શેભર વાચન શિબિર – મૃગેશ શાહ

shebhar2

આજના વ્યસ્તતાભર્યા જીવનમાં માણસને કોઈક સારી પ્રવૃત્તિ કરવાની ઈચ્છા હોય તો પણ તેની માટે તે સમય કાઢી શકતો નથી. બે છેડા ભેગા કરવામાં જ તેનું જીવન પૂરું થઈ જાય છે. પોતાના ભાગ્યમાં પરિવાર સાથે વીતાવવાની માંડ થોડીક પળો બચે છે ત્યાં વળી અન્ય પ્રવૃત્તિઓ માટે તો અવકાશ જ ક્યાંથી રહે ? સંઘર્ષમય જીવન સાથે વ્યવહારો, જવાબદારીઓ અને નાની-મોટી ચિંતાઓ તો ખરી જ ! પરંતુ તે છતાં, આ બધાની વચ્ચે જેને કંઈક કરવું છે તે પોતાનો માર્ગ તો શોધી જ લે છે ! એટલે કહેવાયું છે ને કે અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી. જેને સ્નાન કરવાનો આનંદ લેવો છે એને વળી દરિયાની લહેરો શાંત થાય તેની રાહ જોવાનું કેમ પરવડે ? માણસે તો આ રોજબરોજના સંઘર્ષ વચ્ચે જ દીવામાંથી દીવો પેટાવીને પોતાનું મનુષ્યત્વ સિદ્ધ કરવાનું હોય છે. સમાજના ખૂણે કેટલાય લોકો મૂક બનીને સુંદર પ્રવૃત્તિઓ કરતા હોય છે પરંતુ આપણને તેમની જાણ હોતી નથી. આજે આપણે એવા જ બે ગ્રુપની વાત કરવાની છે જેમાંના તમામ યુવાનો આપણી જેમ વ્યસ્તતાભરી જિંદગી જીવતા હોવા છતાં પોતાનો થોડોક સમય સમાજની ઉન્નતિ માટે આપે છે. તેઓ પોતાના કામનો કોઈ પ્રચાર નથી કરતા, પરંતુ તેને એક સામાજિક જવાબદારી ગણીને પૂરી નિષ્ઠાથી નિભાવે છે.

આ બંને ગ્રુપમાં પ્રથમ છે ગાંધીનગરનું ‘સર્જન ગ્રુપ.’ પ્રાધ્યાપક ડૉ. પ્રણવ જોશીપુરા, શ્રી તરંગભાઈ હાથી, શ્રી વત્સલભાઈ વોરા જેવા યુવા સરકારી કર્મચારીઓ અને કૉલેજની કેટલીક વિદ્યાર્થીનીઓનું બનેલું આ ગ્રુપ ગાંધીનગરમાં પ્રતિવર્ષ બાળકો માટે વિનામૂલ્યે વાચન શિબિરનું આયોજન કરે છે. તેમની એક દિવસથી લઈને ત્રણ દિવસીય વાંચન શિબિરોનો આજ સુધીમાં અનેક બાળકો લાભ લઈ ચૂક્યા છે. એમનું આયોજન પણ નોખા પ્રકારનું હોય છે. વાંચન-શિબિર એટલે ફક્ત બાળકોને વાંચતા કરવા એટલું નહિ પરંતુ એમને વાંચવું ગમે તેવો માહોલ ઊભો કરી આપવાનું અદ્દભુત કામ આ ગ્રુપ વર્ષોથી કરી રહ્યું છે. તેના તમામ સભ્યો નોકરી-વ્યવસાય કે અભ્યાસમાં રોકાયેલાં હોય છે પરંતુ જ્યારે શિબિરનું આયોજન નક્કી થાય ત્યારે સૌ કોઈ ભેગા મળીને પોતપોતાની જવાબદારી ઉપાડી લે છે. શિબિર માટે કોઈ શાળાનું પ્રાંગણ શોધવું, અખબારમાં પ્રેસનોટ આપવી, વાંચન માટે મોટી સંખ્યામાં બાળસાહિત્યના પુસ્તકો ભેગા કરવાં, વાલીઓને જાણ કરવી જેવા અનેક કામમાં તેઓ લાગી જાય છે. શિબિર દરમિયાન બાળકોને સતત રસ લેતાં કરવા, વાર્તા કહેવડાવવી, વાર્તા લખાવવી, સાહિત્યની રમતો રમાડવી – જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં તેઓને ભારે જાહેમત ઉઠાવવી પડે છે પરંતુ સમાજના બાળકો માટે ‘કંઈક કરવું છે’ એવો દ્રઢ સંકલ્પ માર્ગની તમામ મુશ્કેલીઓને દૂર ફેંકીને તેમની આ પ્રવૃત્તિને વેગવંતી બનાવે છે. આ તમામ પ્રવૃત્તિ પાછળ તેમનો એક માત્ર હેતુ છે બાળકોને સાહિત્યમાં રસ લેતા કરવાનો…. આ ગ્રુપની વિશિષ્ટતા એ છે કે તેમણે કોઈની પાસે એક પણ પાઈ ન સ્વીકારવાની બાબતને પાયાના મૂલ્ય તરીકે સ્વીકારી છે. જે કંઈ ખર્ચ થાય તે સૌએ સાથે મળીને વહેંચી લેવાનો. ન કોઈ સ્પોન્સર્સ, ન કોઈ ફી, ન કોઈ ઍડવર્ટાઈઝિંગ. કેવી નિ:સ્વાર્થ સેવા !

આ પ્રકારનું બીજું ગ્રુપ છે પાલનપુર પાસે આવેલા વડગામના યુવકોનું ‘વડગામ વેલફેર ટ્રસ્ટ.’ શહેરમાં અભ્યાસ કર્યા બાદ પોતાના ગામમાં સ્થાયી થઈને ગ્રામવિકાસની પ્રવૃત્તિઓ કરવી તે આ ગ્રુપના તમામ યુવા કાર્યકરોનો મુખ્ય ઉદ્દેશ છે. આ ટ્રસ્ટની રચનાની વિગતો રસપ્રદ છે. વડગામમાં રહીને બનાસ ડેરીમાં નોકરી કરતા શ્રી નિતિનભાઈને એક વાર ગુગલ પર સર્ચ કરતાં ગ્રામિણ વિકાસ માટેની ‘નાબુર ફાઉન્ડેશન’ નામની વેબસાઈટ વિશે માહિતી મળી. આ વેબસાઈટમાં રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ નિતિનભાઈએ પોતાના ગામના ડેવલેપમેન્ટ પ્રોજેક્ટ વિશેની માહિતી તેમાં મૂકી અને ત્યારબાદ આજ સુધીમાં દેશ-વિદેશમાંથી 125થી વધુ વ્યક્તિઓએ તેમાં સભ્ય બનીને ગામવિકાસની માહિતીનું તેમની સાથે આદાન-પ્રદાન કર્યું. માત્ર એટલું જ નહિ, નિતિનભાઈની ગ્રામવિકાસની પ્રવૃત્તિઓથી પ્રેરાઈને નેધરલેન્ડ સ્થિત આ સંસ્થાના પ્રમુખ મિ. પીલે તથા તેમના પત્ની સીયાએ વડગામની મુલાકાત પણ લીધી ! એ રીતે વીપ્રો કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવતા અને આઈ.આઈ.એમ ગ્રેજ્યુએટ થયેલા મુંબઈના શ્રીમતી પુનમબેને ‘ટ્રસ્ટ’ની રચનાનું તેમને યોગ્ય માર્ગદર્શન આપ્યું. તમામના સહયોગથી 2008માં આ ટ્રસ્ટની રચના થઈ, જેમાં હાલ નિતિનભાઈ પ્રમુખપદ સંભાળી રહ્યા છે. ટ્રસ્ટની પ્રવૃત્તિઓમાં ગામવિકાસ તો ખરો જ પરંતુ તે સાથે તેઓ બાળકોના વિકાસ માટે પણ સતત કમર કસી રહ્યા છે. બાળકોના સર્વાંગી વિકાસ માટે ચિત્રસ્પર્ધા, રમતગમત અને વાંચન શિબિર જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરીને નોકરી સાથે વ્યસ્ત હોવા છતાં ગામના યુવાનો સમાજને એક સુંદર ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.

