નાયર – ડૉ. આઈ. કે. વીજળીવાળા

[‘જનકલ્યાણ’ વાર્ષિક અંક-2009માંથી સાભાર. આપ ડૉ.સાહેબનો (ભાવનગર) આ સરનામે સંપર્ક કરી શકો છો : drikv@yahoo.com]

‘અરે નાયર ! હજુ કેટલી વાર લગાડીશ ? ચાય આપને !’
‘અલ્યા નાયર ! તને ઑમલેટનો ઑર્ડર આપ્યાને અર્ધો કલાક થયો. હું કંઈ આખો દિવસ બેસવા નવરો છું ? આવી ભંગાર સર્વિસ આપે છે તેના કરતાં તો બંધ કરી દે ને !’
‘નાયર ! મારી એક ચાય અને એક ટોસ્ટબટર, જલદી હો !’
‘અલ્યા, આપે છે કે જતો રહું ?’
આ બધા અવાજો અને ઘોંઘાટ અમારી હૉસ્ટેલની કેન્ટિનનું સવારનું વાતાવરણ બતાવે છે. નાયર એ અમારી આર. એમ. ઓ. હૉસ્ટેલ તરીકે ઓળખાતી હૉસ્ટેલની કેન્ટિનનો માલિક હતો. નેશનલ હાઈવે નંબર આઠ તરફ ખૂલતી પ્રથમ માળની બાલ્કનીમાં નાયરની આ કેન્ટિન ગોઠવવામાં આવેલી હતી. ગોદરેજનો એક કબાટ હતો જેમાં નાયર તેનો બધો જ સરસામાન રાખતો. એની બાજુમાં મૂકેલા ટેબલ પર પ્રાઈમસ રાખીને એ ચા-નાસ્તો બનાવતો. અને બે ખૂબ જ વિશાળ ટેબલ્સ અમારા બધાને બેસવા માટે વપરાતાં.

નાયરની સવાર હંમેશાં આવી જ રહેતી. અમે દોઢસો ગ્રાહકો, સામે નાયર સાવ એકલો. ઓર્ડર પણ એ લે, ચાયનાસ્તો પણ એ જ બનાવે અને સર્વ પણ એણે જ કરવાનું ! બધાં ધમકાવે, બૂમો પાડે – તું – કહીને બોલાવે પણ નાયર તો એની મસ્તીમાં જ અર્ધી વાળેલી લુંગી સાથે ગીત ગણગણતો હોય. કોઈ બૂમ પાડે એટલે તરત જ ‘….આતા હું સાબ !….’ એવો જવાબ હાજર જ હોય ! એ પછી એ ત્યાં જાય કે નહીં એ નક્કી ન કહી શકાય પણ જવાબ તો આપી જ દે ! એનો બાંધો એકદમ પાતળો, દક્ષિણ ભારતીયોને મળેલા વરદાન પ્રમાણે જ કાળું શરીર, ટૂંકા, ક્યારેય ન ઓળેલા વાળ, બકરી ચરી ગઈ હોય તેવી દાઢી, ગળામાં પહેરેલો કાળો દોરો, શર્ટનું ઉપરનું એક બટન ખુલ્લું અને અર્ધી વાળેલી કાળા તેમ જ ભૂરા રંગના ચોકડાવાળી લુંગી. આ બધાનો સરવાળો કરો એટલે આબેહૂબ નાયર તૈયાર ! હા ! એના વ્યક્તિત્વની અદ્દભુત વાત એક જ હતી, એ ક્યારેય ગુસ્સે ન થતો. ક્યારેક નાયરે કોઈને વડચકું ભરી લીધું હોય તેવું મને આજ સુધી યાદ નથી.

