બે પદ્યરચનાઓ – શોભિત દેસાઈ

[‘અહમ ઓગાળવા આવ્યા’ પુસ્તકમાંથી સાભાર.]

[1] મત્ત પાગલ પ્રેમમાં

આપણું પોતાનું જીવન ધન્ય થઈને જીવીએ !
શા માટે આપણે કો અન્ય થઈને જીવીએ ?

ફકત ખુદ ખાતર જીવી લેવું, નથી એ જીવવું,
ક્યાંક તો…. ક્યારેક તો…. પર્જન્ય થઈને જીવીએ !

પૂર્ણતા છે કૈંક બાકી રહી ગયાની લાગણી,
થોડા બનીએ રણના, થોડા વન્ય થઈને જીવીએ !

ખોળીએ ખુવાર થઈ જાવાને લાયક પાત્રને,
મત્ત પાગલ પ્રેમમાં ચૈતન્ય થઈને જીવીએ.

અંત પણ આરંભની જેવો જ રોનકદાર હો,
સહેજ પણ ઈચ્છા નથી મૂર્ધન્ય થઈને જીવીએ.
.

[2] પૂર્વમાં જો !

લક્ષ દુર્લભ નિશાનનું રાખો,
દ્રષ્ટિ રાખો મળી જશે આંખો.

ચાંદ ગણવાનું તારું કામ નથી,
તારલા તું ભલે ગણે લાખો.

ચૂંટતાં તેં ચૂંટી લીધી છે કળી,
બાગ રડમસ, ઉદાસ છે આખો

વાત બચ્ચાની તો ઊતરશે ગળે,
સાંભળો પણ ખરા અને ચાખો.

આ તિમિર તો પૂરું થવામાં છે,
પૂર્વમાં જો ! ફૂટી રહી પાંખો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous નિષ્ઠા – ગિરીશ ગણાત્રા
સમજી ગયાં હશે – નિનાદ અધ્યારુ ‘નિનાદ’ Next »   

17 પ્રતિભાવો : બે પદ્યરચનાઓ – શોભિત દેસાઈ

 1. સુંદર..

  “આ તિમિર તો પૂરું થવામાં છે,
  પૂર્વમાં જો ! ફૂટી રહી પાંખો.”

  “આપણું પોતાનું જીવન ધન્ય થઈને જીવીએ !
  શા માટે આપણે કો અન્ય થઈને જીવીએ ?”

 2. P Shah says:

  બન્ને સુંદર રચનાઓ !
  દિલથી માણી.

 3. બન્ને ગઝલઓ સુંદર છે. પહેલી ગઝલમાં સહજતાથી વપરાયેલા અપ્રચિલ અને અઘરા કાફિયાઓથી પ્રગટતું કવિકર્મ તો બીજીમાં સરળ બાનીમાં અસ્તિત્વની વિધાયકતાનું મહત્વ ધ્યાનાકર્ષક બને છે.

 4. Nitin says:

  ફકત ખુદ ખાતર જીવી લેવું, નથી એ જીવવું,
  ક્યાંક તો…. ક્યારેક તો…. પર્જન્ય થઈને જીવીએ !

  શોભિતભાઇ આવી સરસ રચનાઓ બદલ ખુબ ખુબ આભાર્.

  નિતિન પટેલ્,
  વડ્ગામ્

 5. Jajkant Jani (USA) says:

  I THINK ,ALWAYS BE POSITIVE THINKING
  WHY SHOULD BE SUCH GOLDEN POETRY
  HAVE A NEGATIVE STOCK
  NINAD CONRATULATION FOR SUCH GOOD POETRY

  ચાંદ પર પહોચવાની પહોચ છે તારી,
  ખોલ તારી કલ્પનાની પાંખો.

  લેતાતો તેં લૈ લીધી છે તપસ્યા,
  જરા રાખ સબુરી, તેના નુરને તરસે છે લાખો

  વાત શબરી અને રામની ઊતરશે ગળે,
  ભાવ સાથે સાંભળો પણ ખરા અને ચાખો

 6. બંને ગઝલ સરસ થઈ છે…

  આ તિમિર તો પૂરું થવામાં છે,
  પૂર્વમાં જો ! ફૂટી રહી પાંખો.
  -ક્યા બાત હૈ !!

 7. nayan panchal says:

  મારી ફેવરિટ લાઈનઃ

  પૂર્ણતા છે કૈંક બાકી રહી ગયાની લાગણી,
  થોડા બનીએ રણના, થોડા વન્ય થઈને જીવીએ !

  કદાચ, વાસ્તવિક વિરોધાભાસ.

  નયન

 8. આપણું પોતાનું જીવન ધન્ય થઈને જીવીએ !
  શા માટે આપણે કો અન્ય થઈને જીવીએ ?

  ખૂબ સુંદર શોભિતભાઈ ….

  આપણે મહોરાઓમાં જીવીએ છીએ ……અનેક મહોરાઓ….. કદાચ આપણે સદા અન્ય થઈને જીવીએ છીએ

  લક્ષ દુર્લભ નિશાનનું રાખો,
  દ્રષ્ટિ રાખો મળી જશે આંખો.

  સરસ રચનાઓ…..

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.