અહીં મારે આ ‘સર્જન ગ્રુપ’ કે ‘વડગામ વેલફેર ટ્રસ્ટ’ની વધારે વિગતો આપવાની જરૂર એટલા માટે નથી કારણકે ગતવર્ષે ‘વાચન શિબિરની મુલાકાતે’ અને ‘વડગામની વાટે’ લેખોમાં આપણે તેમની પ્રવૃત્તિઓનો પરિચય મેળવી ચૂક્યા છીએ. આથી હવે મૂળ વાત શરૂ કરું… સમાજમાં શુભ પ્રવૃત્તિ કરનારા આ બંને સંગઠનોએ એકબીજા વિશે ઉપરોક્ત લેખો દ્વારા જાણ્યું અને પરિણામે વડગામથી 25 કિ.મી. દૂર આવેલા બનાસકાંઠાના અંતરિયાળ એવા ‘શેભર ગામ’ ખાતે પ્રકૃતિની ગોદમાં વાચન શિબિર ગોઠવાય એવા ચક્રો ગતિમાન થયા. ‘સર્જન ગ્રુપ’ માટે ગાંધીનગર બહારની આ પહેલી વાચન શિબિર હતી જ્યારે આ બાજુ વડગામના બાળકો માટે આ સૌથી પહેલી સાહિત્ય-શિબિર હતી. આ બંને ‘વર-કન્યા’ના છેડા ગાંઠવામાં મને ‘ગોર મહારાજ’ની ભૂમિકા ભજવવાનો અવસર મળ્યો એનો અપાર આનંદ થયો. છેવટે વાચન-શિબિર માટે 25મી એપ્રિલ, 2009ની તારીખ નક્કી થઈ અને અમે સૌ ગાંધીનગરથી શેભરગામ જવા માટે વહેલી સવારે રવાના થયા. મારી સાથે ‘સર્જન ગ્રુપ’માંથી ડૉ. પ્રણવભાઈ જોશીપુરા, શ્રી તરંગભાઈ હાથી, શ્રી વત્સલભાઈ વોરા, કુ. યાત્રીબેન દવે તથા કુ. મિત્તલબેન પંડ્યા જોડાયા હતા.

ઉનાળાની સવારનું એ નયનરમ્ય દ્રશ્ય હતું. અમારી કાર હાઈ-વેના રસ્તાને છોડીને બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તારો તરફ સડસડાટ દોડી રહી હતી. વડના ઝાડની વડવાઈએ હીંચકતા બાળકો, તળાવ કિનારે કપડાં ધોતી સ્ત્રીઓ અને નાના ટીંબાઓ પર ગાયો ચરાવતા ગોવાળો.. ગ્રામ્ય વાતાવરણનો અદ્દભુત સ્પર્શ કરાવી રહ્યા હતા. ત્રણ કલાકની મુસાફરી બાદ ખડકોના બનેલા બે મોટા પર્વતોને પાર કરીને નવ વાગ્યે અમે ચારેબાજુ પર્વતોથી ઘેરાયેલા શેભર ગામ પાસે પ્રકૃતિની ગોદમાં આવી પહોંચ્યા. શિબિરનું સ્થળ મુખ્ય માર્ગથી એકાદ કિ.મી અંદર ગોગાજી મહારાજના મંદિરના પરિસરમાં રાખવામાં આવ્યું હતું. નદીના ભાઠાની રેતી જેવી ઝીણી ધૂળના રસ્તે હવે આગળ જીપ વગર જવું શક્ય નહોતું. અમે સૌ જીપમાં ગોઠવાયા અને કેડિયા રસ્તે પર્વતોના ઢોળાવો પસાર કરીને શિબિરના સ્થળે જઈ પહોંચ્યા.

બરાબર સાડા નવ વાગ્યે કાર્યક્રમની શરૂઆત થઈ. પાલનપુરના ‘અભિષેક ગ્રુપ’ના બાળકોએ પ્રાર્થનાથી પ્રારંભ કર્યો. ત્યારબાદ વડગામની બાળાઓ દ્વારા ‘સ્વાગત ગીત’ રજૂ કરવામાં આવ્યું. તેઓની પ્રસ્તુતિમાં વિશેષતા એ રહી કે સંગીતના વાજિંત્રોનું સંચાલન પણ નાનકડા બાળકલાકારોએ જ કર્યું હતું. શ્રી નિતિનભાઈ અને તેમના સાથીઓ દ્વારા તમામ આમંત્રિતોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું અને ત્યારબાદ ડૉ. પ્રણવભાઈ જોશીપુરાએ કાર્યક્રમનું સંચાલન સંભાળી લેતાં વાંચનશિબિરનો પ્રારંભ કર્યો હતો. તેમણે બાળકોને વાંચન અને સાહિત્યની જરૂરિયાત સમજાવી હતી. સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપતાં તેમણે તમામ બાળકોને રસપૂર્વક વાંચવાની કળા વિશે વાત કરી હતી.

dsc03566શિબિરનો પ્રથમ તબક્કો ‘પુસ્તક વાંચન’નો હતો. કુલ 52 બાળકો માટે અહીં 160 જેટલા બાળસાહિત્યના પુસ્તકોની નાનકડી લાઈબ્રેરી તૈયાર કરવામાં આવી હતી. પ્રત્યેક બાળકે એક-એક કરીને તેમાંથી પોતાને મનગમતું પુસ્તક લઈને, નામ નોંધાવીને, આખા પરિસરમાં પોતાને મનગમતી કોઈ પણ જગ્યાએ વાંચવા બેસવાનું હતું. પુસ્તકોની નોંધણીનું કામ યાત્રીબેન અને મિત્તલબેન સંભાળી રહ્યા હતાં. બાળકો ઉત્સાહભેર પોતાને મનગમતું પુસ્તક મેળવવા તલપાપડ થઈ રહ્યા હતાં. કોઈ અકબર-બીરબલ તો કોઈ બત્રીસપુતળીની વાર્તા તો કોઈ વળી છકો-મકો-ગિજુભાઈ બધેકાની બાળવાર્તાઓ કે અલીબાબા અને ચાલીસ ચોરની વાર્તાઓ શોધી રહ્યા હતા. પોતાને ગમતું પુસ્તક હાથ લાગી જતાં બધા પોતાના મિત્રો સાથે પાળી પર, ચોગાનમાં, ઝાડ નીચે, ઓટલા પર કે બાંકડા જેવી પોતાની મનપસંદ જગ્યાએ ગોઠવાઈ ગયા હતાં. બધા બાળકો પુસ્તક ખોલીને વાંચવામાં તલ્લીન થઈ ગયા હતાં. સાર્વજનિક પુસ્તકાલયની જેમ ચોમેર શાંતિ ફેલાઈ ગઈ હતી. આ શાંત વાતાવરણમાં કોયલના મીઠા ટહુકા વાતાવરણને મધુરતાથી ભરી રહ્યા હતા. બાળકોને આટલી એકાગ્રતાથી વાંચતા જોઈને મોટેરાંઓ સાથે અમે સૌ કોઈ બાળપણના દિવસો યાદ કરતાં પુસ્તક લઈને વાંચવા બેસી ગયા હતા ! થોડાક સમય માટે જાણે એમ લાગતું હતું કે આખા પરિસરમાં કોઈ છે જ નહિ.

142દોઢ કલાકના વાંચન બાદ બીજો તબક્કો ‘વાર્તા કથન’નો હતો. આ તબક્કામાં બાળકોએ પુસ્તકમાં જે વાર્તા વાંચી હોય તે સ્ટેજ પાસે આવીને મોઢે કહી સંભળાવવાની હતી. બાળકોમાંથી સ્ટેજની બીક દૂર થાય, વાર્તા કહેવાની અને પોતાના વિચારો રજૂ કરવાની ક્ષમતા ખીલે તે માટે આ રીતનું આયોજન કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં બાળકો સંકોચ અનુભવતા હતા. આયોજકોને પણ શંકા હતી કે ગ્રામ્ય વિસ્તારના બાળકો જાહેરમાં બોલવા ઊભા થઈ શકશે કે કેમ ? પરંતુ એક-બે બાળાઓએ વાર્તા કહેવાની શરૂઆત કરતાં સૌ કોઈ એક પછી એક ઉત્સાહભેર નિર્ભીકપણે બોલવા ઊભા થઈ રહ્યા હતાં. કોઈએ વિક્રમ-વેતાળની વાર્તા કહી તો કોઈએ પોતાની આગવી અદાથી ચતુર બિરબલની વાર્તા કહી સંભળાવી. દરેક બાળકની પોતાની આગવી શૈલી, હાવભાવ અને મુદ્રાઓ હતી. તેમાંય ઉત્તર ગુજરાતની મીઠી ભાષા અને લહેકાઓનું તો પૂછવું જ શું ! બાળકોના નિર્દોષ અને માસૂમ ચહેરાઓ સાથેની આ સહજ બોલી બધાને આનંદિત કરી રહી હતી. એક નાનકડા ટપુડાએ રમૂજી ટૂચકો શરૂ કરતાં કહ્યું કે :
‘ઈક ડોહીમા હતા. ઈ ડોહીમો બહુ દારૂ પીએ. પીને…પીને…. ઈ મોંદા પડ્યા. સોકરો ઈની સેવા નો કરે. પણ તોય ડોહીમા બહુ મોંદા થ્યા તે સોકરો દાક્તર પાંહે ગ્યો. દાકતર પોંહે જઈને કહે, દાક્તર સા’બ… ડોહીમા બીમાર સે તી દવા આલો… દાક્તર કહે : આ લ્યો… હલાવીને પાઈ દે’જો…. તે ઈ સોકરો દવા લઈને ઘેર આઈવો…. ડોહીમોને બરોબરના હલાઈવા…. ઈ હાલવામાં ને હાલવામાં તો ગુજરી ગ્યા ને દવા રહી ગઈ એક કોર !!….’ દવાની બાટલી હલાવવાની જગ્યાએ મૂર્ખાએ ડોશીમાને હલાવ્યા – એની સરસ અભિવ્યક્તિ ટપુડાએ જાણે શબ્દો દ્વારા ભજવી બતાવી ! એક પછી એક બાળકો સુંદર વાર્તાઓ કહી રહ્યા હતા. વાર્તાની સાથે એનો બોધ એમને બરાબર યાદ રહી ગયો હતો. શ્રોતાઓ તરીકે સાંભળનારા બાળકો પણ જિજ્ઞાસાથી નવી નવી વાર્તાઓનું રસપાન કરવામાં એકાગ્ર થઈ ગયા હતાં. એમની ચંચળ આંખો કશું નવું શીખવામાં જાણે સ્થિર થઈ ગઈ હતી. બાળકોના વાર્તા-કથન બાદ ડૉ. પ્રણવભાઈએ તેમને સુંદર મજાની બોધપ્રદ બે વાર્તાઓ કહી સંભળાવી હતી. તેમને અનેક પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવ્યા જેના બાળકોએ સંતોષકારક જવાબો આપ્યા હતાં.