એક દિવસ સવાર સવારમાં નાયર આવ્યો. મારી પાસેથી દસ રૂપિયા માગ્યા. પૂછ્યું તો કહે કે શક્કર ઔર ચાય-પત્તી લાના હૈ ! મને નવાઈ લાગી. પણ હું ઉતાવળમાં હોવાથી વધુ કંઈ પડપૂછ કરવાનો સમય નહોતો. ત્યાર બાદ એક મહિનાની અંદર બેથી ત્રણ વખત આવું બન્યું. હવે મારી નવાઈ વધતી ચાલી. રોજ 150 ગ્રાહકોને સાચવીને બેઠેલા નાયરને પૈસાની જરૂર પડી જ શી રીતે શકે ? એ બધા જ પૈસા ગામડે રહેલાં એનાં વૃદ્ધ માબાપ કે એવી કોઈ વ્યક્તિને મોકલી દેતો હશે ? કે પછી કંઈ બીજી લત લાગી હશે ? હવે પછી જો એ પૈસા માગે તો પૂછી લેવું એવું મેં મનોમન નક્કી કરી લીધું. ચોથી વખત નાયરે પૈસા માંગ્યા ત્યારે મેં એને રોક્યો. પૂછ્યું :
‘અલ્યા નાયર ! હવે મને તારા પર શંકા જાય છે. તું તારા પૈસાનું કરે છે શું ? તારાં માતાપિતાને મોકલી દે છે ? કે પછી બીજું કંઈ ?’
નાયર થોડી વાર ચૂપ થઈ ગયો. પછી કહે : ‘નહીં સાહેબ ! ઐસા કુછ નહીં હૈ ! મેં તો બચપન સે હી અકેલા હી હૂં.’
‘તો પછી એલા તારા બધા પૈસા જાય છે ક્યાં ? કંઈ જુગારની લતે તો નથી ચડી ગયો ને ?’ આજે નાયર પાસેથી રહસ્ય જાણ્યા વિના એને જવા દેવાની મને બિલકુલ ઈચ્છા નહોતી.

છેલ્લા સવાલથી નાયર એકદમ ગંભીર થઈ ગયો. એણે ખિસ્સામાંથી એક ડાયરી કાઢી. પછી મારી સામે એ લંબાવીને કહે કે, ‘દેખિયે સાહબ ! આપ ખુદ હી દેખ લિજિયે !’ મેં ઉત્સુકતાથી ડાયરીનાં પાનાં ફેરવવાનું શરૂ કર્યું.
પાના નંબર એક : ફલાણા ડૉક્ટરના રૂ. 1800 લેવાના બાકી…
પાના નંબર બે : ઢીંકણા ડૉકટરના રૂ. 2000 લેવાના બાકી…
પાનાં ફરતાં ગયાં. બાકી રકમનો આંકડો મોટો ને મોટો થતો ચાલ્યો. મેં અર્ધી ડાયરીના પાનાં ફેરવ્યાં. ત્યાં સુધીમાં આ આંકડો દસ હજાર રૂપિયા વટાવી ગયો. (આ વાત 1983ના વરસની છે જ્યારે મારો પગાર ફક્ત રૂ. 750 મહિને હતો.) મને અત્યંત નવાઈ લાગી. મારાથી પૂછાઈ ગયું કે, ‘અરે નાયર ! તેં બધા પાસે જો આટલા બધા પૈસા બાકી રાખ્યા હોય તો તારી જરૂરિયાત વખતે માંગતો કેમ નથી ? આમાંથી બે જ જણ પાસેથી તું અત્યારે અર્ધા પૈસા લઈ આવીશ તોપણ તારે એક મહિનો વાંધો નહીં આવે !’ નાયર થોડી વાર ચૂપ ઊભો રહ્યો. પછી કહે કે, ‘ઈસ મેં જો નામ લિખ્ખે હૈં, મેં ઉન સબકે પાસ ગયા થા. મગર કિસિને દિયે હી નહીં.’ એટલું કહી એ નીચું જોઈને ઊભો રહી ગયો. મેં એને ખાંડ-ચા લાવવાના દસ રૂપિયા આપ્યા. પોતાના હક્કના હજારો રૂપિયા બોલતા હોય તોપણ દસ રૂપિયા બીજા પાસેથી માગતા એને ખૂબ દુ:ખ થતું જ હશે એવું એના હાવભાવ પરથી લાગતું હતું. નવાઈની વાત એ હતી કે જેમની પાસે નાયરના પૈસા બાકી હતા એ બધા ડૉક્ટર્સ સ્કૂટરના પેટ્રોલના, સિનેમાની ટિકિટના કે પોસ્ટલ ચાર્જીસના પૈસા આરામથી ખર્ચી શકતા હતા. ફક્ત નાયરના પૈસા ચૂકવવા માટે જ એમની પાસે પૈસા નહોતા.

