હતું – હરિશ્ચન્દ્ર જોશી
આમ તો નખ જેટલું ના કોઈ પણ સગપણ હતું.
તે છતાં આ જગ વિષે કોનું મને વળગણ હતું ?
નામ એનું બોલતાં મોઢું ભરાતું સ્વાદથી,
એક નાના શબ્દમાં પણ કેટલું ગળપણ હતું !
જાય છે કાચી ક્ષણો પીઠે ઊંચકતી બોજને,
એમને ચોગાન વચ્ચે શોધતું બચપણ હતું;
રેત, ડમરી, ઝાંઝવાં રણમાં પછી ભેગાં થયાં,
ને ઘડ્યું ષડયંત્ર જેમાં સૂર્યનું વડપણ હતું;
હું થીજેલી યાદ જેવી ભીંતની બારી બન્યો,
ખૂલવું ને બંધ થાવું એટલું સમરણ હતું;
નિષ્પલક તાક્યા કરે છે પંથને આંખો હવે,
શુષ્કતાની પ્રક્રિયામાં એ પ્રથમ પગરણ હતું.
Print This Article
·
Save this article As PDF
સુંદર કાવ્ય રચના
રેત, ડમરી, ઝાંઝવાં રણમાં પછી ભેગાં થયાં,
ને ઘડ્યું ષડયંત્ર જેમાં સૂર્યનું વડપણ હતું….
વાહ ભાઈ વાહ…!!!!
ખુબ ખુબ ખુબ સરસ
નામ એનું બોલતાં મોઢું ભરાતું સ્વાદથી,
એક નાના શબ્દમાં પણ કેટલું ગળપણ હતું !
જાય છે કાચી ક્ષણો પીઠે ઊંચકતી બોજને,
એમને ચોગાન વચ્ચે શોધતું બચપણ હતું;
વાહ મજા આવી માણવાની
આભાર મ્રુગેશભાઈ
સુંદર રચના.
નયન
મૌલિકતાનો સ્પશૅ મનને આનંદથી ભરી ગયો. રચયિતાને આભિનંદન
this is brilliant….exceptionally well expressed……thanks!
રેત, ડમરી, ઝાંઝવાં રણમાં પછી ભેગાં થયાં,
ને ઘડ્યું ષડયંત્ર જેમાં સૂર્યનું વડપણ હતું;
……………….
અતિ સરસ !!!
નામ એનું બોલતાં મોઢું ભરાતું સ્વાદથી,
એક નાના શબ્દમાં પણ કેટલું ગળપણ હતું !
– ક્યા બાત હૈ ! ખૂબ જ સુંદર શેર… વાહ…