dsc03600

બપોરે ભોજન માટે એક કલાક વિરામ રાખવામાં આવ્યો હતો. હવે શિબિર જાણે કે પિકનિકમાં ફેરવાઈ ગઈ હતી ! જો કે પોતાના ગામથી 25 કિ.મી દૂર આવેલા બાળકો માટે તો આ પિકનિકનું જ સ્થળ હતું ! આમંત્રિતો અને બાળકો માટે ભોજનની ખાસ વ્યવસ્થા વડગામ ટ્રસ્ટ તરફથી કરવામાં આવી હતી. બધાએ એક જ પંગતમાં સાથે ગોઠવાઈને સમૂહ ભોજનનો આનંદ માણ્યો ત્યારે મોટેરાંઓને પણ પોતાના સ્કૂલના દિવસોની યાદ તાજી થઈ ગઈ. જમીને આયોજકો આગળના તબક્કાઓની તૈયારીમાં ગૂંથાયા હતા જ્યારે બાળકોએ ઝાડની ડાળીએ લટકીને હિંચકા ખાવાનો આનંદ માણ્યો હતો. કેટલાક વળી નાનકડા ટીંબાઓ પર ચઢી આવ્યા તો કોઈકે પકડદાવ રમવાનું શરૂ કર્યું. બધાને આજે જ્ઞાન સાથે ગમ્મત માણવાની મજા પડી ગઈ હતી.

183ભોજનના વિરામ બાદ શિબિરનો ત્રીજો તબક્કો શરૂ થયો. આ તબક્કો ગીત-સંગીત અને નાટક વિશેનો હતો. પાલનપુરના ‘અભિષેક ગ્રુપ’ના બાળકોએ ‘ઈતની શક્તિ હમે દેના દાતા…..’થી માંડીને એકથી એક સુંદર ગીતો સંગીત સાથે પ્રસ્તુત કર્યા હતા. ત્યારબાદ તેઓએ શ્રી પ્રાગજી ડોસાનું પ્રસિદ્ધ નાટક ‘સૌથી મોટો મંત્ર’ ભજવ્યું હતું અને એ પછી તુરંત વડગામના બાળકોએ વ્યસનથી થતા નુકશાન વિષય પર સુંદર બાળનાટક રજૂ કર્યું હતું. તમામ નાટકોમાં બાળકોની અભિવ્યક્તિ એટલી સુંદર હતી કે તેઓ પાત્રો અને સંવાદોને સારી પેઠે ન્યાય આપી શક્યા હતાં. સમાજમાં ફેલાતા દંભ, ભષ્ટાચાર અને વિકૃતિઓ સામે આ નાટકો જાગૃત બનવાનો સંદેશ આપી રહ્યા હતા. ત્રીજા તબક્કાની સમાપન વેળાએ બાળકોએ ગીત અને કવ્વાલી પ્રસ્તુત કર્યા હતાં. છેલ્લે, ડૉ. પ્રણવભાઈએ બાળકોને ફરી કેટલીક વાર્તા કહી સંભળાવી હતી.

193શિબિરનો અંતિમ તબક્કો પ્રશ્નોત્તરીનો હતો જેમાં મારે બાળકોને સમગ્ર શિબિરમાં કહેવાયેલી વાર્તાઓમાંથી કેટલાક પ્રશ્નો પૂછવાના હતા. જે બાળક સાચો ઉત્તર આપે તેને ‘સર્જન ગ્રુપ’ તરફથી એક ભેટપુસ્તક આપવામાં આવ્યું હતું. આશરે 25 જેટલા ભેટપુસ્તકોથી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ‘શ્રેષ્ઠ વાર્તા કથન’ અને નાટ્ય-અભિનય માટે પણ ભેટપુસ્તક આપવામાં આવ્યા હતાં. બાળકો ખુશખુશાલ ચહેરે શિબિર માણ્યાનો આનંદ અનુભવી રહ્યા હતાં. છેલ્લે, ‘વડગામ વેલફેર ટ્રસ્ટ’ના શ્રી નિતિનભાઈએ ‘સર્જન ગ્રુપ’ના તમામ સદસ્યોનો આભાર માન્યો હતો. આભારવિધિ બાદ સાંજે પાંચ વાગ્યે કાર્યક્રમ સમાપ્તિની ઘોષણા કરવામાં આવી હતી. ગ્રામપંચાયતના સભ્યો, ટ્રસ્ટના કાર્યકરો, અગ્રણીઓ અને તમામ બાળકોને મળીને અમે સૌ વિદાય લઈ રહ્યા હતા ત્યારે બધાના ચહેરા પર કંઈક આપ્યા-કંઈક મેળવ્યાનો સંતોષ અને સ્નેહ છલકાઈ રહ્યો હતો.

શરૂઆતમાં આપણે વાત કરી કે આજના વ્યસ્તતાભર્યા જીવનમાં કોઈને કોઈની માટે સમય હોતો નથી. પરંતુ ‘સર્જન ગ્રુપ’ અને ‘વડગામ વેલફેર ટ્રસ્ટે’ એ સાબિત કરી બતાવ્યું છે કે જેને કંઈક કરવું છે તેને બહાનાંઓની આવશ્યકતા રહેતી નથી. આપણામાંથી ઘણા લોકો કોઈને કોઈ ગામ સાથે જોડાયેલા હોઈશું. રોજ નહિ, પરંતુ મહિને કે વર્ષે એકાદ વાર સામાજીક ફરજ સમજીને આપણે આ સમાજનું ઋણ ચૂકવી શકીએ તો કેવું સારું ! શિક્ષિત વ્યક્તિઓ સપ્તાહમાં એક દિવસ પોતાની સોસાયટીના બાળકોને સાહિત્યની વાર્તાઓ કહેવા માટે કાઢશે તો ગુજરાતી ભાષા બચાવવા માટે રેલીઓ કાઢવી નહીં પડે. સવાલ છે ‘વાતોના વડા’ કરવાનું બાજુએ મૂકીને કંઈક નક્કર પગલાં ભરવાનો…જે આ બંને ગ્રુપના તમામ યુવાનોએ કરીને દેખાડ્યું છે. ખરા અર્થમાં જેણે ભાષાની સેવા કરવી હશે તેમણે આ રીતે સમાજના છેવાડાના માણસો સુધી જવું પડશે. સંસ્કૃતિ, સભ્યતા અને સંસ્કારને મૂળમાંથી બેઠા કરવા પડશે. ભાષા તેના શબ્દોથી મહાન તો હશે જ, પરંતુ પોતાના આરામનો ભોગ આપીને નિ:સ્વાર્થભાવે આવી પ્રવૃત્તિ કરનારા યુવાનોથી ગુજરાતી ભાષાની છાતી ગજગજ ફૂલે છે એમ કહેવામાં કોઈ લેશમાત્ર શંકા નથી. આપણે આમાંથી પ્રેરણા લઈશું ને ?