બીજા દિવસે સવારે જે ડૉક્ટર પાસે નાયર સૌથી વધારે પૈસા માગતો હતો તેણે નાયર સાથે ચા મોડી આપવા બદલ ઝઘડો કર્યો. હું પણ એ વખતે કેન્ટિનમાં જ બેઠો હતો. મારાથી રહેવાયું નહીં. એ ડૉક્ટર ગયા પછી મેં નાયરને કહ્યું : ‘નાયર ! તું શું કરવા ચૂપ રહ્યો ? કહી દેવું હતું ને કે લાવો 2000 રૂપિયા. પૈસા દેવામાં ઉતાવળ રાખતા હો તો તમારો ઓર્ડર પૂરો કરવાની અમને પણ ઉતાવળ રહે !’
‘નહીં સા’બ !’ ગંભીરતાપૂર્વક વિચારીને નાયર બોલ્યો : ‘બુરા તો હમે ભી બહોત લગા થા સા’બ ! લેકિન અગર મૈં બી ઐસે હી ચિલ્લાતા તો ઉન મેં ઔર મુજ મેં ફર્ક હી ક્યા રહ જાતા ? ઔર ઈતની છોટીસી બાત કિતની બઢ જાતી ? ઔર સાબ, ઈજ્જત પાને મેં પૂરી જિંદગી ખર્ચ હો જાતી હૈ, લેકિન ગઁવાને કે લિયે સિર્ફ પાંચ મિનિટ હી કાફી હૈ ! હમારે બુઝુર્ગોને તો હમેં ઐસા હી સિખાયા હૈ ! ઔર રહી બાત પૈસોં કી, તો વો અગર મેરે નસીબ મેં હોંગે તો મિલ હી જાયેંગે ! મગર મૈં ઉનકે જીતના બુરા બર્તાવ નહીં કર સકતા. કભી જરૂરત પડી તો આપ હૈ ના !’ કહી એ હસી પડ્યો. આટલું બધું અપમાન ગળીને કેટલા ઓછા સમયમાં એ હસી શકતો હતો એ વાતનું મને આશ્ચર્ય થયું. હસતો હસતો એક હાથે લુંગી પકડીને એ ચાનાં વાસણો ધોવા જતો રહ્યો. એ વખતે નાયર મને જમાનાના જાણકાર કોઈ વડીલ અને સંત-જ્ઞાની જેટલો ઊંચો લાગ્યો. ભલે બધા એને તું કહીને બોલાવતા હોય પણ એ બધાં કરતાં પણ એક મુઠ્ઠી ઊંચો હતો એ વગર બોલ્યે પણ એ સાબિત કરી રહ્યો હતો.

હું એને જતો જોઈ રહ્યો. ભણતર સંસ્કાર શીખવતું નથી એ વાત પર એ મહોર મારીને જતો હતો. ‘ઈજ્જત કમાને મેં પૂરી જિંદગી લગ જાતી હૈ, લેકિન ગંવાને મેં સિર્ફ પાંચ હી મિનિટ !’ એનાં એ વાક્યો મારા મનમાં તામ્રપત્ર પરના શબ્દોની માફક કોતરાઈ ગયાં હતાં. ત્યાર બાદ ક્યારેય નાયરને મારી પાસેથી પૈસા નથી માગવા પડ્યા. જ્યારે જ્યારે હું કેન્ટિન જતો ત્યારે કોઈ ન હોય ત્યારે હું જ નાયરને પૂછતો કે, ‘ક્યોં નાયર ! કુછ કામ હૈ ક્યા ?!’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous શેભર વાચન શિબિર – મૃગેશ શાહ
મમ્મી, તું હસ ! – કલ્પના જિતેન્દ્ર Next »   

27 પ્રતિભાવો : નાયર – ડૉ. આઈ. કે. વીજળીવાળા

 1. કલ્પેશ says:

  નાયર આ વાતમા નકામુ સહન કરી રહ્યો છે.

  ઇજ્જ્ત કમાવા માટે લોકોને ઉધાર/ઉછીના વ્યવહાર કરવો અને પાછા માંગતા અપમાન સહન કરવુ – સમતલ નથી.

