્ષ,
1 ગ્લાસ નાના ટુકડા કરેલું તરબુચ
1 ગ્લાસ દાડમનાં દાણા,
અડધા લીંબુનો રસ,
ખાંડ (સ્વાદ પ્રમાણે),
એક નાની ચમચી વાટેલું જીરૂં,
4-5 બરફના ક્યુબ.

રીત :
સૌપ્રથમ તરબૂચ, કાળી દ્રાક્ષ અને દાડમનો અલગ અલગ રસ કાઢીને ગાળી લો. હવે ત્રણેય જ્યુસ ભેળવી દો. તેમાં ખાંડ, લીંબુનો રસ અને વાટેલું જીરૂં ઉમેરો. સારી રીતે ભેળવીને ગ્લાસમાં ભરી લો. તેમાં બરફ ઉમેરો. કાપેલી દ્રાક્ષ અને તરબુચની કે લીંબુની સ્લાઈસથી સજાવી પીરસો. આ જ્યુસમાં વપરાતા તરબુચથી ફાયદો એ છે કે તેનાથી ડિહાઈડ્રેશન નથી થતું. માથાના દુ:ખાવામાં રાહત મળે છે. દાડમ રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે.

[2] આદુ-તરબુચનું જ્યુસ

સામગ્રી :
તરબુચ પાંચ કપ (મોટા ટુકડા કરેલું અને બી વગરનું),
છોલીને બારીક સમારેલું આદુ લગભગ દોઢ ઈંચ જેટલું,
થોડો ચાટ મસાલો.

રીત :
જ્યુસર વડે દરેક વસ્તુનો જ્યુસ કાઢી લો. ઠંડો કરીને ચાટ મસાલો છાંટીને પીરસો. જ્યુસમાં તરબુચ અને આદુનું મિશ્રણ દાંત અને હાડકાંને મજબુત બનાવે છે. પાચન સુધારે છે. હિમોગ્લોબિન વધારે છે. આદુ પાચનતંત્ર, સ્ત્રીઓના માસિકના રોગો તેમજ શ્વાસના રોગો માટે ફાયદાકારક છે. આ ઉપરાંત આદુ આંતરડાના રોગો અને શરદી-કફમાં પણ આરોગ્યપ્રદ છે.

[3] સેલેરી (celery) જ્યુસ

સામગ્રી :
3 કપ મોસંબી (છોલીને ટુકડા કરેલી),
અડધો કપ સેલેરીની દાંડલીઓ (સમારેલી),
ચપટી મરીનો ભૂકો.

રીત :
બધી જ સામગ્રીને બ્લેન્ડરમાં ફેરવી લો. પરંતુ તેમાં ચીકાશ ન આવે તેનું ખાસ ધ્યાન રાખો. ત્યારબાદ તેને ગાળી લો. જરૂરી ઠંડુ પાણી ઉમેરીને પીરસો. મોસંબીનો ઉપયોગ એનિમિયા ઘટાડે છે, હાડકાંને મજબૂત બનાવે છે તથા રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે. સેલેરીનો ઉપયોગ હિમોગ્લોબિન વધારે છે તથા નસોની તકલીફ દૂર કરે છે.

[4] પપૈયું અને ગાજર જ્યુસ

સામગ્રી :
1 કપ સમારેલું પપૈયું,
1 કપ સમારેલું ગાજર,
લીંબુનો રસ અને મીઠું સ્વાદ મુજબ.

રીત :
ઉપરોક્ત તમામ સામગ્રીને બ્લેન્ડરમાં ફેરવી લો. ઠંડુ પાડીને પીરસો. પપૈયાનો ઉપયોગ પાચનક્ષમતા વધારે છે. આંતરડા અને ત્વચા સંબંધી ગરબડોમાં ફાયદાકારક છે. પેટના કૃમિથી છુટકારો આપે છે. ગાજર આંખોની ક્ષમતા વધારે છે તથા ત્વચા તેમજ વાળ માટે ગુણકારી છે. તે ઉપરાંત તે રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને દાંતનો સડો અટકાવે છે. પાચનની તકલીફોમાં પણ ગાજર ગુણકારી છે.

[5] દાડમ અને કાળી દ્રાક્ષનો જ્યુસ

સામગ્રી :
દાડમના દાણાં 1 કપ,
કાળી દ્રાક્ષ 2 કપ,
ખાંડ ટેસ્ટ મુજબ.

રીત :
બધી જ વસ્તુઓને બ્લેન્ડરમાં ફેરવી લો. બારીક ગળણીથી ગાળી દો. તેમાં બરફનો ભૂકો નાખીને પીરસો. દાડમ આંતરડાના કૃમિ તથા ડાયેરિયાની તકલીફમાં રાહત આપે છે. યકૃતની કાર્યક્ષમતા વધારે છે અને પાચનમાં મદદ કરે છે. કાળી દ્રાક્ષ માઈગ્રેનની પીડામાં રાહતરૂપ નીવડે છે. હૃદય વિષયક બીમારીના ભયને ઓછો કરે છે અને હિમોગ્લોબિન વધારે છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous નિર્મિશીકરણ : ગુજરાતી ગઝલકારોનું – નિર્મિશ ઠાકર
ફૂલ સૌ જ્યારે – બરકત વીરાણી ‘બેફામ’ Next »   

13 પ્રતિભાવો : આરોગ્યવર્ધક જ્યુસ – જ્યોતિ મહેતા

 1. narendra shingala says:

  આરોગ્ય વર્ધક જ્યુસના ફાયદાઓ કરતા પણ તે ફળ-ફળાદિ મા થી બને છે અને આજ ની પેઢી ને જન્ક ફુડ મા જ મજા આવે છે તેના બદલે એકવાર કુદરતી સ્વાદ ચાખે તો ખબર પડે ને મારા ભાઇ

 2. નરેન્દ્ર બી.શિન્ગાલા says:

  ખુબ જ સરસ. મોમા પાણી આવી ગયુ

 3. Jajkant Jani (USA) says:

  મૌસમ પ્રમાણે જ્યુસ ની કેટેગરી પ્રસ્ંદ કરવી.
  ખાંડ ને બદલે સુગર ફ્રેી ડાયાબિટિસ માટે સારુ રહશે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.