[ આપ શ્રી નિતિનભાઈનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : ફોન : +91 9879595732.  સરનામું : નિતિન એલ.પટેલ, મુકામ : લક્ષ્મણપુરા (વડગામ), પોસ્ટ તાલુકો : વડગામ-385410 જિલ્લો. બનાસકાંઠા.]

[ ‘સર્જન ગ્રુપ’ નો સંપર્ક : ડૉ. પ્રણવ જોશીપુરા : +91 9825013753. શ્રી વત્સલ વોરા : +91 9909921097. શ્રી તરંગ હાથી : +91 9427605204. ઈ-મેઈલ : tarang.hathi@nic.in ]

[ શેભર શિબિરના તમામ ફોટોગ્રાફ્સ નીચે મુજબ છે : (કુલ ફોટો : 104)]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous રખડપટ્ટી – અશ્વિન ચંદારાણા
નાયર – ડૉ. આઈ. કે. વીજળીવાળા Next »   

76 પ્રતિભાવો : શેભર વાચન શિબિર – મૃગેશ શાહ

 1. nilam doshi says:

  ઓહ..અદભૂત…શિબિરમાં અમને પણ પહોંચાડી દઇ ગમતાનો ગુલાલ કરવા બદલ અભિનંદન.

  મૌન રહીને આવુ ઉમદા કામ કરનાર લોકોથી જ કદાચ આટલા દૂષણો પછી પણ સમાજ ટકી રહ્યો છે. બંને ટીમને સલામ….

  આભાર સાથે

 2. ઘણુ સરસ કામ કરો છો , અભિનંદન

 3. govardhan patel says:

  આપ્નિ આ શિબિર ઘનિજ સરિજ સે.

 4. Kuntal V Pandya says:

  This is a unique work I ever heard.
  Keep it up…………..

 5. rajan says:

  Hats off to u all.. keep good work going 🙂

 6. Maheshchandra Naik says:

  સાહિત્યનો પ્રસાર અને પ્રચાર કરનાર શ્રી નિતિનભાઈ, ડો. પ્રણવભાઈને અભિનદન અને આપનો આભાર અમારા સુધી શેભર વાચન શિબિરને લઈ આવવા બદલ…….શ્રી મ્રુગેશભાઈ…….

 7. P Shah says:

  thanks for sharing good events.
  ખૂબ જ સુંદર કામ કરો છો.
  આખો કાર્યક્રમ દિલથી માણ્યો.
  અભિનંદન !

 8. નીલા says:

  અરે વાહ! બહુ સુંદર કામ કરો છો ને ગોર મહારાજ !
  સુંદર માહિતી સાથે સુંદર ફોટાઓ.

 9. તરંગ હાથી says:

  શેભર ગામની અમારી મુલાકાત ખુબજ આનંદદાયક રહી. અમારી ગાંધીનગરની બહાર પ્રથમ વાચન શિબિર હતી. પ્રાકૃતિક વાતાવરણ, શહેરથી દુર, લીમડાના છાંયે, ગામડાના બાળકો વચ્ચે અમને વાચન શિબિર કરવાની બહુ મજા આવી. અમે આ શિબિર માં ખાસ નોંધ્યું કે ગામડાના બાળકો ને જો યોગ્ય દીશા કે માર્ગદર્શન મળે તો તેઓ ખુબ આગળ આવે શકે તેમ છે. અમે ગાંધીનગરની અદ્યતન શાળાના સોફેસ્ટિકેટેડ બાળકો, સરકારી પ્રાથમિક શાળાના બાળકો માટે પણ વાચન શિબિર કરી છે. ગામડાના બાળકો માટે વાચન શિબિર એ અમારો પ્રથમ અનુભવ હતો. ગામડાના બાળકોની યાદ શક્તિ જોઇ અમે દંગ રહી ગયા. વડગામ સોશ્યલ અને વેલફેર ટ્રષ્ટ, વડગામ ના શ્રી નિતિનભાઇ પટેલના ખુબ આગ્રહ ને માન આપી અમે શેભર ખાતે ગ્રામ્ય બાળકો માટે વાચન શિબિર નું આયોજન કર્યું. નિતિનભાઇ ગ્રામ્ય બાળકો માટે જે કાર્ય કરે છે તે વંદનીય છે. નાનકડા ગામમાં આપણે ઇંટરનેટ સેવા ની કલ્પના પણ ન કરી શકીએ. નિતિનભાઇ ગ્રામ્ય બાળકોને ઇંટરનેટ ના માધ્યમ દ્વારા સારા સંસ્કારો અને જ્ઞાન પુરૂં પાડે છે. નિતિનભાઇ ના વંદનીય કાર્યો અમે રીડગુજરાતી દ્વારા જાણ્યા અને માણ્યા પણ છે. નિતિનભાઇના પ્રયાસોથી તો ગ્રામ્ય બાળકો ને એમ પણ ન લાગે કે અમે શહેર ના બાળકો થી જુદા છીએ.

  મૃગેશભાઇની ભાષામાં કહું તો અમારી સર્જન સંસ્થાની પ્રથમ મોબાઇલ વાચન શિબિર આજે જ્યારે અમે યાદ કરીએ છીએ ત્યારે હૃદયથી આનંદની લાગણી થાય છે.

  નિતિનભાઇ અને તેમના ગ્રામ્ય બાળકોની તળપદી ભાષાને પણ અમે યાદ કરીએ છીએ. ડોશી ને ડોહી, ત્યાં ને ત્યોં, અહીં ને અહીયોં વગેરે….. નિતિનભાઇની દ્વારા તેમની તળપદી ભાષામાં અમને જે આમંત્રણ આપવામાં આવ્યુ હતું તે આજે પણ યાદ છે. જેમકે “સર્જન સંસ્થાની વાચન શિબિર તમે ત્યોં ગોંધીનગર મોં કરો છો એવી વાચનશિબિર તમે અહીયો કરો તો અમાર સોકરો ને મજા આવ. કૈક નવું શિખવા મળ, અમન પણ કોક નવું શિખવા મલ, મે સોકરો ને કહ્યુ છે ગોંધીનગરથી સર્જન સંસ્થા વાળા આબ્બાના છે તતે હોંભળી ને અમાર ગોમના સોકરો રાજી થૈ જ્યો સી. ઇવો ને ખુશી ખુશી થૈ જૈ છે.”

  ખરેખર હૃદયથી આનંદની લાગણી થાય છે. અમારી સાથે ગોર મહારાજની ભૂમિકા ભજવવા બદલ અમે મૃગેશભાઇનો આભાર માનીએ છીએ. નિતિનભાઇ એ અમને ૪૨ ડીગ્રી ની ગરમી ભુલાવી દિધી. તેમની લાગણી થી અમારું હૃદય તરબોળ થઇ ગયું. ગ્રામ્ય બાળકો સાથે અમે વિતાવેલા એ ૭ કલાક અમારી જીંદગીમાં સારૂં એવું ટોનીક સમાન પુરવાર થયા છે. શિબિર પુરી થયા બાદ બાળકોએ જ્યારે અમને એમ કહ્યું કે હવે ફરી ચ્યારે આવ્શો? આવું લાગણી ભીનું આમંત્રણ ની માન આપી અમે ફરી થી આપના માટે કઇક નવું લઇ ને ચોક્કસ આવીશું. અભિષેક ગૃપ, પાલનપુરના બાળકોની કવ્વાલી, મુરબ્બિ પપ્રગજી ડોસાના નાટક સૌ થી મોટો મંત્ર, વડગામ ના બાળકોનું વ્યસન મુક્તિનું નાટકમાં પણ અમને ખુબ આનંદ આવ્યો.

  ખુબ ખુબ આભાર નિતિનભાઇ, મૃગેશભાઇ કે આપના સાથ અને સહકાર દ્વારા અમે ખુબ સારી, લાગણી ભીની વાચન શિબિર કરી શક્યા.

  તરંગ હાથી
  સર્જન સંસ્થા
  ગાંધીનગર

 10. Girish says:

  સુંદર પ્રેરણા દાયક માહિતી શ્રી નિતિનભાઈ તથા ‘સર્જન ગ્રુપ’ને અભિનદન અને આપનો આભાર અમારા સુધી માહિતી પહોચાડ્વા બદલ

 11. સર્જન ગ્રુપ અને વડગામ વેલ્ફેર ટ્રસ્ટ …
  આ બંને ગ્રુપ ખૂબ જ ઊમદા કામ કરી રહ્યાં છે.

  અને મૃગેશભાઈ…આખા પ્રસંગને સરસ રીતે વર્ણવવા માટે આભાર્…

 12. Pankaj S. Joshi says:

  Many thanks Mrugeshbhai, for this
  wonderful article… Really very nice workshop and great
  work. We all should take inspiration from this.
  All the friends, Shri Nitinbhai, Pranavbhai, Tarangbhai,
  Vatsalbhai and all others deserve many thanks
  and congratulations…

 13. Sarika says:

  Very nice place of shebhar shibir.