  ડૉક્ટર જેને પૈસા આપવાના બાકી છે એ પણ કેવા બેશરમ છે?

  ઘણા અનુભવે હુ જાણ્યો છુ કે આ પ્રકારના વ્યવહારમા શરુમા ના પાડી દેવી વધારે સારી (જ્યારે તમે જાણી શકો કે પાછા માંગતી વખતે મળશે તો નહી અને સાથે અપમાન સહન કરવુ પડશે).

 2. P Shah says:

  જીવનમાં આવા કેટલાય અનુભવો થાય છે, અને
  અનુભવોમાંથી તો માનવી શીખે છે.

 3. Sarika says:

  khubaj saras lekha. je vaykti bal vaparta achakto hoy tene budhi no upayog karvo joiye. jeva sathe teva.

 4. nim says:

  ધન્ધા મા શરમ શેની? નાયક નુ પાત્ર થોડુ ડરપૉક લાગ્યુ.

 5. nayan panchal says:

  ધંધો ધંધાની જગ્યાએ, અને માનવતા માનવતાની જગ્યાએ.

  નાયરે માનવતાને ધંધા કરતા વધુ મહત્વ આપ્યુ. જો કર્મના સિધ્ધાંતોમા માનતા હોઈએ તો નાયરને તેના કરેલા સુકર્મોનુ વળતર મળશે જ.

  નયન

 6. jigna says:

  દરેક વ્યક્તી પોતાનું કર્મ અને જવાબદારી ઈમાનદારી થી નીભાવે તો આ દુનિયામાં કોઇને પણ કોઇ તકલીફ ના થાય્.
  આવા ડોક્ટર જેવા લોકો જે પોતાના મોજ મસ્તીમાં કેટલાં પૈસા અને ટાઈમ વ્યતીત કરે છે. તેના બદલે પોતાનું કર્જ અને ફર્જ અદા કરે તો આવા “નાયર” જેવા તથા બીજા ના દર્દ ઓછાં થઈ જાય્.

  અને પોતાનું કરજ માંગવા પહેલાં જ ચુકવવું જોઈએ.

  અરે મદદ પણ માંગવા વગર મળે તો જ મીઠી લાગે. જેમ આમા “ત્યાર બાદ ક્યારેય નાયરને મારી પાસેથી પૈસા નથી માગવા પડ્યા. જ્યારે જ્યારે હું કેન્ટિન જતો ત્યારે કોઈ ન હોય ત્યારે હું જ નાયરને પૂછતો કે, ‘ક્યોં નાયર ! કુછ કામ હૈ ક્યા ?!’”

 7. Vaishali Maheshwari says:

  Good description in the story.
  It is nice to know that Nair has good qualities in him and God will always be there to help such people, but still he should understand that this is business.

  He can politely talk with all the people who owe him money once again and tell them, if not full payments, they can atleast give him partial amount of money that they owe him. Nair has worked hard through his life, so this is his money. He has full rights to get the money.

  There are very few people who are nice enough to come on their own and give the money that they owe. We can atleast demand money for the hardwork that we have done.

  Nair’s character seemed to me too nicer to be true. Anyways, he has his own style and own norms. God is there to help people like him!

  Thank you Author.

 8. Vaishali Maheshwari says:

  Good description in the story.
  It is nice to know that Nair has good qualities in him and God will always be there to help such people, but still he should understand that this is business.

  He can politely talk with all the people who owe him money once again and tell them, if not full payments, they can atleast give him partial amount of money that they owe him. Nair has worked hard through his life, so this is his money. He has full rights to get the money.

  There are very few people who are nice enough to come on their own and give the money that they owe. We can atleast demand money for the hardwork that we have done.

  Nair’s character seemed to me too nicer to be true. Anyways, he has his own style and own norms. God is there to help people like him!

  I completely agree with Ms. Jigna’s comments too. It is sad to know that people who earn enough are also not always responsible enough to pay their debts. For doctors or other people who owed Nair money, few thousands would not be a big deal, but if they give those few thousands to Nair, he can live his simple life peacefully without asking anyone’s help. Such people are rich by money, but very poor by heart.

  Thank you Author.

