સાચો મિત્ર – રમેશ પુરોહિત

હે પરમેશ્વર ! તું મારો દિલોજાન દોસ્ત છે,
બીજા મિત્રો કદાચ મને સમજે નહીં અથવા દગો પણ દે,
પરંતુ તુ મને ક્યારેય હતાશ કરે નહીં,
મને જ્યારે જરૂર હોય છે સહાયની અને સધિયારાની
ત્યારે તારી પાસે પરિસ્થિતિને અનુરૂપ શબ્દો હોય છે.
તું એક જ એવો છે કે જે મને સાંગોપાંગ સમજે છે,
મારા મનનો એક પણ વિચાર કે હ્રદયની ઈચ્છા
એવી નથી કે જેની તને જાણ ન હોય.
હું ક્યારેય એકલો નથી હોતો
કારણકે તારી હાજરી સતત હોય છે
ન દિવસ કે ન રાત, ન અંતર કે ન સંજોગો
આપણને એકમેકથી અગળા કરી શકે.
તારી સર્વજ્ઞતાની વાત શું કરવી કારણકે
તું મને સમગ્ર આયખામાં રક્ષાકવચ પુરું પાડે છે.
તું આમ કરે છે અને તેથી જ હું શ્રધ્ધાથી
ફાટફાટ થતો તારા પગલે પગલે પંથ કાપું છું.
તું મારા દોષ બતાવે પણ પ્રેમપૂર્વક.
બરફીલા ધુમ્મસના ધૂંધળાપણાને દૂર કરીને
વસંતના એક પ્રભાતે તું વિશ્વને તેજકિરણોમાં નવડાવે છે.
આવા ઉજાસનું નામ જ પ્રેમ છે.
તું મારા જીવનમાં આનંદ ઉછેરે છે.
તું મારો મિત્ર છે;
તારા ઓશિંગણથી ગદ્દગદ થઈને
તારાં ગુણગાન ગાયા કરું છું…..ગાયા જ કરું છું.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ઘટ ઘટમાં રહે – ભગવતીકુમાર શર્મા
ઘડીક સંગ – નિરંજન ભગત Next »   

8 પ્રતિભાવો : સાચો મિત્ર – રમેશ પુરોહિત

  1. અતુલ જાની (આગંતુક) says:

    ધન્ય છે રમેશભાઈ તમને સાચો મિત્ર મળી ગયો. બાકી સંસારના મિત્રો મોટા ભાગે તો આ સાચા મિત્રથી દુર લઈ જનારા જ હોય છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.