  I am very appreciate of your social activities.

  આપનો ખુબ ખુબ આભાર.

 14. Ravi says:

  Hats off to these gr8! people..
  really gujarati language bachava mate
  avu kai karvu j padse !!

  thanks mrugesh bhai..

 15. Vishal Jani says:

  મૃગેશભાઇ,

  મોરારીબાપુ કહે તેમ સંત એટલે સત કર્મ કરનાર, કરાવનાર, કે પ્રેરણા અપનાર પછીએ કોઇપણ રૂપમાં હોય

  જેમ કે તમે – ઇન્ટરનેટ સંત

 16. વત્‍સલ વોરા says:

  સૌ પ્રથમ તો અમે સર્જન ગૃપ વતી મૃગેશભાઇનો આભાર માનીએ છીએ કે જેમણે અમને આવી પ્રાકૃતિક ગોદમાં લઇ જવાની ઘેલછામાં ઉતાર્યા.

  સાચે જ અમાર સાથી મિત્ર તરંગભાઇએ જે ઉલ્‍લેખ કર્યો છે તેમાં હું સંમત થાઉં છું કે આજના શહેરીકરણના યુગમાં પણ વડગામમાં નિતીનભાઇ અને તેમની ટીમ જે કાંઇ પણ સમાજોત્‍કર્ષ માટે કામગીરી કરી રહી છે તેની સાચે જ બિરદાવવી જ રહી.

  મોબાઇલ લાઇબ્રેરી અને ઇન્‍ટરનેટ જેવી સગવડતાઓ ગામડા ગામમાં આપવી અને માહિતીના સ્‍ત્રોત બનાવા જેવું ઉમદા કાર્ય શ્રી નિતીનભાઇ અને તેમની ટીમ કરી રહી છે. તેમાં અમે તો માત્ર નિમિત્ત જ બન્‍યા છીએ.

  અને હા, જયાં સુધી ભાષાને બચાવવાનો સવાલ છે ત્‍યાં સુધી,

  આપણે સૌએ સંકલ્‍પ કરવો પડશે કે આવી શિબિરોમાં બાળકોને વાંચતા કરવા અને ઘરે પણ આપણે બાળકો સાથે રોજ એક વાર્તા કે તેમની પસંદના પુસ્‍તકને વાંચવાની ટેવ પાડવી પડશે.

  અને છેલ્‍લે, શ્રી નિતીનભાઇ અને તેમની ટીમ તો અડીખમ હતી જ સાથોસાથ અમારી સર્જન ટીમના સભ્‍યોના સહકાર બદલ પણ હું આભાર માનું છું અમારા સભ્‍યોનો.

 17. chetu says:

  ખૂબ સરસ કાર્ય …!! બન્ને ગૃપ તથા મૃગેશભાઇ ને ખૂબ ખૂબ અભિનંદન …!

 18. gaurang says:

  મુરબ્બી,

  સર્જન ગ્રુપ નો આ જે વાચન શિબિર નો કોંસેપ્ટ છે તે ખરેખરે કાબીલે દાદ છે. મને એ વાત નો આનન્દ છે કે બાળકો ને વાંચન માટે પ્રેરણા આપવામાટે તરંગભાઇ પ્રણવભાઇ વત્સલભાઇ અને બહેનો જે મહેનત કરે છે તે ખરેખર કાબીલે તારિફ છે. હું માર બાળકોને અને તેન મિત્રો માટે પુસ્તક મેલા માં થે ઘણી પુસ્તિકાઓ લઇ આવું છુ ને તેમને વાંચન માટે આપું છું. તેઓ જ્યારે વાચતા હોય છે તે દ્રશ્ય મને સર્જન ની વાચન શિબિર માં જોવા મળ્યું છે.

  સર્જન વિશે મે પહેલાં રીડગુજરાતી માં વાંચેલુ તે પર થી મે પ્રેર્ણા લઇ ને મે માર બાલકો ને અને તેમ જે ૪ ૫ ભાઇબન્ધો છે તેને વાચન કેટલું જરુરિ છે તે સમજાવ્યું આજે તેઓ ને આ લેખ મે વંચવ્યો છે તેઓ વાંચી અને પોતે જે કાર્ય કરે છે તે ખુબ સારું છે તે જણ્યુ છે આજે મારી પાસે વધારે પુસ્તકો લાવી આપો તેમ તેમના દ્વારા મને કહેવાઇ ગયુ છે. તરંગભાઇ ને મે પહેલા બાળ રમતો માતે વાંચ્યા છે. બાળકો માટે આજે તરંગભાઇ મહેનત કરે છે તે જાણી ને મને ખુબ હર્ષની લાગણી થાય છે. બાલકો ને આજે આપણે સારા સંસ્કાર આપીશુ, તેમને વધારે ને વધારે પુસ્તકો પ્રોવાઇડ કરી આપિશુ તો તેમને ભવિષ્યમાં સારા નાગરીક બનાવી શકીશું. મોબાઇલ પર રમતો રમવી, કોમ્પ્યુટર પર રમતો રમવી તેના કરતા પુસ્તકો વાંચ્વામાં આવે તો બાળકો ને જ્ઞાઅન પ્રાપ્ત થાય દેશ દુનિયા વિશે સારી મહિતી એકત્ર કરી શકે સામાન્ય જ્ઞાનમાં વધારો થાય. તરંગભાઇ અને તેમના મિત્રો સર્વ શ્રી વત્સલભાઇ, પ્રાધ્યાપક સાહેબ શ્રી પ્રણવભાઇ મને એ વાત નો આનન્દ છે કે સર્જન ગ્રુપ ઉત્તમ પ્રકાર ના સભ્યો છે. પ્રધ્યાપક સાહેબ તમને ખુબ અભિનન્દન આપવા ની ઇચ્છા થાય છે કે કોલેજ ઉપરાંત સર્જન જેવા વિશાળ ફલક માં આપ વિશેષતાઓની સર્જના કરો છો. તરંગભાઇ અને વત્સલભાઇ સરકારી સીઆર અને જીઆર ના સામ્રાજ્યમાં થી બહાર નિકળી ને સર્જન જેવા વિશિષ્ટ ફલક પર કાર્ય કરો છો.

  મારી ઉમર તો હવે બહુ છે ૭૫ પુરા કર્યા છે અને મને એ વાત નો આનન્દ છે કે તરંગભાઇ અને તેમનું મિત્ર વર્તુળ જે કાર્ય કરે છે તે પર થી હુ એક વાત તો જરુર થી કહીશ કે સર્જન જેવે સંસ્થાઓ આપણા બાળકો માટે છે આપણા બાળકો ને હવે કશે જવાની જરૂર નથી રીડગુજરાતી ના માધ્યમથી અને સર્જન જેવી સંસ્થાઓ ને કારણે આપણા બાળકો ને સારા સંસ્કાર મળી શકશે. ભાઇ મૃગેશ તમારો ખુબ ખુબ આભાર તમે આવી સંસ્થાઓને તઅને તેના કાર્યો ને તમારી સાઇટ પર સ્થાન આપો છો. નિતિનભાઇ નો આભાર માનવો ભૂલાઇ જાય તો મરા જેવો કોઇ નગુણો કોઇ નહીં. ગામડાના બાલકો માતે તે જે કાર્ય કરે છે તે પણ અવર્ણનિય છે.

  ભાઇ તરંગ વત્સલભાઇ પ્રણવભાઇ સર્જન ની બહેનો મ્રુગેશભાઇ, નિતિનભાઇ તમારો ખુબ ખુબ આભાર આજે ખુબજ સારો લેખ આપ્યો મને એમ થયુ જે જાણે હુ પ્રત્યક્ષ હાજર છું. તમારા જેવા જુવાનો આ કાર્ય કરે છે એટલે વધારે આનન્દ થાય.

  ફરી થી ખુબ ખુબ આભાર સર્જન સંસ્થા વડગામ સંસ્થા રીડગુજરાતી ઘણું જીવો જાજું જીવો.

  આપનો સહૃદયી ગૌરાંગ લાંગે.

 19. Porf. shashikant vanikar says:

  heartist congrats for such a wonderful programme. by rading these all articles and photos, i feeel that i have also partiapted this prog.

  a Big Salute to al of you, our dears !!!!!!!!!!!!!!!!!!!!!!!!

  with best regards,
  prof. shashikant vanikar
  9998342790.

 20. Pinki says:

  આપ સૌને – નીતિનભાઈ, તરંગભાઈ, મૃગેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન …. !!

  ગામડામાં તો – તો પણ ગુજરાતી વાંચતા આવડે પણ શહેરમાં ?
  કદાચ શહેરોમાં જ આવી ગુજરાતી વાચન શિબિરની વધુ જરુર છે.