 9. ભણતર સંસ્કાર શીખવતું નથી…!!!

  ભણતર ગણતર શીખવે
  અને ગણતર કોઠે પડી જાય પછી થાય માનવતાનું બાષ્પીભવન..!!

  ગુજરાતના દરેક હાઈવે અને અંતરિયાળ વિસ્તારોમાં નાયરો
  પંક્ચર રીપેરીગના વ્યવસાય સાથે સંકળાયેલા છે. કડકડતી ઠંડી હોય કે મેઘલી રાત અડધી રાત્રીએ પણ
  હસતાં હસતાં તમારું પંક્ચર ફીકસ કરી તમને હસતાં હસતાં વિદાય આપે.

  ગુજરાતની સેવા કરવા બદલ આવા નાયરો – સવાયા ગુજરાતીઓને સલામ.

 10. Jimmy says:

  I totally disagree with story, because I have seen people who wouldn’t care to pay back and if you dare enough to collect they end up giving lame excuses and sorries. I like to quote a very good real life experience of mine. In new york one of my so called friend was relocating to other city and he had a full year lease just signed before a week or two. If this person break his lease it cost him more than 9000$ easily and he came to me and asked me to take over lease. As it is a year committment he agreed to pay me 3000$ and I took over lease. Now, once he moved to other city initially he was telling me he will pay once he get paid in a month or so, I trusted (very important). Now, after a month he was not returning any emails, phone calls. I was panicked as he did not pay single penny. I tried to call his wife and she threatened me to complaint as harrassment. Then I decided to file a law suit and have all legal communication and to my wonder he sent me money. Also he gave me excuses like he had personal reasons and all bullshit and said sorry for delay. After that I came to know that he did same thing to other person and that person is still waiting and he never paid him yet .. so I learned never trust anyone for money, sometimes people not seems bad but they become bad depends on situation and time. Also, I have seen lot of people don’t feel to pay what they have to, they need a little power display to get it paid.

 11. Veena Dave, USA says:

  સામાન્ય માણસોને પોતાના જ પૈસા, પૈસાદાર પાસેથી કઢાવાતા નાકે દમ લાવે એ મે જોયેલુ છે.

 12. Paresh says:

  ‘ઈજ્જત કમાને મેં પૂરી જિંદગી લગ જાતી હૈ, લેકિન ગંવાને મેં સિર્ફ પાંચ હી મિનિટ !’…….I m also agree with this sentence but……..not agree to suffer any such stupid ppl. who r careless towards their responsibiities.

 13. ઈજ્જત કમાને મેં પૂરી જિંદગી લગ જાતી હૈ, લેકિન ગંવાને મેં સિર્ફ પાંચ હી મિનિટ !’- ઉમદા તત્વ અને બોધ. નાયરના પાત્ર વિશેના લાક્ષણિક પ્રતિભાવો- કદાચ એ જ લેખકનો વાચકોને છદ્મ સંદેશ હોય એમ પણ બને!

 14. kumar says:

  ખુબ સાચુ કહ્યુ …ઈજ્જત કમાને મેં પૂરી જિંદગી લગ જાતી હૈ, લેકિન ગંવાને મેં સિર્ફ પાંચ હી મિનિટ

 15. ભાવના શુક્લ says:

  નાયરનુ ઉમદા પાત્ર અને ઉદ્દાત વિચારો એ જીવનના ભણતરની નહી પરંતુ સાચા ગણતરની નિશાની છે. આજે પુસ્તકોનુ ભણીને ડિગ્રીધારી બની રહેલા ખરેખર પોતાના માતા-પિતા કે વડીલોની વાતને કેટલુ માન કે મહત્વ આપી શકે છે? એ ખાનદાની અને સંસ્કાર છે જે વ્યક્તિત્વમા કેળવાય છે જે નાયર જેવા લોકોને ખુબ સરળતાથી પચેલા હોય છે.

 16. ઈન્દ્રેશ વદન says:

  Dr I.K.V. તરફથી વધુ એક સુંદર વાર્તા.

  તેમણે પાત્રનું નામ ‘નાયર’ ને બદલે ‘ભોલા’ રાખવું જોઈતું હતું. 🙂

 17. Dhaval B. Shah says:

  સરસ વાર્તા.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.