ફૂલ સૌ જ્યારે – બરકત વીરાણી ‘બેફામ’

ફૂલ સૌ જ્યારે બાળ લાગે છે,
કોઈ મા જેવી ડાળ લાગે છે.

આહ નીકળે છે હોઠ પરથી જે,
આંસુઓની વરાળ લાગે છે.

રાત એથી જ તો નથી ખૂટતી,
કે દિવસનો દુકાળ લાગે છે.

દોટ મૂકી છે રણ તરફ સૌએ,
ઝાંઝવામાં જુવાળ લાગે છે.

ઠંડી ઠંડી ઉપેક્ષા કરનારા !
તમને જોઈ ઝાળ લાગે છે.

ભટકે છે એ બધાય ભાન ભૂલી,
જેમને તારી ભાળ લાગે છે.

આજ એની ગલી તજી દીધી,
આજ દુનિયા વિશાળ લાગે છે.

મોત જેમાં ફસાય છે બેફામ,
જિંદગી એવી જાળ લાગે છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous આરોગ્યવર્ધક જ્યુસ – જ્યોતિ મહેતા
હતું – હરિશ્ચન્દ્ર જોશી Next »   

8 પ્રતિભાવો : ફૂલ સૌ જ્યારે – બરકત વીરાણી ‘બેફામ’

 1. nayan panchal says:

  ‘જિંદગી’ જેમાં ફસાય છે બેફામ,
  ‘મોત’ એવી જાળ લાગે છે.

  સુંદર દર્દભરી ગઝલ.

  નયન

 2. ઠંડી ઠંડી ઉપેક્ષા કરનારા !
  તમને જોઈ ઝાળ લાગે છે.
  – ચોટદાર વાત કહી છે…

  અને મક્તાનો શેર પણ એવો જ મજેદાર…

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.