 21. ઇન્ટરનેટ સન્ત મ્રુગેશભાઇને તથા વાચન શિબિરવાળા સૌને સલામ, આવી પ્રવ્રુત્તિ ખુબ ખુબ કરતા રહો એજ શુભેચ્છા

 22. ખુબજ સરસ પ્રયાસ છે. આયોજકોને ઋદ્દયપૂર્વકના અભિનંદન . આપની જાણ માટે આ વેકેશન દર્મિયાન હું પણ મારી દોહિત્રી માટે બકોર પટેલ છ્કો મકો મિયાંફુસ્કી-તભાભટ્ટ ઉપરાંત અકબર બીરબલ અને અરેબીયન નાઈટ્સના પુસ્તકો લાવ્યો છું પંચતંત્ર હિતોપદેશ અને વિક્રમ-વૈતાળ પણ હાજર છે અને રોજ બપોરે મારી દોહિત્રિ પાસે આમાંના તેણીની પસંદગીના પુસ્તકનું વાચન કરાવું છું અને બાદ તેણી આ પુસ્તકમાં વાંચેલ વાર્તાનું પોતાની ભાષામાં તેણીની દાદી અને મિત્રો પાસે પુનરાવર્તન કરે છે . અલબત્ત મારો પ્રયાસ મર્યાદિત છે પણ ઉપરોકત વાત સાથે ખુબજ સામ્યતા ધરાવે છે. આવનારા દિવસોમાં હું પણ આ પ્રયાસને થોડો વિસ્તારી મારી દોહિત્રિના મિત્રોને આમંત્રી કરવા ધારું છું અને મને વિશ્વાસ છે કે અન્ય બાળકોના મા-બાપને પણ આ વાત જરૂર સમજાશે અને સ્પર્શસે પણ ખરી અને સૌનો સહકાર મળી રહેશે. આવો પ્રયાસ દરેક જગ્યાએ નિષ્ઠા પૂર્વક થઈ શકે તો અદભુત પરિણામ પણ મળી રહે !

  ફરી એક વાર આપ સૌને હાર્દિક અભિનંદન અને મારા લાયક કોઈ પણ પ્રકારનું કામ પડે તો અવશ્ય યાદ કરવા નિસંકોચ વિનંતિ કરુ છુ.

  સ-સ્નેહ
  અરવિંદ

 23. mahesh trivedi says:

  ભાઈ મ્રુગેશ આપ નો શિબિર નો મેઈલ મલ્યો આપ જે કોઇ ગુજરાતી ભાષા ની સેવા નુ કાર્ય કરી રહ્યા છ્હૉ તે જોઇ ને મારાજેવા ના મન આનન્દિત થાય છ્ઍ મને ગુજરાતી ટાઈપ કરતા નથી ફાવતુ તે આપ જોઈ શકશો છતા પ્રયત્ન પુર્ર્વક આતલુ લખી શક્યોૂ અભીનન્દન્

 24. Jignesh shah says:

  ખુબ ખુબ અભિનન્દન ભાઈ ખરેખર તમે લોકો જે યગ્ન કર્યો છે તેમા આહુતિ આપનાર દરેક ને પ્રભુ દિવ્ય બળ પુરુ પાડે તેવિ પ્રાથના

 25. ખુબ સરસ મૃગેશભાઈ. હાર્દીક અભીનંદન.
  આપની વાત “સવાલ છે ‘વાતોના વડા’ કરવાનું બાજુએ મૂકીને કંઈક નક્કર પગલાં ભરવાનો…જે આ બંને ગ્રુપના તમામ યુવાનોએ કરીને દેખાડ્યું છે. ખરા અર્થમાં જેણે ભાષાની સેવા કરવી હશે તેમણે આ રીતે સમાજના છેવાડાના માણસો સુધી જવું પડશે.” ખુબ જ અર્થસભર અને મહત્ત્વની છે.

 26. બાળકોના ઉત્કર્ષ કાજે કાર્યરત મૃગેશભાઈને બાળ આરોગ્ય નિષણાંત ના હાર્દિક અભિનંદન્..
  આ પ્રકાર ની શિબિરો વિશે જાણ કરશો જેથી અમો પણ ઉપયોગી થઈ શકીએ.

 27. Rajni Gohil says:

  હજાર માઇલની મુસાફરી પણ સાચી દીશામાં મુકેલા એક પગલાથી જ થાય છે. શેભર ગામની વાંચન-શિબિરે તો વ્રુક્ષના ઉછેર માટે મૂળમાં પાણી પાવાનું કામ કર્યું છે. આયોજકો, સંચાલકો અને ભાગ લેનારા બાળકોને હાર્દિક અભિનંદન. આ લેખમાંથી પ્રેરણા મેળવીને ઘણા બધા લોકો આવી સમાજને ઉપયોગી પ્રવ્રુત્તિમાં જોડાશે એમાં શંકાને સ્થાન નથી.

  I have read the book “Random Act of Kindness”. It gives many many ideas to contribute for good cause. Website actsofkindness.org gives many inspirational stories and ideas. If we can start website like this, it will serve our purpose. Remember that NO ACT OF KINDNESS IS SMALL OR BIG because it definitely creates CHAIN REACTION. And we are happy that Shebhar Vanchan Shibis is one of them to create chain reaction.

 28. એક પુસ્તક સાચો મિત્ર છે. અને એ પુસ્તકનો વાંચતા કરાવનારા ધુંરધરોને લાખ લાખ સલામ!!
  આ આપણી સંસ્કૃતિ, આપણી ભાષા અને આપણા બાળકોને સાચે માર્ગે દોરવાની જે પ્રવૃત્તિ છે જે કાબિલે તારીફ છે.
  વાંચન ઘટી રહ્યું છે.
  બાળકો ટીવીને જોતા રહે એના કરતાં પુસ્તકો વાંચે એનાથી ઉત્તમ પ્રવૃત્ત્તિ બીજી કોઈ જ નથી.
  પ્રભુ સહુ સેવાધારીન ખુબ ખુબ બળ આપે અને આવી સેવાઓ વિસ્તરતી રહે એ માટે પ્રાર્થના.

 29. mrudula.parekh says:

  વાહ્… સૉરભ ભાઇ,
  સરસ પરિચય આપ્યો. બચપની યાદો તાજી કરાવી .. હો…યાદ આવ્યા.. મને બચપન ની ગ્રીષ્મ્- શિબીર ના સભારણા…..બકૉર પટેલ,શકરી પટલાણી,તભા ભટ્ટ્……

 30. kiranbhai patel says:

  ખૂબ ખૂબ આભાર મ્રુગેશભાઇ, મને મારાજ ગામની આટલી સરસ પ્રવુતિ અને કાર્યક્રમના સમાચાર આપવા બદલ.
  મિત્રો હુ વડગામનો જ વતની છુ. પરતુ ઘણા સમયથી ગામથી બહાર નોકરી અર્થે રહુ છુ. મને ખૂબજ આનંદ થયો કે ‘વડગામ વેલફેર ટ્રસ્ટ.’ અને તેના પ્રમુખ ‘નિતિનભાઇ’ આટલી સરસ કામગીરી કરી રહ્યા છે! તેનાથી પણ વિશેષ આનદ એ છે કે મ્રુગેશભાઇ તેમજ તરંગભાઇ અને તેમનું મિત્ર વર્તુળ જે રીતે આવા ધમધમતા તાપમા ગરમી અને લૂ ની પરવા કર્યા વગર મારા ગામના રેતના થળથી ભરેલા રસ્તાઓમા ચાલી અને મારા ગામના નાના ભૂલકાઓની ક્ષમતાને પારખી….
  મ્રુગેશભાઇ આપના આ મધ્યમથી હુ નિતિનભાઇ ઉર્ફ ‘કેપ્ટન’ ને એક સદેશ આપવા માગુ છુ કે આપ જે રીતે કામ કરી રહ્યાછો તેનાથી હુ જ નહી વડગામ બહાર રહેતા તેમજ ગામના તમામ વડગામવાસીઓ ગર્વ અનુભવે છે. આપ દેશની ખરેખર ઊમદા સેવા કરી રહ્યાછો, આપના જેવા દરેક ગામને સપૂતો મળે તેવી અભ્યર્થના……..

 31. dipak says:

  Dear Mrugeshbhai, first of all many congrats & thanx for all this .I wished if I would be there.Pass my thnax & congrats to Dr.Joshipura,Tarangbhi,Vatsalbhai & all team
  members.Every one should get inspiration from this.

 32. krishna patel says:

  U have done a gr8 job..
  keep up the good work going nd Gujarati sahitya nd gujarati language bdha sudhi pohchadine ek jagrutta felavo cho ae badal khub khub abhinadan…
  Bapu na language ma kahu to prem yagna ma ame pan prem thi tmra through ahuti api che…IF i can take part in such a cause plz let me know….
  THANK U…

 33. nisha patel says:

  jai shree krishna,
  mrugesh bhai,

  i am really gald to recive this shibir… email from u.
  Even, i wud like to help or do something like this, or gewt involved.
  I SPEAK GUJARATI, WRITE AND READ. I have credit in this subject, when i was in college in mumbai.

  U r really doing a very good work.

  ALL THE BEST.

  NISHA
  [LONDON]

 34. nayan panchal says:

  આટલા ઉમદા કાર્ય બદલ “સર્જન ગ્રુપ”, વડગામ વેલફેર ટ્રસ્ટ અને મૃગેશભાઈને જેટલા અભિનંદન આપીએ તેટલા ઓછા.

  ગયા વર્ષે જ્યારે રીડગુજરાતી પર વાંચનશિબિરનો લેખ વાંચ્યો ત્યારે થયેલુ કે આપણે આ બધામાં કઈ રીતે ભાગ લઈ શકીએ. પછી થયુ કે આપણા પરિવારમાં જે નવી પેઢી વિકસી રહી છે તેમને વાંચન માટે તૈયાર કરો. શરૂમાં તો તેઓ આનાકાની કરે, પણ તેમને અમર ચિત્રકથા, કોમિક્સ, ચાંદામામા જેવા પુસ્તકો એકવાર પકડાવી દો પછી તેઓ જ છોડશે નહીં. એવી શક્યતા ખરી કે તેઓ જ પછી તેમના મિત્રોને આ બધુ વાંચવા પ્રેરશે.

  આભાર,
  નયન

 35. madhavi dave says:

  Wow!many many thanx to include me into your shibir!
  not once that I felt that I am faraway in US!
  And those pictures are excellent,as they speak volumes about
  the work that you guys are doing!
  Thanx on behalf of all those people who want to do
  the work that you are doing.
  Great team and great display!!!!!!

 36. sanket says:

  “શિક્ષિત વ્યક્તિઓ સપ્તાહમાં એક દિવસ પોતાની સોસાયટીના બાળકોને સાહિત્યની વાર્તાઓ કહેવા માટે કાઢશે તો ગુજરાતી ભાષા બચાવવા માટે રેલીઓ કાઢવી નહીં પડે. સવાલ છે ‘વાતોના વડા’ કરવાનું બાજુએ મૂકીને કંઈક નક્કર પગલાં ભરવાનો…” યસ ટ્રુથ ટુ ધ પોઇન્ટ ,મ્રુગેશભાઇ.બન્ને ગ્રુપ ની કામગિરી ને લાખ લાખ સલામ….
  રેલીઓ કાઢવા કરતા આવી કામગિરી કરી સમય, શક્તિ અને સાચા અર્થમા ગુજરાતી ભાષા બચાવી શકાશે.

 37. vishwadeep says:

  આવો સુંદર અહેવાલ ,સુંદર કાર્યક્રમ બદલ અભિનંદન..થાય છે કે અમો પણ આવું શિબિર અમેરિકામાં કરી આપણી માતૃભાષાને અહીઁ જવલંત ..અને જીવતી રાખીએ..મૃગેશ ..Thank you very much ofr this nice report.and congratulation…keep it up.
  USA

 38. ખુબ સુઁદર કાર્ય ! મુલાકાતના વર્ણન માટે મૃગેશભાઈનો આભાર. આવુઁ જ કામ લેખક શ્રેી ધ્રુવ ભટ્ટ ગીરના જંગલના બાળકો વચ્ચે કરી રહ્યા છે. બાળકોમાં રસ જગાડવો તે પાયાનું કામ ગણી તેમણે આ પ્રવૃતિનો વ્યક્તિગત ધોરણે આરંભ કર્યો છે. આ સૌને શુભેચ્છા અને અભિનંદન.

 39. Dr. M M Pandya says:

  એક પ્રેરણાદાયી સત્કાર્યનો પ્રેરણાદાયી લેખ. સર્જન ગ્રુપને આ કાર્યમાં હું કોઇ પણ રીતે મદદરૂપ થઇ શકું તો મને આનંદ થશે.

 40. ખૂબ જ સુંદર……

 41. Gaurav Buch says:

  ખરેખર અદભુત પ્રયત્ન થયેલો ચે જ્યરે ગુજરાતઇ ભાસા ભુલૈ રહઇ ચે

 42. Kinnari Raval says:

  Great job….all such workshops shall bring a wave of change and kids shall understand value of good literature and reading…..congratulations to both ‘SARJAN’ and ‘VADGAM TRUST’ for excelent job…glad to know that there are many groups working for the upliftment of literature….again congratulations…..

 43. Saarthak Gautam says:

  ગુજરતી ભાષા આપ સૌની ઋણી રહેશે. No words to express the joy which is felt within. This kind of selfless work is the only ray of hope for our language and culture, else the kids would just become slaves of idot box and cartoons.

  પેલા ડોશીમા તો બહારથી હલી ગયા પણ તમે અમને અંદર થી હલાવી દીધા !!
  Once again congratulations to both teams and please do not stop the good work. And yes, if I can be of any help, I would be my privilege to do something.

 44. માવજીભાઈ મુંબઈવાળા says:

  મૃગેશભાઈ, તરંગભાઈ અને સર્વે કાર્યકરોને ખૂબ ખૂબ અભિનંદન
  -માવજીભાઈ મુંબઈવાળા

 45. D.T.PATEL says:

  ખુબ સુઁદર કાર્ય ! મુલાકાતના વર્ણન માટે મૃગેશભાઈનો આભાર. આવુઁ જ કામ લેખક શ્રેનિ ધ્રુવ ભટ્ટ ગીરના જંગલના બાળકો વચ્ચે કરી રહ્યા છે. બાળકોમાં રસ જગાડવો તે પાયાનું કામ ગણી તેમણે આ પ્રવૃતિનો વ્યક્તિગત ધોરણે આરંભ કર્યો છે. આ સૌને શુભેચ્છા અને અભિનંદન. મને જેમાઁ રસ હ્તો તે વિષય મળી ગયો. આ અગાઊ સુવિચાર વિષે લખેલુ પણ મને ઇમેલ મળેલ નથિ

 46. વિષ્લેષ આર. પટેલ કચ્છ કોડાય says:

  નમસ્તે મૃગેશભાઇ,

  ગાંધીનગરનું નામ વાંચી મારું હૈયું હોંશથી ભરાઇ ગયું. ગાંધીનગરની શ્રી સ્વામિનારાયણ શાળામાં હું ૧૦ વર્ષ ભણ્યો. કોણ કહે છે કે આ સરકારી ગામ છે. સર્જન જેવી સંસ્થા ગાંધીનગરમાં કાર્યરત છે પછી કોણ કહે છે કે આ સરકારી ગામ છે. પ્લાંટ નાનો હોય ત્યારે તેને જેમ વાળો તેમ વળે. નાના ભુલકાઓને પુસ્તકરૂપી જ્ઞાન સર્જન દ્વારા પ્રાપ્ત થાય છે. અદ્યતન વિકાસનું સાધન એ પુસ્તક છે. હું તરંગભાઇ સાથે સહમત છું તેઓ કહે છે કે મોબાઇલ પર રમતો રમવામાં સમય બગાડવા કરતાં સારા પુસ્તકો બાળકોને વાંચન અર્થે આપવામાં આવે તો તેમનો વિકાસ સારો થાશે. અમારાં કોડાયમાં પણ એક પુસ્તકાલય છે. તે પુસ્તકાલયમાં અમે અમારો રવીવારનો સમય પસાર કરીએ છીએ. વિવિધ દૈનિકો, સામયિકો અમે વાંચીએ છીએ અને અમારા સંતાનો ને પણ વાંચવાની પ્રેરણા આપીએ છીએ. સર્જન ગૃપ ઇનામ સ્વરુપે બાલકો ને પુસ્તકો આપ્યા તે બહુ આનન્દની વાત છે. અરે આજે લોકો પરિક્ષા માં બોલપેનો આપે છે, તેના કરતા સારા પુસ્તકો ભેટમાં આપે તો કેવું સારું. કોડાયમાં અમારી વાડી છે અમે આખો દિવસ વાડીમાં કામ કરીએ છીએ છતાં પણ વાંચન માટે સમય પણ ફાળવીએ છીએ.

  નોંધનિય એક બાબત એ છે કે તરંગભાઇ અને હું શ્રી સ્વામિનારાયણ શાળામાં ૯ વર્ષ સાથે ભણ્યા છીએ અને કેટલા સમય પછે મને તરંગભાઇ ની યાદ આવે તેનો બધો શ્રેય રીડગુજરાતી ને જાય છે. તરંગભાઇ, પ્રણવ ભાઇ, વત્સલભાઇ અને સર્જન સંસ્થાને બહેનો કેવું સુન્દર કાર્ય કરે છે. આપનો ખુબ ખુબ આભાર મ્રુગેશભાઇ કે આપે તરંગભાઇ નો સમ્પર્ક સુત્ર આપ્યો છે. પ્રણવભાઇ, વત્સલભાઇ નિતિંનભાઇ સર્વે બન્ધુઓનો ખુબ આભાર.

  વિષ્લેષ આર. પટેલ કચ્છ કોડાય

 47. તરંગ હાથી says:

  રીડગુજરાતીનો આભાર કે મને તેના દ્વારા નિશાળનો ગોઠીયો મળી ગયો. રીડગુજરાતી નો ફેલાવો દેશ દુનિયામાં છે તે તો હું સ્વિકારૂં છું પરંતુ કચ્છના કોડાય જેવા નાના ગામડાં માં પણ છે તે જાણી ને બહુ આનન્દ થઇ ગયો.

  ખુબ ખુબ આભાર મૃગેશભાઇ.

  તરંગ હાથી

 48. Vraj Dave says:

  ભાઈશ્રી..પ્રતિભાવ આપવામાટે તો શબ્દો ગોતવા પડે તેમ છે…લેખ વાંચતા વાંચતા જાણે અમો પણ શિબિર મા હાજર જ હોયે તેમ અનુંભવાતું હતું.
  દીલથી “ઇન્ટરનેટ સંત” ને તેમજ સર્જન સંસ્થા,વડગામ સંસ્થા ને અંદરથી હલાવી દીધાના અભિનંદન.

  સહુ વાંચક મિત્રોને રામ રામ.

  આભાર
  વ્રજ દવે
  {કાઠીયાવાડ}

 49. pratibha says:

  લેખ વાંચીને ભુતકાળમાં સરી જવાયુ સાક્ષરતાઆભિ યાનમા. આ ઍક પાયાન્ં સોપાન. રસના દ્વાર ખોલવા એ જ દેશના બાલકોને સાચા રસ્તા ઉપર મુકવન્ં ઉત્તમ કાર્ય છે.

 50. Vaishali Maheshwari says:

  Excellent work. I am feeling short of words to describe the feelings that I am having at this point after reading this article.

  I wish we all should also start contributing a little in some way or the other as, “Tipe Tipe Sarovar Bharay”. We alone will not be able to change the nation, but we can definitely create awareness and a group of people who will help us building a stronger nation.

  Mrugeshbhai, the introductory part of this article is also very impressive. Thank you for presenting it so well.

  My hearty congratulations to both the groups mentioned in this article and Mrugeshbhai for all your sincere efforts.

 51. મ્રુગેશભાઇ

  આવા સરસ અભિપ્રાયો પછૈ શુઁ બાકી રહે બસ નીચે dito..dito..કરી દઊઁ.

 52. pradip shah says:

  Mrugeshbhai and company,
  You are doing a nice job,congratulations,keep it up !
  Could we take up such a wonderful activity in Vadodara city or district ? Currently I’m in USA,but will call you when I come back to Vadodara.

 53. Niraj says:

  આ વાત મા દમ છે. ચાલુ રખજો…

 54. Niraj says:

  આ વાત મા દમ છે. ચાલુ રાખજો…

 55. hitesh chhaya says:

  ખુબ સરસ . my ph no. 9427226211. i also like this type of work.

 56. ધીર અને વીર વિરલાઓ! પ્રેરક રચનાત્મક કાર્ય.

 57. સુધીર દેસાઇ - મંત્રી - ગાંધીનગર શહેર વસાહત મહામંડળ,ગાંધીનગર says:

  પ્રિય શ્રી મ્રુગેશભાઇ, નિતિનભાઇ, પ્રણવભાઇ,વત્સલભાઇ અને તરંગભાઇ,
  શેભર વાચનશિબિર વિષે વાચી ખૂબ આનંદ થયો. આજના ટી.વી. યુગમાં બાળકોને પુસ્તક વાંચન કરતા કરવાનુ ભગિરથ કાર્ય હાથ ધરવા બદલ હાર્દિક આભિનંદન!! આ મહાન કાર્યને હું “સર્જન યજ્ઞ ” માનું છુ. અને ” વડ ” ગામ ની આ વાંચન શિબિર રૂપી વડવાઇઓ બાળકો ના મનમાં જેટલી ઉંડી જશે તેટલો વાંચન શોખ રૂપી વડલો પાંગરશે તેની મને ખાતરી છે.
  અગાઉ શ્રી સાર્થકભાઇ એ જણાવ્યું કે “પેલા ડોશીમા તો બહારથી હલી ગયા પણ તમે અમને અંદર થી હલાવી દીધા !!” હું ઉમેરીશ કે પેલા ડોશીમાં તો મરી ગયાં હતાં પરંતુ અમે અંદર થી” હલી ” ને જીવંત થયા !!!
  ફરી આભિનંદન સાથે
  વાંચન પ્રેમી સુધીર દેસાઇ

 58. ભાવના શુક્લ says:

  વાચન એ એટલી ઉત્તમ પ્રવૃતિ છે કે આ પ્રવૃતિ માટે કોઈ સંસ્થા કે ગૃપ આમ કાર્યરત થઈ કશુક સર્જનાત્મક નિપજાતે તે તો બાળકો પર ઇશ્વરીય આશીર્વાદ સમાન છે.
  આ સિવાય મૃગેશભાઈની હર વખતની જેમ મોહક અને રસપ્રદ રજુઆત અને ફોટોગ્રાફ કલેકશન એ લેખને ખુબ અને ખુબ માણવાલાયક બનાવ્યો. બાળજીવનની કેટલીક મધુર યાદો પણ તાદ્શ્ય થઈ આવી.

 59. mehul says:

  Really it very nice experience that we have share at shebher gog
  It is really a appreciated work that is carried by the vadgam and sarjan trust and your work as a “Gor Maharaj “ is like a bridge that helps the vadgam trust to achieve the highest goal in their noble cause.

 60. Pankaj Vithlani says:

  Where there is Will, there is way. Congratulations to all

 61. urmila says:

  બહુ જ સ્રર સ્
  સૌને શુભેચ્છા અને અભિનંદન.

 62. Anjaniben Joshipura says:

  સૌ સ્વજનો,

  ગુજરાતિ ભાશા ના લગાવ અને કાર્ય બદલ ધન્યવાદ્….

  જનનિ જન્મભુમિસ્ચ સ્વર્ગાત અપિ ગરિયસિ ….

  પુસ્તકો આપના ઉત્તમ મિત્રો હોઇ શકે….

  ધન્યવાદ્ માત્રુભાશા નિ સેવા કરવા બદલ

 63. devesh shah says:

  ખુબ જ સરસ.સૌને મારા વતિ સુભેચછા તેમજ અભિનઁદન.

 64. Nitin says:

  Dear All,

  I am Very Thankful to all of you to a very nice comment on our activities.Its really encourage us to doing more better work for community.I am thankful to Sarjan Group and Mrugeshbhai to help us to organized a good event at sebhar.I never forget there contribution to make this event successful.I also thankful to all the readers who really encourgae us to move forward with positive attitude.

  Once again I am thankful to all of you to give your valuable feedback here.

  Thanking you,

  Regards,

  Nitin

 65. Manhar Sutaria says:

  મૃગેશભાઇ, વન્દન્
  (વિશાલભાઈના જ શબ્દો દોહરાવુ છુ, એનાથી વધારે સારા શબ્દો મારી પાસે નથી.)

  મોરારીબાપુ કહે તેમ સંત એટલે સત કર્મ કરનાર, કરાવનાર, કે પ્રેરણા અપનાર પછીએ કોઇપણ રૂપમાં હોય

  જેમ કે તમે – મ્રુગેશ્ભાઈ- ઇન્ટરનેટ સંત

  મનહર સુતરીયા

 66. prati says:

  Thanks Mrugesh for sending precious report on wonderful activity
  keep it up thanks to all of you doing great job to build a great society .

 67. Sanjay Upadhyay says:

  ઇન્ટરનેટ સંત….આ વાંચીને ચેલકાઓ ચમકશે!!! દક્શિણાનો વરસાદ વરસે એવી શુભેચ્છા. મજાક બદલ ક્ષમા કરશો પણ આ વેબસાઈટ ચલાવવા માટે ગાંઠનું ગોપીચંદન કરતા હશો એમાં કોઈ શંકા નથી. તમારી આ સેવા બદલ ગુજરાતી ભાષા આપની સદા ઋણી રહેશે.

  આથી ચડિયાતું કોઈ ધાર્મિક કાર્ય હોય એવું ગળે ઉતરતું નથી.

  મંદિરોમાં દાન આપનારા સજ્જનોનું ધ્યાન કોઈ આ તરફ દોરે તો …..

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.